Street No.69 - 52 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-52

Featured Books
  • ગંગા સ્નાન

    ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं...

  • પરંપરા કે પ્રગતિ? - 6

    પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે...

  • આઈ કેન સી યુ!! - 3

    અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી ર...

  • મમ્મી એટલે?

    હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મ...

  • ભાગવત રહસ્ય - 278

    ભાગવત રહસ્ય -૨૭૮   પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી ત...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-52

સોહમે કહ્યું “-મારાં માટેનો કોઇ બોજ તારે રાખવાની જરૂર નથી પહેલાં તારાં કુટુંબનો બોજ ઉતારજે.. પેલાં હરામી હસરતને માર્યો પણ એને કોઇ સૃષ્ટિમાં કોઇ યોનીમાં છોડીશ નહીં તારાં અઘોરી સાથે જે ચૂકવવાનું હોય ચૂકવી તારાં જીવ માટે કામ કરજે…. હતાં કોઇ લેણદેણ કે સંબંધનાં ઋણ તું મળી...તેં ચૂકવી દીધું અને આ ચૂકવણી મને ખૂબ ભારે પડી છે મારે રસ્તો હું જ કરી લઇશ મારાંમાં તો પાત્રતા હજી અચળ છે..”

સાવી સોહમનાં તીર જેવા શબ્દો સહી રહી હતી એ મનમાં તમતમી રહી હતી કંઇ બોલી ના શકી.. એણે કહ્યું “સોહમ તારી બધી વાત સાચી છે મારે પુરુવાર કરવા માટે પણ કંઇ નથી એટલું ચોક્કસ કહું આ જીવન, આ તન મન પ્રેમ બધુજ તારાં માટે ન્યોછાવર કરેલું.. એક નજરમાં તને ચાહી લીધેલો પણ આજે બધુ બોલવું કરવું નક્કામું છે પત્થર પર પાણી છે મારું ધાર્યું કંઇ નથી થવાનું.”

સોહમે કહ્યું “એક વાતનો જવાબ આપીશ ? તું આટલી શક્તિશાળી હતી તું અઘોરણ હતી ભલે તે ગુરુદક્ષિણા નહોતી ચૂકવી બાકી હતી પણ અધોરી પાસેથી દીક્ષા તો લીધી હતી તારી પાસે શક્તિઓ હતી તો પેલો નીચ શેતાન તારાં પર હાવી કેવી રીતે થયો સાવી ? તેં તારી જાત કેમ ના બચાવી ? અત્યારે લૂંટાઇને મારી પાસે ક્યું મોં લઇને આવી છે?”

સાવીને રડુ આવી ગયું.. એને સોહમની સામેજ જોયા કર્યું પછી બોલી “તને મારાં પર વિશ્વાસ નથી ? એ શેતાને એનાં ધર્મનો કોઇ ગુરુ સાંધલો એણે એની શક્તિ કામે લગાડી હતી હું સાવ વિવશ થઇ ગઇ હતી મારી કોઇ શક્તિ સિધ્ધિ કામ નહોતી કરી રહી એણે મને વશમાં કરી પછી...” સોહમ સાવી સામે ક્રોધથી જોઇ રહેલો સાંભળી રહેલો.

સાવીએ કહ્યું “એણે મને વશમાં કરીને મારું શિયળ લૂંટ્યું કામવાસના એની સંતોષી અને વિવશ અટ્ટહાસ્ય કરેલું હું સાવ વિવશ હતી”.

સોહમે કહ્યું “અઘોરણની શક્તિ તારી કુંઠિત થઇ હતી પણ માનવ તરીકે તો જીવતી હતી ને ? તેં પ્રતિકાર કેમ ના કર્યો ?” સાવીએ કહ્યું “મારાં ગુરુએ પણ મારા પર આવુંજ આળ મુક્યું છે એમણે આજ પ્રશ્ન કર્યો હતો. એમણે કહ્યું હું એની સાથે દેહ સુખ માણી રહી હતી હું એને સંભોગમાં સાથ આપતી હતી... મારું કોઇ માનવા તૈયાર નથી એ શેતાને કોઇ તાંત્રિક રીતે મને વિવશ કરીને મારો સંભોગ કર્યો.”

“પણ મારી મહાકાળી મારી મદદે આવેલાં મેં એની છાતીમાં મંત્રોચ્ચાર સાથે લાત મારી અને દૂર ધકેલ્યો એનાં શરીરમાં અનેબધેજ આગ લાગી અગ્નિજવાળાઓએ એને અને એનાં મકાનને ભરડી લીધો શેતાન કાયમ માટે રાખ થઇ ગયો.”

“મને એટલી હલ્કી ગણો છો ? ગુરુ અઘોરીએ ગુસ્સામાં બોલે... પણ તને મારાં પર વિશ્વાસ નહોતો ? એમને મારાં શરીર પર એનાં વિર્યની વાસ આવતી હતી પણ મારાં અંતરઆત્માના ઠેસની પરવા નહોતી ? મેં એ ક્ષણો કેવી રીતે પસાર કરી હશે ? મારી આટલી પીડા વ્યથામાં હું શરીર સુખ માણતી હતી ?”

“મારે ગુરુને કહેવું પડ્યું એનાં સંભોગ માટેનાં મૈથુનમાં મારાં મન હૃદયમાં મારો પ્રેમી એટલે કે તું હતો મારો સોહમ હતો અને તું મને પતિતા ગણે છે. હીન કાર્ય કરવુ જ હોતતો મારી આખી યુવાની હતી જે મેં અઘોરણ બનવામાં ખર્ચી નાંખી મારે પતિતાજ થવું હોત તો કોલકતામાં જ મોટું બજાર હતું મારાં રૂપને દેહને ભોગવાનારા ઘણાં મળ્યાં હોત પણ મેં મારી પાત્રતા જાળવી રાખી હતી કાયમજ”.

‘સોહમ એ દિવસે હું પવનવેગે આવી હતી તારી ઓફીસ પાસે તને એજ ક્ષણે જોયો અને હું તારાં પર મોહી પડી અજબ ગજબ આકર્ષણ હતું તું મારાં માટે સાવ અજાણ્યો હતો પણ હું સિધ્ધી પામેલી અઘોરણ હતી મને તારું મન હૃદય બધુ વંચાઇ ગયેલું તારાં જેવાં નર ને મારે પરણવું હતું. પ્રેમ કરવો હતો. યોગ્ય લાગ્યો અને તારાં પરજ પસંદગી ઢોળી દીધી તારાં જીવનની કઠનાઇઓ દૂર કરવાનો નિર્ણય લીધો અને સિધ્ધીને કામે લગાડીને તને મદદ કરી પણ હવે આ કશાનો શું અર્થ છે ?”

“સોહમ છેલ્લે છેલ્લે એકવાત કહી દઊં.. બલ્કે યાદ કરાવી દઊં મેં એ રાત્રે તને એક કાગળ આપેલો જે બીડેલો હતો મને ખબર છે હજી તે વાંચ્યો નથી તારાં આજનાં સંવાદો પરથી મને ખબર પડી ગઇ છે ઘરે જઇને એ કાગળ વાંચજે હવે થોડાં સમયમાં બ્રહ્મમૂહૂર્તનો સમય થઇ જશે.. બ્રહ્મમૂહૂર્તમાંજ વાંચી લેજે.”

“એ કાગળમાં જે મેં લખ્યું છે એ લખાણ મને એ સમયે કેમ સુજેલું ત્યારે નહોતું સમજાયું આજે મને બધુજ સમજાઇ ગયું છે કે વિધાતાએ મારાં ગુરુમાં ગુરુ તાંત્રિક સમ્રાટ અઘોરી વિશ્વાત્મા મહારાજે મને કેમ સ્ફુરાવેલું.... જે મેં લખ્યુ છે.”

“મારાં ગુરુએ મને ગુરુ ભોગ માટે પવિત્ર પાત્રતા સાથે એમની પાસે 12 કલાકમાં પહોચવા કહ્યું છે એ હવે અમલમાં મૂકુ છું આ અપવિત્ર પાપી ભ્રષ્ટ શરીને ત્યાગ કરુ છું.. મારી ગતિ નહી પણ પ્રેતયોનીમાં પ્રવેશ થશે પછી હું એમની ભોગવિધી કરીશ અને અઘોરણ બનીશજ તારી અને મારાં કુટુબની દેહ વિનાનાં જીવથી કાળજી લઇશ ખબર લઇશ. પણ તું કાગળ વાંચવાનો ના ભૂલીશ...”

સોહમ ક્યારનો સાવીને સાંભળી રહેલો એની આંખમાં ભય છવાયો બોલ્યો "સાવી તું શું કરવા જઇ રહી છે ?” સાવી સાંભળ્યુ ના સાંભળ્યુ કર્યું અને એની પાસેની માચીસ માંથી દીવાસળી કાઢી એક સાથે પાંચ દીવાસળી સળગાવી અને પોતાનાં કપડાં ને ચાંપી દીધી.

ભડભડ સળગી રહેલી સાવી હસતી હતી બોલી “ચિંતા ના કરીશ તને કોઇ મુશ્કેલી હવે નહીં આવે ક્યાં તંત્રમંત્રનાં આશરે પણ સાવી સળગી ગઈ અને સોહમ....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-53