Street No.69 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-72

Featured Books
  • ગંગા સ્નાન

    ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं...

  • પરંપરા કે પ્રગતિ? - 6

    પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે...

  • આઈ કેન સી યુ!! - 3

    અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી ર...

  • મમ્મી એટલે?

    હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મ...

  • ભાગવત રહસ્ય - 278

    ભાગવત રહસ્ય -૨૭૮   પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી ત...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-72

નૈનતારા સામે આવીને બેઠી સોહમને થયું સાવી આવીને બેઠી છે. ત્યાં એનો મોબાઇલ ફરી રણક્યો. સોહમે જોયું સ્ક્રીન પર કોઇ અનનોન નંબર છે એમાં એટલુજ લખેલું "પ્રાઇવેટ નંબર"... એને આશ્ચર્ય થયુ એણે ફોન રીસીવ કર્યો. હલ્લો હલ્લો કર્યું પણ સામેથી ફોન ચાલુ હતો કોઇ બોલતું નહોતું. એણે થોડીવાર ફોન પકડી રાખ્યો પણ કોઇ બોલયું નહીં. એણે ફોન કાપી નાંખ્યો કામમાં ધ્યાન પરોવ્યું નૈનતારાએ એ જોયું બોલી “સર તમે કામ કરો ત્યાં સુધી હું તરનેજા પાસેથી બાકીનો એકાઉન્ટનો રીપોર્ટ લઊં”

નૈનતારા પણ કંઇ વિચારમાં પડી ગઇ અને બહાર નીકળી. સોહમ એને બહાર જતાં જોઇ રહ્યો એણે મેઇલ ઓપન કરીને વાધવા સરનો મેઇલ વાંચવા માંડ્યો.

************

સુનિતાએ એનાં કોલ સેન્ટરમાં બ્રેક પડ્યો થયું દાદા સાથે વાત કરી લઊં ? એ ચિંતા કરતાં હતાં. હમણાં બ્રેક છે ત્યાં સુધી... હજી એ સોહમનો નંબર લગાડે ત્યાં એનો કલીગ મંગેશ એની નજીક આવ્યો ને બોલ્યો “સુની આખો વખત તો ફોન પર વાત કર્યા કરે છે બ્રેકમાં તો રેસ્ટ લે હજી કોને ફોન કરે છે ? ચાલને થોડો સમય છે કોઇ કોફી શોપમાં જઇને કોફી પીએ.”

સુનિતાએ મંગેશને જોઇને સ્માઇલ કર્યુ ને બોલી “મંગેસ દાદાને ફોન કરું છું તેઓ મારી ચિંતા કરે છે.” મંગેશે કહ્યું “હવે તું મોટી થઇ જુવાન થઇ..” યુવાન થઇ બોલીને સુનિતાનાં ચહેરાં અને એની છાતી શરીર પર બધા નજર કરી... આમ ક્યાં સુધી દાદા, દાદા કરીશ ? એમને એમની ઓફીસમાં કામ કરવા દે ડીસ્ટરબ ના કર. ચાલ કોફી શોપ જઇને આવીએ.”

સુનિતાએ કહ્યું “અહીં ઓફીસમાં ચા, કોફી નાસ્તો બધું મળેજ છે ને ? બીજે જવાની કયાં જરૂર છે ?”

મંગેશે કહ્યું “અહીનાં વાતાવરણથી દૂર જઇએ હજી બ્રેકનો સમય છે બીજા વાતાવરણમાં જઇએ ચલ પલીઝ.”

સુનિતાએ હસતાં હસતાં કહ્યું “ઓકે ચાલ.” એ માની ગઇ. બંન્ને કોલ સેન્ટરની બહાર નીકળ્યાં પાકીંગમાંથી મંગેશે એની બાઇક કાઢી અને બંન્ને બાઇક પર બેઠાં. મંગેશે બાઇક સમજીને આંચકાથી ચાલુ કરી.. સુનિતા આંચકાથી મંગેશને ચીટકી ગઇ. મંગેશ હસ્યો.. સુનિતાએ કહ્યું “ધીરેથી… કેમ આંચકા મારે ?”

મંગશે લૂચ્ચુ હસતાં કહ્યુ “તું એટલી દૂર બેસે કે.. પછી મારે આઇડીયા કરવો પડ્યો. તારો આ ગરમ ગરમ દેહ મને વળગી રહીને બેસે એની મજાજ જુદી છે.” સુનિતા શરમાઇ ગઇ એણે કહ્યું “તું લુચ્ચો છે.” એ મંગેશને વળગીનેજ બેસી ગઇ. મંગેશની પીઠને સુનિતાનાં નરમ પોચાં પોચાં સ્તન સ્પર્શી રહેલાં એની એ મજા લૂટી રહેલો. એ વારે વારે બ્રેક મારી વધુ નજીકથી સ્પર્શ અનુભવી રહેલો..

મંગેશે કોફી શોપની જગ્યાએ દરિયા તરફ બાઇક લીધી અને દરિયાને પેરેલલ રોડ પર લઇ ઉપર ફુટપાથ હતી ત્યાં બાઇક ચઢાવી.. એકાંત જગ્યા જોઇ ઉભી રાખી.

સુનિતાએ કહ્યું “તું તો કોફી શોપ કહેતો હતો અને દરિયે કેમ લાવ્યો ?” મંગેશે કહ્યું “તું ભોળીને ભોળીજ રહી આટલી જુવાની આવી પણ કંઇ સમજેજ નહીં. હું તને પ્રેમ કરું છું. પ્રેમ પ્રદર્શિત કરવા એનો એહસાસ કરાવવા એકાંત અને નિશ્ચિતતા જોઇએ”.

સુનિતાએ કહ્યું “મંગેશ મારાં દાદાને ખબર પડી તો આપણને બંન્નેને...”. મંગેશે કહ્યું “તું ક્યા જમાનામાં જીવે છે ? મુંબઇમાં રહીએ છીએ. આપણે બંન્ને જુવાન છીએ એકબીજાને પસંદ કરીએ છીએ પછી શેનો ડર ?”

“સુની શું તારાં દાદાએ કોઇને પ્રેમ નહીં કર્યો હોય ? શું એમણે જુવાનીની મજા નહીં લૂંટી હોય ? બધાં કાયદા મર્યાદા આપણાં માટેજ છે ? ને તું જોબ પર છે એમને શું ખબર પડશે કે તું કયાં છે ? બધાં ડર કાઢી નાંખ આવીજા..” એમ કહી તરતજ સુનિતાને બાથમાં લીધી એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.. સુનિતાની આંખો બંધ થઇ ગઇ એણે મંગેશને પણ પ્રેમ કરવા માંડ્યો. મંગેશે એનાં હાથની હરકત વધારી દીધી.દરિયો હિલોળા લેતો મોજા ઉછાળી અવાજ કરી રહેલો.. ખાસ અવરજવર નહોતી મંગેશે સમજીને સ્થળ નક્કી કર્યું હતું..

મંગેશે એનાં હાથ સુનિતાનાં સ્તન પર ફેરવવા માંડ્યા હોઠ પર હોઠ મૂકી ચૂસી રહેલો બંન્ને જણાં ઉત્તેજીત થઇ રહેલાં સુનિતાનું પર્સ બાઇક પર હતું અને એ મંગેશનાં પ્રેમને રીસ્પોનસ આપી રહી હતી મંગેશ ભૂખ્યા વરૂની જેમ તુટી પડેલો. તયાં સુનિતાનાં મોબાઇલ પર રીંગ આવી...

સુનિતાનું ધ્યાન ભંગ થયું.. રંગમાં ભંગ પડ્યો એણે ગભરાઇને મંગેશને આઘો કર્યો ફોન લેવા બાઇક પાસે દોડી એણે પર્સમાંથી મોબાઇલ લીધો જોયું તો સોહમનો ફોન હતો.

એણે વિચાર્યા વિના ઉપાડી લીધો. મંગેશને ગમ્યું નહીં. એને ગુસ્સો આવ્યો પણ ચૂપ રહયો. સુનિતાએ કહ્યું “દાદા.. હાં બોલો.. સામેથી સોહમે કહ્યું સુનિતા તેં મને બ્રેકમાં ફોન કરવા કહ્યું હતું. ભૂલી ગઇ ? રાહ જોઇ જોઇને મેં કર્યો.. કેમ તું ક્યાં છું ? ઓફીસમાં નથી ?”

સુનિતાએ જૂઠુ બોલતાં કહ્યું ”દાદા હું અને મીના કોફી પીવા બહાર આવ્યાં છીએ આખો વખત ફોન પર વાત કરી કરી કંટાળેલાં હવે ઓફીસમાંજ જઇએ છીએ. દાદા તમારે કેવો રહ્યો પહેલો દિવસ ?”

સોહમે કહ્યું “ઓકે ઓકે... સરસ દિવસ છે કંઇ નહીં ઘરે વાત કરીશું. ટેઇક કેર.” એમ કહી ફોન મૂક્યો.

મંગેશે કહ્યું “સુનિતા તારાં દાદા હજી તને પાંચ વર્ષનીજ સમજતા લાગે. આટલી બધી કેર ? કે તારાં ઉપર વ્હેમ છે ? વિશ્વાસ નથી ? આપણે કેવાં ઓતપ્રોત હતાં. તારાં તન પર હાથ ફેરવી હું જાણે સ્વર્ગમાં હતો અને અચાનક ફોન....”

સુનિતાએ કહ્યું “મંગેશ.. હા દાદાને વ્હેમ છે પણ હવે હું એવો પ્લાન કરીશ કે કોઇ વિધનજ નહીં આવે.” એમ કહી મંગેશને ચૂમ્યો..



વધુ આવતા અંકે ---- પ્રકરણ-73