Vasudha - Vasuma - 100 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-100

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-100

પોલીસ પટેલ એમની કુમક ત્થા વસુધા રાજલ કરસન બધાં સાથે કાળીયો જે કોતરમાં ઝાડી પાછળ ઊંઘતો ઝડપાયો ત્યાં આવી ગયાં હતાં. મગનો દૂરથી બતાવીને બીજી ઝાડી પાછળ સંતાઇને બધો ખેલ જોઇ રહેલો.

કાળીયાને બધી પરિસ્થિતિની ગંધ આવી ગઇ એને થયું હવે અહીંથી કેવી રીતે છટકવું ? એને પકલાને, રમણાને ત્રણેને બધાં ચારેબાજુથી ઘેરીને ઉભા હતા. પોલીસ પટેલનાં હવાલદારે ત્રણેનાં હાથ પગ બાંધી દીધાં હતાં હવે એ ચૂં કે ચા કરી શકી એમ નહોતો.

એણે છેલ્લે દાવ અજમાવ્યો એણે હાથ જોડીને માફી માંગવા માંડી વસુધાને કહે મારી બહેન જેવી છું મારી ભૂલ થઇ ગઇ હવે જીંદગીમાં કોઇ છોકરીની સામે નહીં જોઊં હું સામે છોકરી દેખાશે રસ્તો બદલી નાંખીશ એ બાંધેલાં હાથે કરગરી રહેલો. રાજલે વસુધા સામે જોયું વસુધાનો ચહેરો ક્રોધથી તમતમી ગયેલો.

ધીમે ધીમે અજવાળું વધી રહેલું... વસુઘાએ કાળીયાની સામે જોઇને કહ્યું “હવે તને મારામાં બહેન દેખાવાં માંડી નીચ.. આજે તારો ન્યાય અહીં થશે પછી વસુધાએ પોલીસ પટેલને કહ્યું સર... તમે મારાં પિતા સમાન છો તમારી આ દીકરીનું આ દાનવે અપમાન કર્યુ છે મારું શિયળ લૂંટવા પ્રયત્ન કર્યો છે મારાં કપડાં...” અને ક્રોધમાં પણ આંખમાંથી આંસુ નીકળી ગયાં એ ક્રોધનાં આંસુ જોઇને પોલીસ પટેલે કહ્યું “દીકરી તને સોંપ્યો આ રાક્ષસ.. બદલો લઇ લે.. એને એવો પાઠ ભણાવ કે જીંદગીભર યાદ રાખે અને બીજા આવાં પિશાચો ડરીને આઘા મરે.. લઇ લે બદલો.” એમ કહી આધા ખસ્યા અને ફરી કીધુ અમે અહીંજ છીએ.

વસુદાનો ગુસ્સો કાળીયાને જોઇને ભભૂક્યો વસુધાએ એનીજ ડાંગ હાથમાં લીધી... ત્યાં કાળીઓ બરાડા પાડવા માંડ્યો બોલ્યો “પટેલ સાહેબ તમે આવું ના કરી શકો આતો કાયદો હાથમાં લે છે સાહેબ મને જેલમાં નાંખો પણ...”

એ આગળ બોલે પહેલાં વસુધાએ બે હાથે ડાંગ ઉપાડી બે હાથે પ્રહાર કરવા ઊંચી કરી અને કાલીયાને બે પગ વચ્ચે એટલી જોરથી લાત મારી કે પેલો રાડ પાડી ગયો. વસુધાને ઝનૂન ચઢેલું એણે ડાંગનાં પ્રહર સતત એકજ જગ્યાએ કરવા માંડ્યા... એનાં બે પગ વચ્ચેથી લોહીની ટશરો ફૂટી વહેવા માંડ્યુ પછી એનાં બેઉ હાથ પર ડાંગનાં છેડા પર લોખંડની વાઢ જડેલી હતી એનાંથી પ્રહાર કરવા માંડ્યો.

વસુઘાને એટલો જોશ હતો કે એ રોકાતી નહોતી “સાલા નીચ, રાંડવા તું મને રાંડેલી રાંડેલી કહી મારાં કપડા ઊંચા કરી મને.”. પછી દાઢ દાબીને જબરજસ્ત પ્રહાર કર્યા. એનાં બંન્ને હાથનાં પંજા ને કાંડામાંથી લોહી નીકળવા માંડયુ.. છતાં વસુધા શાંત નહોતી થતી.

વસુધાને અત્યારે પ્રહાર કરતાં કરતાં કાળીયો એનાં કપડા ઊંચા કરીને ગંદુ હસી રહેલો એ યાદ આવ્યું એણે એનાં પગનાં ઘૂંટણ પર ડાંગ મારવા માંડી વસુધાને જોઇને રાજલને સંતોષ થતો હતો. રાજલે હવાલદારને ડંડો એમનાં હાથમાંથી ખેંચીને પકલા અને રમણાને ફટકારવા માંડ્યા.

માર સહન ના થવાથી ત્રણે જણાં રાડો પાડી રહ્યાં હતાં અશહય વેદના ચહેરા પર દેખાઇ રહી હતી કરસને પોલીસ પટેલને ઇશારો કર્યો. પોલીસ પટેલે માથું હલાવીને પછી વસુધાને કહ્યું “બસ દીકરા હવે એને સજા મળી ગઇ.. શાંત થા.. સાલો મરી જશે”.

વસુધાને વધુ ગુસ્સો આવ્યો બોલી “સાલો કાલે મરતો હોય આજે મરે બીજી બહેન દીકરીઓની લાજ બચી જશે એને તો”… એમ કહી એક ડાંગ એનાં ચહેરા પર ઠપકારી... કાળીયાનાં હોઠ ફાટી ગયાં અને બે દાંત તૂટી બહાર પડ્યાં લોહીનો કોગળો થઇ ગયો પછી વસુધાએ ડાંગ ફેંકી દીધી.

ત્રણે જણાંને ખૂબ માર પડેલો મરણતોલ મારથી બધાં અધમૂવા થઇ ગયાં હતાં. ઓહ ઓહ કરતાં પીડા સહન નહી થવાથી આળોટી રહેલાં કાળીયો તૂટેલાં બંન્ને હાથે બે પગ વચ્ચે દબાવવા પ્રયત્ન કરી રહેલો એનાં બધાં કપડાં લોહી લુહાણ થઇ ગયાં હતાં.

કરસન અત્યાર સુધી શાંત ઉભો હતો રાજલ અને વસુધા થાકી હાંફીને બાજુમાં ઉભા રહ્યાં અને કરસને કાળીયાની નજીક જઇને એનાં બે પગ વચ્ચે જોરથી લાત મારી દીધી પેલો ઓ મરી ગયો રે એવી રાડ પાડીને બેભાન થઇ ગયો. વસુધાને સંતોષ થયો પકલો અને રમણો બોલવાની હાલતમાં નહોતાં એ લોકો પણ લોહીલુહાણ થઇ ગયાં હતાં.

કરસને પોલીસ પટેલને કહ્યું “પટેલ સાહેબ આલોકોનું હવે શું કરીશું ?” પોલીસ પટેલે કહ્યું “મેં વિચારી લીધું છે દીકરી વસુધાએ કર્યુ એજ સાચો ન્યાય છે આગળ હું બધુ સંભાળી લઇશ” ત્યાં ઝાડી પાછળ સંતાયેલાં મગનાને બૂમ પાડીને બોલાવ્યો.

મગનો થર થરતો કાંપતો હાથ જોડીને બહાર આવ્યો. પોલીસ પટેલ કંઇ બોલે પહેલાંજ બોલવા લાગ્યો “સાહેબ મારો વાંક નથી... મને એ લોકોએ કર્યું બીલકુલ પસંદ નહોતું વસુધાબહેનને એ... મેં ખૂબ ના પાડી આવું ના થાય. પાપ છે. પકડાઇશું તો ? ક્યાં તો મરીશું”.

“પણ સાહેબ મને એક ના સાંભળ્યો અને ઉપરથી મને ધમકાવ્યો... સાહેબ મને માફ કરો.... હું તો એ લોકોને છોડીને એટલેજ ભાગી રહેલો અને તમે મળ્યાં.”

પોલીસ પટેલે કહ્યું “અહીં જે થયું તે કશુંજ જોયું નથી સમજ્યો ? એ લોકોને પકડવા પોલીસ ટુકડી પાછળ હતી અને તેઓ ભાગી રહેલાં અને ટૂક સાથે અથડાયા અને ઘાયલ થયા બરોબર ?”

મગનાએ હાથ જોડીને કહ્યું “સમજી ગયો સરકાર સમજી ગયો મેં કશું નથી જોયું” એ એટલો બધો ડરી ગયેલો કે બધામાં હા એ હા મિલાવી રહેલો.

પોલીસ પટેલે કહ્યું “જો તારું ક્યારેય મોઢું ખૂલ્યું તો તારું આ રીતેજ કાસળ કાઢી નાંખીશ સમજ્યો. તેં પોલીસની મદદ કરી છે એટલે જવા દઊં છું.”

મગનો કહે “સાહેબ સાહેબ તમારી મહેરબાની હું તો તમારી ગાય છું સાવ ગરીબ ખેતમજૂર છું હું કુટુંબવાળો માણસ છું મારી બૈરી અને બે દીકરીઓ રાહ જોતી હશે.”

પોલીસ પટેલે પૂછ્યું “તું પરણેલો છે ?” મગનો કહે “હાં સાહેબ જોડકી બે નાની દીકરીઓ છે એટલે તો કાળીયાને રોકતો હતો કે આમ કોઇની પત્ની કે દીકરીને આવુ ના કરાય પણ.”. પોલીસ પટેલે કરસન સામે જોયું કરસને મગનાનો હાથ પકડી ઝાડી તરફ લઇ ગયો....

વધુ આવતા અંકે - પ્રકરણ-101