Sathvaro - 4 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | સથવારો.....સંબંધો ભાગ્યનાં - 4

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 4

આગળની સફર
●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○
લક્ષ્મી ધીમા પગલે પાછી ગઈ પણ સાકરની હાલત

એવી હતી, જાણે રાની પશુઓની વચ્ચે નાનું હરણનું

બચ્ચું.એને ઘણું કહેવું હતું ખુલાસા આપવા હતાં

અને જવાબ માંગવા હતાં,પરંતું એની વાચા જ હણાઈ

ગઈ હતી.આ ઘરે ક્યારેય એને બોલવાનો મોકો આપ્યો

જ નહોતો.

માએ તેને વાળ પકડી ,ખેંચીને ઓરડામાં પુરી

દીધી.એક તરફ લક્ષ્મી અજંપામાં જાગતી રહી અને

બીજી તરફ સાકર. મોટાભાઈઓ ખેતરથી આવ્યાં અને

રાતભર સંતલસ ચાલી.સવાર પડતાં જ નિર્ણય લેવાઈ

ગયો હતો.

સવારે કાનજી અને લક્ષ્મી ને બોલાવવામાં

આવ્યાં..માએ કીધું " જો કાનજી તારાં ને મારાં

અંજળપાણી ખુટી ગ્યાં.આજ પછે વે'વાર પુરો""અમે

અમારી છોડીનું સગપણ નાનજી હારે ગોઠયવું છ"

ભાઈએતો ધમકી જ આપી" કિશનને અને

લખમીફુઈને સમજાવી લેજો.. નહીતો લોઈ(લોહી)

રેડાતાં વાર નઈ(નહી) લાગે."અગિયારસ (એકાદશી )

પછી લગન છે પુગી જાજો."નરમ દિલ કાનજી તો કઈં ન

બોલ્યો પણ લક્ષ્મીએ આજીજી કરી."વગર વાંક ગનાની

સજા છોડીને ન દે.ઈ નાનજીને નથ કોઈ કટંબ કે

ભાઈભાંડુ , ઈ દસ વીઘરડી (વીઘા) વાવે ને ઉંમરય બોવ

મોટી.અમે એવું હોયતો કનકપુર પાછા વયા જાસું(જતાં

રહેશું) ." મા ટસ ની મસ ન થઈ " સારું ને બેય

અભાગિયાં ભેગાં મારે મારા બાપનાં ઘરમાં ઈ છોડીનાં

પગલાં નથ કરાવવાં" અંતે ઈ બે ભોળા જણે હથિયાર

હેઠા નાખી દીધાં સાકરને તો કોઈ કહેવા પૂછવાવાળું હતું

નહીં.લાગ મળતાં લક્ષ્મીએ એને વાત કરી,એને એમ

હતું કે સાકર ચોધાર આંસુએ રડશે, ઘરનાં લોકોને

મનાવવાની વિનંતી કરશે.એ તો જાણે સાવ લાગણીશૂન્ય

ન દુઃખ,ન ગુસ્સો,ન આઘાત.કિશનને કાનજીએ વતન

મોકલી દીધેલ. સૌથી વધારે પીડા લક્ષ્મીને હતી,એક

તો જીવથીએ વહાલી સાકરથી સાવ છેટું પડવાનું હતું

ને સાકરની સાથે થતો વ્યવહાર સહન નહોતો થતો.

એનાં મનનો વલોપાત શાંત ન હતો થતો,એમાં જ

એણે ખાટલો પકડી લીધો.

સાકરને માએ બસ જાણ કરી કે "અગિયારસ પછી

લગન છે ,ઘરની બારે(બહાર) ટાંટીયો નથ કાઢવાનો".

માએ દીધેલ ડામનો ડાઘ રતાશમાથી કાળો થયો તોય

"ક"ઝાંખો ઝાંખો દેખાતો .એની આંખમાં થોડી ભીનાશ

લેપાઈ થોડાં ઝળઝળિયાં ને પાછી કોરીધાકોડ, એક ઉગું

ઉગું થતું સપનું નંદવાઈ ગયું.વળી પાછી સાકર એકલી

પડી ગઈ જાણે વિધાતાએ તેનાં ભાગ્યમાં કાયમી સંગાથ

લખ્યો જ નહોતો.

આખરે લગ્નનો દિવસ આવી ગયો,ન ઢોલ ઢબુક્યાં

ન ફટાણાં કે લગ્ન ગીતો ગવાયાં ન જાડેરી જાન આવી.

ફળીયાનાં આઠ દસ લોકો નાનજી સાથે ચાલતાં જ

જાનમાં આવ્યાં ,કોઈ વેલ કે ગાડાં પણ ન

જોડાયાં.નાનજીએ થોડા કધોવન સફેદ કપડાં ને માથે

જર્જરીત લાલ સાફો પહેર્યો હાથમાં નિષ્ફળ યોદ્ધાની

જેમ પકડેલી તલવાર,આ એનો અસબાબ , અને એની

સાથે નિસ્તેજ ચાલ એની ઉંમરમાં દસ વરસનો

વધારો કરતાં હતાં. એનાં વરરાજા હોવાની સાબિતી

આપતો હતો એકમાત્ર એનાં ગળામાં પહેરેલો

વારસાગત રજવાડી હાર.

આ બાજું સાકર સાવ દિગ્મૂઢ. એક લાલ ચુંદડી ને

તેલ નાખી ઉભી પાથી વાળો અંબોડો.જોકે એની સુંદરતા

ક્યાં કોઈ સાજ શણગારની મોહતાજ હતી!. બાપાની

શાન જેવાં ઝુમણાંથી ડોક જરાક નમી ગઈ, એ ઝુમણાં

સિવાય બીજા કોઈ ઘરેણાં પહેરાવવાનો હરખ ન'તો

કોઈને. મોટી ભોજાઈને ઝુમણું દીકરીને મળે એય માન્ય

ન'તું.પરંતું ભાઈઓએ જીવા આતાની ઈચ્છાનું માન

રાખ્યું. ઘરમાં તૈયારી રૂપે ખાલી લાપસીનું આંધણ

મુકાયું,ન માંડવો રોપાયો ન પીઠી કે મીંઢળ બંધાયા.આમ

પણ નજર તો લાગી જ ચૂકી હતી. હવનકુંડમાં અગ્નિ

પ્રગટાવી ને ખાંડે ફેરા ફેરવાયાં (એક રિવાજ મુજબ વધુ

તલવાર સાથે ફેરાફરે તે). વિદાઈનો પ્રસંગ સાવ ટુંકમાં જ

પુરો થયો. કોઈ સ્વજનની આંખમાં સાકર માટે ભીની

લાગણીઓ નહોતીને સાકરને જે પોતીકું ન'તું એ ઘર

છોડવાનાં દુઃખ કરતાંએ કાયમી મેણાં-ટોણાં અને

અપમાનથી દૂર જવાની રાહત વધારે હતી .જેવો નાનજી

અને સાકરનો પગ બહાર પડ્યો એવાં હવેલી જેવાં એ

ઘરનાં દરવાજા ભિડાઈ ગયાં,જે સૂચક રીતે સાકર માટે

કાયમી જાકારો હતો.

એ ઉમંગહીન જાન ઉતાવળા ડગલે પાછી

ફરી,આવેલાં સૌ કોઈને ફરજપુર્તિ કરી પોતપોતાનાં ઘરે

જવું હતું.ગામનો કોઠો વટાવી ચોકમાં પહોંચતા સુધીમાં

સૌ વિખેરાઈ ગયાં .કોઠા પાસેનાં વિશાળ લીમડાની છાયાં

પુરી થાય ત્યાં ચોક અને ત્યાંથી થોડાં ડગલાં ચાલતાં

નાનો ચોક જ્યાં છ-સાત ઘરની ડેલીઓ ખુલે એમાં એક

ખડકી નાનજીની. ખડકી એ કોઈ આસોપાલવ નહોતાં કે

આરતી ની થાળી નાં શુકન પણ નહી. છતાં એ બંધ ભુરા

રંગની ખડકી સાકરને જાકારો તો નહોતી જ આપતી.

નાનજીને કોઈ ગતાગમ નહોતી કે વરસોથી સ્ત્રી

વિનાનાં અવાવરું ઘરમાં સાકરને કઈ માર્ગ સુઝાડે .આવી

રૂપવતી સ્ત્રીને પામીને કોઈપણ પુરુષને ગુમાન થાય

પણ નાનજી ચોટ પહોંચાડે એટલી હદે નિર્લેપ, વળી

સાકરને જિંદગી પાસેથી જ કોઈ અપેક્ષાઓ નહોતી

તો પછી નાનજી પાસેથી શું હોય?
.
બે અલગ અલગ ઉમરનાં અને સાવ નોખી માટીનાં

માણસોને નિયતીએ એક કાલખંડમાં સાથે મુકી દીધાં.હવે

એમનો સંસાર કેવો હશે ?એ જોવું રહ્યું.

ડો.ચાંદની અગ્રાવત

વાચકમિત્રો તમારા સાથ વિના આ સફર અધુરી છે.તમારે સથવારે સથવારે જ આ શબ્દો વાર્તા બને છે.ખૂબ ખૂબ આભાર @ડો.ચાંદની અગ્રાવત