Maadi hu Collector bani gayo - 19 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 19

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 19

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ - ૧૯

જીગર દિલ્હી આવી ગયો. જીગરે વર્ષા ના હોસ્ટેલ જઈને દરવાજાની ઘંટડી વગાળી. વર્ષા દરવાજે આવી. જીગર ના આવવાથી વર્ષા ખુબ જ ખુશ થઈ. જીગર ના રૂમ સુધી પોંહચતા પોંહચતા તો તેની આંખો આંસુઓ થી ભરાઈ ગઈ. ખુરશી પર બેઠતા વર્ષા એ આંખો બંધ કરી લીધી. આંસુઓ થી ભરેલી આંખો ક્યાં સુધી ભરેલી જ રહેતી? જીગર ચુપચાપ બેસી રહ્યો. લગભગ પાંચ મિનિટ બંને શાંતિ થી બેસી રહ્યા. પછી વર્ષા એ લાંબો શ્વાસ લીધો જાણે પાછળ ના પાંચ દિવસ નું બધુજ દુઃખ, યાદો, ઉદાસી વગેરે ની કોઈ દવા મળી ગઈ હોઈ.

જીગર - શું થયું વર્ષા ? શાયદ જીગર વર્ષા ની મનોસ્થિતિ સમજીને પૂછ્યું.

વર્ષા હજુ કંઈજ બોલવાની હાલત માં ન હતી. એટલે ફક્ત તે જીગર ને જોતી રહી. વર્ષા એ તેના આંસુ ને છુપાવવા માટે નકલી હસવા ની કોશિશ કરવા લાગી. અજીબ સ્થિતિ હતી વર્ષા ની આંખો તેના પ્રેમ ને દેખાડવા આતુર હતી અને તેની હસી તેના પ્રેમ ને છુપાવવા ની અસફળ કોશિશ કરી રહી હતી.

વર્ષા જીગર ને કંઈક કેહવા માંગતી હતી. અને તે કેહવા માટે હિંમત જુટાવતા જોવા મળી. પણ ઘણા સમય સુધી તે તેની વાત જીગર ને કહી ન શકી અને જીગર શ્વાસ રોકીને એ વાત સાંભળવા બેઠો હતો. જીગર ની દિલ્લી માં ગેરહાજરી થી વર્ષા નું મન વિચલિત થઈ ગયું હતું પણ જીગર ના દિલ્લી પાછા આવતાજ તેનું મન નિયંત્રણ માં આવી ગયું.

થોડા સમય અવ્યવસ્થિત રહ્યા પછી વર્ષા ના ચેહરા ઉપર હવે એક શાંત મુસ્કુરાહટ જ રહી હતી. વર્ષા ખુરશી પર થી ઉભી થઈ અને આ મહિને આવેલ પ્રતિયોગિતા દર્પણ ઉપાડી લીધી અને જીગર ને એ આપતા કહ્યું - જીગર, તે ઘણા દિવસો ઘરે બરબાદ કરી નાખ્યા. હવે વાંચવામાં ધ્યાન આપ. આ....લે...પ્રતિયોગિતા દર્પણ! આમાં ઘણા લેખ સારા છે. તું ધ્યાન દઈને વાંચજે!

વર્ષા ની વાત સાંભળીને જીગર સમજી ગયો કે છોકરી ની આગળ જીતવું લગભગ અસંભવ જ છે! મજબૂરી માં જીગરે સામે બુક રાખીને વાંચવાનું શરૂ કર્યું.

જીગરે હવે તેના આ ત્રીજા પ્રયત્ન ની પરીક્ષા માટે સામાન્ય અધ્યયન અને ઇતિહાસ ના કલાસીસ કરવાની ઈચ્છા હતી. માતા એ આપેલ પૈસા વડે ખાલી ઇતિહાસ ના ક્લાસ જ થઈ શકે તેમ હતા અને તેને ઇતિહાસ ના કલાસ શરૂ કર્યા. પણ સામાન્ય અધ્યયન ના કલાસ ના પૈસા તેની પાસે બચ્યા ન હતા. પણ જીગર મેહનત થી તૈયારી કરતો રહ્યો.

સિવિલ સર્વિસ ની પ્રિલીમ પરીક્ષા આપી જીગર અને વર્ષા બંને પ્રિલીમ પરીક્ષા માં પાસ થઈ ગયા. જીગર નો આ ત્રીજો પ્રયત્ન હતો અને વર્ષા નો પ્રથમ! ગુપ્તા એ પણ ધડાકો મારી દીધો અને પ્રિલીમ પાસ કરી લીધી. જીગર નો સાથ છોડી ને સફળતા પ્રાપ્ત કરવાના સિદ્ધાંત પર નીકળેલ પંડિત ની આ રણનીતિ કામ ન આવી પરીક્ષા માં સફળત નો કોઈ ફુલ પ્રૂફ પ્લાન હજુ સુધી પંડિત ને મળ્યો ન હતો. પંડિત પ્રિલીમ પરીક્ષામાં નાપાસ થયો. જીગર તેના પ્રેમ સાથે સફળ થઈ ગયો, પરંતુ વાંચવામાં ડિસ્ટર્બ કરવાવાળો પ્રેમ ના માહોલ થી દૂર રેહનાર પંડિત ફરીથી અસફળ રહ્યો.

સફળતા ના ઉત્સાહ માં ગુપ્તા ને પંડિત પર હસી આવી રહી હતી. અને ગુપ્તા બોલ્યો - લ્યા પંડિત હવે તું શું કહીશ?

પંડિત પ્રિલીમ માં નાપાસ થતા તેને જીગર પ્રત્યે ઈર્ષ્યા પેદા થઈ. અને બોલ્યો - હજુ તો જીગર ની પ્રિલીમ પાસ થઈ છે હજુ મેઇન અને ઇન્ટરવ્યૂ બાકી છે હજુ લાંબો રસ્તો કાપવાનો બાકી છે ગુપ્તા!
પ્રેમ માં ડૂબેલ જીગરનું નામ ફાઇનલ સિલેક્શન લિસ્ટ માં આવવું ખુબ જ મુશ્કેલ છે. જીગર મુખ્ય પરીક્ષા જ પાસ નહી કરી શકે. પ્રેમ ની સાથે સિલેક્શન અસંભવ છે ગુપ્તા.

મુખ્ય પરીક્ષા થવા સુધી રોજ વર્ષા જીગર ના રૂમ પર આવતી હતી. અને બંને સાથે જ તૈયારી કરતા હતા. અને વાંચવામાંથી જો થોડો સમય બચે તો વાતું કરતા હતા. વાતો પુરી થઈ જતી તો ફરી વાંચવા લાગતા. બંને ને ખબર ન હતી કે મુખ્ય પરીક્ષા ના આટલા મોટા સિલેબસ ને તે બંને કઈ રીતે પૂરો કરે? શું વાંચે? કઈ રીતે વાંચે? ઇતિહાસ અને હિન્દી માં જીગર કલાસ નોટ્સ જ વાંચતો હતો. પણ સામાન્ય અધ્યયન માં અવ્યવસ્થિત તૈયારી ચાલતી. પૈસા માટે જીગર હજુ પણ સાંજે બે કલાક પેલું કુતરા ને બારે ફરવા લઈને જવાનું કામ કરી રહ્યો હતો.

જીગર, વર્ષા, ગુપ્તા અને વરુણ બધા એ આઈ.એ.એસ ની મુખ્ય પરીક્ષા આપી દીધી. અને બધા રિઝલ્ટ ની રાહ જોવા લાગ્યા. સામાન્ય અધ્યયન નું પેપર જીગર નું સારું ન ગયું હતું. વર્ષા ની પણ કંઈક આવીજ પરિસ્થિતિ હતી.

રિઝલ્ટ આવી ગયું. જીગર અને વર્ષા ની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા. જીગર ના ત્રણેય પ્રયત્ન બેકાર ગયા. એક પણ પ્રયત્ન માં મુખ્ય પરીક્ષા પાસ ન થઈ. પણ વરુણભાઇ એ કમાલ કરી નાખી તે મુખ્ય પરીક્ષા માં પાસ થઈ ગયા. ગુપ્તા પણ નાપાસ થયો. વરુણ હવે ડેપ્યુટી કલેકટર બની ગયો. પણ હજુ વરુણ ને કલેકટર ની આગળ લાગેલ ડેપ્યુટી હટાવવું હતું અને પ્રોપર કલેકટર બનવું હતું તેથી આગળ ની પરીક્ષા ની તૈયારી ચાલુ રાખી.

વરુણ એ તેની સફળતા માટે બત્રા ની પાછળ અપની રસોઈ માં પાર્ટી આપી. જીગર, વર્ષા, પંડિત,ગુપ્તા ને આમંત્રિત કર્યા. ગુપ્તા વરુણ ને સફળતા ના રહસ્યો પૂછી રહ્યો હતો - વરુણ ભાઈ તમારી તૈયારી નું શું રાજ છે અમને પણ કહો...સાલું અમે તો આઈ.પી.એસ....ની વર્ધી પહેરીને વાંચીયે છીએ તોય મુખ્ય પરીક્ષામાં પાસ નથી થતા. તમે જ હવે કંઈક ટિપ્સ બતાઓ.

એ જાણવું આટલું આસાન નથી ગુપ્તા, આઈ.પી.એસ માટે વર્ધી પહેરીને વાંચવાની કોઈ જરૂર નથી. ખુબ જ મેહનત અને ઈમાનદારી થી તૈયારી કરવી પડે છે. તારા માટે આઈ.પી.એસ બનવું ખાલી પેલા હવાલદાર નો બદલો લેવા નું કારણ છે જયારે આઈ.પી.એસ બનવું ગુપ્તા તારા માટે જીવવા અને મારવાનો પ્રશ્ન બની જશે ત્યારે તને આઈ.પી.એસ બનતા કોઈજ નહી રોકી શકે.

જીગરે હવે ચિંતિત અવાજે વરુણ ને પૂછ્યું - ભાઈ બતાઓને શું તમારી રણનીતિ હતી?
વરુણ - કોઈક દિવસ રૂમ પર આવો સમય કાઢીને ત્યાં વાત કરીશું!

પંડિત એ વાત થી ખુશ હતો કે તેની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. ત્યાં પંડિતે ગુપ્તા ને કહ્યું - જો લ્યા ગુપ્તા મે શું કહ્યું હતું ! પડ્યું ને સાચું !

ગુપ્તા - તું બકવાસ ના કર પંડિત, ચુપચાપ મંચુરિયન ખા!

હવે પંડિત ને જીગર પર હસવાનું શરૂ કરતા કહ્યું - જીગર, તું કલ્પના કર આજથી દસ પંદર વર્ષ પછી જયારે વર્ષા જિંદગી માં અચાનક તને મળશે અને તને પૂછશે કે આજકાલ શું કરશ જીગર? તો તુ શું જવાબ આપીશ ? આટા ચક્કી માં કામ કરું છું ? કૂતરાને બહાર રખડાઉ છું? હા...હા....હા પંડિત હવે હસવા લાગ્યો.

પંડિત ની વાત સાંભળીને જીગર અને વર્ષા નો ચેહરો ઉતરી ગયો.
ગુપ્તા - પંડિત ના માથા પર ટપલી મારતા કહ્યું લ્યા પંડિત ચુપચાપ ગુલાબજાંબુ ખા!
પંડિતે હવે જાંબુ મૂકીને મંચુરિયન ગ્રેવી ને ફ્રાઈડ રાઈસ માં મિલાવીને ખાવાનું શરૂ કર્યું.

જીગર નું અપમાન જોઈને વર્ષા એ જમવાનું અધૂરું મૂકીને પાર્ટી માંથી બહાર નીકળી ગઈ પાછળ જીગર પણ વર્ષા....ઉભી રે......કરતો કરતો બહાર નીકળ્યો....!

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"