Maadi hu Collector bani gayo - 26 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 26

Featured Books
  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

  • नज़र से दिल तक - 18

    अगले कुछ दिनों में सब कुछ सामान्य दिखने लगा — पर वो सामान्य...

Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 26

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૨૬

જીગર અને વર્ષા upsc ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા. જીગર આજે પેહલીવાર કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો.

જીગરને તેની માતા સાથે વાત કરવાની ઈચ્છા થઈ. તેને એસ.ટી.ડી માંથી તેના પિતા ને ફોન કર્યો.
જીગર - હેલ્લો પિતાજી, હું જીગર
પિતા - હ, કમછ તને..!
જીગર - પિતાજી, આજે મારું ઇન્ટરવ્યૂ છે!
પિતા - છોરા, મન આમત ખબર ન પડહે પણ હું ભગવાન ન પ્રાર્થના કરીહ કે તન સરકારી નો'રી મલી જ્ય.!
જીગર - પિતાજી માતા ને ફોન આપજોને
પિતાએ બુમ પડતા કહ્યું....એ જીગરની માં......જીગલાને ફોન આયો હે....!!
માતાએ ઉત્સાહ થી કહ્યું - તન તો અમારી યાદ નહીં આવતી કે'શુ જીગલા?
જીગર - માતા, આજે મારું ઇન્ટરવ્યૂ છે. જો આજે હું એમાં પાસ થઈ જઈશ તો હું એક મોટો સરકારી અધિકારી બની જઈશ માતા!
માતા એ કહ્યું - મારા આશિષ તો તારી સાથે જ હે. તને જરૂરથી નો'રી મળી જ જવાની
જીગરે માતા ને કહ્યું - માતા ઘરે બધું ઠીક છેને?
માતા - હવે જમીન નો ટુકડો ગીરવે મુક્યો હે....ભુરાભાઈ પાસે અને હવે તારા થી જ ઉમ્મીદ છે તું જ બધું ઠીક કરી શકીશ.
જીગરે આટલું સાંભળતા જ તેને દુઃખ લાગ્યુ. અને તેને માતાને કેહવા તેને હવે શબ્દો ઓછા પડતા બોલ્યો - માતા હવે હું જાઉં છું.

રીક્ષા માં બેઠા બેઠા જીગરે વર્ષા ને કહ્યુ- વર્ષા, મને ડર લાગે છે, ખબર નહી ઇન્ટરવ્યૂ માં શું પૂછશે? હું તેનો જવાબ સાચો આપી શકીશ કે નહીં, કેટલા ટોપિક તો તૈયાર કરવાના બાકી છે, હું તેનું રિવિઝન નથી કરી શક્યો.

વર્ષા એ તેના ઇન્ટરવ્યૂ ના અનુભવ ને બતાવતા કહ્યું - જીગર, એક વાત યાદ રાખજે ઇન્ટરવ્યૂ તને ઓળખવા માટે લેવામાં આવે છે. તારા જિંદગી પ્રત્યે ની જોવાની રીત જાણવામાં આવે છે. આ સમાજને તું કઈ રીતે જોવે છે? એટલે હવે તારે ડર્યા વગર ઈમાનદારીથી જવાબો આપવાના છે.

યુપીએસસી ના ગેટ પર ઇન્ટરવ્યૂ આપવાવાળા વિદ્યાર્થીઓની ભીડ લાગી હતી. બધા વિદ્યાર્થી ફોર્મલ ડ્રેસ માં હતા. વધારે વિદ્યાર્થીઓ એ સફેદ શર્ટ અને બ્લુ બ્લેઝર પહેરેલ હતા. છોકરીઓ એ સાડી પહરેલ હતી. ગેટ પર વિદ્યાર્થીઓ ના કોલ લેટર ચેક થઈ રહ્યા હતા. અને વિદ્યાર્થીઓની સાથે આવેલ પરિજનો સામે ના પાર્ક માં બેઠા હતા.

ગેટ પર વર્ષા એ જીગરનો હાથ પકડ્યો અને બોલી - જીગર, તું એક વાત ના ભૂલતો અહીં સુધી પોંહચવામાં તે ઘણો સંઘર્ષ કર્યો છે હવે આ અંતિમ સંઘર્ષ જ હોવો જોઈએ. મને તારા પર વિશ્વાસ છે તું જરૂર સફળ થઈશ.
ઓલ....ધી.....બેસ્ટ......જીગર!!
એટલું કહીને વર્ષા સામેના પાર્ક માં ચાલી ગઈ અને જગર હવે ગેટની અંદર ચાલ્યો ગયો.

જીગર અને બીજા પરીક્ષાર્થીઓ એક હોલ માં હતા. ત્યા તેના પ્રમાણપત્રો ચેક થઈ રહ્યા હતા. ઠીક સાડા દસ વાગ્યે ઇન્ટરવ્યૂ ચાલુ થયું. પરીક્ષાર્થીઓના દિલ ની ધડકનો હવે ધબકવા લાગી. હાથ પગ ધ્રુજવા લાગ્યા અને ગળું સુકાવા લાગ્યું.

પહેલા એક પરીક્ષાર્થીનું નામ લઈને બોલવામાં આવ્યો તે દસ મિનિટ માં જ પાછો આવ્યો અને દુઃખી જોવા મળ્યો. બીજો છોકરો બહાર આવ્યો એ પણ દુઃખી હતો. ત્રીજો છોકરો બહાર આવ્યો તે ખુબ જ ખુશ હતો. તેને કહ્યું મારું ઇન્ટરવ્યૂ ખુબ જ સારું ગયું. તે આઈ.આઈ.ટી દિલ્લી નો વિદ્યાર્થી હતો.

જીગરે હવે આ બધું ન જોતા મન ને શાંત કરવા માટે આંખો બંધ કરી દીધી. અને બંધ આંખો માં ઘણું બધું વહેવા લાગ્યું. જીગરનું આખું જીવન બંધ આંખો માં જોવા મળતું હતું. જીગર નું ગામ, કોલેજ, લાઈબ્રેરી, માતાનો ઉદાસ ચેહરો, પિતાની મજબૂરી, વર્ષાની ઉમ્મીદ, આ બધુજ હવે આંખોમાં જોવા મળી રહ્યું હતું. ત્યાંજ કોઈકે આવાજ લગાવ્યો - ક્રમ નંબર - ૧૫...જીગર.....!!

જીગરે આંખો ખોલી, વાળ પર હાથ ફેરવ્યો. તેને તેના ચશ્માં ઠીક કર્યા. અને દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. ગેટ ખુલ્યો. જીગરે કહ્યું - may i coming sir, જીગરે પ્રવેશ કર્યો. ઇન્ટરવ્યૂ રૂમ માં જીગર સામે એક મોટુ ટેબલ હતું તેમાં પાંચ લોકો બેઠા હતા. જીગરે અંદર આવીને બધાને નમસ્કાર કર્યા અને તેની ખુરશી પાસે આવીને ઉભો રહ્યો. એક વ્યક્તિએ બેસવાનો ઈશારો કર્યો. જીગરે ધન્યવાદ કહીને બેઠો.

બોર્ડ મેમ્બર હસવા લાગ્યા. તે શાયદ જીગરને રિલેક્સ કરી રહ્યા હતા. શરૂઆતમાં સરળ પ્રશ્નો પૂછ્યા. ડો.ગુપ્તા એ પૂછ્યું - તમે સિવિલ સર્વિસ માં શા માટે આવવા માંગો છો?

આ પ્રશ્ન સરળ હતો. જીગરે પાંચ સેકન્ડ વિચાર્યું. ત્યા તેને બારમાં ની પરીક્ષામાં ચોરી રોકવાવાળા કલેકટર યાદ આવ્યા. જીગરે કહ્યું - સર હું ધોરણ બારમાં ની પરીક્ષામાં બેઠો હતો ત્યા એક કલેકટર સાહેબે ઘણા સમય થી અમારા તાલુકા ની શાળાઓ પાસ ચાલતી બોર્ડની પરીક્ષા ની ચોરી રોકી હતી. મને ત્યાંથી જ પ્રેરણા મળી કે હું પણ કલેકટર બનીને ઈમાનદારીથી દેશની સેવા કરીશ.

ડો ગુપ્તા - આવી કહાનીઓ તો દરેક પરીક્ષાર્થી કરે છે.
સરળ જોવમાં આવતો આ પ્રશ્ન હવે કઠિન થઈ ગયો.

બીજા બોર્ડ ના એક સભ્ય ક્યારથી જીગરની ફાઈલ જોઈ રહ્યા હતા. તેને ફાઈલ જોતા કહ્યું - તમારી બી.એ માં સેકન્ડ કલાસ આવી છે, બારમાં માં પણ સેકન્ડ કલાસ જ છે. દસમાં માં ખાલી પાસિંગ માર્ક છે. તમે આટલા કમજોર વિદ્યાર્થી રહ્યા છો છતાં......એટલું કેહતા તેની નજર ધોરણ બાર અને દસ ના ગણિત વિષય ના માર્ક પર પડી અને કહ્યું - ઓહ...તમારે તો ગણિતમાં બોર્ડર માર્ક છે ? કેમ?

એનોજ ડર હતો જીગરને અને એજ થયું.
જીગર - સર, તેજ વર્ષે મારા દાદાજી ગુજરી ગયા હતા. અને હું પરીક્ષાના પહેલા દિવસે બીમાર હતો જીગરે જૂઠ બોલવા સિવાય બીજું કંઈજ સુજ્યું નહી.

જીગર ને પરસેવો વરવા લાગ્યો ત્યા એક મેમ્બરે કહ્યું - પાણી પીશો? તેને ટેબલ પર રાખેલ ગ્લાસ તરફ ઈશારો કરતા કહ્યું.

જીગર પાણી ના ગ્લાસ ને જોતો રહ્યો અને તેને પાણીના ગ્લાસ ને હાથ માં ઉપાડી લીધો. પછી બોલ્યો - સર, હું આ પાણી નહી પી શકું.
એક મેમ્બરે કહ્યું - શા માટે ? પાણી ગંદુ છે?
જીગરે વિનમ્રતાથી કહ્યું - ના સર, પાણી તો સાફ છે પણ હું કાચ ના ગ્લાસ માં પાણી નથી પીતો, મને સ્ટીલનો ગ્લાસ પસંદ છે.

ડો.ગુપ્તા તેનો જવાબ સમજી ન શક્યા અને નારાજ થઈને બોલ્યા - આ શું વાત થઈ, તમને પાણી પીવાથી કામ છે ગ્લાસ થી નહી. કોઈ પણ ગ્લાસ હોઈ પાણી તો તેજ રેહશેને!

જીગરે વિનમ્રતાપૂર્વક કહ્યું - હા સર, હું પણ એજ કહુ છું અસલી ચીઝ પાણી છે વાસણો નહી. એજ રીતે મારું ગણિત અને અંગ્રેજી માં ઓછા માર્ક હોવાથી દેશ હિતમાં અને મારી અધિકારી પ્રત્યે ની ફરજ અને ઈમાનદારી માં કોઈજ ફેર નહી પડે. ગણિત અને અંગ્રેજી માધ્યમ છે. અને ઈમાનદારી અને ફરજ એ પાણીની જેમ છે નિરંતર....!!

બધા બોર્ડ મેમ્બર હવે ખુશ થઈને મુસ્કુરાવા લાગ્યા.
આમજ જીગરનું ઇન્ટરવ્યૂ ચાલતું રહ્યું. અને જીગર બેધડક જવાબ આપતો રહ્યો.
અંતે ઇન્ટરવ્યૂ પૂરું થયું. જીગરે બધાને નમસ્કાર કરીને બહાર આવ્યો.

એ બાર તારીખ જયારે ફાઇનલ રિઝલ્ટ નો દિવસ......!!

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"