Dhup-Chhanv - 101 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 101

Featured Books
  • અભિન્ન - ભાગ 6

    ભાગ ૬  સવાર થયું અને હરિનો આખો પરિવાર ગેટ પાસે ઉભેલો. રાહુલન...

  • પરંપરા કે પ્રગતિ? - 3

                           આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદ...

  • Old School Girl - 12

    (વર્ષા અને હું બજારમાં છીએ....)હું ત્યાથી ઉભો થઈ તેની પાછળ ગ...

  • દિલનો ધબકાર

    પ્રકાર.... માઈક્રોફિકશન           કૃતિ. ..... દિલનો ધબકાર.. ...

  • સિંગલ મધર - ભાગ 15

    "સિંગલ મધર"( ભાગ -૧૫)હાઈસ્કૂલના આચાર્યનો ફોન આવ્યા પછી કિરણન...

Categories
Share

ધૂપ-છાઁવ - 101

ધીમંત શેઠ અપેક્ષાને પ્રપોઝ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, મારો આ કરોડનો બિઝનેસ અને મને બંનેને તું સંભાળી શકે તેમ છે હું તને ચાહવા લાગ્યો છું અને માટે જ તારી આગળ મારા પ્રેમની કબૂલાત કરું છું. અને છેલ્લે કહે છે કે, મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું છે હવે આગળ તારે વિચારવાનું છે." અને પછીથી આશાભરી નજરે તેમણે અપેક્ષાની સામે જોયું.
અપેક્ષા થોડી નર્વસ થઈ ગઈ હતી કદાચ તેને તેનો ભૂતકાળ સતાવી રહ્યો હતો.. તેણે ધીમંત શેઠની સામે જોયું અને પોતાના મનની વાત જણાવતાં તે કહેવા લાગી કે, "તમારી બધી જ વાત સાચી, હું તમને સમજી શકું છું તમારા પ્રેમને પણ સમજી શકું છું. હું પણ તમને પસંદ કરું છું, તમારા જેવી મહાન પ્રતિભાશાળી વ્યક્તિ અને કરોડોની પ્રોપર્ટી ધરાવનાર વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે કઈ છોકરી ત્યાં તૈયાર ન થાય? પરંતુ સર એક વાત કહું તમને, મારું લગ્નજીવન સફળ થતું જ નથી, હું જેની પણ સાથે લગ્ન કરું કાં તો તે મને છોડી દે છે અથવા તો મારે તેને છોડી દેવો પડે છે અને તેથી હવે ફરીથી ત્રીજી વખત કોઈની જિંદગી મારા કારણે બરબાદ થાય તેવું હું નથી ઈચ્છતી.." વાત કરતાં કરતાં અપેક્ષા થોડી સીન્સીયર થઈ ગઈ હતી.
"અને માટે જ હવે હું કોઈની પણ સાથે લગ્ન કરવાનો વિચાર પણ કરવા નથી માંગતી.."
ધીમંત શેઠે અપેક્ષાની સામે જોયું અને તેની આંખમાં આંખ પરોવીને તે બોલ્યા કે, "તું જે વિચારે છે તે બિલકુલ ખોટું છે અપેક્ષા..જેની સાથે જેટલી લેણદેણ હોય તેટલું જ જીવાય છે લેણદેણ પૂરી થઈ જાય એટલે તે વ્યક્તિ તમારી પાસે એક સેકન્ડ પણ રોકાતી નથી અને કઈ સેકન્ડે તે તમને છોડીને ચાલી જાય છે તેની ખબર પણ પડતી નથી માટે તું એવું બધું નેગેટિવ વિચારવાનું બંધ કરી દે અને તને એવો ડર લાગતો હોય તો આપણે આપણાં બંનેના જન્માક્ષર મહારાજને બતાવી દઈએ અને એ જો આપણાં લગ્ન માટે સંમતિ આપે તો જ આપણે લગ્નગ્રંથિથી જોડાઈશું નહીં તો આપણે સારા ફ્રેન્ડ્સ બનીને રહીશું."
ધીમંત શેઠની આ વાત અપેક્ષાને યોગ્ય લાગી તેણે ધીમંત શેઠની સામે જોયું અને "ઓકે, તો બરાબર છે પણ આપણે કોને આપણાં જન્માક્ષર બતાવીશું?"
"હા, મારી જાણમાં છે એક મહારાજ કદાચ તેમનો નંબર પણ મારી પાસે છે તો સવારે હું તેમને ફોન કરીને તેમનો સમય લઈ લઈશ પછી આપણે બંને આપણાં જન્માક્ષર લઈને તેમને મળી આવીશું અને તે જેમ કહેશે તેમજ કરીશું, ઓકે? હવે તું ખુશ છે? હવે ટેન્શન ફ્રી થઈ જા અને ચાલ આપણે હવે સૂઈ જઈશું."
અપેક્ષાના મનને ઘણી રાહત લાગી તેણે ધીમંત શેઠને સ્માઈલ આપ્યું અને તે બોલી, "તમે અંદર બેડરૂમમાં સૂઈ જાવ, હું તો અહીંયા જ સોફા ઉપર જ સૂઈ જઈશ."
"અરે ના, તારે અહીં સોફા ઉપર સુવાની કોઈ જરૂર નથી મેં આજે જ ગેસ્ટ રૂમ એકદમ ક્લીન કરાવ્યો છે તું ગેસ્ટ રૂમમાં જ જઈને સૂઈ જા."
ધીમંત શેઠ પોતાના બેડરૂમમાં ગયા અને અપેક્ષા ગેસ્ટ રૂમમાં સૂઈ જવા માટે ગઈ.
બંને પથારીમાં આડા પડી ગયા પરંતુ બંનેમાંથી કોઈને પણ આજે ઊંઘ આવવાનું નામ લેતી નહોતી જાણે નીંદર રાણી તેમના બંનેથી રિસાઈ ગયા હોય તેમ..!
અપેક્ષાની નજર સામેથી તેનો ભૂતકાળ ખસતો નહોતો..બસ તે એમજ વિચાર્યા કરતી હતી કે, મહારાજ અમારા લગ્નની ના જ પાડશે.. મારા નસીબમાં પતિનું સુખ છે જ નહીં.‌." અને વિચારોમાં ડૂબેલી અપેક્ષાને ક્યારે ઊંઘ આવી ગઈ તેની તેને ખબર પણ પડી નહીં.
આ બાજુ ધીમંત શેઠ અપેક્ષાથી બિલકુલ વિરુદ્ધ વિચારી રહ્યા હતા કે, "અપેક્ષા જેવી જીવનસંગીની મને મળી જશે પછી મારું જીવન પણ સ્થાઈ થઈ જશે. મારું પોતાનું કહેવાય તેવું કોઈક હશે મારી પાસે પણ..! જેને હું હક કરીને મારે જે કહેવું હશે તે કહી શકીશ.. વર્ષોથી ઉજ્જડ વેરાન બની ગયેલી મારી આ જિંદગીમાં અપેક્ષાના આગમનથી રોનક છવાઇ જશે. બસ પછી તો ચારેય તરફ બસ ખુશી જ ખુશી છવાયેલી રહેશે...અને તે પોતાના અપેક્ષા સાથેના લગ્ન થઈ ગયા છે અને પોતે તેને લઈને કોઈ હિલસ્ટેશન ઉપર હનીમૂન માટે ગયા છે તેવા સ્વપ્નમાં ખોવાઈ ગયા અને એકદમ અપેક્ષા જાણે સીડી ઉતરતાં ઉતરતાં પગથિયું ચૂકી ગઈ છે અને છેક નીચે પછડાઈ ચૂકી છે... અને તેમણે એકદમથી બૂમ પાડી કે, "અપેક્ષા.. અપેક્ષા.."
તેમની આ બૂમ સાંભળીને લાલજીભાઈ દોડીને તેમની રૂમ તરફ આવી પહોંચ્યા અને તેમના રૂમને નોક કરવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે, "શું થયું શેઠ સાહેબ આપે કેમ બૂમ પાડી...?"
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/5/23