Sanskaar - 1 in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | સંસ્કાર - 1

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સંસ્કાર - 1

(વાંચક મિત્રો આ એક સગીર વયના બાળકની આપવીતી છે.જે ઈમાનદારી અને મહેનત કરીને પૈસા કમાવા ઈચ્છતો હોય છે પણ કિસ્મત એને પાકીટમારી ના રસ્તે લઈ જાય છે.) વાંચો.
જેવી મારી આંખ ખુલી કે તરત મેં મારી નજર.દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળ ઉપર નાખી.તો ઘડિયાળમાં સવારના સવા સાત વાગી ગયા હતા.
"મારે છ વાગે ઉઠવાનું હતું એની જગ્યા એ સવા સાત વાગી ગયા."
મનોમન હું બબડ્યો.રોજ પથારીમાં બેઠા બેઠા જ પ્રાર્થના કરીને પછી જ હું પથારી છોડતો.એના બદલે સીધો જ બાથરૂમમાં ઘૂસ્યો.નાહીને ઝટપટ કપડા બદલાવીને મેં મારા દાદીમાને કહ્યું.
"મા.અશોકભાઈ એ મને ક્યાંક કામે લગાડવાની વાત કરી હતી.અને સવા સાત.સાડા સાત.સુધીમાં તેમના ઘેર મને બોલાવ્યો હતો માટે જાઉં છુ."
"પણ બેટા નાસ્તો પાણી તો કરતો જા."
મા એ પ્રેમથી કહ્યુ.પરંતુ મારી પાસે એટલો સમય જ ન હતો કે હું નાસ્તો કરવા રોકાય શકુ.
"ના.મા.મને સાડા સાત વાગે એમણે પોતાના ઘેર બોલાવ્યો હતો.તે નીકળી જશે તો પાછી ઉપાધી થશે.માટે હું જાઉં છું."
માના જવાબની રાહ જોયા વગર મેં ઝટપટ પગમાં સ્લીપર પહેર્યા.અને ઉતાવળે ઘરની બહાર નીકળ્યો. જોગેશ્વરી હાઇવે ની નીચે આવેલા હરીજન નગરમાં મારા દૂરના સંબંધમાં મામાના દીકરા ભાઈ થતા અશોકભાઈ ચારણીયા ના ઘરે હું પહોંચ્યો.ત્યારે અશોકભાઈ તો હજુ ચાદર ઓઢીને સુતા હતા.મને સવાર સવારમાં ઘરે આવેલો જોઈને અશોકભાઈ ના ભાભી જે મારા પણ ભાભી થતા.એમણે આશ્ચર્યથી મને પૂછ્યું.
"અરે અજયભાઈ તમે અત્યારમાં ક્યાંથી?"
"મને અશોકભાઈ એ બોલાવ્યો હતો ભાભી.પણ ભાઈ હજુ સુતા લાગે છે."
મેં કીધું.
"હા એમને જરા તાવ જેવું છે.કંઈ કામ હોય તો પછી આવજો ને."
"અચ્છા "
હું નિરાશ સ્વરે બોલ્યો.અને ઘેર જવા પાછા પગ ઉપાડતો જ હતો ત્યા.અશોકભાઈ નો અવાજ સંભળાયો
"અરે અજય ઉભો રે.ક્યાં ચાલ્યો?"
પછી ભાભીને ઉદેશી ને બોલ્યા.
"ભાભી જરા એક કાગળને પેન આપો તો."
ભાભી કાગળ અને પેન લેવા અંદરના રૂમમાં ગયા.એટલે અશોકભાઈએ મને સમજાવતા કહ્યુ.
"જો અજય.હું મારી જવાબદારી ઉપર તને કામ પર લગાડાવું છુ.મને ખબર છે કે તું મહેનતુ.અને ઈમાનદાર છે.છતા તને હું આટલું કહું તો ખરાબ ન લગાડતો.કે કામ દિલ લગાવીને મહેનત અને ઈમાનદારી પૂર્વક કરજે.મારી સાત વર્ષની નોકરીમાં મેં જે માનપાન મેળવ્યા છે એની ઉપર પાણી ન ફેરવી મુકતો."
"તમે જરા પણ ચિંતા ન કરો અશોકભાઈ.હું મારી પૂરી લગન થી કામ કરીશ.કોઈને ફરિયાદનો જરાક જેટલો પણ મોકો નહીં આપુ."
મેં અશોકભાઈ ને પૂરા આત્મવિશ્વાસ ની સાથે કહ્યુ.એટલામાં ભાભી કાગળ અને પેન લઈને આવ્યા અને એ બંને વસ્તુઓ અશોકભાઈના હાથમાં મૂકી. અશોકભાઈ એ ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી ના પાછળના ભાગમાં એક નકશો બનાવીને મને કહ્યુ.
"જો અજય પારલા વેસ્ટ માં ઉતરીને ફાટક વાળા રોડ થી સીધે સીધો ચાલ્યો જજે.અને પછી s.v.રોડના પહેલાની ગલીમાં ડાબી તરફ વળતા જ બિલ્ડીંગ આવશે એમાં સાગર ડિસ્ટ્રીબ્યુટર ની ઓફિસ છે.ત્યાં જઈને આ ચિઠ્ઠી આપજે.ચિઠ્ઠી વાંચીને તારો નાનો એવો ઇન્ટરવ્યૂ લેશે.પછી જ્યારથી કામે બોલાવે ત્યારથી કામે લાગી જજે."
"ભલે હું હમણાં જ જાઉં છું ભાઈ."
મેં ઉઠતા ઉઠતા કહ્યુ.ત્યાં ભાભી હાથ માં બે કપ ચા ના લઈને આવ્યા.મને ઉભો થતા જોઈને કોયલની જેમ ટહુક્યા.
"તમે હવે હાલ્યા ક્યા?પેલા ચા તો પીતા જાવ."
"ના હો ભાભી.મને મોડું થશે."
હું ઉંબરાની બાહર પગ મૂકું એ પહેલા તો ભાભી એ હાથ પકડીને મને પાછો અશોકભાઈ ની બાજુમાં બેસાડી દીધો.
"હજુ તો કામના ઠેકાણા નથી.ને અત્યાર થી શું મોડું થાય છે મોડું થાય છે કરો છો?ચા પી લો છાનામાના પછી જજો."
ભાભીના પ્રેમ ભર્યા ઠપકા આગળ મારુ શું ચાલે? હું ચૂપચાપ ચા પી ગયો.ચા પીને હું ઉઠ્યો.ત્યારે અશોક ભાઈએ કહ્યુ.
"કદાચ મારા વિશે કંઈ પૂછે તો કહેજે કે મુંબઈનું કામ પતાવીને હું બપોર પછી ઓફિસે આવીશ." અશોકભાઈ ની વાત સાંભળીને ભાભી થી ના રહેવાયું.
"અરે શરીરે કળતર જેવું છે ને હજી તમારે કામે જવું છે?નથી જવું આજે. પડ્યા રહો છાનામાના."
ભાભીની વાત સાંભળીને અશોકભાઈ હસવા લાગ્યા.મારી સામું જઈને બોલ્યા
"તુ નીકળ અજય.અને તને પૂછે તો જ મેં કહ્યું એ જવાબ આપજે.સમજ્યો?"
મેં હકાર માં ડોકુ હલાવ્યું.અને જોગેશ્વરી સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. સ્ટેશન પર આવીને મેં વિલેપાર્લા ની રિટર્ન ટિકિટ લીધી.અને પારલા પહોંચ્યો અશોકભાઈ એ ચીતરેલા નકશા ને અનુસરતો હું સાગર ડિસ્ટ્રીબ્યુટર ની ઓફિસે પહોંચ્યો.ત્યારે બરાબર નવ વાગ્યા હતા.ઓફિસની બાહર જ એક પડછંદ શુટેડ બુટેડ માણસ ઊભો હતો. જેનુ વ્યક્તિત્વ ઘણુજ પ્રભાવશાળી હતુ.મેં એમને જ પૂછ્યુ.
"સાગર ડિસ્ટ્રીબ્યુટર?"
"હા બોલો શું કામ છે?"
એમણે મને સામો સવાલ કર્યો.જવાબ માં મેં અશોકભાઈ iએ આપેલી ચિઠ્ઠી એમના હાથમાં પકડાવી દીધી.ચિઠ્ઠી વાંચીને એમણે પહેલા તો ઘણા ધ્યાનથી મારું નિરીક્ષણ કર્યું.પગથી લઈને માથા સુધી મારા ઉપર નજર ફેરવી.મારી ઉંમર અને મારા એક વડીયામાં બાંધા ના શરીરમા કામ કરવાની શક્તિ છે કે નહીં એનો ક્યાસ કાઢ્યો.પછી મને પૂછ્યુ.
"કેટલી ઉંમર છે તારી?"
"જી સત્તર વર્ષ."
"કેટલું ભણ્યો છે?"
"જી.સાત ચોપડી સુધી."
"આગળ કેમ ના ભણ્યો?"
આ પ્રશ્નનો શુ ઉત્તર દેવો.તે મને તરત સૂઝયું નહીં.એટલે હું ખામોશ રહ્યો.તો તેમણે ફરીથી એ જ પ્રશ્ન દોહરાવ્યો.
"તે જવાબ ના આપ્યો?કેમ આગળ ભણ્યો નહીં?"
જવાબ આપતા મને સંકોચ થતો હતો. છતાં મેં જવાબ આપ્યો.
"સર.મારા બાપુજીની આર્થિક સ્થિતિ એવી ન હતી કે મને વધુ ભણાવી શકે.અને મારાથી નાના મારા બીજા બે ભાઈ પણ છે.અને અમારે એમને ભણાવવા છે."
મારા જવાબથી શેઠ સાહેબ બહુ જ ખૂશ થયા.
"શાબાશ વેરી ગુડ.શું નામ છે તારું?"
"અજય."
"હા તો જો ભાઈ અજય.અમારે ત્યાં કામ જરા મહેનતનુ છે.તુ કરી શકીશ ને?"
"હા સર.હું કરીશ."
મે ઉત્સાહથી કહ્યુ.એટલે તરત જ શેઠે એક માણસને બૂમ મારી.
"માર્કોસ."
માર્કોસ દોડતો આવ્યો.
"જી સર."
"આજે તારી સાથે ટેમ્પો ઉપર આ છોકરાને લઈ જા.એને ચારણીયા સાહેબે મોકલ્યો છે."
પછી મારી તરફ જોઈને બોલ્યા
"શું નામ કહ્યું તે?"
"અજય."
મેં કહ્યું.
"આજે અને અત્યારથી જ કામે ચડી જા કોઈ વાંધો નથી ને?"
"ના સર."
"તુ જા આ માર્કોસ સાથે.અને એ કહે એ કામ કરજે."
"ઠીક છે."
હું માર્કોસ ની પાછળ દોરાયો.માર્કોસ મેટાડોરમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો. અને હું ક્લીનર ની સીટ પર ગોઠવાયો. અને બીજી ક્ષણે મેટાડોર રોડ ઉપર દોડવા લાગી.