Love you yaar - 24 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 24

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

લવ યુ યાર - ભાગ 24

સાંવરી બોલી રહી છે અને મીતની મોમ સાંભળી રહી છે, " ઈશ્વરની કૃપાથી અમારા પ્રેમની જીત થઈ મોમ.. આપણો મીત બચી ગયો. હવે તે એકદમ ઓકે છે. ડૉ. દિપક ચોપરાએ રજા આપી પછી જ હું તેને અહીંયા લઈ આવી છું. આપણો મીત બચી ગયો મોમ.‌‌.આપણો મીત બચી ગયો...અને અલ્પાબેનના ખોળામાં માથું મૂકીને સાંવરી છૂટ્ટા મોંએ રડી પડી. જાણે તેણે લંડનમાં એકલા રહીને જે સહન કર્યું હતું અને પોતાના હ્રદયમાં જે દર્દ ભરીને રાખ્યું હતું તે દુઃખ અને દર્દ અત્યારે તે અલ્પાબેનની આગળ ઠાલવી રહી હતી અને અશ્રુ દ્વારા વહાવી રહી હતી.

અલ્પાબેન તેમજ સાંવરી બંને રડી રહ્યા હતા અને એટલામાં મીત આવ્યો અને ઘરમાં પ્રવેશતાં જ તેણે બૂમ પાડી, " મોમ...મોમ..." અને અલ્પાબેન તેમજ સાંવરી બંને પોતાનાં આંસુ લુછીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગ્યા....

મીત: અરે મોમ, શું કરો છો તમે લોકો ? અને મારા માટે મોમ ફટાફટ મારા આદુવાળી ચા બનાવને... આફ્ટર લોન્ગ ટાઈમ મોમ મને તારા હાથની આદુવાળી ચા પીવા મળશે. અલ્પાબેન ફટાફટ ચા બનાવીને લાવે છે એટલે મીત તેની મોમને કહે છે કે, " આજે મને લાગશે કે હું ઈન્ડિયા આવી ગયો છું અને પછી પોતાની મોમ પાસે સોફા ઉપર બેસી જાય છે અને તેના ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરીને જાણે દુનિયાભરનો થાક ઉતારી રહ્યો હોય તેમ શાંતિ અનુભવી રહ્યો છે.

સાંવરી હાથ મોં ધોઈને પોતાની મોમને મળવા માટે તૈયાર થઈ ગઈ એટલે મીત અને સાંવરી બંને તેના મોમને મળવા માટે નીકળી ગયા.

મીતે પોતાના સાસુમાને પગે લાગીને "જય શ્રીકૃષ્ણ" કહ્યું અને સાંવરી તો પોતાની મોમને ભેટી પડી જાણે વર્ષો પછી તેને પોતાની મોમ મળી હોય તેમ.. સાંવરીની મોમ તો ગાય જેમ પોતાના વાછરડાને પંપાળે તેમ સાંવરીને આખા શરીર ઉપર પંપાળવા લાગી અને તે કંઈ બોલી પણ ન શક્યા અને તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ. સાંવરી પણ પોતાની મોમને ભેટીને રડી પડી.

સાંવરીએ પોતાની નાની બહેન બંસરીને કોન્ગ્રેચ્યુલેસન કહ્યું અને તેની નાની ક્યુટ રૂપાળી દીકરીને પોતાના હાથમાં ઉંચકી લીધી અને ખૂબજ વ્હાલ કરવા લાગી. ઘણાં વર્ષો પછી ઘરમાં નાનું બાળક આવ્યું હતું તેથી સાંવરી અને સાંવરીના મમ્મી પપ્પા બધા ખૂબજ ખુશ હતાં.

બંસરીને અને મોમને મળીને સાંવરી પોતાના ડેડને મળવા માટે પોતાના ઘરે ગઈ અને પોતાના ડેડને પગે લાગી તેનાં ડેડે પોતાની વ્હાલી દીકરી‌ સાંવરીને પોતાના ગળે વળગાડી લીધી અને તેમને પોતાની સાંવરી ઉપર આજે ખૂબજ ગર્વ થયો કે એકલે હાથે તે પોતાની ઈન્ડિયાની અને લંડનની બંને ઓફિસ હેન્ડલ કરી રહી છે અને ખૂબજ મહેનત કરીને તેણે પોતાની કંપનીનું ઈન્ટરનેશનલ લેવલે એક નામ બનાવી લીધું છે અને મીતને આખા વર્લ્ડનો ફર્સ્ટ નંબરનો બિઝનેસ મેન બનાવી દીધો છે.

સાંવરી અને મીત બંને પોતાના મોમ ડેડને મળીને આજે ખૂબજ ખુશ હતાં. સાંવરીના ડેડે મીતને હવે બંને જણાં લગ્ન ક્યારે કરે છે તેમ પણ પૂછી લીધું એટલે મીતે પોતાના સસુરજીને શાંતિથી જવાબ આપ્યો કે, આપ અને મારા મોમ ડેડ જે તારીખ નક્કી કરો તે તારીખે પરણી જવાનું બસ..અને પછી તે હસી પડ્યો અને સાંવરીની સામે જોવા લાગ્યો. સાંવરીએ ઉમેર્યું કે, બંસરીને સવા મહિનો થઈ જાય એ પ્રમાણેની તારીખ નક્કી કરીશું એટલે બંસરી પણ આપણાં મેરેજમાં આવી શકે ને..અને મીતે પણ કહ્યું, " હા, સ્યોર.."

સાંવરીના ડેડે‌ પણ કહ્યું, " ઓકે. તો પછી હું અને તારી મોમ અમે બંને એક બે દિવસમાં તારા સાસુ સસરાને મળીને લગ્નની તારીખ નક્કી કરી લઈએ. " અને સાંવરી અને મિતાંશ બંને ત્યાંથી પોતાના ઘરે જવા માટે નીકળી ગયા.

રસ્તામાં ગાડીમાં મીતે પોતાની સાંવરીનો હાથ પ્રેમથી પકડ્યો અને તેને ચુંબન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, " તારા જેવી છોકરી દીવો લઈને હું શોધવા જવું તો પણ મને મળત નહીં. ભવોભવ તું જ મને પત્ની તરીકે મળજો, સાવુ, હું ખૂબ નસીબદાર છું કે મને તું મળી...!!

અને સાંવરી પણ જરા હસવાના મૂડમાં હતી તો તે પણ કહેવા લાગી કે, " એઈ માય ડિયર મીતુ, શું તું એમ માને છે કે, નેક્સ્ટ જનમમાં હું ફરીથી તારી પત્ની બનીશ ? મીત થોડી વાર માટે વિચારમાં પડી ગયો કે, સાંવરી શું બોલી રહી છે? પરંતુ સાંવરીએ તો બોલવાનું કન્ટીન્યુ રાખ્યું હતું કે, "નેક્સ્ટ જનમમાં હું છોકરો બનીશ તારે છોકરી બનવાનું છે કારણ કે, તું અત્યારે મારો બોસ છે તેમ આવતા જનમમાં હું તારી બોસ બનવાની છું ઓકે..? એટલે કે હું તારો પતિ બનીશ, તારે મારી પત્ની બનવાનું છે.. ઓકે..? "
મિતાંશ: ઓકે બાબા ઓકે..લે અત્યારે તારી પત્ની બની જવું..અને મિતાંશ માથે ઓઢીને પત્ની બનવાની એક્ટિંગ કરવા લાગ્યો..અને બંને જણાં ખડખડાટ હસી પડ્યા.

હવે બેન્ડ બાજા ક્યારે વાગે છે ? મીત અને સાંવરીના લગ્ન કેટલાં સમયમાં નક્કી થાય છે ? તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/9/23