Dhup-Chhanv - 116 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 116

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

ધૂપ-છાઁવ - 116

"ઓકે ઓકે, લોટ્સ ઓફ એન્જોય યોર ન્યૂ મેરેજ લાઈફ એન્ડ ઓલ ધ બેસ્ટ માય ડિયર.." મેહૂલ પટેલ ખૂબ પ્રેમથી પોતાના બેસ્ટ ફ્રેન્ડને બધાઈ આપી રહ્યા હતા.
"થેન્ક્સ માય ડિયર..લે અપેક્ષાને આપું.." ધીમંત શેઠે ફોન અપેક્ષાના હાથમાં આપ્યો.
અપેક્ષાએ મેહૂલ પટેલ સાથે વાતચીત કરી અને તેમના આશિર્વાદ લીધા અને ફોન મૂક્યો અને પાછી પોતાની યુ એસ એ ની તૈયારીમાં લાગી ગઈ....

ઘણાં બધાં લાંબા સમય બાદ ધીમંત શેઠે આજે ઘરે રહીને આરામ જ ફરમાવ્યો અને તે પણ પોતાના આલીશાન બંગલાના આલિશાન બેડરૂમમાં પોતાની કોડ ભરેલી રૂપ રૂપના અંબાર જેવી પત્નીને પોતાના ઉષ્માભર્યા આલિંગનમાં જકડી રાખીને.‌‌.
અપેક્ષા પણ જાણે ઘણાં વર્ષોની તડપ અનેબ
તૃપ્તિ બુઝાવી રહી હોય તેમ પોતાના પતિના આલિંગનમાંથી સ્હેજ વાર પણ છટકવા માંગતી નહોતી.
બંને જણાં દિલથી એવું અનુભવી રહ્યા હતા કે સ્નેહ મોડો સાંપડ્યો પણ બેસુમાર સાંપડ્યો.
બપોરની વેળા બંનેએ એકબીજાના સાનિધ્યમાં જ પસાર કરી અને સાંજના પાંચેક વાગતા જ ધીમંત શેઠ આરામ ફરમાવીને પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યા અને લાલજીભાઈને ચા બનાવવા કહ્યું.
લાલજીભાઈ ચા બનાવે ત્યાં સુધીમાં ધીમંત શેઠે અપેક્ષાને તૈયાર થઈ જવા કહ્યું અને પોતે પણ તૈયાર થઈ ગયા.
લાલજીભાઈ ચા ડાઈનીંગ ટેબલ ઉપર લઇ આવ્યા અને પોતાના ભાભીસાહેબને અને શેઠસાહેબને બૂમ પાડી.
બંને જણાંએ સાથે બેસીને ચા પીધી અને ધીમંત શેઠે અપેક્ષાને જણાવ્યું કે, "આપણે અક્ષત અને અર્ચના તેમજ રુષિ માટે ખરીદી કરવા જવાનું છે અને ત્યાંથી પછી આપણે માંના ઘરે જવાનું છે આવતીકાલે સમય નહીં મળે એટલે આજે જ બધું કામ પતાવી દઈએ આટલે બધે દૂર જઈએ છીએ તો માંના આશિર્વાદ લઈ આવીએ.." અપેક્ષા ખૂબજ ખુશ હતી.
ધીમંત શેઠે અપેક્ષાનો કૂણો માખણ જેવો હાથ પોતાના હાથમાં લીધો અને કારમાં બંને પોતાના બંગલાની બહાર નીકળ્યાં.
અપેક્ષાએ આલ્ફાવન મોલમાંથી પોતાના ભાઈ ભાભી અને લાડકા રુષિ માટે તેમને ગમે તેવી યોગ્ય ખરીદી કરી લીધી.
ત્યાંથી બંને જણાં લક્ષ્મી બાના ઘરે ગયા.
પોતાની દીકરીને અને જમાઈને આમ અચાનક આવેલા જોઈને લક્ષ્મી તો રાજીની રેડ થઈ ગઈ.
લક્ષ્મીએ બંનેને ખૂબજ પ્રેમથી આવકાર્યા અને પોતાની દીકરીને ચૂમી લીધી અને ગળે વળગાડી લીધી.
અપેક્ષાના ચહેરા ઉપર ખુશીનો એક અનેરો આનંદ, સુખની અનુભૂતિ, પોતાને સંતોષ થયાની પ્રાપ્તિ અને તેના ગોરા ગાલ ઉપર ચઢેલી ધીમંત શેઠના અનહદ પ્રેમની લાલાશભરી ઝાંખી વર્તાઈ રહી હતી જે લક્ષ્મીની અનુભવી આંખોએ પળવારમાં કળી લીધી હતી.

અપેક્ષા પોતે ભાઈ, ભાભી અને રુષી માટે કરેલું શોપીંગ હરખી હરખીને પોતાની માંને બતાવી રહી હતી અને લક્ષ્મી તે હરખી હરખીને નીરખી રહી હતી.
લક્ષ્મીએ પોતાના જમાઈરાજા અને દીકરી માટે તેમને ભાવતું ભોજન પુરી અને કાંદા બટાકાનું શાક ગરમાગરમ બનાવી દીધું અને બધાએ સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપ્યો અને ત્યારબાદ અપેક્ષા તેમજ ધીમંત શેઠ બંને લક્ષ્મીના આશિર્વાદ લેવા માટે તેના પગમાં પડી ગયા.
લક્ષ્મીએ ધીમંત શેઠને ખૂબ ખૂબ આશિર્વાદ આપ્યા અને પોતાની દીકરીને ગળે વળગાડી લીધી અને બંનેની આંખમાં ઝળહળીયાં આવી ગયા ધીમંત શેઠે બંનેને છૂટા પાડ્યા અને લક્ષ્મીએ વ્હાલથી બંનેને વિદાય આપી.
બીજા દિવસે સવારે ધીમંત શેઠ અને અપેક્ષા બંને વહેલા જ ઉઠીને તૈયાર થઈ ગયા અને પોતાની ઓફિસે જવા માટે નીકળી ગયા.
ઓફિસમાં જઈને રિધ્ધિને તેમજ દેવેન્દ્રભાઈને શું કામ કરવાનું છે અને કેવીરીતે કરવાનું છે તે બંનેએ પોત પોતાની રીતે સમજાવી દીધું અને ઓફિસ સ્ટાફને બાય કહીને તેમના બેસ્ટ વીસીઝ લઈને બંને ત્યાંથી પોતાના ઘર તરફ રવાના થયા.
ઘરે જઈને અપેક્ષાએ થોડું ઘણું પેકિંગ બાકી હતું તે પૂરું કર્યું અને ભાખરી અને શાક જેવું સાદું જમવાનું જમીને બંને વહેલા જ સૂઈ ગયા.
પરોઢિયે ચાર વાગ્યે એક ઓલા કેબ તેમના બંગલા પાસે તેમને પીકઅપ કરવા માટે આવી ગઈ. બંને સમયસર ઘરેથી નીકળી ગયા અને ફ્લાઈટમાં ✈️ બેસી ગયા.
ધીમંત શેઠના હાથમાં અપેક્ષાનો ઉષ્માભર્યો હાથ હતો જેને તે પ્રેમથી પંપાળી રહ્યા હતા અને ✈️ વિમાને ઉંચી ઉડાન ભરી અને સાથે સાથે ધીમંત શેઠ અને અપેક્ષાના સપનાઓએ પણ ઉંચી ઉડાન ભરી લીધી...
ધીમંત શેઠ અને અપેક્ષાની આ પ્રેમી યુગલની હનીમુન ટ્રીપ સુખરૂપ તો રહેશે ને..??
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
23/10/23