Prem ni Pariksha - 4 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પ્રેમ ની પરીક્ષા - 4

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

પ્રેમ ની પરીક્ષા - 4

રાધા માધવ ને ડરતા ડરતા મેસેજ કરે છે
Hi..
માધવ જવાબ આપે છે hi....
હવે બંને વાત કરે છે બધી ઓફીસ ની અને ધીમે ધીમે એકબીજા ના ફ્રેન્ડ બને છે માધવ રાધા ને તેના પરિવાર વિશે પણ પૂછે છે.
હવે રાધા ને ડર નથી લાગતો તે હવે માધવ સાથે વાત કરવામાં સંકોચ રાખતી નથી...
આમ ને આમ ખૂબ રાત થય જાય છે રાધા ચાલુ વાત માં જ સુઈ જાય છે.

અહી માધવ તેની રાહ જોતો હોઈ છે.તે કલાક એક રાધા ના જવાબ ની રાહ જોવે છે પરંતુ રાધા કઈ જ જવાબ આપતી નથી.
હવે માધવ ને થોડું ટેન્શન થાય છે. કે રાધા ને કઈ ખોટું તો નહિ લાગ્યું ને મારી વાત નું.આમ અચાનક કેમ તે ચાલી ગય.તે આખી રાત જાગે છે.માધવ બહુ જ વિચારે છે પરંતુ તેને થાય છે કદાચ સુઈ ગઈ હશે એટલે વધારે મેસેજ કરી ને એને હેરાન કરતો નથી.
બીજા દિવસે સવારે રાધા જાગી ને જોવે છે માધવ ના ઘણા મેસેજ હોઈ છે તે તરત જ માધવ ને સોરી કહે છે માધવ તરત જ it's ok નો જવાબ આપે છે રાધા પૂછે છે માધવ તું સૂતો નથી.માધવ બોલ્યો ના તારી રાહ જોતો હતો.
રાધા થોડી વાર કઈ જવાબ આપતી નથી તો માધવ ફરી મેસેજ કરે છે રાધા બોલી કઈ નહિ મને દુઃખ થાય છે મારા પાછળ તું આખી રાત જાગ્યો.
હવે તો આદત પાડવી જોસે જાગવાની માધવ એ કહ્યું
મતલબ તુ સૂ કહેવા માગે છે.
અરે સમય આવ્યે સમજાઈ જશે.
પછી રાધા bye કહી ને ઓફીસ જવા માટે નીકળે છે..
આખો દીવસ બંને કઈ વાત કરતા નથી પોતાનું કામ કરે છે.
સાંજે રાધા ઘરે જવા માટે નીકળે છે ત્યારે માધવ ને મેસેજ કરે છે.
માધવ એ કહ્યું હું થોડી વાર માં તને કોલ કરું છું થોડોક કામ માં વ્યસ્ત છું.
રાધા પોતાના ઘરે જવા માટે બસ માં બેસી જાય છે.થોડીવાર પછી માધવ નો કોલ આવે છે અને તે અને રાધા બંને વાતો કરતા હોય છે વાત વાતમાં રાધા ને એવો વિચાર આવે છે કે મને તો માધવ પ્રત્યે લાગણી છે પરંતુ માધવ ને મારા પ્રત્યે કંઈ લાગણી છે કે નહીં તે જાણવા માટે તે માધવ ને કહે છે માધવ એક વાત કહું તને હા રાધા બોલને હું જે બસમાં ઘરે જાઉં છું ને એ બસમાં એક મસ્ત નો હેન્ડસમ છોકરો આવે છે અને મને તે ગમે છે રાધા ના મોઢે આ શબ્દ સાંભળીને માધવ ને ગુસ્સો આવે છે તે રાધા ને કહે છે ઠીક છે તું એની સાથે વાત કર એમ કહીને માધવ કોલકટ કરી નાખે છે રાધા ને દુઃખ થાય છે કે તેને માધવ સાથે ખોટું કર્યું છે હવે તે માધવ ને વારંવાર કોલ કરે છે પરંતુ માધવ તેના કોલ નું કોઈ જવાબ આપતો નથી આજે પહેલી વાર રાધા ને કોઈ છોકરાને લઈને રડવું આવી જાય છે તે માધવ ને સોરી સોરી એવા ઘણા મેસેજ કરે છે. રાધા વિચારે છે આ અજાણ્યા છોકરા માટે મને આટલી બધી લાગણી કેમ છે??
તે પોતાના ઘરે પહોંચી જાય છે અને માધવ ના મેસેજ ની રાહ જોવે છે પરંતુ માધવ નો કોઈ જ જવાબ આવતો નથી રાધા ને આમ પોતાના મોબાઈલમાં ખોવાયેલી જોઈને તેના મમ્મી તેને પૂછે છે રાધા કંઈ થયું છે તને.. પરંતુ રાધા માધવ ના વિચારમાં હોય છે અને તે તેના મમ્મીને કંઈ જવાબ આપતી નથી તેના મમ્મી ફરીવાર પૂછે છે પરંતુ રાધા કંઈ જ થયું નથી એમ કહીને પોતાના રૂમમાં ચાલી જાય છે તેના મમ્મી તને જમવા માટે બોલાવે છે પરંતુ આજે મને ભૂખ નથી એમ કહીને રાધા જમવા માટે જતી નથી અને સતત તે માધવ માધવ ના જવાબ ની રાહ જુએ છે....
શું માધવ નો જવાબ આવશે??? અને માધવ રાધાને માફ કરશે?? માધવ શું જવાબ આપશે?? તે માટે વાંચતા રહો પ્રેમની પરીક્ષા....