Prem ni Pariksha - 5 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પ્રેમ ની પરીક્ષા - 5

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

પ્રેમ ની પરીક્ષા - 5

આગળના ભાગમાં આપણે જોયું કે રાધા મોહનના જવાબની રાહ જોવે છે અને તે રાહ જોતા જોતા ભૂખ્યા પેટે જ સૂઈ જાય છે અંતે મોડી રાતે માધવ રાધાને જવાબ આપે છે કે હું થોડું કામમાં વ્યસ્ત હતો એટલે તને જવાબ ન આપી શક્યો અને કીધા વગર જ એમ ચાલ્યો ગયો હા તારી વાતનું મને ખોટું લાગ્યું છે પરંતુ મને ખબર છે તું મને ચીડવવા માટે આ બધું કહી રહી હતી
રાધા ના મોબાઇલમાં મેસેજની આટલી બધી નોટિફિકેશન આવે છે એટલે રાધા જાગી જાય છે અને તે માધવ ના મેસેજ વાંચે છે માધવ પૂછે છે અરે તું હજી જાગે છે..
ન હું તો સુઈ ગઈ હતી તારા મેસેજની રાહ જોઈ જોઈને પરંતુ આજે પહેલી વાર એવું થયું કે હું ખાલી મેસેજ ની નોટિફિકેશનના અવાજથી જાગી ગઈ છું એમ કરતા કરતા બને ખૂબ વાતો કરે છે અને ધીમે ધીમે સવાર પડી જાય છે છતાં બંનેની વાતો તો ખૂટતી જ નથી સવાર પડી એ રાધા કહે છે મારે તો ઓફિસે જવાનું છે હવે તું સુઈ જા..
પછી બને એકબીજાને ગુડ નાઈટ કહીને સુઈ જાય છે રાધા ને ઊંઘ તો આવતી નથી તે વિચારે છે આજે મારી જિંદગીમાં હું પહેલીવાર આટલો ટાઈમ કોઈ એક અજાણ્યા છોકરા માટે જાગું છું કેમ મને એનાથી પ્રેમ થઈ ગયો છે કે શું???
તે પોતાની જાતને આ બધા પ્રશ્ન પૂછતી હોય છે અને ક્યારે તે ઊંઘી જાય છે ખબર પડતી નથી સવારે વહેલી ઉઠે છે અને ફ્રેશ થઈને ઓફિસ જવા માટે રેડી થાય છે તે ઓફિસે પહોંચે છે ત્યાં જ માધવ ઓફિસના કામથી રાધા ને કોલ કરે છે પરંતુ બંને હવે સંકોચ અનુભવે છે... અમને આમ બંને હવે એકબીજાથી વધુ નજીક આવતા જાય છે બંને એકબીજા સાથે વધારે ને વધારે વાતો કરે છે અને એકબીજાને વધારે વધારે ઓળખવાનો પ્રયત્ન કરે છે..
રાધા પોતાના દિલની વાત માધવ ને કહેવા માટે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ ક્યાંક માધવ દોસ્તી પૂરી ના કરી દે એ ડરથી રાધા માધવ ને કંઈ જ કહેતી નથી અહીં માધવ પણ એ જ વિચારતો હોય છે.
ધીમે ધીમે એક મહિનો પૂરો થવા આવ્યો હવે માધવ રાધાને મળવાનું કહે છે પરંતુ રાધા પોતાનો ઓફિસના કામથી ફ્રી જ થતી ન હોય તેથી તે ના પાડે છે.. કાલે મકરસંક્રાંતિ હોઈ છે. તો રાધા અને માનુ ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે.
માનું રાધા ના ઘરે આવી હતી તે બોલી રાધા ચાલ કાલ ક્યાંક ફરવા જઇએ માધવ ને પૂછ તે આવશે તો આપણે સાથે જઈ અને નહિ તો હું અને તું....
રાધા માધવ ને પૂછે છે પરંતુ માધવ ના પાડે છે.
આજે મકરસંક્રાંતિ હોઈ છે.. રાધા અને માનુ સવારે વેહલા ઉઠી જાય છે તે બંને જૂનાગઢ ફરવા જવાનો પ્લાન બનાવે છે.અને બને બહેનપણી નીકળી જાય છે જૂનાગઢ ફરવા...
આ બાજુ માધવ ને રાધા ને મળવું તો હોઈ છે પરંતુ કેવી રીતે જવું તે વિચારે છે તે રાધા ને સરપ્રાઈઝ આપવાનું વિચારી રહ્યો હોઈ છે...
રાધા અને માનુ બપોરે પહોંચે છે જૂનાગઢ.પેહલા સીધા તે બંને ભવનાથ મહાદેવ ના મંદિરે પહોંચે છે ત્યાં દર્શન કરી ને સક્કર બાગ માં જાય છે.બંને ખૂબ મસ્તી કરે છે ઘણા ને હેરાન પણ કરે છે...આમ ને આમ સાંજ પડી જાય છે..
હવે રાતે ક્યાં રહીશું તે બધું વિચારી ને બંને સારી હોટેલ માં રહેવાનું નક્કી કરે છે..
ત્યાં જ રાધા ને માધવ નો કોલ આવે છે....
શું કહેશે માધવ રાધા ને???માધવ રાધા ને સરપ્રાઈઝ આપશે કે નહિ???
કેવી રહેશે બંને ની પહેલી મુલાકાત...
જાણવા માટે વાચતા રહો પ્રેમ ની પરીક્ષા 😊☺️😊