Besharm Ishq - 7 in Gujarati Fiction Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | બેશર્મ ઈશ્ક - ભાગ 7

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

બેશર્મ ઈશ્ક - ભાગ 7

બેશર્મ ઈશ્ક ભાગ:7

(આપણે આગળ જોયુ કે હેત્વીનું ગ્રુપ સિયા ત્રાસ વિતાડવામા પાછું વળી જોતા નથી સૌ જુનિયરો ડરેલા હોય છે,પરંતુ બે છોકરાઓના સાહસથી સિયાને ન્યાય મળે છે,તેના ગ્રુપને આજીવન કારાવાસ લાખ રુપિયાનો દંડ આ જોયા પછી પ્રિન્સીપાલનું મૌન બેસી રહેવું,કોલેજની ખોટી ઈજ્જત અને શાનબાન બનાવવા માટે આમ મુખદર્શક બની રહી જવું તે બાબતને યોગ્ય ન ઠારવી શકાય,કેમકે અન્યાય કરવો એના કરતાં અન્યાયને પ્રસરતા અટકાવવાને બદલે દિગદર્શક બની જોતા રહો એતો એનાથી પણ મોટો ગુનો છે.પ્રિન્સીપાલ કોલેજની ખોટી ઈમપ્રેશન ટકાવવા માટે તમે કોઈપણ સાથે આવો અન્યાય જોવો છતાંય મૌન સેવો એ તો યોગ્ય નથી,પ્રિન્સીપાલને પણ ગેરવર્તણુક બદલે સજા આપવામાં આવી. શ્રીમતી કમળા બા કોલેજને સીલ વાગી ગયો,સદાયને માટે.....)

વધુ માં હવે આગળ...

સિયાના મમ્મી પપ્પા સિયાના સૌ મિત્રોને પ્રેમથી અભિવાદન કરતાં કહે"તમે જે અમને કોર્ટમાં ગવાહી આપી જે મદદ કરી છે,એ માટે તમારો અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ.તમારી લાગણી અને ભાવનાની કદર કરીએ છીએ પરંતુ સિયાને અહીંથી અમે ઘરે લઈ જવા માંગીએ છીએ.સુનંદાબહેન દિકરીને આદેશ આપતાં કહે"બેટા સિયા જલ્દી સામાન પેક કર આપણે અમદાવાદ બાકીનો અભ્યાસ પૂરો કરજે....સૌ મિત્રોમાં ગજબની ઉદાસી છવાઈ હતી.

સિયાએ કહ્યું મમ્મી તું ચિંતા ન કર મને અહીં ફાવી ગયું છે, પરંતુ મનોહરભાઈ અને સુનંદાબહેન એકવાત સાંભળવા તૈયાર ન હતાં,કેમકે,દિકરી સાથે બનેલી ઘટનાએ તેમને હચમચાવી રાખેલા,પણ સિયાએ મમ્મી પપ્પાને વિનંતી કરતાં કહ્યું"હું અહીં રહેવા માંગુ છું,અમને અહીં બીજી કોલેજમાં એડમિશન મળી શકશે,અને ત્યાં કોઈ પણ જાતનો અમને પ્રોબ્લેમ નહીં આવે."

મનોહરભાઈ ટસ ના મસ થવા તૈયાર ન હતાં, તેમને બધાં વચ્ચે વિવાદ ટાળવા કહ્યું પહેલાં ઘરે ચાલ સિયા પછી વિચારી એ ."કે તારે અહીં ભણવું કે ઘરે
અમે નક્કી કરશું.પણ તું અત્યારે ઘરે ચાલ દિકરા....તારા પપ્પાનો આદેશ છે."

મનથી તો સિયા તૈયાર નહતી,મિત્રો ને છોડી જવું યોગ્ય ન લાગ્યું,પરંતુ પપ્પાનું માન રાખવું પણ જરૂરી હતું.

મનોહરભાઈ અને સુનંદાબહેન સિયાને લઈ ઘરે આવ્યા, સિયાએ વિનંતી કરતાં કહ્યું;
"પપ્પા હું તમને સમજું છું, તમારી ભાવના સમજું છું,પરંતુ મારે વડોદરા ભણવું છે.તમે મારી આટલી ઈચ્છા પુરી નહીં કરો."

"તારી કોઈ જ વાત નહીં સાંભળવી મારે દિકરી પણ તું ત્યાં નહીં જાય તને એકવાર કહ્યું સમજમાં નથી આવતું."આટલું કહીને મનોહરભાઈ થોડા અકડાયા.સિયાની વિનંતીનો મનોહરભાઈ પર કોઈ જ પ્રભાવ ન પડ્યો.
પપ્પા મેં તમારી દરેક વાત માની છે,પણ મારી ઈચ્છા ત્યાં અભ્યાસ કરવાની છે તો મારી
તમે મારી એકવાત નહીં માનો.આજસુધી પપ્પા મેં તમારી દરેક વાત અને ઇચ્છાનું માન રાખ્યું છે.તો પપ્પા આજ મારી ઈચ્છાનું તમે માન નહીં રાખો!"

સિયાએ ગુસ્સામાં આવી બે દિવસ ન ખાધું,પણ મનોહર ભાઈ દિકરીની એક સાંભળવા તૈયાર નો'હતા,પ્રધ્યુમ્ન પણ બહેનની હાલત જોઈ બહુ ચિંતિત હતો,પણ પપ્પાની હઠ સામે તેની શી વિસાત!

બે દિવસ ન જમવાના કારણે સિયાને વિકનેશ આવી ગયેલી.મનોહરભાઈએ દિકરીની જીદ સામે આખરે ઝુકવુ પડ્યું.

"બેટા સિયુ હું તારો દુશ્મન થોડી હતો, હું તો જે કરતો એ તારા સારા માટે બેટા પણ તારી ઈચ્છા વડોદરા ભણવાની છે તો જા તને ગમે તેમ થશે પણ ચાલ હવે જીદ છોડી જમી લે....

સાંભળી સિયાના ચહેરે ખુશીની લહેરખી આવી ગઈ,
મનોહરભાઈ પોતાની વાત રજુ કરતાં કહે,"પણ હા દિકરા મારી વાત યાદ રાખજે.

હા પપ્પા તમારી વાત યાદ રાખે,તમારી આપેલી આઝાદી નો હું ક્યારેય દુરુપયોગ નહીં કરું તમને પ્રોમિસ છે મારું.

પ્રધ્યુમ્નને હવે હાશ થઈ..."મમ્મી પપ્પા અમે હમણાં બંન્ને ભાઈ બહેન તમને મળીને જ હોસ્ટેલ તરફ પ્રયાણ કરીએ છીએ તો હવે મને કે બહેનને ફોન કરી કરી ખોટી ચિંતા ન કરતાં,બહેન કોલેજ ગ્રુપમાં હોય તો બહુ પડાપુછ ન કરતા, કોલેજલાઈફ છે,છોકરાને છોકરીઓની મિત્રતા હોય સ્વાભાવિક છે,તમારી તબિયત સાચવજો..."આટલું કહીને

સુનંદાબહેન દિકરાનો કાન ખેંચી કહે"એ....મારા રોયા ન જોયો હોય તો બહેનનો વકીલ..... તારે કોઈ નથી ને છોકરી મિત્ર...."મમ્મી એટલી બધી છે કે તું જોઈ થાકી જાઈશ તને પછી બધી મિત્રો સાથે વાત કરાવે...તું ને પપ્પા ધ્યાન રાખજો,અને હા અમે તમારી પરવરિશ છે,વિશ્વાસ રાખજો,અમે કંઈ જ ખોટું નહીં કરીએ.... એટલે પપ્પા ને કહેજે કે ખોટા લોહીઉકાળા ન કરે....નહીં તો આ એમના માટે જ જોખમી છે.....ઓકે...મમ્મી હું જાવ છું...."
તે મમ્મી પપ્પાની મંજૂરી મેળવી સુરત ગયો.ખરાદિલથી અભ્યાસમાં લાગી ગયેલો,પરંતુ ખબર નથી કે જીવન તેની પાસે કેવા ખેલ કરાવશે તે...એ જીવનની ફિલ્મનો સ્વાદ માણવાનો બાકી હતો.

મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ સિયા વડોદરા જવા નિકળી ગયેલી.એક નવા ઉત્સાહ સાથે.હૈયામાં ન ખુટે તેટલી વાતોનો પોટલો બાધી સિયાએ વડોદરા તરફ ગાડી પકડી.આવતીકાલ તેની રાહ જોતી હતી.

સૌ મિત્રો સિયાને યાદ કરતાં હતા.તેની સાથે વિતાવેલી અવિસ્મરણીય પળોને યાદ કરીને ઉદાસ હતા,સૌ મિત્રો રહ્યા રેસ્ટોરન્ટમાં ચર્ચા વિચારણા કરી રહ્યા હતા,પણ સિયા વગર સુનુ લાગતું હતુ,એટલે સૌ સિયાને યાદ કરી ઉદાસ હતા,રિયાનની આંખ બંધ કરી સિયાએ તેની હળવી મજાક કરી બીજા મિત્રોને ઈશારા થકી ચીસ કે આનંદ વ્યક્ત કરવાની ના પાડેલી.
સિયાને આમ જોઈ સૌ આશ્ચર્યમાં હતા,પણ ખુશી હૈયે સમાઈ નોહતી સમાતી.ખુશીને વ્યક્ત કરવા કોઈ શબ્દો નો'હતા.
રિયાને સ્પર્શથી સિયાને ઓળખી ગયો,સૌ સિયાને જોઈ રાજીપો અનુભવી રહ્યા હતો.

રિયાનની આંખો બંધ હોવાથી તે અચંબિત હતો,પણ સ્પર્શ જાણીતો હતો,જે તેને સિયાની અનુભુતિ કરાવતો હતો.માટે તેને સ્પર્શથી સિયાને ઓળખવાનું નક્કી કર્યું,પછી એકાએક દિલમાં ઝબકારો થતા રિયાનથી બોલાઈ ગયું સિયા તું અહીં...આમ...આ કેવી રીતે બન્યું."(બીજા મિત્રો પણ રિયાનની વાતમાં સામેલ થઈ ગયા.)આટલું બન્યા પછી સિયાને આમ જોવી સૌને આશ્ચર્ય લાગી રહ્યું હતું,"રિષભથી પુછ્યા વગર ન રહેવાયું "સિયા આમ અચાનક તું ...તને ફરી અમારી સાથે જોવી એ સપનાંથી ઓછું નથી લાગતું...."આ કેવી રીતે બન્યું સિયા અમને કહે જરા અંકલ બહુ ગુસ્સે હતા એટલે આ બાબત પુછ્યા વગર ન રહેવાયું અમારાથી."શક્ય હોય તો માફ કરજે પણ પુછાઈ ગયું અમારાથી....

સિયા શાયરાના અંદાજમાં કહે;"અરે....કમ...ઓન...યાર...હું તમારી સાથે અહીં રહે કેમ થયું શું થયું એ વાત ને આપો વિરામ તમે લોકો ચાલો આપણે સૌ આનંદ કરીએ, એ પહેલાં હું પપ્પા ને ફોન કરી જણાવી દઉ કે હું વડોદરા કુશળતાથી કોઈ તકલીફ વગર પહોંચી ગઈ તે"ઓકે ટેકકેર હું હોસ્ટેલ સામાન મુકવા જાવ છું,પછી મળીએ બાય...બાય... ત્યાં જ રિષભ અને રોસ્તુકી એકબીજાને જોઈ મનોમન હસતાં કહે" ત્યાં જ રહે સિયા પહેલા તું ઉંઘમાથી જાગ...
સિયા બે મિત્રોના પ્રત્યુત્તરમાં કહે"કેમ શું થયું કેમ આમ કહો,મને કંઈ જ સમજ નથી આવતું"

રોસ્તુકી સિયા પર પ્રેમથી તેની પર પાણી છાંટતા કહે એ....સિયુ તારુ ધ્યાન ક્યાં છે,શ્રીમતી કમળાબા કોલેજને સીલ વાગી ગયો છે,તો હોસ્ટેલ ક્યાંથી ખુલ્લી હશે તે....તે તું ખુલ્લા મને વિચાર..... આપણે નવી કોલેજની સાથે સાથે નવી હોસ્ટેલ પણ પસંદ કરવાની છે... ડિયર હવે કંઈ યાદ આવ્યું."
સિયા ખચકાતા બોલી....."હા.....હા....પરંતુ પેલી દર્દનાક ઘટનાની ઝલક પણ મગજમાં આવતા સિયા રુવાડા ઊભા થઈ જાતા....રિષભ, રિયાન અને રોસ્તુકી સહિત બધાં જ મિત્રો સિયાને આ આઘાતમાંથી બહાર નીકાળી રહ્યા હતા.

વધુમાં હવે આગળ...

(સિયાની વડોદરા સફર કેવી હશે,સિયા અને બધા મિત્રો કઈ કોલેજ પસંદ કરશે,તે કોલેજ પણ સારી સાબિત થશે કે દુઃખ દાયક સિયાના જીવનમાં કેવા વળાંક આવશે,પ્રધ્યુમ્નના જીવનની ગાડી કેમ ટર્ન લેશે કે જેના કારણે ઘરમાં ફરી મતભેદોના બીજ રોપાશે,કે જ્યારે આ મતભેદો દૂર થતાં થતાં વર્ષો વિતી જાય, મનમાં ચાલી રહેલા તમારા સવાલોના જવાબો હું તમને બેશર્મ ઇશ્ક ભાગ;8માં આપે ધારાવાહિક વાંચવાનુ ચુકશો નહીં તંદુરસ્ત રહેજો મસ્ત રહેજો ટાટા બાય બાય....)