Mahobatni Rit, Pyarni Jeet - 6 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | મહોબતની રીત, પ્યારની જીત - 6

Featured Books
  • అంతం కాదు - 73

    ధర్మాత్మ విస్తరణ: కొత్త సైన్యాలు, గ్రహాల విలయంఇక అక్కడితో కట...

  • అఖిరా – ఒక ఉనికి కథ - 5

    ఆ రాత్రంతా అఖిరా నిద్రపోలేక అలాగే ఆలోచిస్తూ కూర్చుని ఉండిపోయ...

  • అంతం కాదు - 72

    ఫైనల్కదాఅయితే ఇప్పుడు విలన్ ధర్మాత్మ నా అని ప్రతి ఒక్కరూ నిత...

  • అంతం కాదు - 71

    దుర్యోధనుడు ఏంటి మామ వీడిని చంపడానికి నువ్వు వెళ్లాలా నేను చ...

  • ​నా విజయం నువ్వే

    ​నా విజయం నువ్వేScene 1 — EXT. HIGHWAY – DAYబస్సు రోడ్డుమీద...

Categories
Share

મહોબતની રીત, પ્યારની જીત - 6


"નેહા.." પ્રિયા આવી એવી જ નેહાને વળગી પડી.

પ્રિયા પણ નેહાની ફ્રેન્ડ જ હતી. ખબર નહિ પણ કેમ એ મારા પર બહુ જ હક કરતી હતી. આવે તો મારા માટે કંઇકને કંઇક ખાવા લઈ આવતી અને એ મને ખવડાવે એ પહેલાં જ હું એ વસ્તુ લઈને પારૂલ પાસે એઠું કરાવું, હા, એ જ્યાં સુધી થોડો ટુકડો ખાઈ ના લે, હું મોંમાં નહોતો નાંખતો. પ્રિયા તો અમને જ જોયાં કરતી.

જેને જે કહેવું હોય કહે, પ્યાર છે તો છે યાર.. મને પારૂલ બહુ જ ગમતી હતી યાર, હમણાં એને મેન્ટલ સ્ટ્રેસ એટલો હતો તો હાલ તો એને કહેવું પણ નહિ. અમુકવાર વેટ કરવામાં જ ભલાઈ હોય છે. સમય સાથે જિંદગી નવી થતી જાય છે અને જૂની ખરાબ યાદો ધીરે ધીરે જિંદગીને સાતાવવાનું બંધ કરી દે છે.

🔵🔵🔵🔵🔵

રોજ જે મને હગ કરતી એને મેં પાછળથી જઈને જોરથી હગ કરી લીધું. એણે હગ કરીને હું આમ તેમ ઝૂલવા લાગ્યો.

"ઓહ!" પારૂલ પણ ખુશ થઈ ગઈ. મારો અવાજ પણ જો એ સાંભળી લે તો એનો દિવસ બની જતો હતો. અને મારે પણ એવું જ હતું.

હું જેવો એને હગ કરી રહ્યો એ આગળ ફરી અને મને જોરથી હગ કરી લીધું. એ સાવ ભૂલી જ ગઈ કે ગેસ પર ચા ઉકળી રહી હતી અને હવે બધું બહાર આવી ગયું હતું. મેં એને ડિસ્ટર્બ કર્યા વગર જ ગેસ બંધ કરી દીધો.

પારૂલ જાણે કે હોશમાં આવી હોય એમ એકદમ જ મારાથી દૂર ચાલી ગઈ. એ બાલ્કનીમાં દોડી. હું એની પાછળ ગયો.

"શું થયું?!" એ અપલક દૂર રહેલા બે પ્રેમી પંખીને જોઈ રહી હતી. જાણે કે કઈક વિચારી ના રહી હોય.

"પ્રિયા બહુ સારી છોકરી છે, તમારા માટે!" પારૂલ બીજી તરફ જોઈ ને જ કહી રહી હતી, લાગ્યું જ એ એના આંસુઓ છુપાવી રહી હતી.

"હા, સારી તો છે!" ખાલી મેં કહ્યું તો એ જોરથી આવીને મને હગ કરવા લાગી. સાવ ભૂલી જ ગઈ કે હું ચશ્માં પણ પહેરું છું, મારા આખાય ચહેરાને પકડીને મને જોરથી કિસ કરવા લાગી. નેહા અને પ્રિયા બંને અમને ત્યાં જોઈ જ રહ્યાં, પણ પારૂલ મને છોડવા જ નહોતી માંગતી. જાણે કે પ્રિયા મને એની પાસેથી છીનવી ના લે, અને એ પહેલાં જ એ મને આમ પોતાનો કરી દેવા માગતી હતી.

થોડીવારમાં એ થાકી. મેં એને ગળે લગાવી લીધી.

"બસ, બસ! હું તારો જ છું અને તારો જ રહીશ, ઓકે!" મેં એને કહ્યું તો એ ખુશ થઈ ગઈ. એણે ખુશ જોઈ હું બહુ જ ખુશી અનુભવી રહ્યો હતો.

પાછળથી નેહા આવીને પારુલને વળગી પડી. પારૂલ ને પણ વધારે હાશકારો થયો. એ વધારે ખુશ થઈ.

"પારૂલ ભાભી, વેલકમ ટુ ધ હોમ!" નેહાએ એક અલગ જ ટોનમાં કહ્યું અને હસવા લાગી. પ્રિયા થી આ બધું સહન ના થયું તો એ ત્યાંથી ચાલી જ ગઈ. પણ સૌને એના જવાથી ફરક ના પડ્યો પણ મેં નેહા ને ઈશારો કર્યો તો નેહા પણ જાણે કે હોશમાં આવી, એ એને મૂકવા એની પાછળ દોડી.

"બસ પણ કર.." પારૂલ હજી પણ મને છોડવા જ નહોતી માંગતી. હું એને એમને એમ જ સોફા સુધી લઈ આવ્યો. એ હજી પણ મને નહોતી છોડવા માંગતી.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 7(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: "મારી આંખોમાં દેખ્યું ના કે હું પણ તને કેટલો બધો પ્યાર કરું છું!" મેં ફરી સવાલ કર્યો.

"હા, પણ તમારા બહુ જ ઉપકાર છે મારા પર, તમારા માટે તો જેટલું પણ કરું ઓછું છે.." પારૂલ બોલી.