love love in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારની ચાહ

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

પ્યારની ચાહ


"બસ પણ કર ને જાન, હવે આટલો ક્યૂટ ચહેરો કરીશ તો કેવી રીતે ના પાડી શકીશ!" મેં એના ક્યૂટ ચહેરાને જોતાં કહ્યું.

"ના, કોઈ વાંધો નહિ, તું તો તારી નીશાનું કહેલું જ કર, કોઈ વાંધો નહિ ચાલશે.." એને હું એને ના જોઈ શકું એટલે ચહેરા પર હાથ મૂકી દીધો. મેં એમના હાથે જ કિસ કરી લીધી.

"ડોન્ટ ટચ મી," એને એક અલગ જ અંદાઝમાં કહેલું.

હું એના નજીક થોડો વધારે ગયો અને હળવેકથી જઈને એમને હગ કરી લીધું. એ પણ મને હગ કરવા જ બેતાબ હોય એમ મને લીપટાઈ ગઈ.

"પપ્પા યાદ આવે છે.." એને ધીમેથી કહ્યું.

"હું છું ને, ચિંતા ના કર.." મેં એને માથે એક હળવી કિસ કરી લીધી.

"પણ આપણા લગ્ન નહિ થાય, તું પણ જુદા થઈ જઈશ, એ પછી મારું કોણ?" એણે પૂછ્યું.

"નહિ થઈએ જુદા આપને બંને ક્યારેય પણ.." મેં કહ્યું.

"હું મરી પણ કેમ ના જાઉં તો પણ હું તો તને જ પ્યાર કરીશ, સાચે પ્રોમિસ.." મેં ઉમેર્યું.

"પપ્પાને તો પણ સરકારી નોકરી વાળો જમાઈ જોઈએ છે.." એ બોલી.

"કેમ તને નીશાથી બહુ જ જલન થાય છે?!" મેં પૂછ્યું.

"થાય જ ને તો વળી, એ આપને જોડે હોઈએ તો એ તને જ તાકી તાકીને જોયા કરે છે, એને તો એક મુક્કો મારી દઈશ હું!" એ બોલી રહી.

"હાશ, ચાલ હવે તું ઝઘડો કર એટલે હું એની પાસે જ ચાલ્યો જઈશ!" મેં એને ઉશ્કેરવા કહ્યું.

"તું યાર, એનું નામ પણ ના લે! સાચું કહું છું મને એનાથી ખૂબ જલન થાય છે, હું એને મારી દઈશ!" એ ગુસ્સે થઈ તો મેં એને જઈને ગાલે એક કિસ કરી દીધી. એ થોડી શાંત થઈ.

"લે, હું જાઉં ઘરે.." મેં ઘરે જવા તૈયારી બતાવી તો એ ભડકી -

"ઓ?! એક સેકંડ પણ દૂર નહિ જવાનું!" એણે મારા હાથને પકડી લીધો. નાનો છોકરો જેમ મમ્મીને પકડી રાખે એમ જ.

"જવાનું છે, સમજ ને! જીજુ આવશે તો બોલશે કે હજી સુધી તું બેંક કેમ નહિ ગયો."

"એ હું નહિ જાણતી, તારે અહીં જ રહેવાનું છે!" એણે મને ફરીથી એની પાસે બેસાડી દીધો.

"બોલ શું કહે છે!" એ મને હગ કરવા લાગી. બસ મને લિપટાઇ જ રહી.

"એક વાત કહું.." મેં પૂછ્યું.

"ના મારે કઈ જ નહિ સાંભળવું, તું ક્યાંય નહિ જાય અને જો મને તારી સાથે લગ્ન કરવા નહિ મળે તો હું સાચે કોઈની પણ સાથે લગ્ન નહિ કરું!" એણે મક્કમતાથી કહ્યું.

"સાંભળી તો લે.. એની જરુર જ નહિ રહે તો!" મેં કહ્યું તો એની આંખોમાં ચમક આવી. હોઠ પર મંદ મંદ મુસ્કાન હું જોઈ રહ્યો.

"હા, મેં બહેન અને બનેવીને આપની વાત કરી છે, એ તારા પપ્પાને સમજાવી લેશે અને જે આપને સપના જોયા એ બધાં જ સાચા થશે!" હું બોલ્યો તો એ શરમને લીધે મને વળગી જ રહી અને એની ખુશીને હું મહેસુસ પણ કરતો રહ્યો.

જ્યારે આપને જેને સૌથી વધારે પ્યાર કરીએ, એની સાથે જ આપણા લગ્ન થાય તો જિંદગી પણ જન્નત જ બની જતી હોય છે. હા, એ જ સપનાનો કે જે સાથે મળીને જોયા હોય, એ ધીરે ધીરે એક પછી એક પૂરા થાય તો કેટલી ખુશી મળતી હોય છે ને.

અમે બંને પણ હાલમાં બસ એ જ ખુશી મહેસૂસ કરી રહ્યાં હતાં. બંને એકમેકને જોઈને ખૂબ જ હસ્યાં. ભગવાન આવી ખુશી દરેક વ્યક્તિને નહીં આપતા, પણ એમને અમને આપી હતી એ વાતનું અમને ગર્વ હતું.