Shankhnad - 12 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 12

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

શંખનાદ - 12

સીબીઆઈ ઓફિસર સૂર્ય પ્રતાપે પોતાના જ એક હોનહાર સીબીઆઈ એજન્ટ વિક્રમ સાન્યાલ ને ગિરફ્તાર કરવા માટે કમિશ્નર મજુમદાર ને હુકમ કરી દીધો હતો . વિક્રમ કોઈ ગુનેગાર કે આતંકવાદી ન હતો .. પણ અત્યાર ની ખરાબ પરિસ્થિતિ માં વિક્રમ પોતાના પાડોશી દેશ પાકિસ્તાન પ્રત્યે ના ગુસ્સા ના લીધે કૈક ખોટી હરકત ના કરી બેસે એટલે સૂર્ય પ્રતાપે વિચાર્યું કે વિક્રમ એકાદ દિવસ માટે જેલ માં રહે તો સારું ...
વિક્રમ ગાડી લઇ ને સીબીઆઈ હેડક્વાર્ટર થી નીકળ્યો હતો રસ્તા સુમ સામ હતા પોલીસ સિવાય ચારેય બાજુ કોઈ દેખાતું ન હતું એવા માંજ વિક્રમ ની નજર પડી .. તું ચારેક હવાલદાર કેદ્ર ના પોલીસ વાળા ટોળું થઇ ને ઉભા હતા તેમની વચ્ચે લોહી લુહાણ થયેલી એક જીવન chhokra ઈ લાશ પડી હતી . વિક્રમે ગાડી ત્યાં જઈને સાઈડ ઉપર ઉભી રાખી ..ત્યાં જ. તાજા ન્યુઝ ચેનલ ની ગાડી આવી ને ઉભી રહી તેમાંથી તાજા ન્યુઝ ચૅનલ ની સુંદર સંવાદદાતા નિધિ રોય ઉતાવળ થી નીચે ઉતરી તેના હાથ માં માઈક હતું કેમેરામરન અબ્દુલ પણ એજ કર માંથી અગલથી ઉતર્યો અને એને ઝડપથી કેમેરો ચાલુ કર્યો અને નિધિ ત્યાં ની પરિસ્થિતિ નું વર્ણન કરવા લાગી ..
ચારેવ હવાલદાર વિક્રમ ને સલામ મારી .. વિક્રમે જોયું તો તેનું ઇંટેરિલિજન્ટ જાસૂસી દિમાગ ચાલુ થઇ ગયું .. પેલા યુવાન ને ગલ્સમાં અસ્ત્રો મારવા માં આવ્યો હતો .. તેનું લોહી ટાણું હતું એટલે તેને મારી ગયે અડધો એક કલાક જેટલો સમય થયો હશે ... એ યુવાન હિન્દૂ ..હતો ....મુસલમાન હતો ....કે અન્ય કોઈ ધર્મ નો હતો એનાથી વિક્રમ ને કોઈ જ ફર્ક નહતો પડતો ...વિક્રમ માટે તો એ યુવાન હિન્દુસ્તાની હતો .. અને આજે પાડોશી દેશ ની નાપાક ચિનગારી થી પોતાનો દેશ ભડકે બળતો હતો. જેમાં આ યુવાન જેવા હજારો યુવાનો પવમછી એ હિન્દૂ હોય કે મુસલમાન આગમાં હોમાતા હતા .. અને પાડોશી દેશ માજા લેતો તો ... વિક્રમ ને થયું કે જો એની પાસે અણુ બૉમ્બ હોય તો અત્યારે .. લાહોર ... કરાચી ..કે રાવલપિંડી દુનિયા ના નકશા માં ના હોત ....
વિક્રમ આ વિચારતો હતો ત્યાં જ એકદમ કમિશ્નર મજુમદાર સાહેબ ની ગાડી આવી ને ઉભી રહી
. અને આંખ ના પલકારા માં મજુમદાર સાહેબ ગાડી ની બહાર નીકળી ને બંદૂક વિક્રમ ની સામે રાખી ને ઉભા રહી ગયા
" યુ આર અંદર અરેરેસ્ટ મી. વિક્રમ સાન્યાલ ". મઝુમદારે જોરથી બૂમ પડી અને અબ્દુલ સામે જોયું અબ્દુલે કેમેરો ઓફ કરી દીધો ...ત્યાં ઉભરેલા દરેક ની નજર મજુમદાર ઉપર સ્થિર થઇ ગઈ .. પણ મજુમદાર ની નજર વિક્રમ પર જ હતો .. કારણ કે કમિશનોર મજુમદાર વિક્રમ ની હોશિયારી અને ચાલાકી થી બરાબર વાકેફ હતા .. એ I સામે લશ્કર ના ૫૦૦૦ જીવન તૈનાત હોય તો પણ તેમની આખો માંથી ધૂળ નાખી ને ફરાર થઇ જવા ની કાબેલિયત વિક્રમ માં હતી

એક સિનિયર સંવાદદાતા તરીકે નિધિ તોય ને પણ ખબર ના પડી કે આ શું થઇ રહ્યું છે .. શહેર પોલિશ કમિશ્નર ..એક સીબીઆઈ એજન્ટ ને કેમ અરેરેસ્ટ કરે છે.
બીજી બાજુ વિક્રમ સમજી ગયો કે જરૂર આ દાદા ( સૂર્ય પ્રતાપ) ની ચાલ છે દાદા કોઈ પણ રીતે મને જેલમાં નાખી ને શાંતિ પાડવા માંગે છે .. પણ હું જેલમાં જૈસ તો પાકિસ્તાની આકાઓ ની જીત થશે .. એટલે જ હવે હું એમને ખતમ ના કરું ત્યાં સુધી મને ચેન પડશે નહિ
" વિક્રમ ચુપચાપ ગાડી માં બેસ " કમિશ્નરે જોરથી બમ પાડી .. અને એક પાળે વિક્રમ એક જમ્પ મારી ને સીધો નિધિ રોય ની પાછળ ઉભી રહી ગયો અને વીજળી ની ઝડપે તેના હાથ માં રિવોલ્વર આવી ગઈ .. એ રિવોલ્વર સેકન્ડ ના ૧૦ માં ભાગ માં નિધિ Roy ના મગજ ઉપર હતી ..અને નિધિ ના ચહેરા પર ડર ના હવે ભાવ હતા

" કમિશ્નર સાહેબ ગન નીચે મૂકી દો આમ તો વિક્રમ હિન્દુસ્તાન બા એક નાના માં Nana જીવ ઉપર પણ ગોળી ચલાવતો નથી ..પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારી અને પાકિસ્તાન વચ્ચે જો કોઈ આવશે તો એને હું દેશ નો દુશ્મન સમજી ને ગોળી મારી દઈશ " વિક્રમ ગુસ્સા માં બોલી ગયો.
" વિક્રમ તું આ બરાબર નથી કર્યો અત્યારે હોશ થી કામ લે .. જોશ થી કામ લેવા નો સમય નથી ". મઝુમદારે એને સમજવા નો પ્રયત્ન કર્યો.
" કમિશ્નર સાહેબ કોઈ પણ વાત બનવાનો કોઈ સમય નથી હોતો ..આતંકવાદી પોતાની ગોળી ઉપર હિન્દૂ મુસ્લિમ નથી લખતા .. એતો એમની ગોળી ઉપર ફક્ત હિન્દુસ્તાની લખે છે ...અને આ કઈ મહાભારસ્ત નું યુદ્ધ નથી કે સાંજે ૬ વાગે બંધ થાય પછી સવારે ૬ વાગે શરુ થાય .. આતંકવાદી આપડા પર કોઈ પણ સમયે વાર કરે છે અને આપડે એમના પર વાર કરવાનો સમય શોધતા રહીયે છીએ ...ના કમિશ્નર ના ... મારા હિન્દુસ્તાન ની છાતી આજે ફાટી છે ..મારા ભાઈઓ બહેનો બે મોટ મારી રહ્યા છે ...આજે આ ભારત માં નો લાલ સમય ની રાહ જોઈ ને ચૂપ નહિ રહે .. તમારામાંથી કોઈ એ કઈ પણ હરકત કરવાની કોશિશ કરી છે તો આ નિધિ ની ખોપડી ઉડાવી દૈસ .." આટલું બોલી વિક્રમે અબ્દુલ સામે જોયું
" અબ્દુલ કેમેરો ચાલુ કર અને લાઈવ ટેલિકાસ્ટ કર ".
અબ્દુલે નિધિ સામે જોયું ..નિધિ એ હાજર માં ડોકું હલાવ્યું
અબ્દુલે કેમેરો ચાલુ કરી વિક્રમ સામે કર્યો અને અંગુઠાનું નિશાન બતાવ્યું

" અત્યારે તાઝા ન્યુઝ ચૅનલ પર આ લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે અને તેની જ રિપોર્ટર મારી બંદૂક ની અણીએ છે .. પણ એ મારે મજબૂરી માં કરવું પડ્યું છે ..કારણ કે હું પાકિસ્તાની સેના ..પ્રધાન મંત્રી અને આવાં ને ડંકા ની ચોટ પાર કહી રહ્યો ચુ કે હવે બરબાદી માટે તૈયાર રહેજો .. તમારા પર ખતરનાક હમલો થવાનો છે ... તમે હંમેશા હિન્દુસ્તાન ની પીઠ પર વાર કર્યો છે ...પણ હું વિક્રમ સાન્યાલ તમારી છાતી પર વાર કરીશ ડંકાની ચોટ પર ...જય હિન્દ " આટલું કહી ને વિક્રમે અબ્દુલ ને કેમેરા બંધ કરવા માટે ઈશારે કર્યો .. આખરે ત્યાં ઉભેલા દરેક જાણે વિક્રમ ને સલામી આપી