Kanta the Cleaner in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 16

Featured Books
  • জঙ্গলের প্রহরী - 4

    জঙ্গলের প্রহরীপর্ব - ৪অস্বস্তিকর পরিস্থিতি কাটাতে ঋষি তাড়াত...

  • ঝরাপাতা - 1

    ///ঝরাপাতাপর্ব - ১সন্ধ্যা নামার ঠিক আগের এই সময়টা খুব প্রিয়...

  • Ms Dhoni

    রাঁচির ছোট্ট শহর। স্টেশন রোডের পাশে এক সরকারি কোয়ার্টারে থা...

  • মহাভারতের কাহিনি – পর্ব 118

    মহাভারতের কাহিনি – পর্ব-১১৮ যুদ্ধের নবম দিনে ভীষ্মের পরাক্রম...

  • তিন নামের চিঠি..

    স্নেহা, অর্জুন আর অভিরূপ — ওরা তিনজন।কলেজের এক ক্লাসে প্রথম...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 16

16.

બીજો દિવસ. 'એ શા માટે આવું પૂછતો હશે? મારે પોલીસે મને શું શું પૂછ્યું એ એને જણાવવાની જરૂર ખરી? આમ તો એ જ અત્યારે મારી નજીક છે. પણ એને બધું કહેવાની જરૂર નથી લાગતી.' એમ વિચારતી કાંતા આજે પણ મોનાના ચાર્જમાં હોવા છતાં ટ્રોલી લઈ સાતમે માળ ગઈ. તેનાથી 712 માં ગયા વગર રહેવાયું ન હતું.

લીફટનું બારણું સરક્યું પણ સરખું ખૂલ્યું નહીં. તેણે ફરીથી ડોર ઓપનનું બટન દબાવ્યું. ડોર ખૂલતાં ખ્યાલ આવ્યો કે કોઈ પોલીસ આડો ઊભેલો. તેના કુલાઓ લિફ્ટનાં બારણાં પર ટેકવીને. બહાર કેવી રીતે જવું? તે કોઈ સાથે ફોન પર ગુસપુસ વાતો કરતો હતો. તેના પગ પર ટ્રોલી ન આવે એટલે હળવેથી 'સર, આપને પાણી કે કશું જોઈએ?' એમ પૂછી તે આગળ વધવા ગઈ. પોલીસે ટ્રોલી રોકી.

"આ માળ પર કોઈને એન્ટ્રી નથી. જો ત્યાં." તેણે આંગળી ચીંધી. 712 ની પહેલાં જ જાડી પીળી પટ્ટી બે સ્ટીલના થાંભલાઓ વચ્ચે ભરાવેલી.

" ઓકે. સર, આ તો લોબીની સફાઈ કરી લઉં. જુઓ, પગલાં પડ્યાં છે, ડાઘ છે.." કહેતી તે ઊભી રહી. કંટાળા સાથે પોલીસ સહેજ ખસ્યો.

"આ બે મિનિટમાં આવી." કહેતી તે આગળ વધી. પોલીસ વાત ચાલુ રાખતો દાદર પર ઊભો ને સહેજ નીચે ઉતર્યો. કાંતા ફટાફટ એ ગોઝારા 712 સ્યુટ નું ડોર ધકેલી અંદર ઘુસી ગઈ. એ પહેલાં સામેનો સ્યુટ સાફ કરી નાખ્યો. ત્યાં "હોટેલની સેવાઓ ખૂબ સારી છે. ખુશી રૂપે ટોકન." ચિઠ્ઠી સાથે એક શેલ્ફ પર 500 ની બે નોટ પડેલી. તેણે ચૂપચાપ યુનિફોર્મમાં સેરવી લીધી. તેણે આજુબાજુ નજર કરી અને ઝડપથી રૂમમાં પટ્ટો મારી કોઈ નથી તે જોઇ હળવેથી 712 માં પણ એક નજર નાખી બહાર આવી ગઈ. પોલીસ સામે મધુર સ્મિત કરતી સર્વિસ લિફ્ટમાં જતી રહી.

ફરી નીચે ઉતરી તેના કામે લાગી. અન્ય ક્લીનર્સ શું કરે છે તે જોતી સૂચનાઓ આપવા લાગી.

ફરીથી તેને રાઘવની યાદ આવી. જ્યારે તે પહેલી વાર એને મળી હતી.

આ જ રીતે લગભગ એકાદ વર્ષ પહેલાં તે એક રૂમની સફાઈ કરવા જઈ પહોંચી. તેને રૂમ ખાલી છે તેમ કહેવાયેલું. તે ટ્રોલીના ધક્કા સાથે બારણું ખોલી અંદર ઘુસી. તરત હેબતાઈ ગઈ. રૂમમાં બેડ પર બે પઠ્ઠા યુવાનો ખૂબ ટુંકી ચડ્ડીઓ અને બાંય વગરનાં બનીયન પહેરીને બેઠા હતા. તેમના બાવડે વિચિત્ર ટેટૂ ચીતરેલાં હતાં. એક યુવાન કોઈ બ્લ્યુ પ્લાસ્ટિકની બેગમાં કોઈ મશીન જેવું મૂકવા પ્રયત્ન કરતો હતો. બેય એકદમ ચોંકી ગયા.

"હેઇ, તું અહીં કેમ આવી?" એકે નજીક પડેલો ટુવાલ વિંટતાં કહ્યું.

"મારે તમને પૂછવું જોઈએ કે તમે અહીં કેમ આવ્યા. હું તો મને આ રૂમ ખાલી છે એટલે સફાઈ કરવા મોકલી એટલે આવી છું." કહેતી કાંતા આગળ વધી. ત્યાં રૂમના નાના પેસેજમાંથી જીવણ ફૂટી નીકળ્યો

"તું તો ક્લીનર છો ને? આ રૂમ ખાલી છે એમ તને કોણે કહ્યું?" તે આગળ વધ્યો.

"મારે તમને કહેવાની જરૂર નથી કે કોણે કહ્યું. તમે બધા અહીં શું કરો છો?" કહેતી કાંતા સફાઈ કરવા લાગી.

જીવણે તેનું બાવડું પકડ્યું અને "કહું છું હમણાં જ બહાર જતી રહે. અહીં સફાઈ અમે કરી લેશું " કહેતો આગળ વધ્યો.

તેને કોઈ પણ ગ્રાહક કે સ્ટાફ સાથે ગુસ્સે થઈ વાત કરવાની મનાઈ હતી. તે જાણે કાઈં સાંભળ્યું નથી એમ અસ્તવ્યસ્ત પડેલા ટુવાલો અને ચાદરો ઉપાડી લોન્ડ્રી માટે લઈ જવા લાગી. કાઈંક ટોસ્ટના ભૂકા જેવું ઢોળાયેલું તે ઝાટકવા લાગી. ત્રણેય શું કરવું એ વિચારે ત્યાં બાથરૂમમાંથી રાઘવ આવી પહોંચ્યો .

"અરે તું?"

એ છોકરાઓ સામે ફરી કહે, "વેરી નાઇસ લેડી. કાંતા. મારી દોસ્ત છે."

એ જીવણ તરફ આગળ વધ્યો "મૂકી દે એને કહું છું." કહેતો તે જીવણ તરફ બાંય ચડાવતો આગળ વધ્યો.

"તું શું કરી લઈશ? જા. એને બહાર લઈ જા જલ્દી." એક પઠ્ઠો બોલ્યો.

"પ્લીઝ, મારે માટે લડો નહીં. જુઓ, રૂમ કેવો ગંદો છે? આવી મોટી હોટેલમાં આવું હોય? હું હમણાં જ નીકળી જાઉં. તમે ઝગડશો નહીં." કહેતી તે ફટાફટ ઝાડુ મારવા લાગી ધૂળ ઊડી.

"આ કૂતરીને ચાવી કોણે આપી?" એક પઠ્ઠો બોલ્યો..

"શીશ.. ભાઈઓ, આ છે તો આપણે છીએ. આ બહુ જ સહકાર આપે એવી ને સારા સ્વભાવની છે. એને હું સમજાવી દઉં છું. એ છે તો આપણે આમ રહી શકીએ છીએ." કહેતો રાઘવ જીવણની આડો ઊભો રહ્યો.

તે બહાર નીકળી એટલે પાછળ ગયો.

"આ બધું શું છે?" કાંતા ગુસ્સે થઈ તેને પૂછી રહી.

" એ બધું શું છે તેની વાત તને સાંજે કહું. એમ કરીશ? આજે સાંજે આપણે સાથે બહાર જઈએ. ડીનર સાથે લેશું. હું તને બધું જ કહીશ." કહેતાં તે લિફ્ટ સુધી કાંતાને મૂકી ગયો.

ક્રમશ: