Unrequited love of the border in Gujarati Adventure Stories by ︎︎αʍί.. books and stories PDF | સરહદનો અધુરો પ્રેમ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સરહદનો અધુરો પ્રેમ

આપણે હંમેશા કેટલી જાતની પ્રેમ કહાનીઓ જોઈ હશે. સાંભળી હશે. અને પ્રેમમાં લોકોને ઘણી જાતની સરહદો નડતી પણ હશે. જે લોકો પ્રેમની સરહદને પાર કરી શકે તેમના માટે ભાગ્યની વાત છે પણ જે લોકો આ સરહદને પાર નથી કરી શકતા તેમાંથી ઘણા લોકોને જીવ ગુમાવતા પણ જોયા હશે.
પણ શું ક્યારેય કલ્પના કરી છે કે જે સરહદ પર લડી રહ્યા છે આપણી સુરક્ષા માટે, તેમનો પ્રેમ કેવો હશે તેમના પ્રેમની સરહદો ? ..........

આજની નાની અમથી પ્રેમ કહાની છે તેજલ અને રાજની..
તેજલ અને રાજ નાનપણથી જ એકબીજાના સારા મિત્રો હતા. સાથે રમતા સાથે ભણતા તેમ તે રીતે પોતાનું બાળપણ એકબીજાના સાથે ખુબ સરસ રીતે વિતાવ્યું. જેમ જેમ સમજણ આવી તેમ તેમ તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. નાનપણથી બંનેનુ સપનું હતું કે મિલેટ્રી જોઈન કરે. અને તે બંને જણાને બીએસએફમાં ( બોડર સિક્યુરિટી ફોર્સ )માં ભરતી મળી પણ ગઈ.
બસ સવાલ હતો તો બંને જણાની અલગ અલગ રાજ્યોમાં ભરતી થઈ હતી. રાજને જમ્મુ કાશ્મીર બોર્ડર પર ત્યારે તેજલને " LAC " પર..( લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ )..

બંને જણા ઇચ્છતા હતા બોર્ડર પર હાજર થાય તે પહેલાં તેમની સગાઇ થઇ જાય. કારણ કે બંનેને ખબર હતી. કદાચ જો બોર્ડર પરથી પાછા ન આવી શક્યા તો તેમનો પ્રેમ અધુરો રહી જશે.

પણ અહીંયા તેમના પ્રેમની વચ્ચે સમાજરૂપી સરહદ પણ હતી. પણ શું કરી શકાય પોતાના પરિવારને વાત કરવાની હતી. તેથી બંને જણાએ પોતાના પરિવારને ગમે તેમ કરીને સગાઈ માટે તૈયાર કરી દીધા. અને સગાઇ પણ થઇ ગઇ. ત્યારબાદ બંને જણાએ પોત પોતાની સરહદો પર હાજર થઈ ગયા. નાનપણના આ પ્રેમી પંખીડાને એકબીજાથી અલગ થવું કેટલું ભારે લાગ્યું હશે તે તો માત્ર કલ્પના જ કરવાની રહી.

સરહદ પર પોતાની જવાબદારી નિભાવવાની સાથે સાથે બંને જણ એક-બીજાને ખૂબ યાદ કરતા. ક્યારેક મોકો મળે તો ફોન પર વાતો કરતા અથવા તો પત્ર લખીને પોતાની પાસે રહેવા દેતા કે જ્યારે મળીશું ત્યારે આપીશું એકબીજાને. અને આમને આમ એકબીજાને પ્રેમમાં યાદ કરતા કરતા દિવસો વિતતા ગયા.

આ તરફ તેજલને થોડા દિવસની રજા મળવાથી તે ઘરે આવી હતી. અને લગ્નની તૈયારીઓ પણ ધૂમધામથી શરૂ થઈ ચૂકી હતી. બધા ખુબ જ ખુશ હતા. મહેમાનોની ચહેલ પહેલ પણ શરૂ થઈ ચૂકી હતી. સંગીત અને મહેંદીની રસમ વચ્ચે અચાનક જ ફોનની રીંગ ખનકી ઘરમાં. ફોન તેજલે હસતા ચહેરે ઉઠાવ્યો તો સામેથી તેજલના સાસરીવાળા માંથી કોઈ બોલી રહ્યું હતું કે ...

રાજનું બોર્ડર પર આતંકવાદીઓ સાથેની લડાઈમાં ગોળી વાગવાથી મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળતાની સાથે જ તેજલ અચાનક બેભાન થઈ જમીન પર ઢળી ગઈ. સામેથી કોઈ હલો હલો કરીને બોલતું હતું... પણ..

પરિવારમાં બધા તેજલની આસપાસ ભેગા થઈ ગયા. જ્યારે બેભાન અવસ્થામાંથી તેજલ બહાર આવી ત્યારે તેને અહેસાસ થઈ ગયો કે તેનો પ્રેમ અધુરો રહી ગયો. પ્રેમની કોઈ સરહદ તો ના નડી પણ સરહદનો પરનો જ પ્રેમ નડ્યો..

થોડા સમય પછી....

રાજ તેજલનો પહેલો પ્રેમ હતો. તેથી આજેપણ તે પોતાના અને રાજના પ્રેમપત્રોને પોતાની સાથે સંભાળીને રાખ્યા છે. જ્યારે યાદ આવે ત્યારે જોઈ લે છે. તે દિલથી ખૂબ જ સ્ટ્રોંગ હતી. પણ તે રાજને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેથી આજીવન માટે તેજલે નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય લગ્ન નહીં કરું. અને સરહદ પર દેશની સુરક્ષા માટે જ જીવન સમર્પિત કરી દઈશ..

🙏 🇮🇳🇮🇳જય હિન્દ🇮🇳🇮🇳🙏

અમી.....