Prem Samaadhi - 104 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-104

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-104

પ્રેમ સમાધિ 
પ્રકરણ-104

 મ્હાત્રેની વાત સાંભળતાંજ વિજયનું ચકોર મન ચકરાવે ચઢ્યું એણે વિચાર્યુ મારાં માટે ઘણાં. મોર્ચા એક સાથે ખૂલી ગયા છે કઇ બાજુ પહેલું કામ કરું ? ભૂદેવ પાસે જઊં ? કાવ્યાની સલામતી, શીપ પર ધંધાની વાતો.. આ પન્ના સાલ્વે ? આ કસ્ટમ કે નાર્કોટીસવાળાને બીજું કોઇ ના મળ્યું કે એક ગણિકાનાં હવાલે ભૂદેવને કર્યા ? પેલો નારણ.... એનાં પર ભરોસો પડતો નથી ઉપરથી શીપ પરથી એનો મળતીયો દોલત ગૂમ છે રાજુનાયકાનાં કહેવાં પ્રમાણે એ ફૂટેલો છે એ મધુ, નારણ બધાને મળેલો છે એ બધાની એક ધરી થઇ ગઇ છે... ઇર્ષ્યા અને વિઘ્નસંતોષે એમને ઊંઘે રસ્તે ચઢાવ્યા છે નારણની ચાલ સમજવી પડશે.... 
 વિજયે કહ્યું “મ્હાત્રે તમે આટલી માહિતી આપી તમારો આભાર માનું એટલો ઓછો છે પ્રથમ તો મને મારાં ભૂદેવ મિત્રની મુલાકાત કરાવો કોઇપણ રીતે તમે મારી સાથે ચલો પેલી પન્ના સાલ્વે પાસે... બધુ અગમ્ય લાગે છે સમજાતું નથી.. બીજુ બાજુ પેલો મધુ પકડાયેલો છટકી ગયો છે એ ગમે ત્યારે ગમે ત્યાં અહીં કે મારાં ઘરે હુમલો કરી શકે છે બીજુ બાજુ વરસોથી મારી સાથે કામ કરનાર નારણ... મને વિશ્વાસ નથી રહ્યો કેટલાક સમયથી એની ચાલ સમજાતી નથી એકબાજુ મારો ખાસ મિત્ર શુભેચ્છક હોય એમ વર્તે પણ એનાં છોકરાંને કારણે ગમે ત્યારે દગો દે એમ છે.” 
 મ્હાત્રએ વિજયને શાંતિથી સાંભળ્યો ત્યાં ભાઉ આવ્યાં એમનો ફોન પતી ગયેલો એમણે વિજયને કહ્યું “વિજય એક ખાસ સમાચાર છે મધુ પોરબંદર છુપાયો છે એણે કોઇ શીપ હાઇજેક કરી છે એની શીપ નાર્કોટીસ અને કસ્ટમનાં સંયુક્ત અભિયાનમાં જપ્ત થઇ છે આપણી શીપ પરનો આપણો ખારવો દોલત અહીંથી ગૂમ થયો છે રાજુનાં અહેવાલ પ્રમાણે ઘણાં સમયથી એની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હતી. રાજુએ કહ્યું એ મધુ, ત્થા નારણનાં સતત સંપર્કમાં રહેતો હતો. મધુ પોલીસનાં હાથમાંથી છટક્યો છે સાંભળી અહીંથી અલોપ થઇ ગયો છે એ કદાચ...” પછી ભાઊ શાંત થઇ ગયાં. 
 વિજયે પૂછ્યું “કેમ અટક્યા ભાઉ ? એ કદાચ શું ?” ભાઉએ કહ્યું “વિજય એ નારણ પાસેજ ગયો છે ચોક્કસ ત્યાં મળીને કોઇ ષડયંત્ર રચશે. વિજય પહેલાંજ દમણની સીક્યુરીટી એકદમ ટાઇટ કરો. તમારાં મિત્રને મળીને તરતજ દમણ પહોંચો.” વિજયભાઉને સાંભળી રહ્યો.. એણે કહ્યું “ભાઉ તમે શીપ પરનાં બધાં વ્યવહાર પતાવો.. સુમનને જવાબદારી સોંપો અહીંથી પેમેન્ટનું પતી ગયું હોય તો તમે દમણ પાછાં ફરો હુ ભૂદેવને મળીને નક્કી કરું પછી તરતની ફલાઇટમાં દમણ પહોંચુ છું આપણે હવે દમણ મળીશું... મને ખબર છે મધુ નારણ એક થશે તો શું કરશે. હું દમણ ફોન કરી લઊં વ્હેલાં.....”
 મ્હાત્રેએ કહ્યું "વિજયભાઉ તમારે આટલું ટેન્શન હોય તો તમારાં મિત્રને હજી બે દિવસ અમે સાચવી લઇશું દમણ જવા નીકળો.” વિજયે કહ્યું “ના ભૂદેવને લઇને દમણ જવાનું છે તમે ચાલો ભૂદેવ પાસે જઇએ. ત્યાં સુધી હું ફોન પર બધો બંદોબસ્ત કરી લઊં છું આમ પણ શીપ અહીંથી નીકળી દમણ 110 માઇલ ક્યાંય કપાઇ જશે ખૂબ ઝડપથી પહોંચવા સુચના આપી છે 3.30 થી 4.00 કલાકમાં પહોંચી જશે. કદાચ મારાંથી વહેલાં પહોંચી જાય.” એમ કહી હસ્યો.
 મ્હાત્રેએ કહ્યું “એ લોકોને વાર નહીં લાગે પણ ચાલો આપણે ભૂદેવ શંકરનાથ પાસે પહોંચીએ જો એમને લઇને જવાનાં હોવ તો તમે શીપમાંજ જાવને ફલાઇટ કેમ પકડો છો ? બધાં સાથે જવાશે.... “
 મ્હાત્રેનાં કહેવાનુ સાંભળ્યું... ના સાંભળ્યુ કરીને વિજયે કહ્યું “મારે ઘણાં કામ છે અહીં એ લોકો પહોંચીને વહેલાં ઘરે પહોંચે જરૂરી છે ભૂદેવને અગવડ વિનાજ લઇ જવા છે ચાલો તમારી પન્નાનાં ઘરે”.. મ્હાત્રે હસી પડતાં બોલ્યો “મારી પન્ના ?” ચાલો ચાલો એમ કહી બંન્ને શીપ પરથી ડોક પર ઉતર્યા અને મ્હાત્રેએ માણસ અને વાહન તૈયારજ રાખેલાં... 
 વિજયે ડોક પર ઉતરતાં મ્હાત્રેને કહ્યું “હું યુરીનલ જઇને આવું”. એમ કહી મ્હાત્રેથી જુદો પડ્યો તરતજ ભાઉને ફોન કર્યો ભાઉએ તરતજ ફોન ઉપાડ્યો.. વિજયે કહ્યું "ભાઉ તમે એવી વાત ફેલાવી દો કે હું અને શંકરનાથ બંન્ને તમારી સાથેજ શીપ દ્વારાજ દમણ જઇ રહ્યાં છીએ.. હું ફલાઇટમાં આવું કે બાય રોડ હજી નક્કી નથી તમે દમણ પહોંચી પુરી સીક્યુરીટી સાથે ઘરે પહોંચી જજો. ત્યાં પહોંચી મને ફોન કરજો વચ્ચે જરૂર પડે મને ફોન કરશો... આગળની સૂચના પછી આપીશ સુમનનું ધ્યાન રાખજો.” એમ કહી ફોન કાપ્યો...
 વિજયે યુરીનલથી બહાર આવીને જોયું મ્હાત્રે એનીજ રાહ જોઇ રહેલો.. મ્હાત્રેએ કહ્યું “ચલો ઝડપથી અહીં સમય બગાડવો નથી અને એણે મોબાઇલથી કોઇને ફોન કર્યો અને બોલ્યો "અમે અહીંથી નીકળીએ છીએ તમે ડોક્ટરને હાજર રાખજો બીજી કોઇ ચિંતા ના કરશો સબ સલામત છે. બીજો કોઇ મેસેજ આવે કે રીંગ વાગે ફોન ઊંચકશો નહીં દરવાજો જોઇને ખોલશો અમને પહોંચતા લગભગ 35 થી 40 મીનીટ થશે શાર્પ..”. પછી હસ્યો ફોન કાપ્યો.. વિજયે કહ્યું “ સમયનો આશરો અને શબ્દ શાર્પ.”. બંન્ને હસી પડ્યાં ત્યાં એક કાર આવીને ઉભી રહી બંન્ને જણાં બેસી ગયાં.. વિજયે અને મ્હાત્રેએ પોતપોતાની રીવોલ્વર ચકાસી લીધી અને કાર સ્ટાર્ટ થઇ... 
*******************
 “પાપા મારી સલાહ માનો... હું મારાં માણસોની ગેંગ બોલાવી લઉં છું તમે અને માં દમણ પહોંચવા વિજય અંકલને વિશ્વાસમાં લો મારાં પર દોલતભાઇનો ફોન આવી ગયો છે એમની ગેંગ સાથે એ અહીં આવવા નીકળી ગયાં છે આજે હવે ફેંસલોજ લાવી દેવાનો છે પણ તમે નિશ્ચિંત થઇને દમણ જઇને કાવ્યા કલરવને અહીં લઇ આવો સતત સંપર્કમાં રહેજો”. 
 નારણની આંખો ઉંચે ચઢી ગઇ એણે પૂછ્યું “દોલત એની ગેંગ સાથે ? એની કઇ ગેંગ ? એતો વિજય સાથે શીપ પર હતો ને જરા ખુલાસાથી વાત કર આમ કુંડલીમાં ગોળ ના ભાંગીશ ખૂબ ગંભીર વાત છે અમે જઇને પછી તારી અને માયાની સીક્યુરીટીની શું ? વિજયની શું ચાલ છે એનો શું પ્રોગ્રામ જાણવો પડશે.. કાવ્યા કલરવ એમ મારી સાથે આવી જશે ? એમને વિશ્વાસમાં લેવા પડશે.. વિજય આવી જાય પહેલાં બધો ખેલ પાડવો પડશે...”
 સતિષે કહ્યું “પાપા દોલત બહુ પહોંચેલી માયા છે એની ગેંગમાં મધું અંકલનાં માણસો છે મધુ અંકલ પોરબંદરથી અહીં ગમે ત્યારે આવી શકે.. દોલતે એમને વિશ્વાસમાં લીધાં છે મધુ અંકલને વિજય અંકલ અને કલરવનોજ ટાર્ગેટ છે આપણો પણ એજ ટાર્ગેટ છે હું સંભાળી લઇશ તમે કાવ્યા કલરવ અને વિજય અંકલને સંભાળી લો. એકવાર નક્કી કર્યું એટલે યા હોમ કરીને ટૂટી પડો આગે આગે દેખા જાયેગા.. પાપા તમે ફોન કરીને નીકળો .. બરાબર જાળ બિજાવજો”.. એમ કહીને.. 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-105