અઘૂરો પ્રેમ - 1 in Gujarati Love Stories by Grishma Shah books and stories PDF | અઘૂરો પ્રેમ - 1

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અઘૂરો પ્રેમ - 1

"અઘૂરો પ્રેમ"

પ્રિય વાંચક મિત્રો... ઘણા સમય પછી આજે હું તમારી સામે એક લવ સ્ટોરી ની રજૂઆત કરી રહી છુ.. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. અને આપના અભિપ્રાય જણાવા નમ્ર વિનંતી... સરળ ભાષા માં લખાયેલી એક સુંદર પ્રેમ કહાની.. અધૂરો પ્રેમ.. મિત્રતા, પ્રેમ, દર્દ.. અને લાગણી નુ મુલ્ય દર્શાવાનો પ્રયત્ન કરેલો છે.. વધુ જાણવા વાંચો.. અધૂરો પ્રેમ.

"અઘૂરો પ્રેમ" - ભાગ ૧

શહેર ની વચોવચ એક સુંદર પાર્ટી પ્લોટ માં લગ્ન ની તૈયારીઓ ચાલતી હતી. જાનૈયાઓ ની આવાની તૈયારી જ હતી. આખો પાર્ટી પ્લોટ સુંદર ફૂલો થી સજાવેલો હતો. થોડી જ વાર માં જાન નું સ્વાગત થયું ને લગ્ન ની વિધિ શરુ થઇ ગઈ. છોકરી પક્ષ ના અને છોકરા પક્ષ ના લોકો પોતાની જગ્યા એ બેસી ને લગ્ન ની વિધિ જોઈ રહ્યા હતા. ત્યાં જ ગેટ બહાર એક કાર આવી ને ઉભી રહી. ગાડી પાર્ક કરી ને એક છોકરી બહાર આવી. લાઈટ કલર ના લહેંગા માં ખુબ જ સુંદર લાગી રહી હતી. હાથ માં મેચિંગ બેન્ગલ્સ. કમર સુધી ના લાંબા ખુલ્લા વાળ ને એમાં તાજું જ ગુલાબ લાગેલું હતું. સાદગી માં પણ સુંદરતા ની ઝલક દેખાતી હતી. ધીમે થી પોતાનો લહેંગો સંભાળતા ચાલી રહી હતી. ત્યાં જ કોઈક એ પાછળ થી અવાજ કરી ને એને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો.

અરે આધ્યા.. શું આ તું છે?? કેટલા વર્ષો પછી તને મળવાનું થયું. પ્રાચી નો અવાજ સાંભળી ને આધ્યા ના પગ રોકાઈ જાય છે અને પાછળ ફરી ને જોવે છે. આધ્યા ની નજર પેહલા પ્રાચી પર જાય છે અને તરત એની પાછળ બેસેલા આદિત્ય પર પડે છે. ત્યાં જ આદિત્ય ની નજર પણ આધ્યા પર પડે છે. બંને એક બીજા ને જોઈ ને સ્તબ્ધ થઇ જાય છે. અને ભૂતકાળ માં સરી પડે છે.

૫ વર્ષ પેહલા...

સાંજ ના સમયે ખ્યાતિ બેન ના ફોન પર કોલ આવે છે અને થોડી વાર વાત કરી ને ખુશ થઇ ને આધ્યા ની ઓફિસે થી આવાની રાહ જોવે છે.આધ્યા ઓફિસે થી ઘરે આવી ને જોવે છે. ખ્યાતિ બેન ક્યારનાય કૈક વાત કરવા માટે નો પ્રયત્ન કરી રહ્યા છે. ખ્યાતિ બેન આધ્યા ને જણાવતા કહે છે કે આજે ભાવિકા બેન નો ફોન આવ્યો હતો. તારા માટે લગ્ન ની વાત કરવા માટે. એક યોગ્ય યુવક નો ફોટો અને ડિટેઈલ્સ સાથે. કૃપા કરી ને તું એક વાર વાત કરી ને જોઈ લે. તમને બંને ને ગમશે તો વાત આગળ ચલાવીશુ. આધ્યા એની મસ્તી માં હતી... કહ્યું મ્મમી હું ખુજ જ થાકી ગઈ છુ. અને અત્યારે મારે લગ્ન કરવા ની કઈ જ ઉતાવળ નથી. હું કોઈ ની સાથે નહિ વાત કરું. ખ્યાતિ બેન હસવા લાગ્યા.. અરે દીકરી દરેક ને એક દિવસ લગ્ન તો કરવાના જ છે. અને તું એક વાર વાત કરી ને જાણી લે પછી જ આગળ વાત કરીશુ. આધ્યા નારાજ થઇ ને એના રૂમ મા જતી રહી... ખ્યાતિ બેન વિચારવા માં પડી ગયા. હવે કેમ કરી ને આ દીકરી ને સમજાઉં... ખ્યાતિ બેન ભાવુક થઇ ને આધ્યા ના પિતા જયેશ ભાઈ ને યાદ કરી રડવા લાગ્યા. નાનપણ માં જ આધ્યા એ તેના પિતા ને ગુમાવી દીધા હતા. એમની વાતો આજે એમને ખુબ જ યાદ આવતી હતી. આધ્યા ના પિતા એ તેના લગ્ન માટે ના કેવા સપના જોયા હતા. અને કેટલી બધી તૈયારીઓ કરી રાખી હતી. હંમેશા થી એમનું એક જ સપનું હતું એમની દીકરી આધ્યા માટે તેને લાયક વર મળે અને ખુશે થી જિંદગી જીવે.
આધ્યા ને હંમેશા "મારો હૃદય નો ટુકડો" કહી ને જ વાત કરતા હતા.

આખરે ખ્યાતિ બેન એ મન મનાવી ને કાલે ફરી આધ્યા સાથે વાત કરી ને પ્રયન્ત કરશે એવું વિચાર્યું..
આખરે બે દિવસ ના પ્રયત્નો બાદ આધ્યા વાત કરવા માટે તૈયાર થઇ.

ખ્યાતિ બેન એ એમના ફોન માં થી કોલ લગાવી ને આધ્યા ના હાથ માં મોબાઈલ આપ્યો. આધ્યા થોડી જીજ્ઞાશા સાથે હાથ માં મોબાઈલ ને જોતી રહી. આધ્યા એને એક અવાજ સાંભળ્યો અને થોડીક ક્ષણ માટે સ્તબ્ધ થઇ ગઈ. સામે આદિત્ય હતો.

આદિત્ય - હેલો.. હું આદિત્ય વાત કરું
આધ્યા - હેલો.. હું આધ્યા વાત છુ.
આદિત્ય- કેમ છો તમે ?? મજામાં ?? જમી લીધું ??
આધ્યા - હા બસ.

આધ્યા એ અવાજ માં જાણે ખોવાઈ જ ગઈ હતી. તેને કૈક અલગ જ ફીલ થતું હતું. આદિત્ય ના અવાજ માં કૈક અલગ જ જાદુ હતો.

આદિત્ય - તમે તમારી જન્મ તારીખ જણાવશો.
આધ્યા - હા કેમ નઈ.

તારીખ જાણી ને આદિત્ય થોડી વાર ચૂપ થઇ ગયો.
આધ્યા - હેલો.. શુ થયું ?? આપડા વચ્ચે ઉમર માં કેટલો તફાવત છે એ ગણવા બેસી ગયા છો કે શુ ??

અને બંને હસી પડ્યા...

આખરે ૧ કલાક ની વાત બાદ આધ્યા એ કોલ મુક્યો અને કૈક અલગ જ લાગણી સાથે ખ્યાતિ બેન ને ફોન પાછો આપ્યો.

એ રાતે.. આખી રાત આધ્યા ને ઊંઘ જ ના આવી. આખી રાત એ આદિત્ય ના અવાજ ને યાદ કરતી રહી.

વધુ વાચો - ભાગ 2