Some wonderful coincidence in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | કેટલાક અદ્‌ભૂત યોગાનુયોગ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

કેટલાક અદ્‌ભૂત યોગાનુયોગ

સંયોગો એ ઘટનાઓની શૃખંલા હોય છે પણ તેને આમ તો એક સાથે કોઇ સંબંધ ન હોવા છતા તેમની વચ્ચે ક્યારેક ગાઢ સંબંધ હોય છે અને જ્યારે તેમના આ સંબંધને જોડવામાં આવે ત્યારે તેનું રહસ્ય ખુલતું  હોય છે.

ફિલિપ્પાઇન્સનાં લોકો સંગીતપ્રેમી છે અને અહી મોટાભાગનાં બારમાંથી સંગીતની ધુનો વાતાવરણમાં પ્રસરતી જ રહે છે.ત્યાંનાં લોકોને સંગીત સાંભળવાની સાથે ગાવાનું પણ પસંદ છે.પણ ક્યારેક આ બાબતો ઘણી ગંભીર બની જતી હોય છે.ફિલિપ્પાઇન્સમાં ફ્રાન્ક સિનાત્રા ભારે લોકપ્રિય હતા પણ એક કરતા વધારે વખત તેમના ગીતો વાગતા હોય ત્યારે હત્યાઓની ઘટના બની છે. ખાસ કરીને ૧૯૬૯માં તેમનું લોકપ્રિય બનેલુ માય વે ગીત આવી જ લોહિયાળ ઘટનાઓનું સાક્ષી બન્યુ છે.જેના કારણે ફિલિપ્પાઇન્સનાં કેટલાક બારમાં આ ગીતને પ્રતિબંધિત કરવામાં આવ્યુ છે.એક કેસમાં ૨૯ વર્ષનાં રોમી બાલીગુલાને એક સિક્યુરીટી ગાર્ડે ઠાર માર્યો હતો કારણકે તે આ ગીત ગાતો હતો અને  ગાર્ડે તેને નહી ગાવા જણાવ્યું હતું. આ ગીત માટે કહેવાતું કે જ્યારે પણ આ ગીત ગવાતુ ત્યારે લોકોમાં એક રોષની લાગણી ફેલાઇ જતી હતી.

૧૧ જુલાઇ ૧૯૯૧નાં દિવસે આમ તો સુર્યગ્રહણ હતુ અને ત્યારે આખા મેક્સિકોમાં રહસ્યમય ઘટનાઓ બની હતી જેમાં લોકોને ભારે પ્રમાણમાં ઉડતી રકાબી જેવા પદાર્થો જોવા મળ્યા હતા.લોકોએ તેની વીડિયો ટેપ તૈયાર કરીને અખબારોની કચેરીમાં મોકલી હતી.જેને કારણે સરકારને આ ઘટનાની તપાસ કરવાની ફરજ પડી હતી.મજાની વાત એ છે કે કેટલાક નિષ્ણાંતોએ ત્યારબાદ નોંધ્યુ હતું કે માયા કેલેન્ડરમાં આ ઘટનાનો ઉલ્લેખ હતો.આ અંગે ૨૦૧૦માં એક અહેવાલ પ્રસિદ્ધ થયા હતા કે અમેરિકાએ ૧૧ જુલાઇ ૧૯૯૧ની કેટલીક હકીકતો તેના નાગરિકોથી છુપાવી છે તેમાં એવી શક્યતા રજુ કરાઇ હતી કે અમેરિકાની સરકાર એન્ટાર્કટિકાની નજીક એલિયન્સ સાથે સંઘર્ષ કરતી હતી પણ તેણે આ વાત ક્યારેય બહાર પાડી ન હતી.

જુન ૨૦૦૭માં પ્રોફેશ્નલ રેશલર ક્રીસ બેનોઇટે પોતાના પરિવારની હત્યા કરીને ત્યારબાદ જાતે પણ આત્મહત્યા કરી હતી.તેના આ કૃત્યથી સમગ્ર વિશ્વમાં આઘાતની લાગણી ફેલાઇ જવા પામી હતી.બેનોઇટે પોતાની પત્નીનું ગળુ રૂંધી નાંખ્યુ હતુ અને સાત વર્ષનાં પુત્રનું પણ ગળુ દાબી દીધુ હતું.પણ આ ઘટનાનો એક સંયોગ એ છે કે પોલીસને તેનો મૃતદેહ મળ્યાના ચૌદ કલાક પહેલા વીકિપીડિયાનાં પેજ પર તેની પત્ની નાન્સીનાં મૃત્યુની વાત કોઇએ પોસ્ટ કરી હતી.જેમાં કહેવાયું હતું કે જહોની નીટ્રો સાથેની મેચમાં બેનિટો પોતાની પત્નીનાં મૃત્યુને કારણે ભાગ લઇ શકશે નહી.પોલીસે એ વ્યક્તિનું કોમ્પ્યુટર જપ્ત કર્યુ હતું જેણે આ પોસ્ટને પેજ પર મુકી હતી. ક્રીસ બેનિટોએ સુસાઇડ નોટ છોડી ન હતી પણ ઘણાં સંદેશ પોતાના મોત પહેલા મોકલ્યા હતા.

૧૯૫૪નાં એપ્રિલ મહિનામાં બેલિંગામ, સીએટલ અને વોશિંગ્ટનમાં લોકોએ પોતાની કારનાં વિન્ડશીલ્ડ પર અસામાન્ય છિદ્રો જેવી ઘટનાઓ નોંધી હતી.ત્યારબાદ તો દાવાનળની જેમ આ ઘટનાઓ અન્ય રાજ્યોમાં પણ નોંધાઇ હતી અને હજ્જારો લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.૧૫ એપ્રિલ ૧૯૫૪ સુધીમાં તો લગભગ ૩૦૦૦ કરતા વધારે લોકોએ આ પ્રકારની ઘટનાઓનો અનુભવ કર્યો હતો.પોલીસને ત્યારબાદ આ માટે જાહેર સુચનાઓ પ્રસિદ્ધ કરવી પડી હતી.લોકોએ ત્યારે કોસ્મીક કિરણો અને પરમાણુ ગતિવિધિઓને આ માટે જવાબદાર ગણાવી હતી.૧ માર્ચ ૧૯૫૪માં અમેરિકાની સરકારે ઓપરેશન કેસલનાં નામે પરમાણુ પરિક્ષણનો આરંભ કર્યો હતો.તે માટે પેસિફિક સાગરનાં બિકિની એટોલ નામના ટાપુઓ પર પસંદગી ઉતારવામાં આવી હતી.જો કે આ સ્થળ આમતો સિએટલથી લગભગ ૭૭૦૦ કિ.મી.દુર હતુ.જ્યારે આ પરમાણુ પરિક્ષણ કરાયું ત્યારે અમેરિકાની સરકારે તેની જે ક્ષમતા ધારી હતી તેના કરતા તે વધારે પાવરફુલ નિકળ્યું હતું.પરિણામે તેમાંથી નિકળેલી સામગ્રી ત્યારબાદ આકાશમાંથી વરસવા માંડી હતી.મજાની વાત એ છે કે જ્યારે આ ઘટનાનો આરંભ થયો ત્યારે જ સિએટલમાં વિન્ડશીલ્ડ તુટવાની ઘટનાઓ બનવા માંડી હતી.

કોન્સ્ટનટાઇનનાં કાળમાં રોમન એમ્પાયરમાં ખ્રિસ્તી ધર્મ શક્તિશાળી હતું.જો કે કોન્સ્ટનટાઇને કયા કારણોસર આ ધર્મને માન્યતા આપી તેના કારણો અસ્પષ્ટ છે પણ તેની માતા હેલેનાને કારણે તે ખ્રિસ્તી ધર્મનાં સંપર્કમાં આવ્યો હતો પણ તેના મૃત્યુ સુધી તેણે દીક્ષા પ્રાપ્ત કરી ન હતી.જો કે ઇ.સ.૩૧૩માં તેમને સત્તાવાર રીતે દીક્ષિત જાહેર કરાયા હતા.મધ્ય ઇટાલીમાં સિરેન્ટ ક્રેટર નામનું મોસમી સરોવર છે ૧૯૯૦નાં અંતિમ તબક્કામાં તેનો અભ્યાસ સ્વીડીશ જિયોલોજિસ્ટ જેન્સ ઓર્મોએ કર્યો હતો.જેમણે જણાવ્યું હતું કે આ સરોવરનું નિર્માણ આકાશમાંથી ધરતી પર ખાબકેલી વિશાળ ઉલ્કાને કારણે થયું હતું. જો કે કેટલાક વૈજ્ઞાનિકો તેને માનવીય રચના માને છે.પણ લોકોએ આ સરોવરની રચના સાથે કોન્સ્ટનટાઇનનાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો સંબંધ જોડ્યો છે. જેન્સ ઓર્મેોએ નોંધ્યુ છે કે કોન્સ્ટનટાઇન અને તેનું લશ્કર મિલવિયાન બ્રિજ યુદ્ધ સમયે અહીથી ૬૦ માઇલ દુર રોકાયું હતું. જે એક સંયોગ જ હતો પણ લોકો તેને આ ઐતિહાસિક તથ્ય સાથે સાંકળતા રહ્યાં છે.

જહાજ જ્યારે સમુદ્રમાં ગરકાવ થતું હોય અને મદદ ન મળે ત્યારે વીરલા લોકો જ તેમાંથી બચી શકે છે પણ વિયોલેટ જેસ્સોપ એ સદ્‌નસીબ હતી  જે ઓલિમ્પિક ક્લાસનાં ત્રણ જહાજોની દુર્ઘટનાઓમાં બચી જવા પામી હતી.જેમાં ટાઇટેનિકનો પણ સમાવેશ થાય છે.આ ત્રણેય જહાજ વીસમી સદીનાં સૌથી વિશાળકાય અને સુવિધાસજ્જ જહાજ મનાતા હતા.પણ આ ત્રણેય જહાજને તેમના આરંભનાં સમયમાં જ અકસ્માતોનો ભોગ બનવું પડ્યું હતું તે એક વિચિત્ર સંયોગ છે. જેસ્સોપ એક આઇરિશ ઇમિગ્રાન્ટ હતી અને તેણે પોતાની પ્રથમ નોકરી ઓરિનોકોની રોયલ મેઇલ લાઇનમાં કરી હતી.૧૪ જુન ૧૯૧૧માં તે આરએમએસ ઓલિમ્પિક પર હતો જેની ટક્કર ક્રુઝર એચએમએસ હોક સાથે થઇ હતી અને તેમાંતેને ભારે નુકસાન  થયું હતું પણ તે ગમે તે રીતે સાઉથમ્પટન પરત ફરવામાં સફળ રહ્યું હતું. ૧૦ એપ્રિલ ૧૯૧૨માં જેસ્સોપ આરએનએસ ટાઇટેનિક પર હતો જે ચાર દિવસ બાદ આઇસબર્ગ સાથે ટકરાઇ હતી અને ઉત્તર એટલાન્ટિકમાં સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ હતી.તે ગમે તેરીતે લાઇફબોટમાં ચડવામાં સફળ રહી હતી. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું ત્યારે જેસ્સોપ બ્રિટીશ રેડ ક્રોસમાં નોકરી કરતી હતી અને તે ૨૧ નવેમ્બર ૧૯૧૬માં એચએમએચએસ બ્રિટાનિકમાં સવાર હતી અને તે માઇન સાથે ટકરાતા એજિયન સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ હતી.પ્રથમ વિશ્વ યુદ્ધમાં ગરકાવ થનાર તે સૌથી મોટી લાઇનર હતી.આ દુર્ઘટનામાં ત્રીસ લોકોનાં મોત થયા હતા.જેસ્સોપે ત્યારે પણ સભાનતાનો પરિચય આપીને લાઇફબોટને દરિયામાં ઉતારવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.જો કે ટાઇટેનિકનાં અનુભવ બાદ તેણે પોતાનું ટુથબ્રશ સૌપ્રથમ લીધુ હતું.

પાંચ ઓગસ્ટ ૧૯૬૬નાં દિવસે પોતાની અંતિમ ટુરનાં સપ્તાહ પહેલા બીટલ્સે ઇલેનોર રિગ્બી પ્રસિદ્ધ કર્યુ હતું.આ ગીતના રચેયિતા મેકકાર્ટીએ આ અંગે એક ઇન્ટર્વ્યુ પણ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે સૌપ્રથમ તોઆ ગીતમાં ફાધર મેકકાર્ટીનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો પણ તે તેને બરાબર નહી લાગતા તેણે ફોનબુકમાંથી મેકેન્જી નામ પસંદ કર્યુ હતુ અને ગીતમાં ફાધર મેકેન્જીનો ઉપયોગ કર્યો હતો.મેકકાર્ટીએ ઇલેનોર નામ અભિનેત્રી ઇલેનોર બ્રોન અને રિગ્બી બ્રિસ્ટલમાં આવેલ રિગ્બી એન્ડ ઇવાન્સ લિ.નાં સ્ટોર પરથી લીધુ હતું. તેણે જણાવ્યું હતું કે તે એવું નામ પસંદ કરવા માંગતો હતો જે નેચરલ લાગે.૧૯૮૦માં લિવરપુલ વુલ્ટનનાં સેન્ટ પીટર્સ પેરિસ ચર્ચમાં એક કબર મળી આવી હતી જેના પર ઇલેનોર રિગ્બી નામ અંકિત હતું. વિચિત્ર સંયોગ એ છે  કે આ કબરથી થોડે દુર એક કબર મળી હતી જેના પર મેકેન્જી નામ હતું.આ કબ્રસ્તાન એ જગાથી થોડે જ અંતરે આવેલું છે જ્યાં લિનન અને મેકકાર્ટની પ્રથમ વખત મળ્યા હતા. તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમણે આ કબ્રસ્તાનમાં ખાસ્સો સમય ગાળ્યો હતો.જ્યારે આ અંગે તેને પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેના અજાગૃત મનમાં કદાચ આ વાતની સ્મૃતિઓ રહી ગઇ હોવાની શક્યતા છે.આ સંયોગને રોકનાં ઇતિહાસમાં સૌથી વધારે ફેમસ ગણવામાં આવે છે.

૯ સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ અહેમદ શાહ મસુદ જે અફઘાનિસ્તાનનો લશ્કરી નેતા હતો તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.આ ઘટના ૯-૧૧નાં હુમલાના બે દિવસ પહેલા ઘટી હતી.મસુદ યુનાઇટેડ ઇસ્લામિક ફ્રંટનો નેતા હતો અને તે તાલિબાનનો વિરોધી હતો.સોવિયત યુનિયન સામેની લડાઇમાં તેણે ભારે બહાદુરી દાખવી હતી અને આ યુદ્ધ બાદ તે રાષ્ટ્રનાયક બની ગયો હતો.૯ સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ બે પત્રકારો તેને મળવા આવ્યા હતા જે વાસ્તવમાં ફિદાયીન હતા અને તેમણે પોતાની સાથોસાથ મસુદને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો.૯-૧૧ના હુમલાના કેટલાક મહિનાઓ પહેલા મસુદે યુરોપિયન સંસદમાં પોતાના વકતવ્યમાં અમેરિકા પર ભીષણ હુમલાની ચેતવણી આપી હતી.માનવામાં આવે છે કે નોર્થન એલાયન્સ પર કબજો કરવા માટે જ લાદેને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો કારણકે તે માનતો હતો કે મસુદ જો  નહી હોય તો તે આ સંગઠન પર સરળતાથી કબજો કરી શકશે. જો કે અલકાયદાએ ક્યારેય તેની હત્યાની જવાબદારી સ્વીકારી ન હતી.

૮ ઓકટોબર ૧૮૭૧માં પશ્ચિમ અમેરિકાનાં મધ્યભાગમાં એક ભયંકર દાવાનળ ફાટી નિકળ્યો હતો. જેમાં ૧૫૦૦ થી ૨૫૦૦ લોકોનાં મોત થયા હતા.આ જ દિવસે અમેરિકાએ એક અન્ય ભયંકર અગ્નિહોનારત જેને ગ્રેટ શિકાગો ફાયર કહેવાય છે તેનો પણ અનુભવ કર્યો હતો.

૧૮૭૧નો એ દાવાનળ ભયંકર તોફાની પવન અને જંગલમાં લાગેલી આગને કારણે ફાટી નિકળ્યો હતો અને જોતજોતામાં તે વિશાળ અગ્નિદિવાલ જેવો  બની ગયો હતો અને તેની ઝડપ પ્રતિકલાક ૧૬૦ કિ.મીની હતી.આ દાવાનળમાં એટલી ગરમી હતી કે રેતાળ દરિયાકિનારા કાચમાં ફેરવાઇ ગયા હતા.તેણે રેલકાર અને ઘરોને તણખલાની જેમ ઉછાળ્યા હતા અને હજજારો લોકોને તેની અસર થઇ હતી.આ જ દિવસે શિકાગોમાં પણ ભયંકર અગ્નિ ફાટી નિકળ્યો હતો. તો ગ્રેટ મિશિગન ફાયર પણ એ જ દિવસે ફાટી નિકળ્યો હતો જેણે અનેક શહેરોને બરબાદ કરી નાંખ્યા હતા.જ્યારે રિસર્ચરોનું ધ્યાન આ સંયોગો તરફ ગયું ત્યારે તેમણે આ બાબતની તપાસ કરી અને એવા તારણ પર આવ્યા હતા કે આ દાવાનળો ત્યારે ફાટી નિકળ્યા હતા જ્યારે કોમેટ બિલા આકાશમાં તુટી પડ્યો હતો. જો કે આ ઉલ્કા આગ માટે કારણભૂત ન હોઇ શકે કારણકે જ્યારે તે ધરતી પર આવી ત્યારે તે બરફ જેવી ઠંડી હતી.જો કે એવું પણ કહેવાયું હતું કે આ ઉલ્કામાં રહેલ મિથેન જમીન પર અથડાયા બાદ આગ ભડકાવી શકે છે. જો કે ૮ ઓક્ટોબર ૧૮૭૧નાં રોજ વિસ્કોન્સિનનાં અનેક નાગરિકોએ શ્રેણીબદ્ધ તણખા, અગ્નિગોળા, ભુરી જવાળાઓ જોઇ હોવાનું નોંધાયુ હતું.

૧૫ ફેબ્રુઆરી ૨૦૧૩માં રશિયાનાં દક્ષિણ યુરાલ પ્રદેશમાં વાતાવરણમાં એક ઉલ્કા પ્રવેશીને ફાટી ગઇ હતી જેને હજ્જારો લોકોએ જોઇ હતી.ત્યારે જે પ્રકાશ ફેલાયો હતો તે સુર્યપ્રકાશ જેવો જ તેજસ્વી હતો.તેમાં રહેલી ઉર્જા હિરોશીમાં પર ઝીંકાયેલા પરમાણુ બોમ્બ જેટલી જ હતી. જો કે પ્રશાસનને આ ઉલ્કા વાતાવરણમાં પ્રવેશી તે પહેલા દેખાઇ ન હતી અને લોકોને આ ઘટનાનએ આશ્ચર્યચક્તિ કરી દીધા હતા.જેના કારણે લગભગ ૧૫૦૦ લોકો ઘાયલ થયા હતા અને ૭૦૦૦ જેટલી ઇમારતોને નુકસાન થયું હતું.આ ઉલ્કા જ્યારે વાતાવરણમાં પ્રવેશી તે ઘટનાને લોકોએ કેમેરામાં ઝીલી હતી જેમાં આકાશમાં એક વિશાળ અગ્નિગોળો જણાય છે.ત્યારબાદ આંખોને આંજી દે તેવો પ્રકાશ વિખેરાયો હતો.આ વિસ્ફોટ બાદ આખા શહેરમાં ગન પાવડરની ગંધ આવતી હતી.આમ તો ઉલ્કા વર્ષામાં લોકોને ઇજા થયાનું ભાગ્યે જ બને છે પણ અહી તો દોઢ હજાર લોકોને નાની મોટી ઇજા થઇ હતી.આ ઘટનાનાં સોળ કલાક બાદ ૨૦૧૨ ડીએ૧૪ નામની ઉલ્કા ધરતીથી ૨૭૭૦૦ કિમી દુરથી પસાર થઇ હતી જે ત્રીસ મીટરનો વ્યાસ ધરાવતી હતી. આમ તો આ પ્રકારની ઘટનાઓ જવલ્લેજ બને છે પણ ચેલિબિન્સ્ક ઉલ્કા અને ડીએ૧૪ની ઘટના એક જ સમયમાં બનવા પામી હતી.

 આમ તો આપણું આખુ જીવન જ યોગાનુયોગ છે અને આપણું અસ્તિત્વ જ યોગાનુ યોગની દેન છે કારણકે બિંગ બેંગ થવો અને ત્યારબાદ પૃથ્વીનું એક ચોક્કસ કક્ષામાં મુકાવું અહી કેટલાક કારણોને કારણે ઓઝોનનું લેયર રચાવું, પાણીનું ઉત્પન્ન થવું અને એમાં એક કોષી જીવોની રચના થવી અને ધીરે ધીરે તેમાંથી અનેક જીવોની રચના, માનવીને માનવત્વ પ્રાપ્ત થવું આ બધુંજ યોગાનુયોગનું પરિણામ છે.આપણાં જીવનમાં પણ ઘણાં યોગાનુયોગ સર્જાતા હોય છે પણ તે સામાન્ય હોવાને કારણે આપણું ધ્યાન તેના તરફ જતું નથી. પણ કેટલાક યોગાનુયોગ એકસ્ટ્રા ઓર્ડિનરી હોય છે.આ વિશે જાણીએ ત્યારે બોલી જવાય છે ઐસા ભી હોતા હૈ.

અમેરિકાની નવલકથાકાર એની પેરિસ એક દિવસ એક દુકાન પર ગઇ અને તેણે એક જુનુ પુસ્તક ખરીદયું તેણે જોયું એ સાથે તેની નાનપણની યાદ તાજા થઇ ગઇ કારણકે આ ચોપડીમાં એ વાર્તાઓ હતી જે તે નાનપણમાં વાંચતી હતી. જેક ફ્રોસ્ટ એન્ડ અધર સ્ટોરી નામનું  તે પુસ્તક તે લઇને આવી અને પોતાના પતિને તેણે વાત કરી ત્યારે તેણે એ પુસ્તકનાં પાના ઉથલાવ્યા અને છેલ્લે જ્યારે તેણે પુસ્તકનું અંતિમ પાનુ ખોલ્યુ ત્યારે તે પણ આશ્ચર્યમાં મુકાઇ ગયો કારણકે આ પુસ્તકતો ખરેખર એનીનું જ હતું જેના અંતિમ પેજ પર તેનું નામ અને એડ્રેસ તેના હાથે જ લખ્યું હતું.આમ વર્ષો પછી એનીએ પોતાનું જ પુસ્તક બીજી વાર ખરીદ્યું હતુ.

૧૮૫૮માં રોબર્ટ ફેલોન નામની વ્યક્તિને તે જે ટેબલ પર જુગાર રમતો હતો તેના પર કોઇ વ્યક્તિએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. તેમનો દાવો હતો કે ફેલોને છેતરપિંડી કરીને ૬૦૦ ડોલરની રકમ જીતી હતી. તેની એ બેઠક ખાલી થઇ ગઇ અને કોઇએ પણ પેલા ૬૦૦ ડોલરની કમનસીબ રકમને હાથ લગાવ્યો ન હતો.પણ એક નવા ખેલાડીએ ફેલોનનું સ્થાન લીધુ અને તેણે પેલા ૬૦૦ ડોલર લીધા ત્યારે પોલીસ તપાસ માટે આવી અને તપાસ કરી ત્યારે જણાયું કે પેલા નવા ખેલાડીએ ૬૦૦ ડોલરનાં ૨૨૦૦ ડોલર બનાવી લીધા હતા પણ પોલીસે ફેલોનનાં વારસોને આપવા માટે પેલા ૬૦૦ ડોલરની માંગ કરી પણ પોલીસ ત્યારે ચોંકી ગઇ જ્યારે તેમણે ફેલોનનાં વારસદારોની શોધ કરી. કારણકે પેલો નવો ખેલાડી જ ફેલોનનો પુત્ર હતો જેણે સાત વર્ષથી પોતાના પિતાનું મોઢુ જોયું ન હતું.

૨૦૦૨માં સિત્તેર વર્ષનાં બે જોડિયા ભાઇઓનું એક જ કલાકમાં જુદા જુદા અકસ્માતમાં મોત નોંધાયં હતું. આ ઘટના ઉત્તર ફિનલેન્ડમાં બની હતી.પહેલો ભાઇ રાહીમાં પોતાની બાઇક પર જતો હતો ત્યારે તે લોરી સાથે અથડાયો હતો.તે તેનો ભાઇ જ્યાં માર્યો ગયો હતો તેનાથી  દોઢ કિ.મીના અંતરે જ મોતને ભેટ્યો હતો.પોલીસ અધિકારી માર્જા લીના હુથાલાએ આ ઘટના અંગે જણાવ્યુ હતું કે આ એક ઐતિહાસિક સંયોગ ગણાવી શકાય કારણકે રોડ મોટાભાગે બિઝી જ રહેતો હતો અને અક્સમાતની ઘટનાઓ ભાગ્યેજ નોંધાતી હતી.ત્યારે મારા વાળ ઉંચા થઇ ગયા જ્યારે મે આ દુર્ઘટના વિશે સાંભળ્યું કે બે જોડકા ભાઇઓ એક જ રોડ પર અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.

ઓગણીસમી સદીમાં એડગર એલન પોએ ધ નેરેટિવ ઓફ આર્થર ગોર્ડોન પીમ નામનું પુસ્તક લખ્યું હતું.જેમાં ચાર એવા વ્યક્તિઓની કથા હતી જે એક વહાણનાં અકસ્માતમાં બચી જાય છે અને જીવતા રહેવા માટે તેઓ રિચાર્ડ પાર્કર નામનાં કેબિન બોયને મારીને તેનુું ભક્ષણ કરીને જીવતા રહેવાનો નિર્ણય કરે છે.થોડા વર્ષ બાદ ૧૮૮૪માં મિગ્નોનેટા નામની એક યોલ મળી આવી હતી જેમાં ચાર લોકો બચ્યા હતા.જે એક ઓપન બોટ હતી અને તેઓ ઘણાં દિવસ દરિયામાં રહ્યાં હતા.જેમાં ક્રુના ત્રણ સિનિયર સભ્યોએ કેબિન બોયને મારીને તેનું ભક્ષણ કર્યુ હતું અને આ કેબિન બોયનું નામ પણ હતું રિચાર્ડ પાર્કર.ઇટાલીનાં મોન્જામાં રાજા અંબેર્ટો પ્રથમ એક નાનકડા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. ત્યારે તેમનો રસાલો પણ સાથે હતો. તેમની સાથે જનરલ એમિલિયો પોન્ઝિયા હતા.જ્યારે રેસ્ટોરન્ટનાં માલિકે અંબર્ટોનો ઓર્ડર લીધો ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે રેસ્ટોરન્ટનો માલિક તો તેમનો બોડી ડબલ જેવો છે.ત્યારે બન્નેએ પોતાના જીવન અંગે ચર્ચા કરી ત્યારે મજાની વાત છે કે બંનેના જીવનમાં અનેક પ્રકારની સામ્યતા જણાઇ હતી.બંને એક વર્ષ અને એક જ દિવસ ૧૪ માર્ચ ૧૮૪૪માં જ્ન્મ્યા હતા.બંને એક જ શહેરમાં જન્મ્યા હતા.બંનેએ જે મહિલાઓ સાથે લગ્ન કર્યા તેમનું નામ માર્ગેરિટા હતું.આ રેસ્ટોરન્ટનાં માલિકે ત્યારે જ રેસ્ટોરન્ટ ખોલ્યું હતું જ્યારે ઇટાલીની રાજગાદી પર અંબર્ટોનું રાજ્યારોહણ થયું હતું.

૨૯ જુલાઇ ૧૯૦૦માં અંબર્ટોને માહિતી અપાઇ કે પેલા રેસ્ટોરન્ટ માલિકનું રહસ્યમય ગોળીબારમાં મોત થયું છે ત્યારે તેમણે તેના પર શોક વ્યક્ત કર્યો પણ ત્યારે ભીડમાં રહેલા એક અસંતોષીએ તેમને પણ ગોળી મારી દીધી હતી.

૧૯૩૦માં ડ્રેટોઇટનાં જોસેફ ફિગલોક નામની વ્યક્તિ એક અદ્‌ભુત ઘટનાનાં સાક્ષી બન્યા હતા. તે એક સમયે ત્યાંથી પસાર થતા હતા ત્યારે ઉપર એક મહિલા પોતાની નાની બાળકીને રમાડતી હતી અને તેના હાથમાંથી તે બાળકી સરકી ગઇ અને તે ચીસ પાડી ઉઠી  ફિગલોકનું ધ્યાન ગયું ત્યારે બાળકી તેમનાં પર જ આવી રહી હતી અને તેમણે તેને ઝીલી લીધી હતી અને તેનો બચાવ થયો હતો પણ આ ઘટના ત્યાં જ રોકાઇ ન હતી એક વર્ષ બાદ ફિગલોક ત્યાંથી જ પસાર થઇ રહ્યાં અને તે બારીમાંથી તે જ બાળકી બીજી વખત નીચે સરકી હતી અને ફિગલોકે ત્યારે પણ તેનો જીવ બચાવ્યો હતો.

ઓગણીસમી સદીમાં ઓસ્ટ્રીયામાં જોસેફ એઇગ્નરે અનેક વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે જ્યારે અઢાર વર્ષનાં હતા ત્યારે તેમણે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યારે એક રહસ્યમય સાધુએ તેમને રોક્યા હતા.તે જ્યારે ૨૨ વર્ષનાં હતા ત્યારે પણ તેમણે આ પ્રયાસ કર્યો ત્યારે પુનઃ પેલા સાધુએ જ તેમને રોક્યા હતા. આઠ વર્ષ બાદ જ્યારે તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે જ્યારે તેમને ફાંસીની સજા થઇ  ત્યારે ફરી એ જ સાધુએ તેમને બચાવ્યા હતા.૬૮ વર્ષની વયે તે આત્મહત્યા કરવામાં સફળ થયા હતા અને તેમની અંતિમક્રિયામાં એ જ સાધુ હાજર રહ્યાં હતાં જેમનું નામ પણ એઇગ્નર જાણતા ન હતા.

૧૯૧૪માં જર્મનીમાં એક મહિલાએ પોતાના નવજાત બાળકનો ફોટો પડાવ્યો અને તેની ફિલ્મ ડેવલપ કરવા માટે સ્ટ્રોસબર્ગનાં એક સ્ટોરમાં આપી હતી.ત્યારે ફિલ્મ ડેવલપિંગ માટે પ્લેટનો ઉપયોગ થતો હતો.પણત્યારે વિશ્વયુદ્ધ ચાલુ થતા પેલી મહિલા બાળકનો ફોટોગ્રાફ લેવા માટે આવી શકી ન હતી અને તે ફોટો ગુમ થઇ ગયો હતો પણ બે વર્ષ બાદ તે મહિલાએ ફ્રેન્કફર્ટમાંથી એક ફિલ્મ પ્લેટ ખરીદી. આ સ્થળ સ્ટ્રોસબર્ગથી ૧૦૦ માઇલ દુર હતું જ્યારે તેણે આ ફિલ્મને ડેવલપ કરાવી ત્યારે તે આશ્ચર્યમાં પડી ગઇ હતી કારણકે તેના હાલના બાળકની તસ્વીર અન્ય એક ચિત્ર પર ઇમ્પોઝ થઇ હતી અને એ જુની તસ્વીર બીજા કોઇની નહી પણ તેના પુત્રની જ હતી જે લેવા માટે તે જઇ શકી ન હતી.ત્યારે પેલા સ્ટુડિયોએ આ ફિલ્મને ડેવલપ જ કરી ન હતી અને યોગાનુયોગે આ જ મહિલાએ તેને બીજી વાર ખરીદી હતી.

૧૯૭૩માં એન્થની હોપકિન્સે ધ ગર્લ ફ્રોમ પેટ્રોવ્કા નામની ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી જે જર્યોજ ફીફરની નવલકથા પર આધારિત હતી.પણ ત્યારે આ નવલકથાની નકલ આખા લંડનમાં ક્યાય મળી ન હતી.પણ જ્યારે હોપકિન્સ ગાડીમાં સફર માટે જ્યારે સ્ટેશન પર પહોચ્યા  ત્યારે તેમને એક સીટ પરથી આ નવલકથાની નકલ મળી હતી અને આ નવલકથા પાછી જર્યોર્જ ફીફરની અંગત નકલ હતી જેના પર તેમણે પોતાના હાથે નોંધ કરી હતી. આ નકલ તેમણે પોતાનાં મિત્રને મોકલી હતી જેની કારમાંથી આ નકલ ચોરાઇ હતી અને તે હોપકિન્સને ટ્રેનમાંથી મળી હતી.

જોડિયા ભાઇઓ જિમ લ્યુઇસ અને જિમ સ્પ્રિન્ગર જ્યારે જન્મ્યા ત્યારેજ વિખુટા પડ્યા હતા અને બંનેને અલગ અલગ પરિવારે દત્તક લીધા હતા.બંને એક બીજાથી અજાણ હતા.પણ બંનેનાં પરિવારે તેમનું નામ રાખ્યુ જેમ્સ.બન્નેએ લો એન્ફોર્સમેન્ટની તાલિમ લીધી હતી.બંને મિકેનિકલ ડ્રોઇંગ અને સુથારીકામમાં કાબેલ હતા.બંનેએ લગ્ન કર્યા અને બંનેની પત્નીનું નામ હતુ લિન્ડા.બંનેને ત્યાં પુત્રનો જન્મ થયો અને બંનેએ તેમનું નામ રાખ્યું જેમ્સ એલન.બંનેએ તેમની પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યા અને બીજા લગ્ન કર્યા અને તે મહિલાનું નામ પણ હતું બેટ્ટી.બંને એ એક કુતરો ખરીદ્યો હતો અને તેનું નામ રાખ્યુ હતું ટોય.

૧૮૮૩માં હેન્રી જિગ્લેન્ડનો તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો અને તેમનાં સંબંધોનો અંત આવ્યો અને તેણે આત્મહત્યા કરી હતી.છોકરીનાં ભાઇએ ઝિગ્લેન્ડને શોધીને તેને ઠાર કર્યો અને તેને લાગ્યું કે તેણે તેને મારી નાંખ્યો છે ત્યારે તેણે જાતે પણ આત્મહત્યા કરી હતી.પણ જિગ્લેન્ડ મર્યો ન હતો.ગોળી તેના ચહેરાને સ્પર્શીને ચાલી ગઇ હતી અને એક વૃક્ષમાં ખુંપી ગઇ હતી.ત્યારે તે બચી  ગયો હતો.એક વર્ષ બાદ ઝિગ્લેન્ડે પેલા ઝાડને કાપવાનો નિર્ણય કર્યો જેમાં પેલી ગોળી હજી પણ ખુંપેલી હતી.વૃક્ષ વિશાળ ઘેરાવો ધરાવતું હોવાને કારણે તેને વિસ્ફોટક વડે ઉડાવવાનુ નક્કી કર્યુ અને જ્યારે તેમ કર્યુ ત્યારે પેલી બુલેટ જિગ્લેન્ડનાં માથામાં ઘુસી ગઇ હતી અને તેનું મોત થયુ હતુ.

કાર્લ જુંગ નામનાં જાણીતા મનોવૈજ્ઞાનિકે પોતાની સાથે ઘટેલ એક યોગાનુયોગની નોંધ ધ સ્ટ્રકચર એન્ડ ડાયનેમિક્સમાં પોતાનો અનુભવ વર્ણવતા લખ્યું છે કે હું એક યુવાન મહિલાની સારવાર કરતો હતો અને ત્યારેઆ મહિલાએ તેને આવેલા એક સપનાની વાત કરી હતી કે તેણે મને એક ગોલ્ડન સ્ક્રેબ નામનું જીવડુ ભેટમાંઆપ્યું હતું તે જ્યારે આ વાત કરતી હતી ત્યારે જ મારી પાછળની બંધ બારીમાં ટકોરા જેવો અવાજ સંભળાયો મે જોયુંતો એક જીવડુ બારીમાંથી અંદર આવવાનો પ્રયાસ કરતું હતું પણ બારી બંધ હોવાને કારણે તે અંદર આવી શકતું ન હતું.જ્યારે મે બારી ખોલી ત્યારે આશ્ચર્ય એ વાતનું હતું કે તે એ જ પ્રકારનું જીવડુ હતું જેની વાત પેલી મહિલા પોતાના સપનાની કરતી હતી.કાર્લજુંગ કહે છે કે આ પ્રકારનો સંયોગ આ પહેલા ક્યારેય રચાયો ન હતો અને ત્યારબાદ પણ મને આવો અનુભવ થયો નથી.પેલી મહિલાનું સપનું મારા માટે એક વિશેષાનુભૂતિ જેવું રહ્યું છે.

૧૯૭૫માં એક વ્યક્તિનું એક ટેક્સી સાથેની અથડામણમાં મોત થયું હતું.એક વર્ષ બાદ તે વ્યક્તિનો ભાઇ પણ એ જરીતે માર્યો ગયો હતો અને ત્યારે પણ તે પેલું જ મોપેડ ચલાવતો હતો અને તે એ જટેક્સી સાથે અથડાયો હતો જેમાં એ જ ડ્રાઇવર હતો અને આશ્ચર્યની વાત તો એ છે કે તેની ટેક્સીમાં મુસાફર એ જ હતો જે એક વર્ષની ઘટના સમયે તેમાં સફર કરતો હતો.

૧૯૫૩માં ટેલિવિઝન રિપોર્ટર ઇર્વ કુપસિનેટ લંડનમાં એલિઝાબેથ બીજાનાં સમારંભનું કવરેજ કરવા માટે ગયો હતો.સેવોય હોટલનાં તેના ઓરડામાં રહેલા એક ટેબલમાંથી તેને હેનરી હેનીન નામની વ્યક્તિની કેટલીક વસ્તુઓ મળી હતી.આ હેનિન કોઇ સામાન્ય વ્યક્તિ ન હતો પણ તે તે સમયનો જાણીતો બાસ્કેટબોલ પ્લેયર હતો અને તે પાછો કુપ્સીનેટનો સારો મિત્ર પણ હતો.પણ આ આશ્ચર્યજનક શોધ અંગે તે કુપ્સીનેકને જણાવે તે પહેલા તેને એક લેટર હેનિન તરફથી મળ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે તે પેરિસની હોટલ મોરિસમાં રોકાયો છે અને તેને તેના ઓરડાના ટેબલમાંથી કુપ્સીનેકનાં નામ વાળી ટાઇ મળી છે.

અમેરિકાનાં સ્થાપકોમાં થોમસ જેફરસન અને જોન આદમ્સનું નામ પ્રમુખ છે જેમાં જેફરસને સ્વતંત્રતાનો ખરડો તૈયાર કર્યો હતો અને તે તેમમે આદમ્સને એડિટ કરવા અને સુધારવા માટે આવ્યો હતો જેમણે બેન્જામિન ફ્રેન્કલિન સાથે મળીને તે કામ કર્યુ હતું જેને ચાર જુલાઇ ૧૭૭૬માં કોન્ટીનેન્ટલ કોંગ્રેસે મંજુરી આપી હતી આશ્ચર્યની વાત એ છે કે જેફરસન અને આદમ્સ એક જ દિવસ ચાર જુલાઇ ૧૮૨૬માં પચાસ વર્ષ બાદ એક જ દિવસે જ્યારે આ ખરડા પર હસ્તાક્ષર થયા ત્યારે મોતને ભેટ્યા હતા.

અમેરિકાની બે મહિલાઓની વાત કરીએ. બન્નેનું નામ વાન્ડા મેરી જોન્સ છે. એક વાન્ડા એડેલ્ફી, મેરીલેન્ડ, પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીમાં રહે છે અને વોંશિન્ગટનના યૂનિયન સ્ટેશનમાં વેગન કલાર્ક છે. બીજી વાન્ડા સૂઇટલેન્ડ, મેરીલેન્ડ, પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીમાં રહે છે અને વોશિંગ્ટન ડી.સી.ની જનરલ હોસ્પિટલમાં નર્સની કામગીરી બજાવે છે. બન્ને વાન્ડા મેરી જોન્સનો જન્મ ૧પ જૂન ૧૯પ૬માં વોશિન્ગટન શહેરમાં થયો હતો. અને બન્ને એ શહેર છોડીને પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીમાં રહેવા જતી રહી. બન્નેને બે બાળકો છે જેમનો જન્મ એક જ હોસ્પિટલમાં થયો હતો બન્નેની મોટરકાર એકસરખા રંગની, એકસમાન ફોર્ડ કંપનીની છે, જેમનો અગિયાર આંકડાનો નંબર પણ છેલ્લા ત્રણ આંકડાને બાદ કરતાં એકસરખો જ છે. એમના જીવનની ઘણી ઘટનાઓ પણ એકસમાન દિવસે જ બનેલી છે. બન્ને એકબીજાથી અજાણ જ હતી. કોઈકે તેમની સમાનતા અનાયાસે શોધી ત્યારે જ તેમને આ વિશે ખ્યાલ આવ્યો અને એકબીજાથી પરિચિત થઈ ! થોમસ બેકર નામનો એક માણસ નોર્થગેટ શોપિંગ સેન્ટરમાંથી ખરીદી કરી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેણે જે જગ્યાએ પોતાની ર્કાનકોર્ડ ગાડી પાર્ક કરી હતી ત્યાં તે આવ્યો. ગાડીના બારણાનું લોક ખોલી પોતાનો સામાન સીટ પર મૂકી ગાડી હંકારવા ડ્રાઇવિંગ સીટ પર જઈને બેઠો. તે બેઠો તો ખરો પણ તેને કંઈ અજૂગતું લાગ્યું. પોતે બેસે છે ત્યારે જેવી આરામદાયક સ્થિતિ હોય છે તેવી તેને ન લાગી. તેણે ગાડીનું અંદર બેઠા બેઠા ઘ્યાનથી નિરીક્ષણ કર્યું. કારમાં નીચે કેટલીક વસ્તુઓ પડી હતી જે પોતે મૂકી હોય તેવું તેને યાદ નહોતું. તેમાં ગોલ્ફ રમવાના સાધનો પણ હતા. ગોલ્ફના સાધનો હતા તો પોતાના જેવા જ. પણ પોતે તે મૂક્યા હોય તેવું યાદ નહોતું. યાદશક્તિ તો પોતાની બરાબર હતી. તે ગાડીની બહાર નીકળ્યો. બાજુમાંથી એક ટ્રાફિક પોલીસનો કોન્સ્ટેબલ જઇ રહ્યો હતો તેને ઉભો રાખ્યો અને કહ્યું કે આ એક સમસ્યા ઉભી થઇ છે. આ ગાડી અસલ મારી ગાડી જેવી છે પણ આ મારી ગાડી નથી. નંબર પ્લેટ જુદી છે અને અંદરનો સામાન પણ કંઈક જુદો લાગે છે. સીટ કવર અને પડદા સરખા છે. મારી કાર ક્યાં ગઈ ? મેં અહીં જ પાર્ક કરી હતી ! કદાચ એક જ કંપનીની એક સરખા રંગવાળી કાર હોય અને બદલાઈ ગઇ હોય પણ મારી ચાવીથી બીજાની કાર કેવી રીતે ખૂલે ? અને બીજી ચાવી ધરાવતો માણસ ભૂલથી મારી ગડી લઇ જાય એવું કઈ રીતે બને ? એની ચાવીથી મારી ગાડી કેવી રીતે ખુલે? આ વાતચીત ચાલી રહી હતી ત્યાં જ અસલ એવી જ અને એ જ રંગની એક કોનકોર્ડ મોટરકાર ત્યાં આવીને ઉભી રહી. તેમાંથી એક માણસ બહાર નીકળ્યો. તેણે પણ થોમર બેકરની જેમ પોતાની કાર બદલાઇ જવાની કથની કહી. તે માણસ પણ નોર્થગેટ શોપિંટ સેન્ટરમાં ખરીદી કરવા આવ્યો હતો અને થોમસ બેકરે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં જ પાર્ક કરીને ખરીદવા ગયો હતો. પણ એ ગાડી પોતાની ન હોવાની થોડી આશંકા ઉભી થઇ હતી. પોતાનો ગોલ્ફનો સામાન નહોતો અને બીજા પણ થોડા બારીક ફેરફારો હતા. ઘ્યાનથી જોયા પછી અને નંબર પ્લેટની તપાસ કર્યા પછી તે વાતની ખાતરી થઇ ગઈ એટલે પાછો ત્યાં આવ્યો હતો જ્યાં પહેલાં ગાડી પાર્ક કરી હતી. બન્નેને આશ્ચર્ય એ વાતનું થયું કે પોતાની ચાવીથી બીજાની કારનું ડોર ખુલ્યું કેવી રીતે અને એન્જિન પણ કેવી રીતે ચાલુ થયું ? આ સંદર્ભમાં વિશેષ તપાસ કરવામાં આવી.બન્ને મોટરકાર અમેરિકન મોટર્સ વડે બનાવાયેલી કોનકોર્ડ-૧૯૭૮ના મોડેલની કાર હતી. કોઈ અજબ સંયોગોથી બન્નેની ચાવીઓ એકસરખી બની હતી. કંપનીએ સ્પષ્ટીકરણ કર્યું કે લાખો કિસ્સાઓમાં કોઈવાર આવું બની જાય. બન્ને કાર માલિકોએ જોયું તો તેમના શોખ એકસરખા હતા. જીવનની ઘણીબધી ઘટનાઓ એકસરખી હતી. એટલું જ નહિ, એમના નામમાં પણ એકસરખાપણું હતું. એકનું નામ હતું થોમસ બેકર તો બીજાનું નામ હતું રિચાર્ડ બેકર. આ બધી બાબતોને આપણે યોગાનુયોગ માની બેસીએ તો પણ એક જ નામવાળા એકસરખો શોખ ધરાવનારા, એકસરખી કાર ધરાવનારા, એક સરખી ચાવી ધરાવનારા, એક જ જગ્યાએ, એક જ સમયે એકઠા થાય તે સંયોગો અસાધારણ તો જરૂર કહેવાય.ઈ.સ. ૧૯પ૦માં એરિક ડબ્લ્યૂ સ્મિથ નામનો એક અંગ્રેજ શેફીલ્ડના બહારના વિસ્તાર એક્કલેસલમાં રહેતો હતો. તેને ધાતુ સંશોધનનો શોખ હતો. તે સ્ટીલ કંપની માટે કામ કરતો હતો. તેના ઘરની પાછળની તરફ જંગલ જેવો પ્રદેશ હતો. લોકો ત્યાં ઘોડેસવારીની મજા લેવા કે રખડવાનો આનંદ લેવા આવતા. સ્મિથ પણ પાનખર અને ગરમ ૠતુમાં ત્યાં ફરવા નીકળતો. તે ફરવા નીકળે ત્યારે પોતાની સાથે ઘોડાની લાદ ભેગી કરીને લેતો આવતો. ટામેટાની ખેતી માટે ઘોડાની લાદ બહુ ઉપયોગી થતી.આવા જ એક સમયગાળા દરમિયાન એરિક જંગલની પગદંડી પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં તેણે રસ્તામાં ઘોડાની લાદ પડેલી જોઇ. તે થોડીવાર માટે ત્યાં રોકાયો અને લાદ એકઠી કરવા લાગ્યો. એટલામાં તેણે કંઈક ખખડવાનો અવાજ સાંભળ્યો. કોઈક સામેની તરફથી આ બાજુ આવી રહ્યું હતું. સામેથી આવતો માણસ પણ ત્યાં ઘોડાની લાદ પડેલી જોઇ ઉભો રહ્યો. તે પણ લાદ એકઠી કરવા લાગ્યો. લાદ એકઠી કર્યા પછી તે બન્ને જણા રસ્તા પર પડેલા એક મોટા પથ્થર પર બેઠા. થોડો થાક ઉતર્યા પછી બન્ને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા. તેના ઉપરથી ખબર પડી કે બન્ને ટામેટાની ખેતી કરનારા અને તે માટે ઘોડાની લાદ એકઠી કરતા હતા. બન્નેની શોપિંગ બેગ પણ સરખી હતી !એરિકે પોતાની પાઈપ અને તમાકુ બહાર કાઢયા. પેલા અજાણ્યા માણસે પણ તેની પાઈપ બહાર કાઢી. એરિકે જોયું તો તેની પાઈપ પણ પોતાની પાઈપ જેવી જ હતી. પછી પોતાની તમાકુનો ડબ્બો કાઢયો. તેણે પેલા અજાણ્યા માણસને વિવેક ખાતર એમાંથી તમાકુ લેવાનો આગ્રહ કર્યો. પેલા અજાણ્યા માણસે ના પાડી અને કહ્યું કે મને મારી મનગમતી બ્રાન્ડની તમાકુ જ ફાવે છે. પછી પોતાનો ડબ્બો બહાર કાઢયો. એરિકે જોયું તો તેની તમાકુ પણ પોતે વાપરતો હતો તે જ બ્રાન્ડની અને તે જ પ્રકારની હતી. બન્ને જણા હસી પડયા. આ તો ગજબની સામ્યતા છે. બન્નેને થોડું આશ્ચર્ય પણ થયું. વાતચીતનો દોર આગળ વધારતા એરિક સ્મિથે કહ્યું - ‘‘મારું નામ એરિક છે. તમારું નામ શું છે ? તેણે સામેવાળાની વાત માનતો ન હોય તેમ કહ્યું - ખરેખર ? મારું નામ પણ એરિક જ છે.’’ એરિકે કહ્યું - મારું નામ એરિક સ્મિથ છે. તમારું આખું નામ શું છે ? પેલા અજાણ્યા માણસે અપાર આશ્ચર્યથી ઉછળી પડતા કહ્યું - શું વાત કરો છો ? મારૂં આખું નામ પણ એરિક સ્મિથ જ છે. બન્ને એકબીજાની વાત સાંભળી આઘાત, અચરજ અને આનંદના મિશ્રભાવો અનુભવી રહ્યા હતા. એરિક સ્મિથે પેલા અજાણ્યા માણસને કહ્યું - મારું આખું નામ એરિક ડબ્લ્યૂ. સ્મિથ છે. પેલા અજાણ્યા માણસે મુખ પર જે ભાવ ધારણ કર્યા તે પરથી એરિક સ્મિથને લાગ્યું કે તે પણ એરિક ડબ્લ્યૂ. સ્મિથ જ હતો. તેણે સાચેસાચ એમ જ કહ્યું. હવે આ એરિક સ્મિથે પેલાને કહ્યું કે તમે મારી મજાક તો નથી કરી રહ્યા ને ? મને આ સાચું નથી લાગતું. તે સાથે પેલા અજાણ્યા માણસે પોતાના ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાઢીને આપ્યું તો તેમાં ખરેખર એરિક ડબ્લ્યૂ. સ્મિથ જ લખાયેલું હતું. પહેલાવાળા એરિકે ડબ્લ્યૂ. નું આખું નામ જણાવતાં કહ્યું - ડબ્લ્યૂ. ‘વેલ્સ’નું ટૂકું રૂપ છે. તમારા નામમાં ડબ્લ્યૂ. ક્યા નામનું ટૂંકું રૂપ છે ? તેણે થોડી રાહત સાથે કહ્યું - મારા નામમાં આવતો ડબ્લ્યૂ. ‘વોલ્ટર’ નામનું ટૂંકું રૂપ છે. બન્ને જણ એકસાથે બોલી ઉઠયા - હાશ, ચાલો, આટલો તો ફરક પડયો ! એ પછી એમના આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તેમને ખબર પડી કે તેમના જીવનની મોટાભાગની ઘટનાઓમાં પણ સ્થળ, સમય, તારીખ વગેરે અનેક બાબતોમાં એકરૂપતા હતી !!