Miracles of nature in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | તારી લીલા અપરંપાર.....

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

તારી લીલા અપરંપાર.....

આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્યા છે જ્યાં માનવીની જીવન શૈલી અત્યંત સુવિધાજનક બની રહી છે. એક સમયે આસાધ્ય ગણાતી બિમારીઓના ઇલાજ હવે સરળ બની રહ્યાં છે પણ કુદરતની કેટલીક લીલાઓ એવી છે જેનો પાર હજી પણ કાળા માથાનો માનવી પામી શક્યો નથી.આ બ્રહ્માંડમાં તો અનેક એવી બાબતો ભરી પડી છે જેને હજી સુધી આંકી શકાઇ નથી.જેમાં પ્રાણીઓથી માંડીને અધિભૌતિક અનુભવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફ્લોરિડામાં સ્કંક એપ એવું જ પ્રાણી છે.જેના શરીર પર લાંબા ગાઢ વાળ છે અને તેના શરીરમાં આવતી દુર્ગંધ પણ તેની વિશેષતા છે.આ પ્રાણી ૨૦૦૦ના ગાળામાં સૌથી વધારે દેખાયું હતું.સારાસોટા કાઉન્ટીની એક અજાણી મહિલાએ ત્યાના શેરીફને આ પ્રાણીની બે તસ્વીરો મોકલી હતી.તેણે આ તસ્વીરો સાથે એક પત્ર મોકલ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તેના ઘરની પછવાડે તેણે આ પ્રાણીને સફરજન ચોરી જતા જોયો હતો.ત્યારે જો કે એવી ચર્ચા થઇ હતી કે આ કોઇ ખેપાનીનું કામ છે જે વાનરનો સુટ પહેરીને આ પ્રકારની ગતિવિધિ કરી રહ્યો છે તો કેટલાકે તે ઉરાંગ ઉટાંગ હોવાનું જણાવ્યું હતુ જો કે આ પ્રાણીની સાચી હકીકત હજી સમજાઇ નથી.

૧૯૭૯માં પિયેરા પરિવારના ઘરમાં અચાનક જ દિવાલો પર કેટલીક માનવાકૃત્તિઓની તસ્વીરો ઉપસવા અને અદૃશ્ય થઇ જવાની ઘટનાઓ બનવા માંડી હતી જેણે આ પરિવારને હેરાન પરેશાન કરી મુક્યું હતું. જો કે આ તસ્વીરો ક્યારે ઉપસશે અને ક્યારે અદૃશ્ય થઇ જશે તેનો કોઇ સમયગાળો નિશ્ચિત ન હતો.ઓગસ્ટની એક સવારે મારિયાએ કિચનના ફ્લોર પર કેટલીક વિચિત્ર આકૃત્તિઓ ઉપસેલી જોઇ અને તેણે આ વાત પોતાના પતિને કરી જેણે આ આકૃત્તિને ભૂંસી નાંખી પણ તે ફરી વાર ઉપસી હતી આ સિલસિલો લગભગ ત્રીસ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો.આ આકૃત્તિઓના ચહેરા પર બિહામણા ભાવ રહેતા હતા અને તે પુરૂષ અને સ્ત્રી બંને હોવાનું તેમણે જણાવ્યું હતું.આ અંગે કેટલાકે જણાવ્યું હતું કે આ ઘર વાસ્તવમાં એક કબ્રસ્તાનની જમીન પર તૈયાર કરાયું હતું જેના કારણે આ પ્રકારના અનુભવ આ પરિવારને થઇ રહ્યાં છે તો કેટલાકે તેને માત્ર પબ્લિસિટીનો સ્ટંટ ગણાવ્યો હતો.

પોલ્ડિંગ લાઇટ પણ એક રહસ્યમય બાબત બની રહી છે જેનો તાગ હજી પણ પામી શકાયો નથી.આ પ્રકાશ અંગે કેટલાક કહે છે કે તે ત્યાના રોડ પરથી પસાર થતી કારની હેડલાઇટનો હોઇ શકે છે જો કે આ પ્રકાશને જોનારા તે માનવા માટે તૈયાર નથી કારણકે આ લાઇટ જુદા જુદા સમયે જુદાજુદા રંગની જોવા મળી છે અને તે પ્રકાશ એટલો તીવ્ર હોય છે કે પાર્ક રેન્જરો તેના અજવાળામાં કેટલીક નિશાનીઓ સ્પષ્ટપણે જોઇ શકે છે આ અંગે લોકો એવું કહે છે કે એક રાત્રે એક રેલરોડ સ્વીચમેન પોતાના હાથમાં રહેલા ફાનસ વડે ટ્રેનના કંડકટરને જગાડવાના પ્રયાસમાં માર્યો ગયો હતો તેનું ભૂત આ રીતે લાઇટ ફેંકતું રહે છે તો કેટલાક કહે છે કે જંગલમાં એક વ્યક્તિ પોતાના ખોવાયેલા પુત્રને શોધવા ગયો અને ત્યારે તે સામેથી આવતી ટ્રેનને જોઇ શક્યો ન હતો અને માર્યો ગયો હતો તેનું ભૂત તેના હાથમાં રહેલા ફાનસ વડે આ પ્રકાશ કરે છે.

ફિંગરપ્રિન્ટના નામે હોલિવુડની એક હોરર ફિલ્મ આવી હતી જેમાં મરેલા બાળકો એક સ્થળે ઉભી રહેલી કારને હડસેલતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે આવું જ કંઇક સેન ઓન્ટોનિયોના એક ટ્રેક પર બને છે અને આથી જ તેને ભૂતિયો ટ્રેક કહેવામાં આવે છે.આ અંગે પણ એવી જ સ્ટોરી પ્રચલિત છે કે એક બાળકો ભરેલી બસ ટ્રેન સાથે અથડાઇ હતી અને તેમાં  બસમાં રહેલા તમામ બાળકો માર્યા ગયા હતા અને ત્યારબાદ આ સ્થળે જ્યારે પણ કોઇ કાર ઉભી રહે છે ત્યારે તેને ધકેલતા હોવાનું કે ગાડી આપોઆપ ચાલતી હોવાનો અનુભવ ડ્રાઇવરોને થતો રહે છે.કેટલાકને તો બાળકોનો અવાજ અને તેમની ગુસપુસ પણ સંભળાતી હોવાનો  અનુભવ થયો છે.કેટલાકને પોતાના બમ્પર પર આ જગાએથી પસાર થયા બાળકોના હાથની છાપ પણ જોવા મળી છે અને આ હેન્ડપ્રિન્ટ કેવી રીતે ઉપસી આવી હશે તેનો કોઇ ખુલાસો કોઇપણ હજી સુધી કરી શક્યો નથી.

ઇંગ્લેન્ડના બેકનહામ ખાતે થોડા સમય પહેલા એક વીડિયોએ ભારે તરખાટ મચાવ્યો હતો જેમાં ગ્રાઉન્ડ પર એક ગાયના મોઢાવાળું વિચિત્ર પ્રાણી કુદકા મારતું જોવા મળે છે.કેટલાકે આ અંગે તપાસ કરી હતી અને તેમને આ અનુભવ વિચિત્ર હોવાનું જણાવ્યું હતું.જો કે આ વીડિયો સિવાય  જો કે તેના અસ્તિત્વ અંગે અન્ય કોઇ પુરાવો હાથ લાગ્યો નથી.જોકે કેટલાકે આ વીડિયોને નકલી ગણાવ્યો હતો. જો કે આ પ્રાણી પણ એક રહસ્ય બનીને રહી ગયું છે.ઓહાયો યુનિવર્સિટીમાં ૪૨૮ નંબરનો એક રૂમ છે જે પહેલા વિદ્યાર્થીઓના વપરાશ માટે હતો પણ આ ઓરડામાં વિદ્યાર્થીઓને કેટલાક ડરામણા અનુભવો થયા બાદ તેને બંધ કરી દેવાયો છે અને તે હવે વિદ્યાર્થીઓને વાપરવા દેવામાં આવતો નથી.આ ઓરડાના બારણા એકદમ જ બંધ થઇ જતા અને ખુલતા હોવાનું અને ઓરડામાંની વસ્તુઓ અચાનક જ હવામાં તરતી હોવાનું લાગ્યું હતું. તો ઓરડાના બારણા પર દૈત્યની આકૃત્તિઓ ઉપસતી હતી અને રહસ્યમય બાબત એ છે કે આ ઓરડાનું એ બારણું અનેક વખત બદલાયું પણ છતાંય એ આકૃત્તિઓ ઉપસવાનું બંધ થયું ન હતું.આ અંગે કહેવાતું હતું કે ઓરડામાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી તેની આત્મા આ બધુ કરી રહી છે.

મેક્સિકોમાં બોલ્સન ડિ મેપિની નામના રણ વિસ્તારમાં કેટલીક રહસ્યમય પ્રવૃત્તિઓની નોંધ લેવાઇ હતી ખાસ કરીને વિચિત્ર રેડિયો તરંગોની હાજરી જોવા મળી હતી. જો કે એ માટે કહેવાયુંકે ૧૯૭૦ની જુલાઇમાં ઉટાહ ખાતેથી મિસાઇલનું પરિક્ષણ કરાયું હતું અને આ મિસાઇલ રણમાં તુટી પડી હતી જેને શોધવા માટે એક ટુકડી મોકલવામાં આવી હતી અને તેના માળખાને પાછુ લાવવા માટે રોડ બનાવવામાં આવ્યો હતો. આ મિસાઇલ રેડિયોએકટિવ તત્વો ધરાવતું હોવાનું કહેવાયું હતું.જો કે આ વિસ્તાર માટે કહેવાય છે કે ત્યાં રેડિયો, ટીવી, શોર્ટ વેવ, માઇક્રોવેવ કે ઉપગ્રહના સિગ્નલ પકડાતા નથી.આ વિસ્તારમાં સમયાંતરે વિચિત્ર પ્રકાશ અને યુએફઓની પ્રવૃત્તિઓ પણ નોંધાતી રહી છે.આ વિસ્તારમાં કેટલાક વિચિત્ર પ્રાણીઓનું અસ્તિત્વ હોવાના દાવા થતા રહ્યાં છે.આ વિસ્તારમાં અન્ય વિસ્તાર કરતા વધારે પ્રમાણમાં ઉલ્કાપાત થતો હોવાનું પણ જોવા મળ્યું છે.

તિબેના એક બૌદ્ધ સાધુએ તેની પાસે યેતિના હાથનો કંકાલ હોવાનો દાવો કર્યો હતો જો કે કેટલાકે તે હાથ નકલી હોવાનું જણાવ્યું હતું.જો કે આ સાધુ પોતાની પાસેના આ કંકાલનું પરિક્ષણ કરવા દીધું નથી.પણ પીટર બાર્ન નામનો એક વ્યક્તિ તેને નેપાલથી લંડન લાવ્યો હતો અને તેના પર વિલિયમ હીલે તેનું પરિક્ષણ કર્યુ અને તેના પરિણામ આશ્ચર્યજનક આવ્યા હતા તેમાં જણાયું હતું કે આ કંકાલ માનવીનો નથી પણ તેને મળતા આવતા કોઇ પ્રાણીનો છે.જો કે ત્યારબાદ આ કંકાલ ચોરાઇ ગયો હતો અને હાલમાં તે ક્યાં છે તે એક રહસ્ય જ છે.તે કોઇ  ખાનગી સંગ્રાહક પાસે હોવાની શક્યતા છે.

૧૯૪૨ની ૨૪મી ફેબ્રુઆરીએ લોસએન્જલ્સના નાગરિકોએ એક વિચિત્ર અનુભૂતિ કરી હતી અને ત્યારે લશ્કરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી કારણકે ત્યારે શહેર પર રાત્રિ દરમિયાન વિશાળકાય વસ્તુ જોવા મળી હતી જેના પર એક કલાક સુધી બોમ્બમારો કરાયો હતો જો કે ત્યારે કોઇને ખ્યાલ ન હતો કે શું બની રહ્યું છે પણ બીજા દિવસે દરેક અખબારમાં આ ઘટના પ્રથમ પાને છપાઇ હતી.મજાની વાત એ છે કે આ વસ્તુ પર આટલો બોમ્બમારો કરાયા બાદ પણ તે નષ્ટ થઇ ન હતી અને તે અન્ય શહેરો પર પણ ફરતી હોવાના અહેવાલ મળ્યા હતા.જો કે લોસએન્જલસ પર રાત્રિ દરમિયાન ઝળુંબેલ આ વસ્તુ શું હતી તેનો ખુલાસો આજ સુધી સરકાર પણ કરી શકી નથી.