Dear Love - 4 in Gujarati Love Stories by R B Chavda books and stories PDF | Dear Love - 4

Featured Books
  • अधुरी खिताब - 49

    एपिसोड 49 — “उस रूह का जन्म… जो वक़्त से भी पुरानी है”(सीरीज...

  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

Categories
Share

Dear Love - 4

થોડો સમય પછીની વાત છે. રાતના ત્રણ વાગ્યાનો સમય હતો, ને મને અચાનક એક ફોન આવ્યો. એમાં એક છોકરીનો અવાજ હતો. એ બોલી, “વિરલ, ઉઠી જા.”
હું અચંબે બોલ્યો, “અત્યારે ક્યાં જવાનું છે?”
એ કહે, “હજુ કેમ ઉઠ્યો નથી?”
હજી પણ મને ખ્યાલ ન આવ્યો કે વાત શું છે, એટલે મેં પૂછ્યું, “તમને ખાતરી છે કે તમે સાચી જગ્યા પર જ ફોન કર્યો છે?”
પણ એટલું કહું છું ત્યાં તો ફોન કટ થઈ ગયો.

આ બધી વાત સવારે મારી સાથે હસવું જાણનારા બે દોસ્તો, મેક્સ અને આકાશ, સાથે શેર કરી. બન્ને હસીને બોલ્યા, “જાને લયા, તને કોઈ સપનું આવ્યું હશે.”
મેં પણ ગમતું નહીં કરતાં કહ્યું, “જુઓ, રાતે ત્રણ વાગ્યા સુધી આપણે જાગીએ, અને પછી એ નંબર પર ફરીથી ફોન કરીએ.”

મારા કહેવા મુજબ, અમે જાણે કંઈ સસ્પેન્સ મૂવીના કેરેક્ટર હોય ને એમ રાતે ફરીથી એ નંબર પર કોલ કર્યો. આ વખતે ફરી એ છોકરીનો અવાજ આવ્યો.
મેં કહ્યું, “વિરલ બોલું છું. ઉઠી ગયો છું. હવે કહો ક્યાં જવાનું છે?”
એ હસીને બોલી, “જવાનું તો કાલે હતું, એરપોર્ટ પર.”

એ છોકરીએ ફોન કટ કરી દીધો. હવે આકાશ અને મેક્સને વિશ્વાસ થયો કે વાત કંઈક ગૂંચવણભરી છે. પછી એ છોકરી સાથે મારી ઘણી વાતો થવા લાગી. એની વાતો ખુબ જ મજાની લાગતી હતી.
એક દિવસ મેં એને મળવા બોલાવવાની તૈયારી કરી, તો એ બોલી, “હું મારા બાળકોને લેવા જઈ રહી છું. કાલે મળીએ.”
આ સાંભળીને મેં એક આશ્ચર્ય થયો....."અરે!" . પછી વિચાર્યું, પણ કાલની રાહ તો જોવું.

બીજા દિવસે એ એક નાનકડી છોકરી સાથે આવી. હું તો બસ જોઈ જ રહ્યો કે આ નાની છોકરી! પણ પછી એ છોકરી એને “દીદી” કહીને બોલાવી રહી હતી. પછી થયું હાશ! મને ખુશી થઈ કે એ હજુ સિંગલ છે.
પછી મે નાની છોકરી ને પૂછ્યું...બેટા શું ખાઇસ અને તારી દીદી શું ખાશે? તો એ નાની છોકરી કહે મારે તો આઈસક્રીમ ખાવી છે...પછી હું એ બંને માટે આઈસ્ક્રીમ લાવ્યો. અને મને મનમાં ને મનમાં થયું, શાયદ આ તો નથી ને મારો Dear Love? પણ મારા આશાવાદી દ્રશ્યો લાંબા ન ચાલ્યા. થોડા સમય પછી એણે કહી દીધું, “તું મારા ટાઈપનો નથી.”
હું હાર ન માન્યો, એટલે મે એણે બીજી વાર પૂછ્યું, “કોઈ ચાન્સ નથી. તો એને કહ્યુ, "૫-૧૦ ટકા પણ નહીં.”
અને પછી? ફરી એકવાર મેં મારી પ્રેમકહાનીનો અંત જોયો.


મન ખિન્ન થઈ ગયું. મારા મનમાં ફક્ત એક જ વિચાર હતો—મમ્મી સાથે સમય વિતાવવો છે. એટલે હું જામનગર જતો રહ્યો.
મમ્મી મને જોઈને ખુશ થઈ ગઈ. કેટલાય દિવસો પછી મમ્મીના હાથના બનાવેલા ભોજનનો સ્વાદ લીધો.
ઘરમાં રાતના ૩ વાગ્યે ફરીથી ઊંઘમાંથી ઉઠી ગયો. મને ભૂખ લાગી હતી, ને રસોડામાં ચકરી ગોતવા ગયો.
“મમ્મી!” મમ્મી ગુસ્સે રસોડા સુધી આવી. “શું ગોતે છે આટલી રાતે?”
“ચકરી ખાવાની ઈચ્છા થઈ.”

મમ્મી એક ડબ્બો મારી સામે લાવીને પાછી ગઈ. થોડું ખાઈને મેં એમના રૂમમાં ફરી પ્રવેશ કર્યો.
“મમ્મી, જાગી રહી છે?”
એ બોલી, “હા, ઊંઘ નથી આવી રહી.”
મેં કહ્યું, “તો ચાલ, હું કોફી બનાવું?”
મમ્મીએ કહ્યું, “મારી વાત માન, હું જ બનાવી લાવું છું.”

કોફી સાથે મમ્મી પાસે બેઠો, તો મમ્મી બોલી વિરલ બેટા તને કંઈ થયું છે? કેમ ઉદાસ લાગે છે? ત્યારે મેં મારી ચિંતા બહાર મૂકી.
“મમ્મી, લવ શું છે? કેમ થાય? ક્યારે થાય?” કેવી રીતે ખબર પડે કે આ જ મારો લવ? કે આ જ મારા જીવનનો સાથી? 
એ સાવ શાંત રીતે બોલી, “જ્યારે તારો સાચો પ્રેમ આવશે, તને ખબર પડી જશે.” તારે એને ગોતવો નહિ પડે એ વ્યકિત સામે ચાલીને તારી પાસે આવી જશે.


મમ્મીની આ વાત મારા મનમાં જાગૃતિની જેમ વાગી. હું નવા ઉત્સાહ સાથે પરત અમદાવાદ આવ્યો. કોલેજના છેલ્લા વર્ષમાં મારી સ્ટડી પર વધુ ધ્યાન આપવાનું નક્કી કર્યું.
ફાઈનલ પેપરમાં મારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું હતું. મારા બધાં પ્રયત્નો સફળ થયા, અને હું એન્જિનિયર તરીકે ભણી ને બહાર આવ્યો અને થોડા જ મહિનામાં મને કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે એક સારી કંપનીમાં જોબ મળી ગઈ.

મારું જીવન આગળ વધતું રહ્યું, પણ એક ખાલી જગ્યા હજી મગજમાં રહી ગઈ.મારા જીવનમાં ઘણા મોંઢા ફરી ગયા છે, ઘણાં સંબંધો આવ્યા અને ગયા. પણ હજી પણ, મારા દિલમાં એક ખાલી જગ્યા છે જે માત્ર મારા Dear Love થી ભરાઈ શકે.

મમ્મીના શબ્દો હજી પણ મારા મનમાં ગૂંજે છે, “સાચો પ્રેમ તને શોધી લેશે.”
કદાચ એ હવે કોઈ ખૂણામાં મારી રાહ જોઈ રહ્યો હશે, અથવા કદાચ હું પોતે કંઈક નવો શીખી રહ્યો છું, જે મારે એને મળવા માટે જરૂરી છે.

આ રસ્તો લાંબો છે, અને હું જાણું છું કે એ મળશે, ત્યારે મારી દરેક પ્રતીક્ષા સાચી સાબિત થશે. ત્યાં સુધી, હું મારા જીવનને સાચવીને આગળ વધતો રહીશ, કારણ કે જીવનમાં પ્રેમ ફક્ત સંબંધોમાં નહીં, પરંતુ જીવન જીવવાના પ્રત્યેક પળમાં પણ હોય છે.

મારું જીવન આગળ વધી રહ્યું છે, પણ મારા દિલના અંતરમાં હજી પણ એ અવાજ છે જે ભણાવે છે,
“વિરલ, તું ઉઠી જા... તારો પ્રેમ તારી રાહ જોઈ રહ્યો છે.”

હવે પણ મારા મનમાં એક જ વિચાર છે—મારો Dear Love.
તું ક્યાં છે?