He moves around and around - 105 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 105

Featured Books
Categories
Share

ફરે તે ફરફરે - 105

૧૦૫

 

આજે અંહીનો છેલ્લો દિવસ હતો ...સાંજનો સમય હતો ..બહાર ગેસ ગ્રીલ

માં બટેટા ટમેટા શક્કરીયા  બ્રેડ ગાર્લીક કરેલી મારા કેપ્ટન ,જે બહુ સારા કુક

નાનપણથી છે તેમણે બધ્ધાને આગ્રહ કરીને ખવડાવ્યા...

મારા મગજમાથી ધસાયલી ઘોડાની નાળ ખસતી નહોતી ..." તે આ નાળ માગી કઇ રીતે ? આ ધોળીયાવ તો નાળ ફેકી દે ...!"

“ડેડી જ્યાં ઇંડીયન જાય ત્યાં બધ્ધાને ધંધો શીખવાડે ..મે તેને પુછ્યુ કે

આ ઘોડાની નાળ ધસાયેલી રાખવાનુ તને કોણે કહ્યુ ? હુ ટોલ્ડ યુ ?"

“વન ઓલ્ડ ગુજરાતી મેન ટોલ્ડ મી .મી કોડા ,ડોન્ટ થ્રો ધીસ  જસ્ટ કીપ

આઉટ સાઇડ યોર હોર્સ હાઉસ !  ઇટ ઇઝ લકી ફોર યુ .પીપલ વીલ પે ફોર 

ઇટ ડોબા "એમ કહીને હસ્યો ..પુછ્યુ "વોટ ઇ કોડા એન્ડ ડોબા ?"

હવે હું ફસાયો એટલે કહ્યુ "ઇન ગુજરાતી ઓલ્ડ મેન  યુઝ ધીસ વર્ડ 

હુમ ધે લવ.." ચાર નંગ આપ્યા પછી મે પુછ્યુ હાઉ મચ "? "નો કોડા નો

મની ..."

-----

આખી સાંજ કોડા ઉપર મજાક ચાલતી રહી ..સવારના કેપ્ટન અને જુનિયર 

કેપ્ટન ઘોડેસ્વારી કરવા ગયા અને અમને સામાન પેક કરવાનુ કહ્યુ હતુ..

ટાઇમ ઘણો હતો એટલે ઘરવાળાને ગરમપાણીમા જાકુસી કરાવી ..."

બપોરે અગીયાર વાગે ચેકઆઉટ કરી રીટર્ન જરની શરુ થઇ...પાઇન

ચીડ દેવદાર સાથે નાના ગોળ પાંદડાવાળા વૃક્ષ જેને મુંબઇમા  ગુડી પડવા

વખતે એક બીજાને સોનુ સોનુ કહીને આપે એ વૃક્ષને સલામ કરી ,નદીના 

કલરવને કાનમા ભર્યા..લીલોતરીને આંખમા ભરી ટાઇટેનીક કેબીનને દિલમા

સંતાડીને નિકળ્યા ત્યારે મન થોડુ ભારેખમ થઇ ગયુ ...

જરાક પવનમા ઝીલમીલ થતા પાંદડા જેવા આનંદી સ્વભાવના આ માણસો

યાદ રહેશે ...દિલ કા હાલ સુને દિલવાલા...ગીત ગાતા ગાડીમા બેઠો .

બે કલાક પછી ડેનેવર પહોંચ્યા ..કોલોરાડોનુ સૌથી મોટુ શહેર ...સોનાની

ખાણવાળુ શહેર..અમેરિકામા જમીનમાંથી સોનુ નિકળ્યુ પછી પેટ્રોલ નિકળ્યુ

પછી જમીનના સોદામા નવી કલમ લોકો લખાવવા મંડ્યા "મેં તને સરફેસ

વેચી છે અંદર જે કંઇ નિકળે જો તો તે તારૂ નથી "આવા હજારો એકર જમીન

ના સોદા થયા છે..ઝાડ જંગલ ખેતી મકાન તારૂ પણ કુવો મારી પરમીશનથી

ખોદવાનો ને તેમાથી જો જેટલુ પાણી નિકળે ઇ તારુ..."

આવા સોનાની ખાણવાળા જમીનના માલીકની છોકરીની સાથે આપણા

આ જુનિયર કેપ્ટનને પ્રેમ થાય ને લગન થાય તો પછી ઘોડાની નાળ જ છે.."

“ડેડી  આપણે મહેનતનો રોટલો આપણે ખાધો છે આપણને ભગવાન કરે ને એવુ ન 

મળે.."

અરે હું તો મજાક કરતો હતો ..." જતા જતા છેલ્લી મજાક તો કરી લેવા દે ભાઇ.