અભિનેત્રી 39*
શર્મિલાએ રંજન સાથે વાત કરીને ફોન મુક્યો અને ઉર્મિલાને ઉદ્દેશીને કહ્યુ.
"જરાક નાક દબાવ્યું તો લાટ સાહેબ જો કેવો લાઈન પર આવી ગયો."
"કોણ રંજન દેવ?"
ઉર્મિલાએ પૂછ્યુ.
તો ચેહરા ઉપર વિજયી સ્મિત ફરકાવતા શર્મિલા બોલી
"પ્રોડ્યુસરની ઓલાદ છે એટલે રુવાબ ઝાડતો હતો.મને કહે.તમે કંઈ ફ્રી મા કામ નથી કરતા. મોં માંગ્યા પૈસા આપ્યા છે.હવે સાલ્લો સોરી બોલે છે."
"હમમ.થેંક ગોડ.તો બચી ગઈ તારી આ મૂવી?"
"હા બચી ગઈ.આ મૂવીની સ્ટોરી લાઈન એકદમ ઈન્ટ્રેસ્ટિંગ છે.એટલે મારે પણ છોડવી તો નોહતી જ.પણ કોઈનો રૂવાબ આપણાથી સહન ન થાય આત્મ સન્માનના ભોગે કામ કરવુ એ મારી ડીક્ષનેરીમા છે જ નહિ.ઇન્ડસ્ટ્રીમા કામની કોઈ કમી નથી ઉર્મિ.પણ મારો રુલ છે કે એક મૂવી પૂરી થાય પછી જ બીજી શુરુ કરાય.અત્યારે ત્રણ મૂવી સાઈન કરીને રાખી છે.ત્રણથી ચાર મહિનામાં આ કંપ્લીટ થશે પછી બીજી નુ શૂટ ચાલુ...."
થોડો શ્વાસ લઈને એ આગળ બોલી.
"અને આ ફિલ્મોને લીધે હુ હાલમાં કોઈ એડ નથી સ્વીકારી શકતી.ત્રણ વર્ષમાં મે ફ્કત એક બ્રિટાનિયાની એડ કરી હતી.અને તે કહ્યુ ને કે એક જ ઇન્ડસ્ટ્રીમા એકજ ચેહરા વાળી બે હિરોઇન કેવી રીતે શક્ય છે?તો મારી પાસે એક ગઝબ આઈડિયા છે.જો તને ગમે તો."
"એ શુ?"
ઉર્મિલાએ પૂછ્યુ.
"હુ એડ સાઈન કરુ.અને એ એડની શુટિંગ મારા બદલે તુ કરે."
શર્મિલાની વાત સાંભળીને ઉર્મિલાએ અડધી જીભ મોં માંથી બહાર કાઢી.
"નારે..બાબા.એ કઈ રીતે શક્ય છે?"
"એમા નારે બાબા શુ?તુ એક્ટિંગ તો સારી કરે જ છે.હમણા કેટલી સરસ રીતે તે જીભ મોં માંથી બહાર કાઢી?તારો શોખ પણ પુરો થશે અને બે પૈસાની આમદાની પણ...."
"અને સુનીલનુ શુ?એ ક્યારેય રજા નહી આપે."
ઉર્મિલાએ પોતાનો ભય વ્યકત કર્યો.તો એના ભયને ઉડાડતા શર્મિલાએ કહ્યુ.
"તારે સુનીલને કહેવુ છે શા માટે?"
"કેમ હુ શૂટ ઉપર જઉં તો એને ખબર ન પડે?"
"તુ એને કહે તો ખબર પડે ને?તુ કહેતી હતી કે એ મહિનામાં બે વાર આઉટડોર જાય છે.બસ. તારે એ દરમિયાન શૂટ પતાવી દેવાનુ.એડના શૂટમાં સમય પણ કેટલો લાગે?એક દિવસ યા બે દિવસ.અને એ બે દિવસમા બેથી ત્રણ લાખ રુપિયાની કમાણી થશે સમજી?મહિનામાં એકાદી એડ પણ તુ કરે તો શોખ નો શોખ પુરો થાય અને બે લાખ રુપિયા પણ પર્સ મા"
શર્મિલાની વાત સાંભળીને ઉર્મિલા વિચારમા ડુબી ગઈ.
"તારી વાત તો સાચી છે શર્મી."
"તો બહુ વિચાર ન કર.બસ થોડી હિંમત ભેગી કર."
શર્મિલાએ એને પાનો ચડાવ્યો.પણ હજુ ઉર્મિલા ઢચૂપચુ હતી.
"તને શુ લાગે છે હુ પહેલા ની જેમ એક્ટિંગ કરી શકીશ?"
"ઑફ કોર્સ.મારાથી પણ સારી."
થોડોક વિચાર કર્યો ઉર્મિલાએ અને પછી બોલી.
"ઠીક છે હુ કરીશ શર્મી.હુ કરીશ."
શર્મિલા ઉછળી અને જોરથી ઉર્મિલાને વળગી પડી.
"યે હુવી ના બાત.હુ જેમ બને તેમ જલ્દી એડનુ અસાઈમેંટ સાઈન કરીને તને ઇન્ફોમ કરુ છુ."
અને પછી ઊભી થતા બોલી.
"તારી સાથે વાત કરવાની મજાજ કંઈ ઓર છે ઉર્મિ.ચલ હવે હુ નીકળુ."
"સુનીલ રીટર્ન આવે ત્યા સુધીમા તુ એક વાર પાછી આવજે."
"આ વખતે તુ આવજે ઉર્મિ.હુ તને મારુ એડ્રેસ સેન્ડ કરીશ ઓકે."
પોતાની કારમાં બેસીને શર્મિલાએ એના સેક્રેટરી નિર્મલને ફોન લગાડ્યો.
"હેલ્લો નિર્મલ જી."
"કહીએ મેડમ.કુછ કામ થા?"
"હા.હુ એમ કહુ છુ.ઘણા સમયથી આપણે કોઈ એડ નથી કરી."
"એડ તો મેડમ ઘણી આવે છે.પણ તમે જ હંમેશા ના પાડો છો.શુ હવે ઈચ્છા થાય છે એડ કરવાની?"
"ઈચ્છા હવે કરવી જ પડશે ને?હમણા હમણા ખર્ચા ખુબ વધી ગયા છે.અને મારે ગાડી પણ બીજી લેટેસ્ટ લેવી છે.એટલે હવે ઇન્કમ વધારવી પડશે."
શર્મિલા નિર્મલને પણ કહેવા નોહોતી ચાહતી કે એને એડ ઉર્મિલા માટે સાઈન કરવી હતી. શર્મિલાની વાત સાંભળીને નિર્મલે ધરપત આપતા કહ્યું.
"એડ તો આપણ ને ચુટકી વગાડતા મળી રહેશે.મને ફ્કત બે દિવસનો ટાઈમ આપો."
(કેવી હશે ઉર્મિલાના એડની સફર?શુ ઉર્મિલા સુનીલથી આ વાત છુપાવી શકશે?)