*અભિનેત્રી 40*
રંજન જેવો જીદ્દી અને ખડુસ છોકરો આટલી આસાનીથી શર્મિલાને સોરી કહેશે એવુ તો મલ્હોત્રાએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.પણ રંજને શર્મિલાને સોરી કહીને જે રીતે મામલો સુલજાવ્યો એ જોઈને મલ્હોત્રાને અતિ અને સુખદ આશ્ચર્ય થયુ.
અને એણે રંજનને પૂછ્યુય ખરુ.
"કંઈ સમજાયુ નહી મિસ્ટર રંજન?"
"શુ સમજાયુ નહી?"
રંજને મલ્હોત્રાના સવાલની સામે સવાલ કર્યો.
"રંજન અને સોરી?એ પણ એક છોકરીને? નોટ પોસીબલ."
"ઓહ્ તો એમ પુછો છો?એના બે કારણ છે મલ્હોત્રા સર."
"ક્યા?ક્યા?"
"પહેલુ કારણ મારી જીદ્દને લીધે મૂવીને અને ડેડને નુક્સાન થાય એવુ હુ ચાહતો ન હતો."
"અને બીજુ?"
મલ્હોત્રાએ ઝીણી આંખ કરીને પૂછ્યુ.
તો રંજને શરારતી સ્મિત કરતા કહ્યુ.
"અને બીજુ જો સોરીના કહેતને તો શર્મિલાના મુલાયમ શરીરને ભવિષ્યમાં માણવાની તમામ શક્યતાઓ ખતમ થઈ જાત.સર.શર્મિલાને પામવા માટે તો બધુ જ પોસીબલ."
રંજનની દાનત જાણીને મલ્હોત્રા ચોંક્યા
"એ ભાઈ.તારો ઈરાદો શો છે હેં?"
"બહુ નેક ઈરાદો છે સર.ધીરે ધીરે એને આકર્ષિત કરીને.એના તનબદનમા પ્રેમની જ્વાળાઓ જલાવીને એની મરજીથી એની સાથે પ્રેમ કરવાની."
રંજને આંખ બંધ કરીને એક એક શબ્દ એવી રીતે વાગોળ્યો જાણે એ.એ ક્ષણે.એ પળને માણી રહ્યો હોય.
અને એનો એ ખતરનાક મનસુબો જાણીને મલ્હોત્રાને એરકન્ડિશન ઑફિસમા પણ પરસેવો છુટી ગ્યો.
"એ ભાઈ.એ માંડ પાછી શૂટ માટે માની છે. હવે ભલો થઈને એને વતાવતો નહી.અને આમેય તને છોકરીઓની ક્યા કમી છે?"
જવાબમા રંજન મંદ મંદ મુષ્કુરાયો.અને આંખ મીચકારતા બોલ્યો.
"સર.છોકરીઓ તો ઘણી આવે છે અને જાય છે.પણ જે વાત શર્મિલામા છે ને.એ બીજી છોકરીઓમા ક્યા?બધી છોકરીઓ તો પાણી કમ ચા જેવી છે અને શર્મિલા તો વોડકા છે વોડકા.અંજામ સે પહેલે ડરતા હે ક્યા.આગે આગે દેખ હોતા હે ક્યા?"
બ્રિજેશ શર્મિલાને ભુલવાની કોશિષ કરતો પણ શર્મિલા એને હર પળે હર ઘડી યાદ આવી જ જતી.મોડી રાત સુધી એ શર્મિલાની યાદમા પડખા ફેરવતો રહેતો.એની સાથે ગુજારેલી એ મુલાયમ ક્ષણો ચલચિત્રની જેમ એને દેખાયા કરતી.પણ સાથો સાથ એને શર્મિલા સાથેની છેલ્લી મુલાકાત યાદ આવતી.એણે કહેલી એકે એક વાત સુદ્ધા યાદ આવતી.આજે પણ એને શર્મિલા યાદ આવી રહી હતી.સુનીલે શર્મિલાને જાનથી મારવાની ધમકી આપેલી ત્યારે પહેલા પોતે શર્મિલાને સધિયારો આપતા કહેલુ.
"તુ ચિંતા ન કરીશ.હુ હમેશા તને સાથ આપીશ શર્મી."
અને શર્મિલાએ પોતાની ગરદનમા એની નાજુક કલાઈઓ નો ભરડો લેતા કહેલુ.
"અને માની લે કે મારે તારી પાસે કોઈ ગેરકાનૂની કામ કરાવવુ હોય તો કરીશ?"
ત્યારે પોતે કેવો ચોંકી ગયો હતો.એક છોકરીના પ્રેમના ખાતર પોતાના ફર્ઝથી ગદ્દારી કરે એવો તો હલકો એ હરગીઝ ન હતો.ઝાટકા સાથે એણે એની કલાઈઓનો ભરડો પોતાના ગળા પરથી હટાવી દેતા આવેશ સાથે એ બોલ્યો હતો.
"હુ કોઈ ગેરકાનૂની કામ કરીશ નહિ.અને એવા કોઈ કામમાં તારો સાથ પણ નહી આપુ."
ત્યારે એ કેવુ ખડખડાટ હસવા લાગી હતી.અને બોલેલી.
"શુ તુ પણ?મજાક પણ નથી સમજતો?"
કહીને એ પોતાના શર્ટના બટન ખોલવા લાગી હતી.પણ ગેરકાનૂની કામનુ નામ સાંભળીને પોતાનો મૂડ સાવ બગડી ગયો હતો.અને પોતે.
"હુ જાઉં છુ.પછી મળીશુ."
કહીને શર્મિલાના ઘરેથી નીકળી ગયો હતો.
શુ ખરેખર શર્મિલા ફ્કત મજાક કરી રહી હતી?અને પોતે એને સિરિયસલી લઈ લીધી હતી?શર્મિલા પાછળ પાટીલને જાસૂસ તરીકે નીમીને પણ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હતો.અને હજી સુધી કંઈ શંકાસ્પદ કાર્ય શર્મિલા દ્વારા થયુ ન હતુ.
તો શુ પોતે ખોટી રીતે શર્મિલા પ્રત્યે વહેમાયો હતો?રાતનો દોઢ વાગવા આવ્યો હતો.અને એને શર્મિલા સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઇ.એણે પોતાનો ફૉન હાથમા લીધો અને કોન્ટેક્ટમા જઈને શર્મિલાનો નંબર ગોત્યો.એ ફૉન કરવા જઈ રહ્યો હતો.ત્યા એની નજર ઘડિયાળ સામે ગઈ.દોઢ વાગ્યો હતો.એટલે એણે અત્યારે ફૉન ન કરવાનુ મુનાસીબ માન્યુ.અને વિચાર્યું કે અત્યારે શર્મિલાની ઉંઘ બગાડવા કરતાં સવારે એની સાથે વાત કરીશ.અને એ સૂવાની કોશિષ કરવા લાગ્યો.
(શર્મિલા સાથે બ્રિજેશનો ફરી પેચઅપ થાશે?શુ રંજન પોતાના મનસૂબામા કામયાબ થશે?)