અભિનેત્રી 41*
શર્મિલા ફિલ્મ*હો ગયે બરબાદ"ના શુટિંગ માટે જવા પોતાની કારમા હજી બેઠી જ હતી ત્યા એનો મોબાઈલ રણક્યો.
મે તો દિવાની હો ગઈ
પ્યારમે તેરે ખો ગઈ.
બ્રિજેશનુ નામ સ્ક્રીન ઉપર દેખાતા.શર્મિલાએ પહેલા તો મોં મચકોડ્યુ.
પણ પછી એણે ફૉન કલેકટ કર્યો.
"કહીએ ઇન્સ્પેક્ટર સાહેબ.કુછ કામ થા ક્યા?"
"સોરી શર્મી.હજી નારાજ છો?"
બ્રિજેશે માફી માંગતા પૂછ્યુ.
"નો.મે ક્યુ નારાજ હોને લગી?"
"નારાજ નથી તો આમ કેમ વાત કરે છો?"
"દેખો ભઈ.હમ લોગ તો ઠહરે ગેરકાનૂની કામ કરને વાલે લોગ.બહેતર હે કે આપ હમસે દુરી બનાકે રખો."
શર્મિલાએ બ્રિજેશને ટોણો મારીને પજવવાનુ ચાલુ જ રાખ્યુ.
બ્રિજેશ પણ હવે કંટાળ્યો.
"હવે બસ કરને યાર.મારે તને મળવુ છે."
પણ શર્મિલાની જરાય ઈચ્છા ન હતી બ્રિજેશને ફરી મળવાની.એણે એને ટાળવા માટે કહ્યુ.
"હમણા થોડા દિવસ હુ એક મૂવીના શૂટિંગમાં વ્યસ્ત છુ.પછી વાત"
બ્રિજેશને વાર ન લાગી એ સમજતા કે શર્મિલા પોતાને ન મળવાના જુઠ્ઠા બહાના કાઢી રહી છે.
"હુ જાણુ છુ શર્મી.તુ મને ના મળવાના બહાના બનાવી રહી છો.કંઈ વાંધો નહીં."
કહીને બ્રિજેશે દિલ પર પથ્થર રાખીને ફૉન કટ કર્યો.અને રાત્રીના જેમ એ વિચારોમાં ખોવાયેલો હતો.એમ ફરી એકવાર એ વિચારે ચડી ગયો.
આ એજ છોકરી છે જેણે સામે ચાલીને એ દિવસે મારી આગળ પોતાનુ શરીર પાથર્યું હતુ. અને આજે એ મારી સાથે સરખી રીતે વાત પણ કરવા તૈયાર નથી.શુ કારણ હોય શકે?બ્રિજેશે બે ત્રણ વાર પોતાના લમણામા તર્જની આંગળી નુ ટેરવું મારતા મનોમન બબડ્યો.
શુ હશે?શુ કારણ હોય શકે?અને અચાનક એક લાઈટ એના દિમાગમાં થઈ.એક વહેમે ભરડો લીધો એની આસપાસ.હોય ન હોય શર્મિલા જરૂર કોઈ ખીચડી પકવતી લાગે છે.નહીંતર આમ અચાનક દૂરી પૈદા કરવાનુ કોઈ કારણ તો હરગીઝ નથી જ?
અને એ પોતાની નજદીક કેટલી જલદી અને કેટલી સરળતા આવી ગઈ હતી.જરુર એના નજદીક આવવાનુ કારણ એ કોઈ ગલત કામ મારી પાસે નક્કી કરાવવા માંગતી હતી.અને જ્યારે મે એના એ ગલત કામ કરવાની ના પાડી એટલે હવે એ મારાથી કતરાય રહી છે.આખર શા માટે!મારે આ રહસ્ય તો હવે જાણવુ પડશે જ.
એણે પાટીલને ફૉન લગાવ્યો.
"હેલ્લો પાટીલ."
"બોલા સાહબ."
"તને શર્મિલા ઉપર નજર રાખવાનુ કહ્યુ હતુ."
"હા સર.તે રાખુ જ છુ."
"કંઈ શંકાસ્પદ?"
"ના.હજી સુધી તો કંઈ નહિ."
"ધ્યાન તો બરાબર રાખે છે ને?"
"સર.કોઈ શક?"
મિથુન ની સ્ટાઈલમાં પાટીલ બોલ્યો.
"શક તો છે જ.પણ તારા પર નહી શર્મિલા ઉપર.હજી થોડા દિવસ એની ઉપર જાપ્તો રાખ."
"ઓકે સર."
ફિલ્મ સિટીમાં *હો ગયે બરબાદ*
ના સેટ પર શર્મિલા પોંહચી તો.
"આઈએ આઇએ શર્મિલા મેડમ."
કહીંને રંજને શર્મિલાનુ ભાવ ભર્યું સ્વાગત કર્યું.
શર્મિલાએ પણ.
"થેંકયુ."
કહીને એના અભિવાદનને સ્વીકાર કર્યું.
"મેં ગઈકાલના ગીતનુ આજે ઠીક ઠીક રિહર્સલ કર્યું છે.એટલે લગભગ તો બહુ ઓછા રિટેક થશે."
રંજને સ્માઈલ ફરકાવતા કહ્યુ.
અને એનો એનીજ રીતે સ્મિત સાથે શર્મિલાએ ઉત્તર આપ્યો.
"ગુડ બોય.આજ કાર્ય તમે શુટના પહેલા દિવસ થી કર્યું હોત તો વીસ ટકા મૂવીનું શુટિંગ પુરુ થઈ ગયુ હોત."
રંજન હળવાશ થી બોલ્યો.
"કોઈ બાત નહીં મેડમ.જાગ્યા ત્યારથી સવાર.બરોબર?"
"બરાબર.તો કરીએ કામ શુરુ?"
કહીને શર્મિલા મેકઅપ રુમમાં તૈયાર થવા ચાલી ગઈ.
અને ફરીથી એ અધૂરા મુકેલા ગીત નુ શૂટ શરુ કરવામાં આવ્યું.
રંજન ગાઈ રહ્યો હતો.
રહેતી હો દુર દુર કયું
કરીબ આ જાઓ.
આંખો કે રસ્તે સે
દિલ મે સમા જાઓ.
અને આ વખતે ફ્કત ત્રણ જ ટેક મા ગીતનુ મુખડું રેડી થઈ ગયુ.
મલ્હોત્રાએ ખુશ થઈને બન્નેને તાળીઓ પાડીને શાબાશી આપી.
"વેરી ગુડ.ચલો થોડો નાસ્તો કરી લઈએ પછી સોંગના અંતરાનું શૂટ શરુ કરીએ."
"મારે નાસ્તો નથી કરવો.હુ ફ્કત કૉફી પીઈશ."
શર્મિલાએ કહ્યુ.
ડાયરેકટરે શર્મિલા માટે કૉફી.રંજન અને પોતાના માટે નાસ્તો ઓર્ડર કર્યો.
એક નાનકડા બ્રેક પછી ગીતના અંતરાનુ શૂટ શરુ કરવામાં આવ્યુ.
શર્મિલા રંજનની બાહોમાં નાગણની જેમ લહેરાતી હતી.અને ગાતી હતી.
બાહોમે તેરે મે પિઘલતી હુ ઐસે
પિઘલતી હો શમ્મા મહેફિલ મે જૈસે રંજન બાહોમે મેરી જો તુ મચલેગી ઐસે
તુ હી બતા ખુદ કો સંભાલું મે કૈસે.
શર્મિલા કમસીન અભી હુ ચલો દુર જાઓ
આંખો કે રસ્તે દિલ મે સમાઓ.
રહેતી હો દુર દુર કયું
કરીબ આ જાઓ.
આંખો કે રસ્તેસે દિલ મે સમાંઓ.
સાંજ સુધીમાં તો આખા ગીતનુ શૂટ પતી ગયુ.
(શુ લાગે છે વાંચકો નિર્વિઘ્ને*હો ગયે બરબાદ*મૂવી પુરી થઈ જશે?વાંચતા રહો અભિનેત્રી)