અભિનેત્રી 44*
બ્રિજેશે કોફીનો કપ ટેબલ પર મૂક્યો અને જયસૂર્યાને કહ્યુ.
"ચલો ભાઈ.આજની ડ્યુટી પણ પુરી થઈ. આવતી કાલે ફરી મળશુ."
"ઓકે સર."
કહીંને જયસૂર્યાએ રજા આપી.
બ્રિજેશ બાહર નીકળીને મોટર સાયકલ ઉપર હજી બેઠો જ હતો.ત્યાં એના ફોનની રિંગ રણકી.એણે ફોનમાં નજર નાખી તો શર્મિલાની જાસુસી કરવા મુકેલા પાટીલનો ફોન હતો.એણે મોબાઈલ કાને માંડ્યો.
"બોલ પાટીલ કંઈ નવીન?”
"સર.આંઠ વાગે શર્મિલા મેડમ ઘરે આવ્યા ત્યારે એમની સાથે કોઈ બુરખા વાળી સ્ત્રી પણ હતી."
બ્રિજેશને આ વાત કંઈ કામની ન લાગી.એટલે એ જરા ગુસ્સામા બોલ્યો
"આમા ખાસ શુ છે પાટીલ?એની કોઈ ફ્રેન્ડ હશે?યા કોઈ મેડ હશે?"
"સર.આતો પહેલી વાર શર્મિલા સાથે કોઈને એમના ઘરે આવતા જોઈ એટલે મને લાગ્યુ કે કદાચ મહત્વ નુ હોય.માટે તમને જાણ કરી."
"ઓકે.ગુડ ઇન્ફોર્મેશન.આમજ તારી નજર જમાવી રાખ બરાબર શર્મિલા ઉપર ઓકે?"
આ ઇન્ફર્મેશન કંઈ કામની ન હતી એવુ બ્રિજેશ ને લાગ્યુ.છતા પાટીલને સારુ લગાડવા એણે એની તારીફ કરી.બ્રિજેશની વાત સાંભળીને પાટીલને પણ સારુ લાગ્યુ.એણે એકાક્ષરી પ્રયુતર આપ્યો.
"ભલે."
બ્રિજેશ ના રવાના થતા જ જયસૂર્યાએ શર્મિલાને ફૉન જોડ્યો.
મેતો દીવાની હો ગઈ
પ્યાર મે તેરે ખો ગઈ.
જયસૂર્યાનુ નામ દેખાતા જ શર્મિલાના ચેહરા પર રમતિયાળ સ્મિત ફરક્યું.
"બોલીએ જયસૂર્યાજી કેમ યાદ કરી?"
જયસૂર્યા પણ મસ્તીમા હતો.
"યાદો કા સહારા ના હોતા તો હમ છોડકે દુનિયા ચલ જાતે."
તલત મહેમુદના દર્દીલા ગીતના શબ્દો જયસૂર્યા એ ગણગણાવ્યા.
શર્મિલા એની મજા લેતા બોલી.
"બોવ દુઃખી આત્મા લાગો છો?"
"હા ખરેખર.બહુ જ દુઃખી છુ."
જયસૂર્યા પોતાના સ્વરમા ધ્રુજારી ઉત્પન્ન કરતા બોલ્યો.શર્મિલાને જયસૂર્યા સાથે વાત કરવામાં આનંદ આવી રહ્યો હતો.
"કારણ?
એણે પૂછ્યુ.તો જયસૂર્યાએ બીજુ ગીત લલકાર્યું.
"મન મેરા તુજકો માંગે ઓર દૂર દૂર તુ ભાગે."
આ વખતે શર્મિલા મોકળા મને હસી પડતા બોલી.
"પાગલ રે પાગલ.ગાંડા થઈ ગયા લાગો છો.
"હજી થયો તો નથી.પણ જો તુ જલ્દી મને ના મળીને તો ચોક્કસ પાગલ થઈ જવાનો."
શર્મિલાએ મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરતા સેક્સી સ્વરે કહ્યુ.
"લાગે છે કે કોન્સ્ટેબલ સાહેબની વર્દી ઉતારવી જ પડશે."
"યેસ શર્મિલા.હુ પણ એજ ઇંતેજારીમા છુ કે તુ કયારે તારી નાજુક આંગળીઓથી મારી વર્દીના બટન ખોલે અને હુ તારી બ્રા..."
"હટ બેશરમ."
શર્મિલાએ ખોટો ગુસ્સો દેખાડ્યો.
તો જયસૂર્યા કાકલૂદી કરતા બોલ્યો.
"ક્યા સુધી ટટળાવીશ?આપી દેને હવે ગ્રીન સિગ્નલ."
જયસૂર્યાની કાકલૂદી સાંભળીને શર્મિલા ફરીથી હસવા લાગી.અને પોતાના સ્વરમા કામુકતા લાવતા કહ્યુ.
"જયસૂર્યા જી.તમારી વાતો સાંભળીને તો તન બદન મા આગ લાગી જાય છે."
"તો.તો રાહ શેની જોવે અને જોવરાવે છે? આવી જાઉં?"
"ના.હમણા નહી જયસૂર્યા.હમણા નહી હવે એ દિવસ પણ બહુ દૂર નથી જયારે હુ અને તમે એકબીજાના આલિંગનમાં હોઇશુ."
શર્મિલાની અદાકારીની આ પરાકાષ્ઠા હતી.અને જયસૂર્યા આને હકીકત સમજીને એમા વહ્યો જતો હતો.એણે બરાબર નોંધ્યું કે શર્મિલાએ જયસૂર્યાજી માથી જી હટાવીને એને ફ્કત જયસૂર્યા કહીને સંબોધન કર્યું છે.
"તે મને ફ્કત જયસૂર્યા કહ્યો તો મને એવુ લાગ્યુ શર્મિલા.જાણે હુ તારી પાસે તારી બિલકુલ નજદીક પહોંચી ગયો છુ.બસ હવે તુ જલ્દીથી જલ્દી ગળે લગાવ એટલે મારી તમામ ઈચ્છાઓ પૂરી."
"અને જયસૂર્યા ઈચ્છાઓ પૂરી કરવાના ચક્કરમા જો તમારા ઇન્સ્પેક્ટરને જાણ થઈ કે આપણી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે તો?"
"તો નોકરીથી હાથ ધોવા પડે.પણ એને કહેશે કોણ?હુ તો નહી જ કહુ.અને હુ ધારું છુ કે તુ પણ નહી કહે."
"પેલા જાસૂસનુ શુ જે એણે મારી પાછળ લગાડ્યો છે?"
"હા.એનુ ધ્યાન રાખવું પડશે."
જયસૂર્યાને હવે ખયાલ આવ્યો કે બ્રિજેશે પાટીલને શર્મિલા ઉપર નજર રાખવા રાખ્યો છે. એને હવે પેટમા ફાળ પણ પડી કે ક્યાંક શર્મિલા નો ફોન ટેપ તો નહી થતો હોય ને?પણ એના એ ડરની વચ્ચે શર્મિલાએ એને આનંદનો આંચકો આપ્યો.
"આવતી કાલે રાત્રે તમે આવી શકશો?"
જયસૂર્યા શર્મિલાના આ નિમંત્રણથી ખુશીથી ઝુમી ઉઠ્યો.
"શુ?શુ બોલી તુ?"
"હા યા ના?"
"જે ઘડીની હુ કાગડોળે રાહ જોવ છુ એ ઘડી સામે આવીને ઊભી હોય ને હુ ના પાડુ?"
જયસૂર્યાનુ હ્રદય ખુશીથી ઝુમી ઉઠ્યું.
(શુ જયસૂર્યાના મનની મુરાદ શર્મિલા પૂરી કરશે કે આ શર્મિલાની કોઈ ચાલ હશે)