અભિનેત્રી 66*
શર્મિલાએ પહેલા વિચાર્યું કે પોતે બાથરુમમા જઈને દરવાજો બંધ કરીલે.પણ એ.એ પણ જાણતી હતી કે જેમ આણે મેઈન ડોર ખોલી નાખ્યો.તેમ એ બાથરૂમનો દરવાજો પણ એ ખોલી જ નાખશે અને પછી?પછી તો એનાથી બચવા એણે મરણીયો પ્રયાસ કરવો જ પડશે ને?એનો સામનો ત્યાર પછી પણ તો કરવો જ પડશેને?તો એની તૈયારી હમણાંથી શા માટે ન કરુ?અને એને એક તરકીબ સૂઝી. બાથરૂમમાં જવાને બદલે એ કિચનમાં દોડી. અને એ કિચનમા એક પછી એક ડ્રોવર ફંફોસવા લાગી.આખર એક ડ્રોવરમા એને મરચાનો પાવડર હાથ લાગ્યો.એણે એ મરચાના પાવડરની એક મુઠ્ઠી ભરી અને શ્વાસ રોકીને કિચનના દરવાજાની પાછળ ઉભી રહી.
એ શખ્સ મેઈન ડોર ખોલીને ફલેટમા દાખલ થઈ ચૂક્યો હતો.અને ફરીથી એણે ડોર બંધ કરી નાખ્યું હતુ.હવે એ શર્મિલાને શોધીને ખતમ કરવા માંગતો હતો.એ બન્ને બેડરૂમમાં ગયો અને સહુથી પહેલા પલંગ નીચે એણે જોયું પણ ત્યા શર્મિલા ન હતી.ક્લોઝેટના દરવાજા ખોલીને જોયુ.બાથરૂમમા નજર નાખી તો ત્યા પણ ના મળી એ થોડો નિરાશ તો થયો છતા એને ખાત્રી હતી કે શર્મિલા છે તો અહી જ.તો વહેલી મોડી હાથમા આવશે જરુર.એ ઘણા પ્યારથી બોલ્યો.
"શર્મિલા ડાર્લિંગ.શા માટે પરેશાન કરે છે તારી ટિકિટ તો ફાટી જ ચૂકી છે ઉપર જવાની.તો તારે જવુ તો પડશે ને?આખર ક્યા સુધી લુપ્પા છુપ્પી રમવી છે?"
શર્મિલા કિચનના દરવાજાની પાછળ એક મુઠ્ઠીમાં મરચાનો પાવડર લઈને કંપતા કંપતા ઉભી હતી.
"સામે આવ રાણી.જો તારા ધોકામાં તારી માસૂમ અને નિર્દોષ બહેનને જાનથી હાથ ધોવા પડ્યા.હવે એ તારી રાહ જોતી હશેને?શા માટે એને પ્રતિક્ષા કરાવે છે?"
એ ખૂની હવે ધીરે ધીરે કિચન તરફ આગળ વધ્યો.
"મને લાગે છે કે તુ કિચનમાં હોવી જોઈએ. મહેમાન માટે ચા પાણીનો બંદોબસ્ત કરતી હોઈશ હે ને?પણ મને ચા ની નહીં તારી જાન ની જરૂરત છે.પ્લીઝ આપી દે ને."
પોતાના હાથમા છરી ફેરવતા એણે કિચનમાં પગ મૂક્યો.
"જો હુ તને વધારે તકલીફ પણ નહિ આપુ જાન.તારુ મુલાયમ બતક જેવુ ગળુ દબાવીને અથવા તુ કહેતી હો તો આ છરીથી કાપીને ફ્કત બે જ મિનિટમાં તને નર્ક લોકમાં પહોંચાડી દઈશ........ ઓ.ઓ.મા.આ.આ..."
શર્મિલાએ તક મળતા જ મરચાની ભૂકી પેલાની આંખમાં ફેંકી.અને એ બરાડી ઊઠ્યો.
શર્મિલા અને એ ખૂની બન્ને અત્યારે કિચનમાં હતા.બન્નેની વચ્ચે ફ્કત એક હાથની જ દૂરી હતી.ખૂની આંખમાં મરચાનો પાવડર પડવાથી લગભગ આંધળો થઈ ગયો હતો.એ પોતાના એક હાથે પોતાની આંખોને ચોળી રહ્યો હતો. અને બીજા હાથમા પકડેલી છરીને એણે ઓર મજબૂતીથી પકડી રાખી હતી.શર્મિલાને લાગ્યુ કે આ બરાબર મોકો છે અહીથી છટકવાનો અને એ ખૂનીની બાજુમાંથી દોડી મેઈન ડોર તરફ.અને ખૂનીએ પોતાનો છરી વાળો હાથ હવામાં વીંઝયો.છરી શર્મિલાના શોલ્ડર થી લઈને પીઠ સુધી ઘસાઈ.ધારદાર છરીએ એને સોંપાયેલું કામ આબાદ રીતે પાર પાડ્યું.શોલ્ડર થી પીઠ સુધીનો હિસ્સો ઝખમી થઈ ગયો હતો શર્મિલાનો.લોહીનો ફુવારો ઉડ્યો હતો શર્મિલા ના શોલ્ડર અને પીઠ માંથી.એક ભયાનક ચીસ નીકળી ગઈ શર્મિલાના મુખ માથી.
એજ વખતે બ્રિજેશ દરવાજે પહોંચી ગયો હતો.શર્મિલાની ચીસ સાંભળીને એને લાગ્યુ કે પોતે કદાચ થોડો મોડો પડ્યો છે.એણે ડોરની કી હોલમાં માસ્ટર કી લગાવીને દરવાજો ખોલ્યો અને એ અંદર પ્રવેશ્યો.
પેલા ખૂનીએ આંખો ચોળતા ચોળતા કિચન ની સિંક શોધી અને બન્ને હથેળીમા પાણી ભરી ભરીને આંખો પર છાંટવા માંડ્યુ.
કિચનમાંથી હોલમાં આવીને શર્મિલા અધમૂઈ જેવી હાલતમા ફર્શ ઉપર ફસડાઈ પડી હતી. શર્મિલાની આસપાસ લોહીનુ ખાબોચિયું ભરાઈ ગયું હતુ.બ્રિજેશે દોડીને તેને પોતાની આગોશમાં લઈને એને ઢંઢોળી.
"શર્મી.શર્મી...શર્મી."
શર્મિલાએ આંખ ખોલી એક દર્દીલું સ્માઈલ કર્યું એણે બ્રિજેશ સામે અને એ બેહોશ થઈ ગઈ.
બ્રિજેશે ફૉન કાઢ્યો અને સહુથી પહેલા એણે 108 ઉપર ફૉન કર્યો.
એજ સમયે ખૂની હાથમા છરી સાથે હોલમાં આવ્યો.
(કોણ હતો એ ખૂની?વાંચક મિત્રો શુ તમે ઓળખી ચૂક્યા છો ખૂનીને?શર્મિલાનો અંજામ શુ થશે?વાંચો લાસ્ટ એપિસોડમા)