Love you yaar - 83 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 83

Featured Books
  • महाशक्ति - 32

    महाशक्ति – एपिसोड 32"तांडव की आहट और प्रेम की शपथ"---कहानी अ...

  • लाल बैग

    रात का समय था। एक बूढ़ा आदमी अपने पुराने से घर में अकेला बैठ...

  • इश्क़ बेनाम - 3

    03 चौखट भीतर तूफान सुबह की धुंधली रोशनी में रागिनी अपने मन म...

  • महाभारत की कहानी - भाग 105

    महाभारत की कहानी - भाग-105 कौरव और पांडव पक्ष के युद्धयात्रा...

  • नागलोक

    Subscribe Bloody Bat Horror Stories for watching latest horr...

Categories
Share

લવ યુ યાર - ભાગ 83

અલ્પાબેન મલકાતાં મલકાતાં બોલી રહ્યા હતા, "ભાઈ બેસ બેસ તને તો સાંવરી જોડે લગ્ન કરવાની બહુ ઉતાવળ હતી, તું તો મા બાપને પૂછવા પણ નહોતો રહ્યો અને સાંવરીના ઘરે પહોંચી ગયો હતો.." "અરે મા શું તું પણ, મારી બધી પોલ બહાર ન પાડીશ ને.." મીત થોડો અકળાઈ રહ્યો હતો.અને તેના સિવાયના બધા જ ખડખડાટ હસી રહ્યા હતા.લવ તો જાણે પોતાના દાદીમાના ખોળામાં સ્વર્ગનું સુખ અને દુનિયાભરની શાંતિ મેળવી રહ્યો હતો...એટલામાં કમલેશભાઈ મોર્નિંગ વોક કરીને આવ્યા એટલે અલ્પાબેનને અને પોતાના પૌત્ર લવને મીત અને સાંવરી સાથે વાતો કરતાં જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને તે પણ પોતાના દિકરા સાથે અને પૂત્રવધુ સાથે વાત કરવા અને પૌત્ર સાથે ચા પીવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.લવે પોતાની એક્સપ્રેસો કોફી પી લીધી અને સાવરબાથ લેવા માટે તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. અને પોતાના મોબાઈલમાં ગીતો સાંભળતાં સાંભળતાં તે સાવરબાથ લઈને ફ્રેશ થયો અને પોતાનું વોર્ડ્રોબ ખોલીને ઉભો રહી ગયો અને વિચારવા લાગ્યો કે કયા કપડા પહેરું..?ગ્રીન કલરની ટી શર્ટ અને બ્લૂ ડેનિમ પહેરીને થોડીવારમાં જ તે રેડી થઈને નીચે આવ્યો અને પોતાના દાદુની કારની ચાવી હાથમાં લઈને ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં તે પોતાની મોટી માં ને કહેવા લાગ્યો કે, હું થોડીવારમાં આવું છું અને નાણાવટી હાઉસની બહાર નીકળ્યો...જૂહી સાથે ખાસ કંઈ તેને પરિચય નહોતો પરંતુ છતાં તેને મળવાની તાલાવેલી તે અનુભવી રહ્યો હતો...કોઈ અજાણી ફીલીન્ગ્સ તેને જૂહી તરફ ખેંચી રહી હતી... જૂહી તરફનું તેનું આ આકર્ષણ તેની સમજ બહાર હતું...તે તેને બરાબર ઓળખતો નહોતો પણ તેને મળવા માટે જાણે દોડી રહ્યો હતો...ગઈકાલે જે રસ્તે તે આવ્યો હતો તે જ રસ્તે તે આજે આજુબાજુ નજર કરતાં કરતાં જઈ રહ્યો હતો અને જૂહીની હોસ્ટેલ શોધી રહ્યો હતો...થોડે આગળ પહોંચ્યો અને તેની નજર હોસ્ટેલ ઉપર પડી અને તે બબડ્યો, "હં આ જ જગ્યા હતી." પછી તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, "હું અહીં સુધી આવી તો ગયો પણ એ છોકરીનું નામ તો મને ખબર નથી. તેની સાથે ઝઘડવામાં અને ઝઘડવામાં મેં તો તેનું નામ પૂછ્યું પણ નહીં અને તેણે મને બતાવ્યું પણ નહીં, શીટ યાર હવે હું કઈ રીતે શોધીશ તેને?"અડધો કલાક તે ત્યાં જ રોકાઈ ગયો આવતાં જતાં નજર કરતો રહ્યો પરંતુ જૂહી તેની નજરે પડી નહીં એટલામાં તેના દાદુનો ફોન આવ્યો કે, "ચાલો બેટા આપણે ઓફિસ જવા માટે નીકળવાનું છે." એટલે તે ત્યાંથી રિટર્ન થઈ ગયો... કમલેશભાઈ અને લવ બંને ઓફિસમાં પહોંચ્યા પણ આજે ઈન્ડિયા આવ્યાના પહેલા જ દિવસે લવનું મન ઓફિસમાં કામ કરવા માટે તૈયાર નહોતું તે પહેલાં થોડા દિવસ ઈન્ડિયામાં અને ખાસ કરીને અમદાવાદમાં હરવા ફરવા અને બધું જોવા માંગતો હતો પછી ઓફિસમાં દાદુની હેલ્પ કરીશ તેમ વિચારતો હતો...અને દાદુ આજે જ તેને ઓફિસમાં લઈને આવી ગયા હતા... તેથી તે થોડો નિરાશ હતો...દાદુને તેમની કેબિન સુધી છોડીને તે આંટો મારવાના ઈરાદાથી ઓફિસની બહાર નીકળ્યો અને ત્યાં સામે જ એક ખૂબજ સુંદર શીવજી મંદિર હતું... ત્યાંનો ઘંટારવ તેને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો તેનાથી રહેવાયું નહીં અને તેણે મંદિર તરફ ડગ માંડ્યા...રાજા મહારાજા વખતનું સુંદર બાંધણી ધરાવતું આ કોઈ પ્રાચીન નીરવ શાંતિ પમાડતું એક આકર્ષક મંદિર હતું...મંદિરના એક એક પગથીયે તે મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય...ઓમ નમઃ શિવાય... નું રટણ કરતો રહ્યો અને એક પછી એક પગથિયુ ચડતો રહ્યો...હજી તો તે મંદિરમાં અંદર દાખલ થઈ રહ્યો હતો અને કોઈ એક નવયૌવના તેને ક્રોસ થઈ... તેને લાગ્યું કે, કાલે જે છોકરી રાત્રે મને મળી હતી તે જ છે આ...! જેની વોટર બોટલ મારી પાસે છે અને મારે તેને તે પાછી આપવાની છે.તે તુરંત જ પાછો વળ્યો અને તેની પાછળ પાછળ પગથિયાં ઉતરવા લાગ્યો. પેલી છોકરી ધડબડ ધડબડ પગથિયાં ઉતરી રહી હતી અને તેની પાછળ પાછળ લવ પણ ધડબડ ધડબડ, "ઓ મેડમ..ઓ મેડમ.." કરતો પગથિયાં ઉતરી રહ્યો હતો.ક્રમશઃ ~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     6/4/25