DIARY - 10 in Gujarati Love Stories by Zala Yagniksinh books and stories PDF | DIARY - 10

Featured Books
  • Dangers Girl - 1

    इटली जिसे माफिया का अड़ा कहा जा है वाह पर एक लड़की पूरे काले...

  • Tum hi to ho - 13

    अब आगे, दोनों कार में बैठ गए। शुभ ने इंजन स्टार्ट किया, लेकि...

  • बंधन (उलझे रिश्तों का) - भाग 32

    रीकैप पिछले चैप्टर में हम पढ़ते हैं कि सभी लोग गरबा खेल रहे...

  • एक तरफा प्यार - 1

    Hi! ये मेरा पहली नोवेल है । I think ये आपको पसंद आयेगा ये कह...

  • लाल बैग - 10

    ️ समय: रात 12:45स्थान: वीरान बंगला — टूटी खिड़कियाँ, लहू की...

Categories
Share

DIARY - 10

નેહલ આજે બહુ ખુશ હતી. કારણ કે આજનો દિવસ કંઈક અલગ હતો. શોપિંગ માટે તે અંશ સાથે જઈ રહી હતી. આટલા આનંદમાં હતી કે એલાર્મ વાગે તે પહેલાં જ જાગી ગઈ. દિલમાં એક જ વિચાર હતો. "આજનો દિવસ યાદગાર બનાવી દેવો છે."


નેહલ આજે જરા જલ્દીજ તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે છોકરીઓને તૈયાર થવામાં ૨-૩ કલાક તો લાગી જ જાય, પણ આજે તો જાણે તેણે પણ છોકરાઓની જેમ ૧૫-૨૦ મિનિટમાં જ બધું મૅનેજ કરી લીધું. કારણ માત્ર એકજ હતું. અંશ સાથેનો દિવસ... 



નેહલના મમ્મી: "નેહલ, આજે ક્યાં જવા નીકળી છો?" 

નેહલ: બસ, શોપિંગ પર." 

એટલા માં નેહલનો ફોન વાગે છે.

નેહલ : "હા, અંશ" 

અંશ : "હું તારા ઘરની બહાર છું?" 

અંશ તેના ઘરની બહાર ઉભો હોય છે, નેહલ ઘરની બહાર આવે છે. અંશ એની રાહ જોઈ રહ્યો હોય છે.


આજે નેહલ કઈક અલગ જ મૂડમાં હતી. આંખમાં ખુબ ઉત્સુકતા હતી.

નેહલ: "અંશ, તારી પાસે કાર પણ છે?" 

અંશ:  "હા."  

નેહલ : "તો કોલેજમાં બસ કેમ?" 

અંશ: "બસ એ રીતે." 

નેહલ: "અરે, આ કઈ જવાબ થયો." 

અંશ : "તું પણ આજે ફુલ તૈયારી થઇ ને આવી છો." (વાત બદલાતા)

નેહલ : "હા" 

અંશ ના વિચારો માં નેહલ ખોવાઈ ગઈ છે.

(આજે અંશ સામાન્ય કરતાં વધુ વાતો કરી રહ્યો છે, ક્યારેક એવું લાગતું હતું કે અમે તેને ઓળખી જ શક્યા નહીં. તે બદલાઈ ગયો છે.) નેહલ


અંશ:  " આપડે પહોંચી ગયા હું કાર પાર્ક કરીને આવું "

નેહલ: " હું અહીં રાહ જોઈ રહી છું." 

અંશ પાર્કિંગ પર જાય છે કાર પાર્ક કરી બને મોલ માં જાય છે, નેહલ પોતાની વાતોમાં મજા હોય છે અને અંશ  સાજે શું થશે તેના વિચારો માં....

નેહલ: ચાલ આપડે ઉપર જઈએ ત્યાં સારા કપડાં મળે છે.

અંશ: ઓકે ચાલ 


_________________________________________

મોલમાં પગ મૂકતાં જ નેહલનું ઉલ્લાસ ઝળહળી ઊઠ્યું. એ તો જાણે નાનપણના મેળામાં આવી ગઈ હોય તેમ દુકાનની બારીકીઓમાં ખોવાઈ ગઈ.

અને અનુપમની જેમ અંશ શાંતિથી તેને પાછળ ચાલતો રહ્યો.

"અંશ… આજે તું સાચી રીતે મારી મદદ કરજે ! છેલ્લી વખત એક ફ્રેન્ડ સાથે આવી હતી ત્યારે તો તે પોતે જ કપડાં ચકાસતી રહી ગઈ…!" - નેહલ(થોડુંક નાટકીયતા સાથે)


"હું તેના જેવો નથી." - અંશ(એકસાઘટ જવાબ)


"હા મને ખબર છે."- નેહલ(અનાયાસે બોલી ગઈ)

અંશના પગ થોડા અટકી ગયા, પણ એણે કંઈ કહેવું જરૂરી નહીં માન્યું.

"ચાલ, હવે પહેલી ડ્રેસ ચેન્જ કરવા જઉં?" - નેહલ

એમ કહીને નેહલ તરત જ ચેન્જ રૂમ તરફ દોડી ગઈ.

અને થોડી ક્ષણોમાં બહાર આવી…

"કેવી લાગુ છું?" – પૂછતી પૂછતી.

"સારી લાગે છે." – અંશ શાંતિથી બોલ્યો ( નજર ચકાસ્યા વિના)

‘સારી લાગે છે?’ તું તો જાણે ચપ્પલ જોતો હોય એમ જવાબ આપે છે!" – નેહલે મોં ફુલાવીને કીધું.

અંશના મોઢેથી એક નાનકડું સ્મિત નીકળ્યું. એ સ્મિત નેહલના હૃદયમાં ચમકતી વીજળી ની જેમ વાગ્યું.

"તું હસ્યો..! અરે વાહ! લાગે છે અદભૂત ઘટના બની ગઈ!" – નેહલ આનંદથી ચમકી ઊઠી.

"અતિશય નાટક ન કર " – અંશે મંદ અવાજે કહ્યું.

તેમની વચ્ચે થોડું મજેદાર વાતાવરણ ઊભું થયું. 
નેહલ એક પછી એક નવા કપડાં અજમાવતી રહી, અંશ શાંતિથી જોતો રહ્યો.

એક સમયે, નેહલ એક આકાશી રંગનો કુર્તી પહેરીને બહાર આવી. અંશ એને જોઈને થોડી ક્ષણ મૌન રહી ગયો, પણ ચહેરા પર અભિપ્રાય વ્યક્ત ન કર્યો.

"કેવી લાગી હવે?" – નેહલની આંખોમાં આશા ઝળકતી.

"આ રંગ તને ખુબ સુભાવે છે." – અંશે આજે થોડું મન ખોલ્યું.

નેહલના દિલમાં એ શબ્દો પંક્તિઓ બનીને તરંગિત થઈ ગયા. એન માટે તો જાણે દિવસની સૌથી મીઠી વાત બની ગઈ.

એ જ સમયે… દૂર ઊભેલી એક છબી તે બંને ને  એકી ટકે  જોઈ રહી હતી…એના ચહેરા પર સ્પષ્ટ હતું કે તે કોઈને અનુસરી રહી છે. પણ કોને… ??

નેહલના ચહેરા પર પ્રેમ દેખાતો હતો, 


નેહલ પોતાના અંતરમાં એક ચુપુ ચિત્ર દોરે છે…("હું જાણું છું કે તે હજુ મને  ખાસ નથી માનતો, પણ મારા માટે આ દિવસ ખાસ છે… કેમ કે તે આજે મારી સાથે છે…!")

(આગળ ચાલુ રહેશે...)

_________________________________________