(ગૌતમે આત્મહત્યા કરી લીધી...હવે આગળ)
હું બેભાન અવસ્થા માથી જાગ્યો અને જોયું તો લોકોના ટોળા હતા ત્યાં. માસી અને તેમના કુટુંબીજનો આક્રંદ કરી રહ્યા હતા. વાતાવરણ એકદમ ડરામણું હતું. મને પિતાજી ઘરે લઈ ગયા. થોડી વાર બાદ ગામના લોકોએ અને અમે બધા મિત્રો અંતિમયાત્રામાં જોડાયા. ક્યારેય વિચાર્યુ ન હતું કે અમારો મિત્ર અમને આમ છોડીને જતો રહેશે.
સમયનું ચક્ર ક્યારેય થોભતું હોતુ નથી, સમય પસાર થતો ગયો. અમારો આગળનો અભ્યાસ શરુ થઈ ગયો પણ એ મિત્ર અમારો અમારા દિલના દરવાજા આગળ જ બેસી રહ્યો.
હવે હું, અજય અને અંકિત એક જ ક્લાસમાં હતા પણ મારી એ રાધા અને મિરા એટલે કે વર્ષા અને પારૂલ અલગ થઈ ગયા હતા. વર્ષા આર્ટસમા અને પારૂલ સાયન્સમાં ચાલ્યા ગયા. અમારી જોડી આમ આ રીતે અલગ થઈ ગઈ પણ દિલના તાર વધારે મજબુત થતા ગયા.
ક્લાસમાં વર્ષાના સપના આવતા તેના સાથે વિતાવેલ તે પળો યાદ આવતી. રીસેષમા અમે સાથે રહેતા. હવે હું અને વર્ષા કદાચ એકબીજાને વધારે સમજવા લાગ્યા હતા. બીજા મીત્રોથી થોડાક અલગ થોડી વાતો કરતા થઈ ગયા હતાં. બોયઝ ગ્રુપમા કઈ ખાસ ફેરફાર ન હતો પણ પારૂલ જે પોતાની ફિલીંગ્સ ક્યારેય ન બતાવી શકતી તેની રેખાઓ હવે આમ જોઈ બદલાવા લાગતી. હું તેને જ્યારે જોતો ત્યારે મને હવે એ પારૂલ ન દેખાતી પણ આંખોથી જાણે કઈક કહેવા માંગતી હોય પણ કહી ન શકતી હોય તેવું લાગતું હતું.
એક દિવસ હું અને વર્ષા સ્કુલ જવાને બદલે ફરવા નીકળી ગયા. અમે બગીચામા બેઠા હતા અને અચાનક વર્ષાએ મને પુછ્યું.
"શું તુ મને પ્રેમ કરે છે?"
આ છોકરી ભલભલાના પરસેવા છુટા કરી દે બોસ. મારા ચહેરા પર પરસેવો આઈ ગયો અને તેની સામે જોઈ રહ્યો.
"આમ શું જોવે છે? કંઈક પૂછ્યું મે" એ અલ્લડ ફરીથી બોલી.
"પ્રેમ! ખબર નહી..." મે કિધુ
"તો?" તે બોલી
"ખબર નહી પણ તું ન હોય ત્યારે તારી સાથે રહેવાનું મન થાય છે, બહુ બોલતો આ માણસ તું બોલે ત્યારે સાઈલૅન્ટ મોડમાં જઈ બસ તને જ જોયા કરે એવું ઈચ્છે છે. તારો હાથ વારંવાર પકડવા મન ઈચ્છે છે.જો આ પ્રેમ છે તો કદાચ હા પ્રેમ કરતો હોઈશ." કયારેય ન બોલી શકતો આ રાંઝા લખેલી લાઈન જાણે કેટલીય વાર ગોખી હોય તેમ સડસડાટ બોલી ગયો અને એકીટસે હું તેની આંખોમા જોઈ રહ્યો.
એ પણ થોડો સમય જોઈ અને પછી બોલી. "વાહ! બહુ સરસ લાઈન બોલી. કઈ જગ્યાએ વાંચી હતી?". હસતા ચહેરે મારા પ્રેમના અનમોલ અક્ષરની બેઈઝ્ઝતી કરી નાખી.
"કોઈ ફિલ્મના નથી... સમજી??મ દિલથી બોલ્યા છે. અને ખરેખર યાર... શું કઉ કે? કઈ નહી જવાદે. તારી જોડે કોણ લપ કરે." મે ગુસ્સામાં કહ્યું.
"ઓ... ગુસ્સો આયો?" એ વધારે મઝાક કરવા લાગી.
હું એકદમ ચુપ થઈ તેના મોઢાને જોઈ રહ્યો. તે હસતી હસતી એકદમ ચુપ થઈ ગઈ. એક નીરવ શાંતી પ્રસરાઈ ગઈ. થોડીવાર પછી મે મારા હાથની આગળી તેના હાથને સ્પર્ષ કરાવી. એ ગરમ ગરમ આગળી અડતાજ મારા રોમે રોમમાં સળવળાટ થઈ ગઈ. ડુંટી પર પતંગીયુ આઈ ને બેસી ગયું હોય તેમ ગલીપચી થવા લાગી. તેણે હળવેકથી પોતાનો હાથ આઘો કર્યો અને સામે નાળીયેળીનું ઝાડ જોવા લાગી. હું પણ ચુપ થઈ એક સ્ટૅચ્યું બની ગયો. કઈ બોલી ન શક્યો. એક જોરદાર પવનનો સુસવાટો આયો અને તેના વાળ ઉડવા લાગ્યા, તેણેે બે હાથેથી પોતાનો ચહેરો ઠાંકી દિધો આજે વર્ષામાં મને એક દોસ્ત નહી પણ એક પ્રેમીકા નજર આવી રહી હતી. તેની લાબી ભીંડી જેવી આંગળીયો અને લાંબા નખ જે અલગ અલગ કલરની નેઈલ પોલીશથી રંગેલ હતી. વાઈટ ફ્રોક અને વાદળી પાયજામાં તે દિવ્યા ભારતી જેવી લાગતી હતી. તેણે પોતાના હાથ હટાયા તો આજ સુધીમાં ન જોએલ તેના ગુલાબી હોઠમા ઉપલા હોઠની ઉપરનો એ નાનો કાળો તલ જાણે નજર ન લાગે તે માટે કરેલ હોય તેવો લાગતો હતો જે મને પહેલીવાર આજે જ દેખાયો.
પવન જતા તેણે આંખો ખોલી ને સીધો જ મારો ચહેરો દેખાયો. અમે એકબિજાની એકદમ નજીક હતા, તેની આંખો મારી આંખોને જોઈ રહી હતી અને મારો શ્વાસ અધ્ધર થતો જતો હતો. જેમ ખાટા લીંબુનુ નામ લેતા મુખની રસધાની માથી રસ નીકળે તેમ કદાચ આજે તેમાથી પ્રેમરસ નીકળી રહ્યો હતો.
હુ અને વર્ષા એકદમ નજીક આઈ ગયા હતા, મે તેના હાથ પર હાથ મુક્યો તેને હવે કદાચ શરમ આવી રહી હતી એટલે તેણે પોતાની આંખો ઢાળી દિધી. હું પણ શરમાઈ રહ્યો હતો. શરમથી તેના ગાલ રાતા થવા લાગ્યા અને એક વિજળીની માફક ઊભી થઈ તે ત્યાથી ચાલી ગઈ. હું ત્યા જ બેસી રહ્યો અને શરમાઈને જતી મારી પ્રેમીકાને બસ નીહાળતો રહ્યો.