Chotho Aekko - 5 in Gujarati Classic Stories by Anwar Diwan books and stories PDF | ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 5

Featured Books
  • स्रिया काम करीत नाहीत काय?

    स्रियांची कामं ; आम्ही खरंच दयावान आहोत का?         स्री.......

  • कर्मा रिटर्न

      दैनंदिन जीवनमधे काही उतार आणि चढ़ाव ही येत राहतात आणि हेच उ...

  • विश्वास

    "आणि एवढं बोलून मी माझे दोन शब्द संपवतो, धन्यवाद!" - असं म्ह...

  • आठवणीतले घर ..

    आठवणीतले घर ..                                             ...

  • Swadisht Pohe

    ---रेसिपीचं नाव: “चकाकते चविष्ट पोहे!”साहित्य:(४ जणांसाठी)जा...

Categories
Share

ચોથો એક્કો - જેમ્સ હેડલી ચેઝ - પ્રકરણ 5

પ્રકરણ - ૮

લુગાનાની બહાર કેસ્ટગનોલામાં આવેલ વિલા હરમન રોલ્ફે દસ વર્ષ પહેલા એક અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર પાસેથી ખરીદ્યો હતો આ વિલામાં તમામ પ્રકારનાં સાધનો ઉપલબ્ધ હતા જેની માત્ર કલ્પના જ થઇ શકે તેમ છે.વિલા પહોંચીને હિકલ સીધો રસોડામાં ગયો હતો અને હેલ્ગા ગ્રેનવિલને વિલા દેખાડવામાં વ્યસ્ત થઇ ગઇ હતી.ગ્રેનવિલ તો વિલા જોઇને જ આશ્ચર્યચક્તિ થઇ ગયો હતો.જ્યારે અંતે હેલ્ગા તેને પોતાના બેડરૂમમાં લઇ ગઇ ત્યારે તેની સજાવટ જોઇને તો ગ્રેનવિલની આંખો ફાટી ગઇ હતી..
હેલ્ગાએ કહ્યું કે ક્રિસ ડાર્લિગ હિકલ સમજદાર છે તે એ વાતને સમજે છે કે આ બેડરૂમમાં આપણે સુવાનાં છીએ....
ગ્રેનવિલ બને તેટલો વહેલો આ રૂમમાંથી બહાર નિકળવા માંગતો હતો તેણે હેલ્ગાને કહ્યું કે હેલ્ગા મને સ્વિંમિંગ પુલ સારો લાગ્યો છે અને હું સ્વીમિંગ કરવા માંગુ છુ શું તને કોઇ વાંધો છે જો કે હેલ્ગા તો કંઇક ગણગણતી તેને જે કરવું હોય તે કરવાનું કહીને રસોડા તરફ ગઇ હતી..જ્યાં હિકલ હાજર હતો જેને જોઇને હેલ્ગાએ પુછ્યું ઓ હિકલ તને કેવી રીતે સમજાવુ કે હું કેટલી ખુશ છું તને એ કેવો લાગ્યો..હિકલે ટુંકમાં કહ્યું કે ઠીક છે મેડમ જે સાંભળીને હેલ્ગા ખુશ થઇ ગઇ હતી અને કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ અને તું અમારી સાથે હંમેશા રહીશ...
મને તમારા પર પુરો વિશ્વાસ છે મેડમ
ઓ હિકલ તું કેટલો સારો છે એમ કહીને તે પોતાનાં બેડરૂમમાં ગઇ જ્યાં જઇને તેણે તમામ કપડા ઉતારી નાંખ્યા અને શરીર પર એક ઝીણી શાલ લપેટીને સ્વિમિંગ પુલ તરફ ગઇ જ્યાં ગ્રેનવિલ આંખો બંધ કરીને પાણીની સપાટી પર તરી રહ્યો હતો.હેલ્ગાએ શરીર પરથી શાલ ફેંકીને પાણીમાં છલાંગ લગાવી અને પાણીમાં તરતા તરતા જ તે ગ્રેનવિલ પાસે પહોંચી અને તેણે ગ્રેનવિલને પોતાની પાસે ખેંચીને તસતસતુ ચુંબન કર્યુ અને પાણીમાં જ તેની સાથે સહવાસનો પ્રયાસ કરવા માંડી હતી ત્યારબાદ જ્યારે તે બંને ટેરેસ પર સુર્યાસ્તનું દૃશ્ય જોઇ રહ્યાં હતા ત્યારે હેલ્ગાએ ગ્રેનવિલનો હાથ પોતાનાં હાથમાં લઇને કહ્યું મને આશા હતી કે મને તારા જેવો જ કોઇ પુરૂષ મળશે ક્રિસ...જો કે ગ્રેનવિલે એક્ટિંગ કરતા કહ્યું કે તેનો કોઇ ફાયદો નથી ડાર્લિંગ કારણકે આ તો માત્ર ચાર દિવસની ચાંદની જેવું છે...
તારો કહેવાનો અર્થ શો છે હેલ્ગાએ તેની સામે મીટ માંડીને પુછ્યું...
મારો અર્થ છે કે હું અને તું બંને બેજોડ છીએ આ મીઠી ક્ષણોમાં શું વાત લઇને બેઠી છું જો તું આટલી ધનવાન ન હોત તો આ સાંભળીને હેલ્ગાએ તેનો હાથ છોડાવ્યો અને તેની તરફ સપાટ નજરે જોઇને પુછ્યું કે કેમ ચુપ થઇ ગયો સ્પષ્ટ વાત કર...તેનો કડક સ્વર સાંભળીને ગ્રેનવિલ સાવધ થઇ ગયો તેનો પનારો કોઇ મુર્ખ પ્રૌઢા સાથે પડ્યો ન હતો...
સીધી વાત એ છે કે હેલ્ગા જો તું આટલી ધનવાન ન હોત તો હું તારી સાથે તરત જ લગ્ન કરી લેત મારા માટે તેનાથી ઉત્તમ કોઇ વાત હોઇ શકે તેમ નથી પણ તું તો જાણે છે કે હું એક અંગ્રેજ છું અને એક અંગ્રેજ પોતાની પત્નીનાં ટુકડાઓ પર ક્યારેય નભતો નથી.
મે તો આ પહેલા આવું અટંમ સંટમ સાંભળ્યું નથી અને તને એ કોણે કહ્યું કે તું મારા ટુકડાઓ પર નભવાનો છું તું પ્રતિભાશાળી છું અને મને લાગે છે કે આપણી જોડી બહુ સારી સાબિત થશે.
મારામાં પ્રતિભા તો છે પણ એ પ્રતિભાથી હું ક્યારેય પૈસો પેદા કરી શક્યો નથી આપણે બંને ખુશ રહી શકીએ તેમ નથી અને આ સુખદ ક્ષણોમાં આ બધી વાતો કરવાનો કોઇ ફાયદો નથી આવને આપણે ભરપુર આનંદમાં ડુબી જઇએ હું ત્યારબાદ ચાલ્યો જઇશ હું જુઠ્ઠુ બોલતો નથી.
ગ્રેનવિલ વિચારમાં પડી ગયો તેને લાગ્યું કે આ બહુ ખતરનાક છે આજ સુધી જે પણ મહિલા સાથે તે આ પ્રકારનાં ડાયલોગ બોલ્યો હતો તો તે મહિલાઓ તેને સમર્પિત થઇ જતી હતી અને આ કહી રહી છે ક ેતું થર્ડ કલાસ ડાયલોગ બોલી રહ્યો છું.તે વિચારવા માંડ્યો કે તેના સવાલનો તેણે શો જવાબ આપવો જોઇએ..
તે સમયે જ હેલ્ગાએ ફરીથી પોતાનો સવાલ દોહરાવ્યો હતો.
તું મને પ્રેમ કરે છે કે નહી...મારી વાતનો જવાબ આપ..
તું બહું અદ્‌ભૂત ઔરત છું
આ મારા સવાલનો જવાબ નથી મે તને પુછ્યું કે તું મને પ્રેમ કરે છે કે નહિ..
ગ્રેનવિલે લાંબો શ્વાસ લીધો હેલ્ગાએ તેની પાસે હાં કે ના માં જવાબ માંગ્યો હતો..
હેલ્ગા હું તને ખુબ જ ચાહું છું...
તેનો જવાબ સાંભળીને હેલ્ગા લાંબા સમય સુધી તેના ચહેરાને ધ્યાનથી જોતી રહી જેના જવાબમાં ગ્રેનવિલ તેની તરફ એ રીતે જોઇ રહ્યો કે જાણે તેના પર તે મરી ફિટ્યો છે અને તેના ચહેરાનાં ભાવ જોઇને હેલ્ગાને તસલ્લી થઇ ગઇ અને તે ખુરસી પર આરામથી ટેક લગાવીને બેસી ગઇ.
ત્યારે જ હિકલ ત્યાં ટેરેસ પર આવ્યો અને તેણે કહ્યું કે ડિનર તૈયાર છે તો હેલ્ગાએ હિકલને ત્યાંજ ડિનર લાવવા જણાવ્યું.
થોડા સમય બાદ જ્યારે હિકલ તેમની સામે ડિનર લગાવતો હતો ત્યારે બંને ચુપ થઇ ગયા અને જ્યારે હિકલ ગયો ત્યારે હેલ્ગાઅઓ કહ્યું કે આપણે ડિનર બાદ વાત કરીશું.ત્યારબાદ તે તેના પ્રોગ્રામ અંગે તેની સાથે વાત કરવા માંડી અને કહ્યું કે આપણે પહાડી પર સૈર કરવા જઇશું ત્યાં બહુ સારી રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે લંચ કરીશું એ બહાને હિકલને છુટ્ઠી મળી જશે.ડિનર બાદ બંને ખુરસી પર આરામથી બેસી ગયા અને હિકલે તેમના માટે કોફી મુકી હેલ્ગાએ તેને આરામ કરવા જણાવ્યું.જ્યારે હિકલ તેમને ગુડનાઇટ કહીને ત્યાંથી નિકળી ગયો ત્યારે હેલ્ગાએ ગ્રેનવિલને કહ્યું કે હવે આપણે આરામથી વાત કરીશું.પહેલા હું મારા વિશે જણાવીશ કે મે માત્ર દૌલત માટે જ હરમન સાથે લગ્ન કર્યા હતા તે અપંગ અને નપુંસક હતો તેને એક ખુબસુરત પત્નીની જરૂરત હતી જે તેને તેના ધંધામાં મદદ કરે અને તેની સહાયક તરીકે કામ કરે.મે તેની તમામ જરૂરતો પુરી કરી હતી એટલે તેણે મને તેની પત્ની બનવા માટે ઓફર કરી હતી પણ તેણે એ શરત રાખી હતી કે તે અન્ય કોઇ પણ પુરુષ સાથે સંબંધ નહી રાખે.મે તેને વચન આપ્યું હતું કે તે એવું નહી કરે પણ હુ ચોરી છુપે મારી શારીરિક જરૂરિયાતો પુરી કરતી હતી.હું એક કામુક મહિલા છું મને પ્રતિક્ષણ એક પુરૂષની જરૂરત રહે છે આમ કહીને તેણે ગ્રેનવિલનાં હાથને થપથપાવતા કહ્યું કે તે હવે એ પ્રકારનાં સંબંધોથી કંટાળી ગઇ છે અને તે હવે કોઇ એક પુરૂષ સાથે રહેવા માંગે છે આ પહેલા મને ક્યારેય કોઇની સાથે પ્રેમ થયો નથી પણ હવે મને તારાથી પ્રેમ થઇ ગયો છે...
ગ્રેનવિલ તેની આટલી સીધી અનેે સ્પષ્ટ વાતોથી ચોંકી ગયો હતો તેણે કહ્યું કે મને પણ પ્રેમ છે પણ હું કોઇ મહિલા પર નિર્ભર રહેવા માંગતો નથી તું તો બહું ધનવાન છું અને તારી સામે મારી હેસિયત કશું જ નથી.
હું તારા વિચારોની કદર કરૂ છુ પણ ક્રિસ માની લે કે તારી પાસે જે પચાસ છે તે એક લાખ થઇ જાય તો શું તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇશ...
હેલ્ગા તું વિચિત્ર વાત કરી રહી છે હુૂં એકદમ આટલા પૈસા કઇ રીતે કમાઇ શકું છું.
તેનો રસ્તો હું તને બતાવું છું જો અમે ફ્રાંસ અને જર્મનીમાં કારખાના ખોલવા માંગીએ છીએ હું તને ત્યાંની એક કંપનીમાં સીનિયર પાર્ટનર બનાવીશ તારા હાથ નીચે અનેક એક્સપર્ટ કામ કરશે.તારો સ્વભાવ તારી અને તારી પર્સનાલિટી અને તારી બહુભાષીતા કંપની માટે ફાયદાકારક સિદ્ધ થશે. આ રીતે તું કંપનીનો સ્ટોક હોલ્ડર બની જઇશ અને એ પૈસા તારી પોતાની મહેનતનાં હશે તે તારા પર કોઇનો અહેસાન નહિ હોય જો તું મારી વાત સાથે સંમત હોય તો આપણે કાલે જ લગ્ન કરી શકીએ છીએ...
સવારથી સાંજ એક ઓફિસમાં બેસીને કામ કરવા અને હેલ્ગા જેવી તાનાશાહની હાથ નીચે કામ કરવાનાં વિચાર માત્રથી ગ્રેનવિલનાં રૂવાંડા ઉભા થઇ ગયા અને તે સમયે જ તેને આરસરની વાત યાદ આવી કે તારે હેલ્ગાને પ્રેમ કરવાનો છે.
હું તને વિચારીને જણાવીશ હેલ્ગા અત્યારે તો હું તને માત્ર પ્રેમ કરવા માંગું છું
હેલ્ગા પણ તેની વાત સાથે સંમત થઇ અને તેને પોતાના બેડરૂમમાં લઇ.
જ્યારે સવારે હેલ્ગાની આંખ ખુલી ત્યારે સાત વાગી ગયા હતા તેણે બાજુંમાં જોયુૂં તો ક્રિસ ત્યાં નહતો તે જોઇને તે ગભરાઇ ગઇ હતી.
ત્યારે હિકલ કોફી લઇને આવ્યો અને તેણે હેલ્ગાને જણાવ્યું કે ગ્રેનવિલ હમણાં સ્વિમિંગ કરી રહ્યો છે જે સાંભળીને હેલ્ગાને શાંતિ વળી હતી.
કોફી પીતા પીતા તેને રાત્રે જે ભરપુર સેક્સનો આનંદ લીધો હતો તે વાતો યાદ આવતી હતી કે કેવી રીતે ક્રિસે તેની સાથે જોરદાર સેક્સ કર્યો હતો તેને ઉંધી કરીને તેના પગ ફેલાવીને એક જ ઝાટકામાં...
હુ કોઇપણ રીતે ક્રિસને મનાવીને તેની સાથે જ લગ્ન કરીશ,ક્રિસ જેવો કુશળ મર્દ જ મારી યૌનેચ્છાને શાંત કરી શકે તેમ છે જો કે અહી લુગાનોમાં હું લગ્ન નહિ કરુ હું તો પરેડાઇઝ સિટીમાં જ લગ્ન કરીશ.
ત્યારે જ હેલ્ગાને લોમન અને વિનબાર્નનો વિચાર આવ્યો અને તેણે વિચાર્યુ કે મે તો તેમને હું અહી આવવાની છું એ અંગે કોઇ વાત જ કરી નથી ક્યાંક તે લોકો એવું ન વિચારી બેસે કે કોઇએ મારુ અપહરણ કર્યુ છે.
આ વિચાર આવતા જ તે બિસ્તરમાંથી ઉઠી અને પોતાનો ગાઉન પહેરી લીધો અને ફોન પાસે જવા લાગી તે સમયે જ ક્રિસ સ્વિમિંગ કરીને ત્યાં આવી પહોચ્યો હતો.
ક્રિસ ડાર્લિંગ તું નાસ્તો કરી લે હું એટલામાં લોમન અને વિનબાર્ન સાથે ફોન પર વાત કરી લઉં છુૂ કહીને હેલ્ગા ફોન કરવા ચાલી ગઇ.
તે જ સમયે હિકલ ઓરડામાં આવ્યો અને આવીને ક્રિસ પાસે ઉભો રહી ગયો.
તમે નાસ્તાની સાથે ચા લેશો કે કોફી...
માત્ર કોફી લઇશ બીજું કશું જ નહિ કહીને તેણે હિકલને ત્યાંથી મોકલી દીધો.
ગ્રેનવિલ ચિંતામાં ડુબી ગયો હતો તેણે વિચાર્યું કે હું તો એક આઝાદ પંછી છું આજે આ પ્રૌઢા સાથે તો કાલે બીજી પ્રૌઢા સાથે, વિવિધતા જ જીવનનું તત્વ છે અને હેલ્ગા મને પચાસ લાખની લાલચ આપીને તેના પિંજરામાં કેદ કરવા માંગે છે. હું પચાસ લાખનું શુું કરીશ મારા માટે તો આરસરે જે દસ લાખનો વાયદો કર્યો છે એ જ બરાબર છે મારે તરત જ આરસરનો સંપર્ક કરવો જોઇએ નહિ તો આ ચાલાક ઔરત મને તેની જાળમાં ફસાવી લેશે.
ત્યારે જ હિકલ તેના માટે કોફી લઇને આવ્યો હતો.
ગ્રેનવિલે હિકલને પુછ્યું કે અહી કોઇ ગોલ્ફ કોર્સ છે કે નહિ..
હાં સર અહી પાસે જ છે હું તમને એ જગાનો નક્સો આપું છું.
હિકલ તેના માટે નક્શો લઇ આવ્યો હતો અને ગ્રેનવિલે પણ તે નક્શાનો અભ્યાસ કરવા માંડ્યો હતો.
તે સમયે જ હેલ્ગા પણ ત્યાં આવી પહોંચી હતી.
તેણે ક્રિસનાં ખભા પર હાથ મુકીને કહ્યું કે સોરી ડાર્લિંગ આજે હું તારી સાથે બહાર નહિ જઇ શકું લોમન અને વિનબાર્ન એવા કામમાં અટકી પડ્યા છે મારે તેમની સાથે મસલત કરવી પડે તેમ છે.તેમના ફોનનો જવાબ આપવા માટે અહી જ રોકાવું પડે તેમ છે.તું એવું કર કે તું ક્યાંક ફરી આવ આપણે સાંજ મજા માણીશું.
ગ્રેનવિલ માટે તો આ સોનેરી તક હતી.
હું તારી મજબૂરી સમજું છુ ડાર્લિંગ કાલે તે મને એક ઓફર આપી હતી.હું જરા ગોલ્ફનો આનંદ લઇને આવું તો કેમ રહેશે.કારણકે હું જ્યારે ગોલ્ફ રમું છું ત્યારે મારૂ મગજ બહું સારી રીતે વિચાર કરી શકે છે અને હું યોગ્ય નિર્ણય લઇ શકું છું આમ તો તને ખબર જ છે કે મારો જવાબ હાં માં જ હશે.
હેલ્ગાનું મન અત્યારે તેની બિઝનેશની વાતોમાં વ્યસ્ત હતુ અને તેનું ધ્યાન ક્રિસની વાતો પર ન હતું તેણે માત્ર એટલું જ સાંભળ્યું કે તે ગોલ્ફ રમવા માંગે છે એટલે તેણે તેને તે માટે સંમતિ આપી હતી.
હાં તુ ગોલ્ફ રમવા જા ત્યાં રોલ્સ રોઇસ લઇ જજે જો કે તું ત્યાંથી ક્યારે પાછો ફરીશ...
ત્રણ વાગે આવી જઇશ.
આમ તો હેલ્ગા ચાહતી ન હતી કે ગ્રેનવિલ તેની પાસેથી અત્યારે ક્યાંય પણ જાય તે તેની સાથે બિઝનેશની વાત કરીને એ અંદાજો મેળવવા માંગતી હતી કે તેનામાં બિઝનેશની કેટલી સુઝ સમજ છે પણ તે કોઇ ઉતાવળ પણ કરવા માંગતી ન હતી આથી તેણે ક્રિસને ગોલ્ફ રમવા જવા દીધો હતો.
ત્યાર જ હિકલ પણ ત્યાં આવ્યો..
હિકલ, મિસ્ટર ગ્રેનવિલ તો ગોલ્ફ રમવા ગયા છે અને મારે કોલ કરવા છે તું એમ કર કે મારા માટે હળવો નાસ્તો બનાવ.
હું તમારા માટે સેન્ડવિચ લંચ તૈયાર કરી આપું છું
હાં કહીને હેલ્ગા પોતાના બેડરૂમમાં આમથી તેમ ટહેલવા લાગી હતી..
હિકલ મને આ માણસ બહું પસંદ છે હું તેને મનાવવાનો પ્રયાસ કરી રહી છું કે તે આપણી કોઇ કોર્પોરેશન કંપનીમાં કોઇ પદ સંભાળી લે પણ તેને કશોક સંકોચ છે જો તે માની જાય તો હું તેની સાથે લગ્ન કરવા માંગું છું.
હિકલે કંઇક અરૂચિપુર્વક જવાબ આપતા કહ્યું કે જેવી તમારી ઇચ્છા મેડમ અને તેમ કહીને તે ત્યાંથી બહાર નિકળી ગયો.
ત્યારે જ ટેલિફોનની ઘંટડી વાગી અને ત્યારબાદ ત્રણ કલાક લગી હેલ્ગા હરમન રોલ્ફ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનનાં મામલામાં જ રોકાયેલી રહી હતી.
આરસર સ્વિસ હોટલની લાઉંઝમાં બેઠો હતો અને તે પાછલા દિવસ અંગે વિચાર કરતો હતો.તે સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત રહ્યો હતો.તેણે એક મર્સિડિઝ કાર ભાડે લીધી હતી અને ઘણાં પ્રોપર્ટી ડિલરો સાથે મુલાકાત બાદ પેરેડિસોમાં એક વિલાને ભાડે લીધો હતો.પેરિડિસો લુગાનો સાથે જોડાયેલ હતો.એ બંગલો બહુ સાધારણ હતો અને આરસરને તેના માટે એક મહિનાનું ભાડુ આપવું પડ્યું હતુ.જો કે ગ્રેનવિલને છુપાવવા માટે આ એક સારી જગા હતી.
આગલા દિવસે બે વાગે તે સેજેટી અને બેલમોન્ટ આરસરની પાસે પહોંચવાનાં હતા.ત્યારે તેણે તે બંનેને હેલ્ગાનો વિલા બતાવવાનો હતો.ત્યારબાદ કાલ રાતે ગ્રેનવિલનું હેલ્ગા વિલામાંથી અપહરણ કરવાનું હતું.
અત્યારે આરસર વિચારતો હતો કે હવે બધું ગ્રેનવિલ પર નિર્ભર છે જો તેણે તેનું કામ યોગ્ય રીતે નિભાવ્યું તો થોડા જ દિવસમા દસ લાખ મારા ખિસ્સામાં હશે.
ત્યારે આરસરની નજર લોબીનાં કાચના દરવાજાની બહાર એક કાળા રંગની રોલ્સ રોયસ દેખાઇ હતી જેમાંથી ગ્રેનવિલ ઉતરતો હતો આરસર તરત જ બહાર નિકળ્યો અને ગ્રેનવિલ ઉતરે તે પહેલા તેની બાજુમાં જઇને ગોઠવાઇ ગયો આરસર બેઠો તે સાથે જ ગ્રેનવિલે કારને સ્ટાર્ટ કરી હતી.
આરસરે કહ્યું કે જોરદાર કાર છે તેને મનમાં એ વિચાર આવ્યો કે જો હેલ્ગાએ તેને સહયોગ આપ્યો હોત તો તેની પાસે પણ આવી જ કાર હોત.ગ્રેનવિલનાં અવાજમાં તીખાસ સાંભળીને આરસરે તેના તરફ જોયું તેણે તેને કહ્યું કે તે તેની સાથે વાત કરવા માંગે છે.
કોઇ ગરબડ થઇ છે કે શુૂં...
ગ્રેનવિલે કહ્યું કે તું કલ્પના પણ કરી શકતો નથી કે મારા પર શું વીતી રહી છે હવે મને હેલ્ગાથી ગુંગળામણ થઇ રહી છે તે મને પાગલ બનાવી દેશે તે ચાહે છે કે હું તેની કોઇ ફર્મમાં કામ કરૂ તે મારી સાથે લગ્ન કરવા માંગે છે જ્યારે મે તેને કહ્યું કે તે એના ટુકડાઓ પર નિર્ભર રહેવા માંગતો નથી ત્યારે તેણે કહ્યું કે તે એને એવું કામ સોંપશે જેનાથી તે ટુંક સમયમાં જ પચાસ લાખનો માલિક બની જશે.હવે તું જ વિચાર કે મારી કેવી હાલત થશે કે રાતે હું તેને ખુશ કરીશ અને દિવસે ઓફિસમાં બેસીને કામ કરીશ.આ કામથી તો હુૂં પાગલ થઇ જઇશ.
આરસરે ઉંડો શ્વાસ લઇને વિચાર કર્યો કે કાશ તેને હેલ્ગાએ આ પ્રકારની ઓફર કરી હોત તો હું તો નાચી ઉઠયો હોત.હરમન રોલ્ફમાં કામ કરવા અને પચાસ લાખની કમાણી કરવાની તક છે અને ક્રિસ ત્યાંથી ભાગવા માંગે છે આ વિચાર સાંભળીને જ આરસરનાં મનમાં તેના માટે ધૃણા પેદા થઇ હતી.તેને થયું કે એ એક જિગોલો છે અને જિગોલો જ રહેશે તે કામ અને જવાબદારીથી દુર રહેવા માંગે છે.
હું તારી મુશ્કેલી સમજુ છુૂ ક્રિસ..પણ એમાં ઉત્તેજિત થઇ જવાની શું વાત છે તે હેલ્ગાને શો જવાબ આપ્યો તેણે શાંત સ્વરે ગ્રેનવિલને પુુછ્યુ..
ગ્રેનવિલે કહ્યું કે તેણે એને વિચારીને જવાબ આપવાની વાત કરી છે અત્યારે તો હું તેની સામે બહાનું બનાવીને આવ્યો છું કે હું જ્યારે હું ગોલ્ફ રમું છું તો મારુ મગજ સારી રીતે કામ કરે છે અને હું યોગ્ય નિર્ણય લઇ શકું છું.
હમણાં જો એ એના બિઝનેશની વાતમાં વ્યસ્ત ન હોત તો તે મને આવવા જ ન દેત જો હું તેની કંપનીમાં કામ કરવાની વાત માની લઇશ તો તે કાલે જ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે..
આરસરે બહું શાંતિથી તેને કહ્યું કે તેને એ જ ભ્રમમાં રાખવાની જરૂર છે.તું ખોટેખોટો જ ગભરાઇ રહ્યો છું તારે એની સાથે લગ્ન કરવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી તે તારી ભૂમિકા સારી રીતે નિભાવી છે આ જ રીતે ચાલુ રહેજે જ્યારે તું વિલામાં પાછો જાય ત્યારે હેલ્ગાને કહેજે કે તે તેની ફર્મમાં કામ કરવા તૈયાર છે અને તે જલ્દી જ લગ્ન કરવા માંગે છે.
ગ્રેનવિલે સિગારેટ સળગાવીને કહ્યું કે તેની સાથે લગ્ન કરવાનો વિચાર આવતા જ તેના રૂંવાડા ઉભા થઇ જાય છે તું એ જણાવ કે તું મને આ પરિસ્થિતિમાંથી ક્યારે બહાર કાઢીશ.
આરસરનાં મનમાં તેના માટે ધૃણા ઉત્પન્ન થઇ હતી અને તે વિચારવા લાગ્યો કે જો તેના સ્થાને તે હોત તો કેવા કેવા કામ કરી ગયો હોત.
કાલે રાતે તારૂ અપહરણ થશે તે સાથે તારી તમામ ચિંતાઓ દુર થઇ જશે.
ગ્રેનવિલે કહ્યું ઇશ્વર કરે એવું જ થાય હું તને કેવી રીતે સમજાવું કે તે કેટલી ખતરનાક અને તાનાશાહી ઔરત છે એના જેવી વિચિત્ર મહિલા મેં આજ સુધી જોઇ નથી.
આરસરે તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ન કર,કાલે રાતે દસ વાગે મારા બે માણસ વિલા પહોંચશે તેમણે માથા પર ટોપ પહેર્યા હશે અને તેમના હાથમાં બંદૂકો હશે તે તને અને હેલ્ગાને ડરાવશે અને ધમકાવશે.તારે તેમનો મુકાબલો કરવાની એક્ટિંગ કરવાની છે પણ વધારે પડતી એક્ટિંગ ન કરીશ કારણકે તે બંને અનાડી છે તે ત્યાંથી ઉઠાવ્યા બાદ એક સંદેશ છોડીને આવશે જે મેં જ તૈયાર કર્યોછે અને તે સંદેશ વાંચીને હેલ્ગા એટલી તો ડરી જશે કે પોલીસને રિપોર્ટ કરવાનો વિચાર જ છોડી દેશે.તે બંને માણસો ત્યાંથી ઉઠાવીને તને એક વિલામાં છોડી દેશે ત્યાંથી બધું હું સંભાળી લઇશ તારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી એક જ અઠવાડિયામાં તું દસ લાખનો માલિક બની જઇશ.
ગ્રેનવિલે કહ્યું કે પણ ત્યાં હિકલ પણ હશે ક્યાંક એવુું ન બને કે બનાવેલો ખેલ બગડી જાય.
આરસરે હિકલનું નામ સાંભળીને કહ્યું કે હિકલ હાં તે સુવા માટે કેટલા વાગે જાય છે.
એ અંગે કશું કહી શકાય તેમ નથી કારણકે કાલે રાતે હેલ્ગાએ તેને ઘણો મોડો જવા દીધો હતો..
તો એવું કરીશું કે તારૂ અપહરણ રાતે અગિયાર વાગે કરાવીશું. તું હેલ્ગાને કહીને હિકલની વહેલી છુટ્ટી કરાવી દેજે અને તું ઘરનું તાળું ખુલ્લુ રાખવાનું ન ભૂલતો મે એ વિલા જોયો છે ત્યાં આગલા દરવાજાથી જ અંદર જઇ શકાય તેમ છે.જ્યારે હિકલ ચાલ્યો જાય ત્યારે કોઇ બહાને તું બહાર આવીને આગલા દરવાજાનું તાળું ખોલી નાંખજે.
ગ્રેનવિલે માથુ હલાવી હાં નો ઇશારો કર્યો..
ત્યારે જ કારનાં કાચ પર કોઇનાં ટકોરા પડ્યા અને બંનેની નજર તે તરફ ગઇ.કાચની બહાર ટ્રાફિકનાં બે પોલિસવાળા ઉભા હતા.આ હસ્તક્ષેપથી ગ્રેનવિલ ગુસ્સે ભરાયો હતો અને તેણે બટન દબાવીને કાચ નીચે કર્યો અને ઇટાલિયન ભાષામાં ચિલ્લાયો કે શું વાત છે..
પોલિસવાળાએ જણાવ્યું કે તમે નો પાર્કિંગ ઝોનમાં ઉભા છો સર એટલે તમારુ ચાલાન કાપવું પડશે.
ગ્રેનવિલે ગુર્રાઇને કહ્યું કે ભાડમાં જા....મે તો આ શહેરમાં ક્યાંય નો પાર્કિંગ ઝોનનું કોઇ બોર્ડ જોયું નથી જો આ નો પાર્કિંગ ઝોન છે તો અહી બોર્ડ કેમ નથી.
આરસર લાંબા સમય સ્વિત્ઝર્લેન્ડમાં રહ્યો હતો એટલે તે જાણતો હતો કે અહીની પોલીસ બહુ બદમિજાજની છે અને એટલે જ તે ગ્રેનવિલનો પોલિસ સાથેનો વ્યવહાર જોઇને ગભરાઇ ગયો હતો.
ગ્રેનવિલની વાત સાંભળીને પોલિસવાળાની આંખમાં સખ્તાઇ આવી ગઇ હતી તેણે કહ્યું કે તમારા ડોક્યુમેન્ટ બતાવો.
હે ઇશ્વર એમ કહીને ગ્રેનવિલે કારનાં ગ્લોબ કંપાર્ટમેન્ટને ખોલીને તેમાંથી કારનાં ડોક્યુમેન્ટ કાઢીને પોલીસનાં હાથમાં પકડાવી દીધા.
થોડો સમય એ ડોક્યુમેન્ટ જોયા બાદ પોલિસે ગ્રેનવિલની સામે ઉંડી આંખ કરીને જોયુ અને કહ્યું કે આ કાર તમારી નથી
ગ્રેનવિલે ગુર્રાઇને ક્હ્યું કે તું અભણ છે વાંચી શકતો નથી કે આ કાર કોની છે આ કાર મેડમ હરમન રોલ્ફની છે અને તેમણે તે મને વાપરવા આપી છે.આ સાંભળીને પોલિસવાળાનો ચહેરો વધારે સખ્ત થઇ ગયો અને તેણે કહ્યું કે તમારો પાસપોર્ટ બતાવો...
ગ્રેનવિલ લાંબો સમય સુધી બહાર જ રહેતો હતો એટલે તેનો પાસપોર્ટ તે હંમેશા સાથે જ રાખતો હતો એટલે તેણે પોતાનો પાસપોર્ટ પોલિસને આપ્યો.જો કે આ સમયે આરસરે એક બેવકુફી કરી હતી અને તે ગ્રેનવિલ અને પોલીસની વાતમાં વચ્ચે પડ્યો હતો તેણે પોતાના ખિસ્સામાંથી પાકિટ કાઢી તેમાંથી તેનું જૂનુ વિઝિટિંગ કાર્ડ પોલીસને આપ્યું હતું.આ કાર્ડ પર તેનું નામ હતું અને એડ્રેસ ત્યારનું હતું જ્યારે તે એક ઇન્ટરનેશનલ વકીલોની કંપનીમાં કામ કરતો હતો.
આરસરે પોલિસની સાથે શાંતિથી વાત કરતા કહ્યું કે ગ્રેનવિલ એક અંગ્રેજ છે અને અહીનાં ટ્રાફિકનાં નિયમોથી વધારે પરિચિત નથી હું તમને એ વિશ્વાસ આપવા માંગું છે મેડમ રોલ્ફે જ તેમની કાર મિસ્ટર ગ્રેનવિલને વાપરવા આપી છે તેઓ એક રાત માટે મહેમાન છે અને તેમને ત્યાં રોકાયેલા છે.
પોલિસવાળાએ આરસરનું કાર્ડ ધ્યાનથી જોયું અને ત્યારબાદ તે કાર્ડ આરસરને અને પાસપોર્ટ ગ્રેનવિલને પાછો આપ્યો હતો.
હવે પછી તમે તમારી ગાડી નો પાર્કિંગ ઝોનમાં ઉભી રાખતા નહી તેમ કહીને સેલ્યુટ મારી તેમને ત્યાંથી આગળ જવાનો ઇશારો કર્યો.
જ્યારે તેમની કાર ત્યાંથી નિકળી ગઇ ત્યારે પોલિસવાળાએ તેના ખિસ્સામાંથી એક નોટબુક કાઢીને તેમાં કંઇક લખ્યુ અને તેણે તેની નોટબુક તેના ખિસ્સામાં પાછી મુકી દીધી હતી.તેની યાદદાસ્ત બહુ શાર્પ હતી એટલે તેણે આરસરનો ચહેરો તેના મનમાં ઉતારી લીધો હતો તેને એ વાતની નવાઇ લાગતી હતી કે આરસર જેવો ફટીચર દેખાતો વ્યક્તિ આંતરરાષ્ટ્રીય વકીલોની કંપનીમાં કામ કરતો હશે.
કાર આગળ વધારતા સમયે ગ્રેનવિલે તે પોલીસવાળાને હરામી કહીને ગાળ આપી હતી.
એ સાંભળીને આરસરે કહ્યું કે તું પાગલ થઇ ગયો છું ક્રિસ સ્વિસ પોલીસ સાથે આ રીતે વર્તન ના કરાય તું એની સાથે બહુ બદતમીઝી કરી રહ્યો હતો.
ગ્રેનવિલે કહ્યું કે તે જહન્નમમાં જાય...
તેણે તેની કાર ત્યારે ઇડન હોટલની પાર્કિંગ લોટમાં ઉભી કરી હતી.
ચાલ કંઇક પી લઇલે...
એમ કહીને આરસરને તે ટેરેસ પર લઇ ગયો અને ત્યાં એકાંત ખુણામાં બંને ગોઠવાઇ ગયા અને વેઇટરનેે બે માર્ટિની લાવવાનો ઓર્ડર આપ્યો.
જો જેક આ કામમાં કોઇ ગરબડ ન થવી જોઇએ.
ગ્રેનવિલે કહ્યું કે તું મને એ બે વ્યક્તિઓ વિષે જણાવ જે મારૂ અપહરણ કરવાનાં છે અને તને વિશ્વાસ છે ને કે એ બંને વિશ્વાસુ છે.
જો કે ડ્રિંક આવતા સુધી આરસર ચુપ જ રહ્યો હતો અને ડ્રિંક આવ્યા બાદ જ તેણે વાત કરવાની શરૂઆત કરી હતી.
ગ્રેનવિલે જ્યારે ત્રણ વાગ્યા પછી પોતાના વિલા પર પહોંચ્યો ત્યારે તેને એકદમ હળવાશનોે અનુભવ થઇ રહ્યો હતો આરસરે તેને વિશ્વાસ અપાવ્યો હતો કે થોડા જ દિવસોમાં તે દસ લાખનો માલિક બની જશે અને ત્યારબાદ તેના પર કોઇ પાબંદી નહી હોય.
વિલા પહોંચીને ગ્રેનવિલે રોલ્સ રોય ગેરેજમાં પાર્ક કરી અને વિલાની અંદર ચાલ્યો ગયો હતો.જ્યારે તે પ્રવેશ દ્વાર બંધ કરતો હતો ત્યારે તેને હેલ્ગાનો અવાજ સંભળાયો જે ફોન પર કોઇની સાથે વાત કરતી હતી.ગ્રેનવિલ સીધો તેના ઓરડામાં ગયો અને સ્નાન કરીને તે હેલ્ગાનાં ઓરડામાં ગયો હતો.
હેલ્ગા ત્યારે કામમાં વ્યસ્ત હતી તેના ચહેરા પર સખ્તાઇ હતી પણ જેવી તેની નજર ગ્રેનવિલ પર પડી તેના ચહેરા પર નરમાશ આવી ગઇ હતી.તે ત્યાંથી ઉભી થઈ અને ગ્રેનવિલની પાસે આવીને તેના ગાલ પર ચુંબન કર્યુ અને કહ્યું કે હવે મને જવાબ આપ અને મને ના કહેતો નહી.
ગ્રેનવિલે કહ્યું કે મારો જવાબ હાં છે અને તેમ કહીને તે હેલ્ગાને ગોદમાં ઉઠાવીને બેડરૂમમાં લઇ ગયો અને અંદર આવીને તેણે દરવાજાને બંધ કરી દીધો.
હેલ્ગા પોતાના સ્લિક્સને ઉતારતા બોલી કે અરે હિકલ વિચારશે કે આપણે તો દિવસે જ શરૂ ગયા છીએ..
હિકલની ઐસી કી તૈસી હું મારી પત્ની સાથે લાગી ગયો છું.
દસ મિનિટ બાદ જ્યારે બંને કામાતુર આનંદમાં શિથિલ થઇને એકબીજાની પાસે આડા પડ્યા હતા ત્યારે હેલ્ગાએ ગ્રેનવિલને લગ્ન પહેલાનાં તેના પ્રોગ્રામ અંગે વાત કરતા જણાવ્યું કે આપણે પેરેડાઇઝ સિટીમાં લગ્ન કરીશું ત્યાં ટાપુ પર મારો એક આલિશાન બંગલો છે.લગ્ન થાય ત્યાં સુધી તું બંગલાની કોટેઝમાં રોકાજે.જ્યારે હું લગ્નની જાહેરાત કરીશ ત્યારે શહેરનાં તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મને કેવી રીતે વધામણી આપવા આવશે તે તું જોજે.આપણે બહુ ધામધુમથી લગ્ન કરીશુ...
જો કે તેની વાતો સાંભળીને ગ્રેનવિલનું મગજ તો સુન્ન મારી ગયું હતું અને તે તેની વાતોનો હું હાં માં જ જવાબ આપતો હતો અને સાથોસાથ તેના હાથને સહેલાવતો હતો.
ગ્રેનવિલે કહ્યું મારા જેવો ભાગ્યશાળી કોણ હશે અને મનમાં વિચારતો હતો કે કાલે તો આ તાનાશાહ ઔરતથી મારો છુટકારો થઇ જવાનો છે.
ત્યારે જ હિકલે દરવાજા પર ટકોરા માર્યા હતા અને હેલ્ગાને જણાવ્યું કે વિનબાર્નનો ફોન છે
આ સાંભળતા જ હેલ્ગા એકદમ ચિડાઇ ગઇ હતી પણ તેણે ત્યાં બેડરૂમમાં જ વિનબાર્નનો ફોન રિસિવ કર્યો અને અરધો કલાક સુધી તેની સાથે બિઝનેશની વાતોમાં વ્યસ્ત થઇ ગઇ હતી.ફોન પુરો થયા બાદ હેલ્ગાએ આખી વાત ગ્રેનવિલને સંભળાવી હતી.ગ્રેનવિલ માત્ર તેની હાં માં હાં જ મિલાવતો હતો અંતે જ્યારે હેલ્ગાએ તેની પાસે રાય માંગી ત્યારે તે હેલ્ગાનાં ચહેરાને તાકી રહ્યો હતો અને બહાનું બનાવતા કહ્યું કે જ્યાં સુધી હું બધા ડોક્યુમેન્ટ ન જોઇ લઉં ત્યાં સુધી કોઇ સલાહ આપી શકું નહી.હેલ્ગા આ સાંભળીને ભારે નિરાશ થઇ હતી પણ ત્યારે તેણે એ ક્ષણે વિનબાર્નની સેક્રેટરીને ફોન પર એ આદેશ આપ્યો કે તે ડોક્યુમેન્ટ ફલાઇટમાં મોકલી આપે..
ત્યારબાદ હેલ્ગા અને ગ્રેનવિલ ફરવા માટે બહાર નિકળ્યા હતા અને મોડે જ્યારે પાછા ફર્યા ત્યારે હિકલ તેમની રાહ જોઇ રહ્યો હતો.જો કે હેલ્ગાને એ વાત ગમી ન હતી કે હિકલ હરહંમેશ તેની ચોકીદારી કરે છે એટલે તેણે હિકલને કહ્યું કે તું અમારી રાહ ન જોઇશ તને ટીવી જોવાનું પસંદ છે તો તું ટીવી જો મને જ્યારે કોઇ વસ્તુની જરૂરત હશે તો તને બોલાવી લઇશ.
હિકલે જેવો તમારો હુકમ એમ કહીને ત્યાંથી નિકળી ગયો.
ત્યારબાદ હેલ્ગા અને ગ્રેનવિલ બેડરૂમમાં ગયા અને લાંબો સમય સુધી સેક્સની મજા માણીને સુઇ ગયા હતા.
ગ્રેનવિલ હવે હેલ્ગાથી ઉબાઇ ગયો હતો અને તે આ પ્રૌઢાથી પોતાનો પીછો છોડાવવા માંગતો હતો અને તેણે એ દાંવ અજમાવ્યો જેના વડે તેને હંમેશા સફળતા જ મળી હતી.
આગામી સવારે જ્યારે ગ્રેનવિલની આંખ ખુલી ત્યારે હેલ્ગા હજી સુઇ રહી હતી..
ગ્રેનવિલે પોતાનો હાથ તેના માથા પર મુકીને ઉંહકારો ભરવા માંડ્યો જે સાંભળીને હેલ્ગાની આંખ ખુલી ગઇ હતી એ તે વ્યાકુળ થઇને ગ્રેનવિલ તરફ જોયું અને પુછ્યું શું થયું ક્રિસ તબિયત તો સારી છે ને..
મને આધાશીશીનો એટેક આવ્યો છે અને હવે ત્રણ દિવસ સુધી આમ જ રહેશે.
હું અત્યારે જ ડોક્ટરને બોલાવું છું
ડોક્ટરને બોલાવવાનો કોઇ ફાયદો નથી.માઇગ્રેનનો કોઇ ઉપચાર નથી ત્રણ દિવસ બાદ તે આપોઆપ જ ઠીક થઇ જશે.મને બોલવાથી પણ વેદના થઇ રહી છે તું મને બોલાવીશ નહિ અને મને ચુપચાપ સુઇ રહેવા દેજે..
બિચારી હેલ્ગા બહાર ટેરેસ પર ચાલી ગઇ જ્યાં હિકલ ક્યારીઓ ઠીક કરી રહ્યો હતો.
તમે બહું વહેલા ઉઠી ગયા છો મેડમ તમારી તબિયત તો ઠીક છે ને...
હું તો ઠીક છું હિકલ પણ મિસ્ટર ગ્રેનવિલને માઇગ્રેનનો હુમલો આવ્યો છે અને તે વેદનાથી પીડાઇ રહ્યા છે.
હિકલે સપાટ સ્વરે કહ્યું કે માઇગ્રેનની વેદના બહુ તીવ્ર હોય છે હું તમારા માટે કોફી અહી જ લઇને આવું છું.
હેલ્ગાએ તેને એમ કરવાની અનુમતિ આપી.
હિકલ જ્યારે તેના માટે કોફી લઇને આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું તારી સાથે કેટલીક વાત કરવા માંગું છુ હિકલ...
હું સાંભળવા તૈયાર છું મેડમ
વાત એ છે કે હિકલ હું મિસ્ટર ગ્રેનવિલ સાથે લગ્ન કરવા માંગુ છુ મને તારી વફાદારી પર વિશ્વાસ છે એટલે તારી પાસે એ જાણવા માંગુ છું કે તું એમાં તારો મત શો છે.
જો કે હિકલે ભાવશુન્ય સ્વરે કહ્યું કે એમાં હું કોઇ સલાહ ન આપી શકું તમારી ખુશી જ મહત્વની વાત છે.
જો કે હિકલનાં સ્વભાવથી હેલ્ગા પુરી રીતે પરિચિત હતી કે જ્યારે તેને કોઇ વ્યક્તિ પસંદ આવતો નથી ત્યારે તેના તરફ તેનું વલણ ઠંડુ જ રહે છે અને ત્યારે જેને એ વ્યક્તિ વિષે પુછવામાં આવે ત્યારે તે અટ્ટમસટ્ટમ જ જવાબ આપતો હતો.હેલ્ગાને એ યાદ હતું કે જ્યારે તેણે હરમન સાથે લગ્ન કર્યા ત્યારે હિકલે તેનો મૌન વિરોધ કર્યો હતો પણ જ્યારે હેલ્ગા મુશ્કેલીમાં ફસાઇ ત્યારે તેણે તેની વફાદારી સાબિત કરતા તેને પુરી મદદ કરી હતી.હેલ્ગાએ વિચાર્યુ કે તે ક્રિસને કહેશે કે તે હિકલને ખુશ રાખે તો એ તરત જ લાઇન પર આવી જશે.
ત્યારબાદ હેલ્ગા અવાજ કર્યા વિના પોતાના બેડરૂમમાં ગઇ જ્યાં ગ્રેનવિલ આરામ કરતો હતો.તેણે ધીરેથી દરવાજો ખોલ્યો અને અંદર જોયું તો તે સિગારેટ પીવા માટે વ્યાકુળ હોવાનું લાગ્યું તે પેકેટમાંથી સિગારેટ કાઢવા જતો હતો ત્યારે જ તેણે દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો કે તેણે પીડાનો અભિનય કરવા માંડ્યો હતો.
હેલ્ગા થોડો સમય તેને જોઇ રહી અને ત્યારબાદ ધીરેથી દરવાજો બંધ કરીને પાછી ફરી ગઇ હતી.
ગ્રેનવિલ વિચારતો હતો કે અજબ ઔરત છે એક મિનિટ માટે પણ તે તેનો પીછો છોડતી નથી ખૈર, જ્યાં સુધી આરસર મારૂ અપહરણ કરાવતો નથી ત્યાં સુધી તો મારે આ ઢોંગ કરવો જ પડશે.તે પહેલીવાર તેના અપહરણ અંગે ગંભીરતાથી વિચારવા માંડ્યો હતો.હેલ્ગા માટે તે અસહજતાનો અનુભવ કરી રહ્યો હતો..તે એક તાનાશાહ ઔરત હતી તેને જોઇ કોઇ શંકા આવી કે તેની સાથે છેતરપિંડીનો પ્રયાસ થઇ રહ્યો છે તો તે કેવું વલણ અપનાવશે તે કહી શકાય નહી.પણ દસ લાખ હાંસલ કરવા હોય તો થોડુ જોખમ તો ઉઠાવવું જ પડશે.પૈસા મળતા જ હું વેસ્ટઇન્ડિઝ ચાલ્યો જઇશ અને જ્યારે બધું શાંત પડી જશે ત્યારે હું યુરોપ પાછો આવીશ.
જો કે એ સાથે જ તેને એ વિચાર આવ્યો કે તે આરસરને પણ સારી રીતે ઓળખતો નથી તેની સાથે તેની મુલાકાત પણ સંયોગવશાત થઇ હતી.તે કોઇ આંતરરાષ્ટ્રીય ફર્મનો વકીલ ન હોય ને કોઇ ચારસો વીસ હોય તો ...જો કે એ વાતમાં શંકા નથી કે તે હેલ્ગાને ઓળખે છે પણ મારુ અપહરણ કર્યા બાદ બધા પૈસા તેની પાસે આવી જશે અને પૈસા મળ્યા બાદ તે જો ગાયબ થઇ જશે તો..આ વિચાર માત્રથી જ તેને ધ્રુજારી આવી ગઇ હતી.તે અંધારામાં જ સુતા સુતા આ સમસ્યા પર વિચાર કરતો રહ્યો.
બપોરે બે વાગે જ્યારે મેક્સ સેજેટી અને જેક્રોસ બેલમોન્ટ ફોક્સ વેગનમાં હોટલ સ્વિસની બહાર પહોંચ્યા ત્યારે આરસર હોટલનું બિલ પે કરીને ભાડાની મર્સિડિઝમાં તેમની રાહ જોઇ રહ્યો હતો.સેજેટી અને બેલમોન્ટની કાર જોતા જ આરસરે તે બંનેને તેની પાછળ આવવાનો ઇશારો કર્યો.થોડીવાર બાદ બંનેની કાર પેરેડિસોમાં એ વિલાની બહાર પહોંચી ગઇ જે આરસરે ભાડે લીધો હતો.ત્યાં પહોંચીને આરસર-સેજેટી અને બેલમોન્ટને વિલાની અંદર લઇ ગયો અને તેમને બેસવા માટે કહ્યું.
આરસરે ઇટાલિયનમાં જ પુછ્યું કે તેમને કોઇ મુશ્કેલી તો નડી ન હતી ને..
સેજેટીએ હસીને નકારમાં ઉત્તર આપ્યો હતો.
તમે માથા પર પહેરવાનાં ટોપા અને બંદુકો તો લાવ્યા છો ને....
સેજેટીએ હાં માં જવાબ આપ્યો..
આરસર ઓરડામાં ટહેલતો હતો
એ કામ આજે રાતે અગિયાર વાગે કરવાનું છે. તમે બંને વિલા જજો ત્યાં અંદર જવા માટે દરવાજો ખુલ્લો જ હશે તમે ધડાકાભેર અંદર જજો અને ત્યાં હાજર રહેલા માણસ અને મહિલાને ડરાવીને ધમકાવીને એ માણસને તમારી કારમાં બેસાડીને અહી લઇ આવજો ત્યારબાદ હું તમને તમારુ પેમેન્ટ આપી દઇશ અને તમે લોકો અહીથી વિદા થઇ જજો.
આ સાંભળીને સેજેટીએ સકારાત્મક રીતે માથુ હલાવ્યુ જ્યારે બેલમોન્ટ ચુપચાપ નીચે તાકી રહ્યો હતો.
સેજેટી એ પુછ્યું કે એ વિલા ક્યાં છે.
આરસરે કહ્યું કે હું તમને થોડીવાર બાદ એ વિલા જોવા લઇ જઇશ ત્યાં એક નોકર છે અને તે જો કોઇ અવરોધ પેદા કરે તો તમારામાંથી કોઇ એકે તેનું ધ્યાન રાખવું પડશે પણ એ વાત યાદ રાખજો કે કોઇ હિંસાચાર થવો ન જોઇએ.
અત્યારસુધી ચુપ રહેલા બેલમોન્ટે કહ્યું હું તેને જોઇ લઇશ.
જ્યારે તે આ બોલ્યો ત્યારે તેના ચહેરા પર શૈતાની સ્મિત આવી ગયું હતું અને તે જોઇને આરસર ચોંકી ગયો હતો એટલે જ તેણે કહ્યું કે હું ફરી એકવાર કહું છું કે તમારે કોઇપણ પ્રકારની હિંસા કરવાની નથી અને આ વાત તેણે ભારપુર્વક સેજેટીને કહી હતી અને કહ્યું કે હું હિંસા કરવાને બદલે મારો પ્લાન ફેલ થશે તે પસંદ કરીશ.
તમે નિશ્ચિત રહો અમે એ જ કરીશું જે તમે ચાહો છો.
હવે હું તમને વિલાનો નક્શો સમજાવું છુ એ મહિલા અને તે માણસ કયા ઓરડામાં હશે..આમ કહીને તેણે તેના ખિસ્સામાંથી વિલાનો નક્શો કાઢ્યો અને બંનેને સમજાવવા માંડ્યું હતું.
આખરે આરસરે પુછ્યું કે સમજાઇ ગયું ને...
સેજેટી એ કહ્યું કે તે બરાબર સમજી ગયો છે.
ત્યારબાદ આરસરે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું કે આ કાગળ પર મે કેટલાક વાક્યો લખ્યા છે તમારે એ મોઢે કરી લેવાનાં છે અને જ્યારે વિલા પર પહોંચો ત્યારે પેલા માણસ અને મહિલા સામે આ જ વાક્યો ઉચ્ચારવાનાં છે.
સેજેટીએ કહ્યું કે એ કામ બેલમોન્ટ કરી શકે છે એમ કહીને એ કાગળ તેણે બેલમોન્ટનાં હાથમાં પકડાવી દીધો.
કયું કામ બેલમોન્ટ કરશે અને કયું કામ તું કરીશ તેની સાથે મારે કોઇ સંબંધ નથી મારે માત્ર એ જોવાનું છે કે મારૂ કામ પુરુ થશે કે નહિ.
સેજેટીએ આશ્વાસન આપતા કહ્યું કે તમે એ વાતે નિશ્ચિંત રહેજો..
તો ચાલો હવે હું તમને એ વિલા જોવા લઇ જાઉં છું.
ત્યારબાદ આરસર તેમને એ વિલા જોવા લઇ ગયો
જ્યારે તે પાછા ફરી રહ્યાં હતા ત્યારે આરસરે કહ્યું કે હજી અપહરણને આઠ કલાકનો સમય છે ત્યાં સુધી તમે મારી સાથે રહેવા માંગો છો કે તમારે બીજું કશુ કરવું છે.
અમે અહી પહેલીવાર આવ્યા છીએ તો શહેર જોઇશું તમે અમને પેરાડિસોમાં તમારા વિલા પાસે ઉતારી દેજો ત્યાંથી અમે અમારી કારમાં ફરવા ચાલ્યા જઇશું અને રાતે સવા દસ વાગે તમારી પાસે આવી જઇશુ.
પેરેડિસો વિલા પહોંચીને આરસરે સેજેટી અને બેલમોન્ટને બહાર ઉતારી દીધા અને તે અંદર બેડરૂમમાં પહોંચીને પગ ફેલાવીને બિસ્તર પર આડો પડી ગયો.હેલ્ગા સાથે બદલો લેવા માટે તેણે બહું લાંબો સમય સુધી રાહ જોઇ હતી અને હવે તેની ઇચ્છા પુરી થવાની આડે થોડા જ કલાક હતા.
દસ લાખ...આરસરે વિચાર્યું કે આ રકમ હાથ લાગતા જ તે ન્યુયોર્ક જઇને ટેક્સસલાહકાર તરીકેનું તેનું કામ ફરીથી ચાલુ કરી દેશે.એકવાર આ નાણાં હાથમાં આવી જશે તો તે હેલ્ગા તેનું કશું જ બગાડી શકશે નહી તેની ફજેતી ન થાય તે માટે તેણે હરમન સાથેની ધોખાખડીની વાતને દબાવી દીધી હતી કારણકે તેને ભય હતો કે તેની સાથેનાં અનૈતિક સંબંધોની વાતનો પર્દાફાશ થઇ જશે.એ જ પ્રકારે તે એક જિગોલોએ તેને ઉલ્લુ બનાવી હતી તે વાતને પણ બહાર આવવા દેશે નહી આથી તે હેલ્ગા તરફથી નિશ્ચિંત હતો પણ તેને સેજેટી અને બેલમોન્ટની ચિંતા હતી ખાસ કરીને પેલા બેલમોન્ટનો તેને ભય હતો અને હમણાં જો આરસરે તે બંનેને પોતાની કાર પોસ્ટ ઓફિસની બહાર ઉભી રાખતા જોઇ હોત તો તે વધારે ચિંતાતુર થઇ ગયો હોત.
કાર પોસ્ટ ઓફિસની બહાર પાર્ક કરીને સેજેટી સીધો એક ટેલિફોન બુથમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરીને તેણે જિનેવામાં બર્નીનો નંબર ડાયલ કર્યો હતો.બર્નીએ પુરી વાત સાંભળ્યા બાદ કહ્યું કે તું મને બે કલાક બાદ ફરીથી ફોન કરજે મેક્સ..એટલું કહીને તેણે ફોન કટ કરી દીધો હતો.
બર્ની સ્વીત્ઝર્લેન્ડમાં ઘણાં લોકોને ઓળખતો હતો તેમાંથી એક લુગાનોમાં પણ ઓળખીતો હતો જેનું નામ લકી વેલેની હતું બર્નીએ તેને ફોન કર્યો અને તેણે લકીને કહ્યું કે તે થોડી માહિતી મેળવવા માંગે છે.બીજી તરફથી લકીએ પુછ્યું કે તેને કેવી માહિતી જોઇએ છીએ.
કેસ્ટગનોલા પર હિલાયસ વિલામાં કોણ રહે છે અને ત્યાં કોણ રહે છે.
લકીએ ચોંકીને પુછ્યું હિલાયસ વિલા..આ વિલા તો હરમન રોલ્ફનો છે અને તે મરી ચુક્યો છે હવે ત્યાંની માલિક તેની પત્ની છે જે ક્યારેક ક્યારેક ત્યાં જાય છે અને આજકાલ તે ત્યાં જ છે.
તું ઘેર જ રોકાજે લકી હું સાંજે ત્યાં આવું છુ કહીને બર્નીએ ફોન કટ કર્યો તેણે ત્યારબાદ એરપોર્ટ પર ફોન કરીને એક એર ટેક્સી બુક કરાવી.બે કલાક બાદ જ્યારે સેજેટીનો ફોન આવ્યો ત્યારે બર્નીએ કહ્યું કે તે તેમની પાસે આવી રહ્યો છે.હાલ તો તમે એવું જ કરો જેવું આરસર કહી રહ્યો છે પેલી વ્યક્તિને વિલામાંથી લઇ આવજો ત્યારબાદ આગળનું હું જોઇ લઇશ.
તમે અમને ક્યાં મળશો...સેજેટીએ પુછ્યુ..
હું તમને છ વાગે એરપોર્ટ પર મળીશ તમે એરપોર્ટ પર આવી જજો
સેજેટીએ એરપોર્ટ પર પહોંચવાની હામી ભરીને ફોન કટ કર્યો.
બપોરે ભુખ લાગવાને કારણે ગ્રેનવિલ ટેરેસ પર ગયો જ્યાં હેલ્ગા કેટલીક ફાઇલો જોવામાં વ્યસ્ત હતી જો કે ગ્રેનવિલને જોતા તેના ચહેરા પર ચમક આવી ગઇ હતી તેણે ગ્રેનવિલને પુછ્યુ હવે તને કેમ છે ડાર્લિંગ...
અત્યારે તો તબિયત થોડી સારી છે આમ કહેતી વખતે ગ્રેનવિલે તેના અવાજમાં કમજોરી પેદા કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જરા કોફી પીવાનું મન છે.
હેલ્ગાએ તે સાંભળીને બેલ મારી જે સાંભળીને હિકલ ત્યાં પહોંચ્યો ત્યારે હેલ્ગાએ તેને ગ્રેનવિલ માટે કોફી લાવવાનું કહ્યું..
થોડીવાર બાદ જ્યારે હિકલ કોફી આપીને ચાલ્યો ગયો ત્યારે ગ્રેનવિલે હેલ્ગાને કહ્યું જ્યારે જોઉં છૂં ત્યારે તું કામમાં જ ડૂુબેલી હોય છે.
જ્યારે આટલી મોટી કોર્પોરેશનનું કામ હોય ત્યારે કામ તો કરવું જ પડે છે થોડા દિવસો બાદ જ્યારે તું મારો જીવનસાથી બની જઇશ ત્યારે મારા ખભા પરથી થોડો ભાર ઓછો થઇ જશે.
એ વાત તો સાચી છે ક્રિસે જવાબ આપ્યો પણ તે મનમાં વિચારતો હતો કે મારી મુક્તિમાં હવે થોડા જ કલાકો બાકી છે.
ક્રિસ હું તને એક વાત કહેવા માંગું છું કે તું હિકલ સાથે થોડા પ્રેમથી વ્યવહાર કરજે તે આપણાં લગ્નનો વિરોધ કરી રહ્યો છે.
તું એક નોકરની પસંદ નાપંસદને એટલું મહત્વ કેમ આપે છેે...
આ સાંભળીને હેલ્ગા થોડી કડક થઇ ગઇ.
જો ક્રિસ તને બાદ કરતા હિકલ મારા માટે સૌથી વધારે મહત્વપુર્ણ છે તે એક વફાદાર, મહેરબાન અને બહું વિશ્વાસપાત્ર વ્યક્તિ છે આ ઉપરાંત તેણે મારી મુશ્કેલીઓનાં સમયે મને ઘણી મદદ કરી છે હું તને બહું સ્પષ્ટ કહું છું કે તેની સાથે સારી રીતે જ રહેવું પડશે.
ગ્રેનવિલે પણ તેની વાતની હાં માં હાં મિલાવી હતી.
થોડીવાર બાદ ક્રિસ પોતાના રૂમમાં ગયો ત્યારબાદ હેલ્ગા કામમાં એટલી ડુબી ગઇ કે ક્યારે રાત પડી ગઇ તેનો તેને ખ્યાલ રહ્યો ન હતો.
ત્યારે ક્રિસ ટેરેસ પર આવ્યો અને હેલ્ગાએ પોતાની ફાઇલો બાજુ પર મુકીને તેની સાથે વાત કરવા માંડી ત્યારબાદ બંનેએ ટેરેસ પર જ સાથે ડિનર કર્યુ ડિનર બાદ ક્રિસે હેલ્ગાને કહ્યું કે હવે તું હિકલને તેની રૂમમાં મોકલી દે ત્યારબાદ આપણે નિશ્ચિંત રીતે બેડરૂમમાં જઇશું આથી હેલ્ગાએ હિકલને બહારનો દરવાજો બંધ કરીને તેના રૂમમાં જવા કહ્યું અને તે ક્રિસ સાથે બેડરૂમમાં ગઇ.
ક્રિસે બેડરૂમમાં ગયા બાદ ટીવી ચાલુ કર્યુ ત્યારે ટીવી પર એક રસપ્રદ નાટક ચાલતું હતું અને હેલ્ગાને તે નાટકમાં રસ પડ્યો અને તે નાટક જોવામાં મગ્ન થઇ ગઇ.ત્યારબાદ ક્રિસ બાથરૂમમાં જવાનું બહાનું કરીને રૂમમાંથી બહાર આવ્યો અને પ્રવેશદ્વારનો લોક ખોલીને તે બાથરૂમમાં ગયો અને ફલશ ચાલુ કર્યુ.ત્યાંથી નિકળીને તે પાછો હેલ્ગાની પાસે આવીને બેસી ગયો જ્યારે ઘડિયાલનાં કાંટા અગિયાર પર પહોંચ્યા ત્યારે જ ઘડાકાભેર પ્રવેશદ્વાર ખુલી ગયું અને બે વ્યક્તિઓ માથા પર ટોપો અને હાથમાં બંધુક સાથે બેડરૂમમાં ઘુસી ગયા..
આરસર પોતાનાં ભાડાનાં વિલાનાં પ્રવેશદ્વાર પર જ ઉભો હતો અને તે વારંવાર ઘડિયાલની તરફ જોઇ રહ્યો હતો જેમ જેમ સમય વિતતો હતો તેમ તેમ તેની વ્યાકુળતામાં પણ વધારો થઇ રહ્યો હતો..સાડા અગિયાર વાગ્યાનાં સમયે જ્યારે મર્સિડિઝ તેની વિલાની બહાર આવી ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો હતો.
સૌથી પહેલા ગ્રેનવિલ મર્સિડિઝમાંથી બહાર નિકળ્યો અને લાંબા ડગલા ભરીને તે વિલામાં ઘુસી ગયો..
આરસરે પુછ્યું કોઇ તકલીફ તો નથી થઇને...
કોઇ તકલીફ થઇ નથી કામ એકદમ પરફેક્ટ થયું છે..
થોડીવાર બાદ આરામથી વાત કરીએ છીએ એમ કહીને આરસર સેજેટી અને બેલમોન્ટ પાસે આવ્યો અને તેમને પેમેન્ટ આપીને ત્યાંથી રવાના કરી દીધા અને ત્યારબાદ તે અલમારી પાસે ગયો અને તેમાંથી વ્હિસ્કિની બોટલ કાઢી અને બે ગ્લાસ ભરીને તે ગ્રેનવિલની પાસે ગયો અને આરામથી બેસી ગયો.
આરસરે કહ્યું હવે તું મને આરામથી બધી વાત કર...
ગ્રેનવિલે પોતાના ગ્લાસમાંથી બે ત્રણ ચુસ્કી લઇને ગ્લાસ બાજુ પર મુકી દીધો..
મે હેલ્ગાને કહીને નવ વાગે જ હિકલને રવાના કરી દીધો હતો અને હેલ્ગા સાથે બેડરૂમમાં ચાલ્યો ગયો હતો.સંયોગવશાત તે સમયે ટીવી પર બહુ સારા નાટકનું પ્રસારણ ચાલતું હતુ જેમાં હેલ્ગા મગ્ન થઇ ગઇ અને હું બહાનું કાઢીને બેડરૂમની બહાર ગયો અને પ્રવેશ દ્વારનું લોક ખોલી નાંખ્યું હતું.બરાબર અગિયાર વાગે પેલા બે જણા ત્યાં પહોંચી ગયા હતા અને મને અને હેલ્ગાને ધમકી આપી હતી તેમણે હેલ્ગાને કહ્યું કે જો તે આ વ્યક્તિને ખૈર ચાહે છે તો પોલીસને ક્યારેય જણાવીશ નહી કાલે તને એ સુચના મળી જશે કે આના છુટકારા માટે તારે કેટલી રકમ આપવી પડશે.
હેલ્ગા તો એ સાંભળીને જ સુન્ન પડી ગઇ હતી ત્યારબાદ તે લોકો મને કારમાં બેસાડીને અહી લઇ આવ્યા હવે મને લાગે છે કે મારો કોઇ જેલમાંથી છૂુટકારો થયો છે તે તો પુરી તાનાશાહ હતી.
તું એ બધુ છોડ અને મને એ કહે કે તે તારાથી રાજી તો હતી ને...આ બાબત બહુ જરૂરી છે કારણકે જો તે તારાથી રાજી નહી હોય તો તે પોલીસમાં રિપોર્ટ કરી દેશે...
એ વાતથી આરસર અને ગ્રેનવિલ અજાણ હતા કે સેજેટીએ થોડા આગળ ગયા બાદ પોતાની ફોક્સ વેગન રોકી હતી અને બેલમોન્ટ બર્નીનાં આદેશ અનુસાર કારમાંથી ઉતરીને વિલા પાછો આવ્યો હતો અને ચોરી છુપે રસોઇમાં જઇને અધખુલા બારણા પર કાન લગાવીને આરસર અને ગ્રેનવિલની વાતચીત સાંભળી હતી કે હેલ્ગા તેનાથી રાજી હતી કે નહિ..
જવાબમાં ગ્રેનવિલે કહ્યું હતું કે તે તેનાથી ખાસ્સી ખુશ હતી જ્યારે મારૂ અપહરણ થતું હતું ત્યારે એનું મોઢું જોઇને લાગતું હતું કે તેનું સર્વસ્વ લુંટાઇ ગયું છે આ સાંભળીને આરસર ખુશ થઇ ગયો હતો અને તેણે કહ્યું કે આપણે આપણાં લક્ષ્યની ઘણી પાસે પહોંચી ગયા છીએ કાલે હું હેલ્ગા સાથે મુલાકાત કરીશ જેની મે ખાસ્સો સમયથી રાહ જોઇ છે એ તો હું જ જાણું છું.
ગ્રેનવિલે થોડા ખચકાટ સાથે કહ્યું કે હું તારી સાથે એક વાત કરવા માંગું છું.
બોલ...
વાત એ છે કે જેક કે વીસલાખ બહુ મોટી રકમ છે આ રકમ કોઇનું પણ ઇમાન ડોલાવી દે તેમ છે..તેણે આરસરની આંખમાં આંખ મિલાવીને કહ્યું કે તે એ કહ્યું છે કે એ રકમ સ્વિસ એકાઉન્ટમાં જમા થઇ જશે મારી પાસે શું ગેરંટી છે કે મને મારો હિસ્સો મળશે.
આરસર આ સાંભળીને હક્કો બક્કો રહી ગયો અને તે વિચારવા લાગ્યો કે શું હું એટલો ગયો ગુજર્યો થઇ ગયો છું કે એક બે કોડીનો જિગોલો મારી વાતનો વિશ્વાસ કરી રહ્યો નથી.
આરસરે થોડા રોષથી કહ્યું કે તારો હિસ્સો તને પુરેપુરો મળી જશે આપણે તેમાં અરધા અરધા ભાગીદાર છીએ.
એ તો ઠીક છે પણ કઇ ગેરંટી છે કે મને મારો હિસ્સો મળશે મને ગેરંટી જોઇએ છે..
આરશરે બહુ કડવાશથી કહ્યું કે તારી વાતો પરથી તો એમ જ લાગે છે કે તને મારા પર વિશ્વાસ જ નથી.
એમાં માઠુ લગાડવાની વાત જ ક્યાં છે જ્યારે વાત આટલી ભારે રકમની હોય ત્યારે હું કોઇની પર વિશ્વાસ ન કરુ અને મને તો લાગે છે કે મારી જગાએ તું હોય તો તું પણ તેમ જ કરે..આજથી આપણે હંમેશા સાથે જ રહીશું આજે જ આપણે સાથે જઇને બેંક એકાઉન્ટ ખોલીશું જ્યારે તને પૈસા મળી જાય ત્યારે મારો હિસ્સો હું જાતે જ કાઢી લઇશ..
જો તને એમ લાગે છે અને તું એમ જ કરવા માંગે છે તો ઠીક છે...
હું એમ જ કરવા માંગું છું...
મને મંજુર છે...હવે તું ધ્યાનથી સાંભળ.. વીસ લાખની રકમ કોઇની પાસે પણ રોકડ હોતી નથી આ રકમનો બંદોબસ્ત કરવા માટે હેલ્ગાને તેના શેર વેચવા પડશે અને હું તેને ત્રીજાથી ચોથા દિવસની મહેતલ આપવાનો નથી આ દરમિયાન આપણે અહીં રોકાઇશું અને તારે તો અહીંથી ક્યાંય બહાર જવાનું નથી મે તારા ખાવાપીવાનો તમામ બંદોબસ્ત અહીં જ કરી રાખ્યો છે.
ગ્રેનવિલે તેની વ્હીસ્કી પુરી કરતા કહ્યું કે તેની ચિંતા તું ન કરીશ..
આરશરે તેની વાત સાંભળ્યા બાદ કહ્યું કે સારૂ હવે હું એક જરૂરી કામ જોઇ લઉં... અને તેમ કહીને તેણે કબાટ ખોલીને તેમાંથી એક પોલોરાઇડ કેમેરા કાઢ્યો અને કહ્યું કે આ જ્યારે આવતા હતા ત્યારે રસ્તામાંથી લીધો છે...
કેમ...કેમેરો જોઇને ગ્રેનવિલને પણ આશ્ચર્ય થયું હતું...
આરશરે કહ્યું કે પુરાવાઓ છોડવા માટે આમ કહીને તેણે કબાટનાં બીજા ખાનામાંથી ટોમેટો સોસની બોટલ કાઢી...
હે ભગવાન તું શું પાગલ થઇ ગયો છે...
હું પાગલ નથી ક્રિસ... આ ટામેટો સોસની બોટલ વીસ લાખની છે... આને કારણે જ આપણને આટલા રૂપિયા મળવાનાં છે...
ગ્રેનવિલને કશું જ પલ્લે પડ્યું ન હતું એટલે તેણે પુછ્યું કે એ કેવી રીતે...એને તો લાગતું હતું કે ગ્રેનવિલની ડાગળી સટકી ગઇ છે...
આ દરમિયાન બેલમોન્ટ રસોડાનાં દરવાજામાંથી લોબીમાં સરકી આવ્યો હતો અને તે બેઠકરૂમમાં શું ચાલી રહ્યું છે તે જોવા લાગ્યો..
વીસ લાખની રકમ માટે કોઇને કોઇ તો જુગાડ કરવો જ પડશે હવે તું આ ટામેટાની ચટણી તારા ચહેરા પર લગાડી લે અને અહીં ફરસ પર જ સુઇ જા ત્યારબાદ હું આ કેમેરાથી તારો ફોટો પાડીશ જે જોતાની સાથે જ હેલ્ગા રકમ આપવા માટે તૈયાર થઇ જશે...હું હેલ્ગાને સારી રીતે ઓળખું છું ખુનામરકીનાં નામથી જ તેનાં રૂંવાડા ઉભા થઈ જાય છે..
ગ્રેનવિલને તેની વાત તરત જ સમજાઇ ગઇ કે તેના મનમાં શું ચાલી રહ્યું છે તેણે કહ્યું કે વાહ તારૂં ભેજુ તો કમાલનું છે દોસ્ત લગાડ મારા ચહેરા પર સોસ લગાડ...
બેલમોન્ટને લાગ્યું કે તેને જે માહિતી જોઇતી હતી તેના કરતા વધારે તેને જાણવા મળ્યું છે આથી તે જે રીતે બિલ્લી પગે વિલામાં આવ્યો હતો તે રીતે જ ચુપચાપ ત્યાંથી સરકી ગયો અને વિલાની થોડે જ દુર ફોક્સ વેગનમાં સેજેટી તેની રાહ જોઇ રહ્યો હતો અને જેવો બેલમોન્ટ ગાડીમાં બેઠો તેણે બોલ્યા વિના જ ગાડી સ્ટાર્ટ કરીને મારી મુકી....