{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરવા જઈ રહ્યો હોય છે. ત્યાં અચાનક પ્રિતેશ આવી જાય છે. અને હવે જોઈએ આગળ.. } પ્રતાપ આરાધનાને પ્રપોઝ કરવા માટે આગળ વધી રહ્યો હોય છે ત્યાં જ અચાનક પ્રિતેશ ત્યાં આવીને આરાધના પર ફૂલોનો વરસાદ કરી દે છે અને જોશ જોશથી " I love you " Aaruuu " I love you " કરીને બૂમો પાડવા લાગે છે...અને આરાધના પણ ખુશ થઈને પ્રિતેશને પોતાના અલિંગાનમાં લેતા " I love you Prem " કહીને બોલાવે છે.. અને ત્યારે ખબર પડી કે એન્યુઅલ ફંકશનના પર્ફોમન્સમાં આરાધનાએ તે ગીત જ કેમ સિલેક્ટ કર્યું. કારણકે આરાધના પ્રિતેશને પ્રેમથી પ્રેમ નામથી બોલાવતી હતી.. આરાધના અને પ્રિતેશ બંને ખૂબ જ ખુશ હતા. અને પ્રિતેશના હાથમાં રહેલા બલુન્સ પણ હવામાં ઉડાવી પોતાની ખુશી વ્યક્ત કરે છે. મારો પ્રેમ મારી નજર સામે જ મારાથી છીનવાઈ રહ્યો હતો. આ બાબત મને સહન થઈ રહી ન હતી.. પણ તે સમયે મને કશું કહેવું કરવું યોગ્ય લાગ્યું નહીં. તેથી હું ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસ પછી જ મેં આરાધના અને પ્રિતેશને એક કેફેમાં બેઠેલા જોયા. ત્યાં બંનેની કોઈ બાબત પર નોક જોક ચાલી રહી હતી. અને પ્રિતેશ ત્યાંથી ઊભો થઈને ચાલ્યો જાય છે. મને થયું કે આજ સારો એવો મોકો છે બંનેના વચ્ચે મન ભેદ થયો છે હું થોડીક વધારે તિરાડ પાડીને પોતાનો રસ્તો સરળ બનાવી દઈશ.પ્રતાપ : ( અને તેની પાસે જઈને તને કહ્યું. )Hii આરાધના ઓળખાણ પડી.. આરાધના : Ohh hii હા ઓળખું છું તું પ્રતાપ છે ને ?પ્રતાપ : હા. બસ કેફેમાં તને જોઈ તો તરત તને મળવા આવ્યો..આરાધના : Ohh nice to meet you.. પ્રતાપ : me too ( 2 મિનિટના મૌન પછી )by the way બધુ બરોબર તો છે ને ? કંઈ પ્રોબ્લેમ હોય તો પછી વાત કરીએ..આરાધના : અરે ના ના કોઈ પ્રોબ્લેમ નથી.પ્રતાપ : હું તને એક વાત કહેવા માંગુ છું. આરાધના : હા બોલને..પ્રતાપ : તું મને ખોટું ન સમજતી અને મહેરબાની કરીને તું ખોટું ન લગાવતી.આરાધના : અરે હા બાપા બોલને શું કહે છે.પ્રતાપ : હું કહેવા માંગુ છું કે.. { ત્યાં જ આરાધનાના ફોનની રીંગ વાગે છે અને }આરાધના : sorry પ્રતાપ મારે અર્જન્ટમાં જવું પડશે આપણી આ વાતને ફરી ક્યારેક કંટીન્યુ કરીશું. અથવા તો ફોન કે મેસેજથી મને કહી દેજે.. હું ચૂપચાપ તેને જોતો જ રહી ગયો અને આરાધના ત્યાંથી જલ્દીમાં બહાર નીકળી ગઈ. બે મિનિટ રહીને મને રિયલાઇઝ થયું કે મેં તેની પાસેથી નંબર તો લીધો નથી હું તેને ફોન અથવા મેસેજ કેવી રીતે કરીશ. પાગલ ... મનો મન બોલીને મીઠું મલકાય અને હું પણ ત્યાંથી નીકળી ગયો.. બે દિવસ પછી ફરી તેને એકલા ક્યાંક જતા જોઈ. અને મને જોઈને તે મારી પાસે આવીને મને કહેવા લાગી. આરાધના : Hii પ્રતાપ..પ્રતાપ : Hii આરાધનાઆરાધના : by the way શું કહેતો હતો તે દિવસે બોલ હવે.. તેમ કહી તેણે મારો હાથ પકડીને મને રોડ સાઈડ બેચ પર બેસાડ્યો..પ્રતાપ : હા હું કહેતો હતો કે..{ આજે એકાંતનો મોકો પણ હતો. અને તે સામેથી વાત કરવા આવી હતી. તે છતાં પણ જાણે તેને જોઈને મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. ખુલ્લી હવામાં ખુલ્લા લહેરાતા તેના વાળ ચહેરા પર આવી રહ્યા હતા.. અને તેને પોતાની આંગળીઓ વડે સંભાળીને કાન પાછળ કરી રહી હતી. આછા ગુલાબી કલરનો ચૂડીદાર ડ્રેસ પહેલો હતો. તની સુંદરતા હંમેશાની જેમ જ આજે પણ કયામત હતી. આરાધના : ( ત્યાં પ્રતાપને ઢંઢોણીને કહે છે. ) પ્રતાપ બોલ શું કહે છે ?પ્રતાપ : ( વિચારોમાંથી સફાળો જાગ્યો અને કશું જ વિચાર્યા વગર જ તેને કહી દીધું. ) હા..મ્... હું તેમ કહેવા માગું છું કે I love you..આરાધના : ( એકદમ અચંબા સાથે ઉભા થતા કહે છે. )What....?પ્રતાપ : હા આરાધના હું તને પ્રેમ કરું છું જ્યારથી જોઈ છે તને ત્યારથી હું તને પ્રેમ કરું છું. ત્યારથી હું તારી પાછળ પાગલ છું.આરાધના : પ્રતાપ બોલતા પહેલા વિચાર તો કર તું શું બોલી રહ્યો છે.પ્રતાપ : આમાં વિચારવા જેવું કશું જ નથી હું તને પ્રેમ કરું છું બસ મને બીજું કશું ખબર નથી. હું માત્ર ને માત્ર એટલું સમજું છું અને એટલું જાણું છું હું તને ખૂબ જ પ્રેમ કરું છું.આરાધના : પ્રતાપ તને ખબર પણ છે મારી સગાઈ થવા જઈ રહી છે..પ્રતાપ : તો તોડી નાખ સગાઈ..આરાધના : પ્રતાપ તુ હોશમાં નથી આપણે પછી ક્યારેક વાત કરીશું. ( તેમ કહી આરાધના ગુસ્સામાં ત્યાંથી ચાલી જાય છે. )આમને આમ પ્રતાપ આરાધનાને વારેવારે હેરાન કરવા લાગ્યો.. પણ તેની વાતોને બિલકુલ પોતાના કાંને ધરતા આરાધના પોતાની લાઇફમાં આગળ વધે છે આ તરફ થોડા જ દિવસમાં આરાધનાની ધૂમધામથી સગાઈ થઈ રહી હોય છે.. એક પાર્ટી પ્લોટમાં મહેમાનોની ચહેલ પહેલ હોય છે. રિંગ શેર્મનીનો પ્રોગ્રામ ચાલુ થાય છે તેવામાં જ પ્રતાપ ત્યાં આવી જાય છે. અને તે ખૂબ શરાબના નશામાં હોય છે. પ્રતાપ : બે મિનિટ ઉભા રહો.... આ સગાઈ નહીં થાય. આરાધનાની સગાઈ મારી સાથે થવાની હતી. ( આ વાત સાંભળી ત્યાં ઉભેલો એક એક વ્યક્તિ અચંભીત થઈ જાય છે.. ) પ્રતાપ આજે એટલામાં જ રોકાય તેમ ન હતો તે સગાઈ રોકવા માટે સ્ટેજ પર ચડી જાય છે. અને પ્રિતેશના હાથમાંથી વીંટી લઈને તે આરાધનાને પહેરવા જાય છે ત્યાં જ આરાધના તેને જોશથી થપ્પડ મારતા કહે છે. આરાધના : તારી હિંમત કેવી રીતે થઈ આવી રીતે આવીને મારી સગાઈ રોકવાની.. ?પ્રતાપ : મેં કહ્યુંને તને કે તું મારી છે તો માત્ર મારી જ થઈને રહીશ. આરાધના : મને ખબર છે તું અમારી સગાઈ તોડવા માટે કહે છે પણ અમારો પ્રેમ એટલો કાચો નથી કે તારા જેવા કોઈ પણ આવી મારા પ્રેમ પર આંગળી ચિંધીને અમારા સંબંધને તોડી નાખે. એટલે હવે તું ચૂપચાપ સીધી રીતે અહીંયાથી જતો રહજે. નહીં તો અહીંયા કોઈ મોટું કાંડ થઈ જશે..પ્રતાપ : તું ડર નહીં તું ચાલ મારી સાથે ( તેમ કહીને આરાધનાનો હાથ પકડીને ખેંચીને લઈ જવા જાય છે ત્યાં આરાધના તેને ધક્કો મારીને નીચે પાડી દે છે.અને આરાધનાના ઘરના લોકો પણ તેને મારવા લાગે છે. અને પોલીસને બોલાવી પોલીસને સોંપી દેવામાં આવે છે..) પ્રતાપને લઈ ગયા બાદ આરાધનાએ પ્રતાપની હકીકતની જાણ બધાની વચ્ચે કરી.. અને જે કાંઈ થયું તેમાં આરાધનાનો કોઈ વાંક ન હતો. તે વાતને બધાએ સમજી. ત્યાર પછી આરાધના અને પ્રિતેશની સગાઈ હેમખેમ રીતે પાર પડે છે.. આ તરફ પોલીસ ચોકીમાં બેઠેલા પ્રતાપનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયેલો હોય છે તે હવે ગમે તેમ કરીને પોતાનો બદલો લેવા માટે આતુર હતો.. { હવે પ્રતાપ આગળ શું કરવાનો હતો અને સતિષભાઈનું આગળ શું થાય છે તે જાણીશું હવે આપણે આવતા ભાગમાં.. } ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ.. 🙏