લકી બેલેની એક ઇટાલિયન હતો અને તે એક ઢાબું ચલાવતો હતો જ્યાં તેના ગ્રાહકોને તે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસતો હતો અને તે અહીં જ રહેતો પણ હતો.તેના આઠ છોકરા હતા જે બધાં જ પોતાની રીતે મોટા થયા બાદ પોતાના ધંધાઓ પર લાગી ગયા હતા.તેની પત્નીનું નામ માર્ટિયા હતું જે અત્યંત સ્થુળ હતી પણ અત્યંત પતિવત્રા હતી.પંદર વર્ષ પહેલા લકી નેપલ્સમાં એક માફિયા ડોન હતો પણ હાલમાં તો તેની ઉંમર ચુંમોતેર વર્ષની થઇ ગઇ હતી અને તેણે ધંધામાંથી નિવૃત્તિ લઇ લઇ લીધી હતી પણ કુતરાની પુંછડી ક્યારેય સીધી થતી નથી તે લકીને સારી રીતે ઓળખતો હતો કે બર્ની નેપલ્સમાં જોરદાર ઓળખાણો ધરાવે છે.હાલમાં બર્ની અને લકી બંને ઢાબાનાં પાછલા ઓરડામાં બેઠા હતા..
બર્નીએ ઘડિયાળમાં જોઇને કહ્યું કે તું મને આ રોલ્ફ અંગે કશું જાણકારી આપ...હમણાં અગિયાર વાગ્યા છે અને સેજેટી અને બેલમોન્ટ તેમનું કામ કરવાના છે મને આ ઓરતમાં ઘણી દિલચસ્પી છે...
લકી, જે આખા શહેરની વાતોને જાણતો હતો તેને હેલ્ગા વિશે પણ તમામ જાણકારી હતી તેણે બર્નીને કહ્યું કે હેલ્ગા હરમન રોલ્ફની વિધવા છે અને તેને તેના પતિની અઢળક દોલત વારસામાં મળી છે અને તે હાલમાં રોલ્ફ ઇલેકટ્રોનિક કોર્પોરેશનની માલિક છે તેની પોતાની વ્યક્તિગત મિલકત જ એંસી કરોડની છે અને તે એક નંબરની વિલાસી છે ત્યાં સુધી કે તે હોટલનાં વેઇટરો, બારમેનો સાથે પણ સેક્સ કરવામાં સંકોચ રાખતી નથી જો કે હરમનનાં મોત બાદ તે થોડી વિવેકી થઇ ગઇ છે અને હાલમાં તેને ક્રિસ્ટોફર ગ્રેનવિલ ખાસ્સો પસંદ પડ્યો છે અને તેને તેણે તેના વિલામાં રાખ્યો છે...
બર્નીએ પુછ્યું કે આ ગ્રેનવિલ કોણ છે...
ગ્રેનવિલ એક અંગ્રેજ છે અને દેખાવે તે બહું માલદાર લાગે છે પણ મને તો તેની આ અમીરી એક દેખાડો જ લાગે છે.મને તેના વિશે ખાસ જાણકારી નથી માત્ર એટલી જ માહિતી મળી છે કે તે થોડો સમય જર્મનીમાં હતો.
બર્નીએ તેને જેક આરસર અંગે પુછ્યું.
લકીએ તેને કહ્યું કે તે રોલ્ફની દેખરેખ કરતો હતો મને જાણકારી મળી છે કે તે એક ટેક્સ કન્સલ્ટન્ટ છે જ્યારે રોલ્ફ જીવતો હતો ત્યારે તે અહી આવતો હતો અને એ વિલામાં જ રહેતો હતો કહેવાય છે કે તેણે રોલ્ફની સાથે હેરાફેરી કરી હતી અને તે પકડાઇ ગયો પણ ત્યારબાદ શું થયું તે અંગે મને વધારે જાણકારી નથી પણ ઉડતી ખબર મળી હતી કે તેને હેલ્ગા સાથે સંબંધ હતા જો કે આ સાચું છે કે ખોટું છે તે અંગે તો ઉપરવાળો જ જાણે છે.
બર્નીએ તેની વાત સાંભળીને માથું હલાવતા કહ્યું કે હવે તું આરામ કર લકી..હાલમાં તો હું ખિચડી પકાવી રહ્યો છું જ્યારે તે તૈયાર થઇ જશે ત્યારે તેમાંથી તને પણ હિસ્સો મળશે...
તેની વાત સાંભળીને લકીએ સ્મિત આપ્યું હતું..
મારી સાથે મારા એક બે દોસ્ત પણ છે એ લોકો મારી સાથે અહી રહે તો તને કોઇ વાંધો તો નથીને ...
લકીએ કહ્યું કે આને તું તારુ જ ઘર સમજ પણ એમને અહી જમીન પર જ સુવું પડશે કારણકે મારી પાસે પલંગ નથી...
કોઇ વાંધો નહિં તે જમીન પર જ સુઇ જશે..
ત્યારબાદ લકી પોતાની પત્ની પાસે ગયો અને તેને તમામ વાત જણાવી હતી.
આ દરમિયાન સેજેટી અને બેલમોન્ટ નીચે બર્નીની પાસે પહોંચી ગયા હતા અને ગ્રેનવિલની કિડનેપિંગની રજેરજ વિગતો તેને જણાવી જે તેણે આરશર અને ગ્રેનવિલની વચ્ચે વાતચીત થઇ તે દરમિયાન સાંભળી હતી.
બેલમોન્ટે કહ્યું કે તે બંને એ ઓરતને વીસ લાખનો ચુનો લગાવવા માંગે છે.
બર્નીએ ઉપહાસ કરતા કહ્યું કે તે બંને બાળકો છે એ ઓરતની પાસે નહિ કરતાંય ઓછામાં ઓછા સાંઇઠ કરોડ છે.થોડા સમય પહેલા જ રોમમાં મારા બે માણસોએ કિડનેપિંગ કર્યું હતું અને તેમાં સિત્તેર લાખની રકમ વસુલી હતી આપણે એ જ રીત અહીં પણ અજમાવીશું..
ત્યારબાદ તેમણે શું કરવાનું છે તે તેણે બંનેને અડધો કલાક સુધી સમજાવ્યું હતું અને ત્યારબાદ પુછ્યું હતું કે બધી વાત સમજાઇ છેને ....
સારી રીતે સમજી ગયો છું હવે એ જણાવો કે આમા અમારો ભાગ કેટલો હશે..સેજેટીએ પુછ્યું
બર્નીએ કહ્યું કે એ મામલે ફરી વાત કરીશું અત્યારે તો તમે આરામ કરો...
ધીરે ધીરે જ્યારે હેલ્ગાની આંખો ખુલી ત્યારે તેને પહેલા તો કશું જ સમજાયું નહિ અને તે એમ જ શુન્યમનસ્ક સ્થિતિમાં બિસ્તર પર પડી જ રહી અને ત્યારબાદ તેણે ગ્રેનવિલનો હાથ પકડવા માટે પોતાનો હાથ લંબાવ્યો અને જ્યારે તે ત્યાં ન હતો તે ખબર પડી ત્યારે તેને તરત જ બધી ઘટના યાદ આવી ગઇ ..
ગતરાતે જ્યારે ગ્રેનવિલનું અપહરણ થયું ત્યાર તે જોરજોરથી ચીસો પાડતી હતી અને તે કારણે જ હિકલે તેને પાણીમાં ચાર ગોળીઓ ઘેનની આપી હતી જે કારણે તે બહું ગાઢ ઉંઘમાં સરી ગઇ હતી અને હવે જ્યારે તે જાગી ત્યારે તે પાછી બેચેન થઇ ગઇ હતી અને તે સમયે જ હિકલ કોફી લઇને તેની પાસે આવ્યો હતો.
હિકલ હું તારી ખુબ જ આભારી છું જો કાલે રાતે તું ન હોત તો મે મારી સાથે શું કરી લીધું હોત તે મને ખબર નથી.ખબર હાલમાં ક્રિસ કેવી હાલતમાં હશે.
હિકલે તેને સાંત્વના આપતા કહ્યું કે મેડમ તમે ધીરજ રાખો તે સહી સલામત પાછા આવી જશે આ પ્રકારની ઘટનાઓ થતી જ રહે છે.
ભગવાન ક્રિસને મારી પાસે પાછો મોકલી આપે...
હું તમારા માટે બાથટબ તૈયાર કરી લઉં છું તમે સ્નાન કરી લો આજનો દિવસ તમારા માટે કઠણ હોઇ શકે છે અને જ્યારે કોઇ મહિલા મુશ્કેલીમાં હોય ત્યારે તેણે સામાન્ય દિવસોમાં જેવો વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર રાખવો જોઇએ.
હેલ્ગાએ માંડમાંડ પોતાની આંખમાં આવતા આંસુ રોક્યા હતા અને તે ભારે મને બિસ્તર પરથી ઉઠી અને બાથરૂમમાં જવાની તૈયારી કરવા માંડી અને સ્નાન પતાવીને તે જ્યારે ડ્રેસિંગ ટેબલની સામે બેસીને તૈયાર થતી હતી ત્યારે તે મનોમન પોતાની જાતને કહેતી હતી કે હું હેલ્ગા રોલ્ફ છું અને મને ક્રિસ બહુ વ્હાલો છે મારી પાસે હરમન રોલ્ફની દોલતની જાદુઇ ચાવી છે હું ક્રિસને મેળવવા માટે ગમે તેટલી રકમ ખર્ચ કરી નાંખીશ..
થોડીવાર બાદ તે તૈયાર થઇને બહાર આવી ત્યારે હિકલ શેકર અને ગ્લાસ લઇને તેની રાહ જોઇ રહ્યો હતો.
મેડમ તમે થોડુ જલપાન કરી લો..
હેલ્ગાએ માથું હલાવીને તેના હાથમાંથી ગ્લાસ લઇને પોતાની ઘડિયાળ સામે જોયું અને કહ્યું કે સવા અગિયાર વાગી ગયા છે અને હજી સુધી કિડનેપરો તરફથી કોઇ મેસેજ આવ્યો નથી તેઓએ કહ્યું હતું કે તે સવારે આપણને મેસેજ આપશે કે રેન્શમ કેટલી હશે.
તે તમને જરૂર મેસેજ આપશે મેડમ તમે થોડી ધીરજ રાખો..
હેલ્ગા ગ્લાસ લઇને ત્યાંજ બેસી ગઇ
મને માત્ર એ બીક છે કે તે ક્રિસ પર અત્યાચાર ગુજારશે..
હિકલે સાંત્વના આપતા કહ્યું કે મેડમ એ લોકો એવું કશું જ નહિ કરે
એ વખતે જ બહાર પ્રવેશદ્વાર પર ઘંટડી વાગી જે સાંભળતા જ હેલ્ગાનો ચહેરો ફિક્કો પડી ગયો..
તમે થોડોસંયમ રાખો કદાચ પોસ્ટમેન કિડનેપરોનો પત્ર લઇને આવ્યો હશે હું જોઇને આવું છું...
જ્યારે હિકલે દરવાજો ખોલ્યો ત્યારે દરવાજા પર તેણે આરસરને ઉભેલો જોયો તેને જોઇને તેને નવાઇ તો લાગી પણ તેનો ચહેરો ભાવશુન્ય જ રહ્યો...
આરસરે હસતા ચહેરે પુછ્યું તબિયત કેવી છે હિકલ મને ઓળખે તો છેને....
હિકલે ટુંકમાં કહ્યું કે સારી રીતે ઓળખું છું
હું મેડમ રોલ્ફને મળવા આવ્યો છું
હિકલે મક્કમતાથી કહ્યું કે તે હાલમાં ઘરે નથી તેણે જુઠ્ઠાણૂું જ ચલાવ્યું હતું...
તે ઘરમાં જ છે અને તે મને જરૂર મળશે તેમને કહે કે હું મિસ્ટર ગ્રેનવિલનાં મામલે વાત કરવા આવ્યો છું..
થોડો સમય જ તો હિકલ તેના ચહેરાને તાકી રહ્યો જે હસી રહ્યો હતો.
હિકલે તેના ફટીચર કપડા તરફ જોયું અને કહ્યું અહીં જ ઉભો રહે અને એમ કહીને તેણે દરવાજો બંધ કરી દીધો હતો..
હેલ્ગા જે બહું ટેન્શનમાં ટેરેસમાં ઉભી રહી હતી તેણે પુછ્યું કે કોણ છે...
મેડમ મિસ્ટર આરસર તમને મળવા આવ્યા છે.
તેનું નામ સાંભળતા જ હેલ્ગાની આંખમાં ગુસ્સો ભભૂકી ગયો અને તેણે રોષભેર પુછ્યું આરસર તેણે અહી આવવાની હિંમત કેવી રીતે કરી તેને હાલ જ અહીંથી તગેડી મુક તેને હું મારા ઘરમાં પેસવા દેવા માંગતી નથી..
તમે આરસરને મળી લો તે જ સારૂ છે મેડમ કારણકે તે મિસ્ટર ગ્રેનવિલનાં બારામાં તમારી સાથે વાત કરવા માંગે છે.
આ સાંભળતા જ તે સ્તબ્ધ થઇ ગઇ અને તેની આંખો મિંચાઇ ગઇ જો કે તેણે તરત જ પોતાની જાત પર કાબુ મેળવી લીધો અને પુછ્યું કે આ કિડનેપિંગ પાછળ ક્યાંક તેનો તો હાથ નથીને....
તે અંદરથી ખુબ જ મજબૂત થઇ ગઇ અને તે ઓરડામાં ટહેલતા ટહેલતા વિચાર કરવા માંડી કે જ્યારે ગતસમયે આરસરે મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મે તેને સારો સબક શિખવ્યો હતો અને આ વખતે પણ તે તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશે...
તેને અંદર મોકલ હિકલ હું એકલી જ તેની સાથે વાત કરીશ.
આ સાંભળતા જ હિકલે પાસેનાં હાઇફાઇનું બટન દબાવ્યું અને દરવાજો ખુલ્યો તે સાથે જ આરસર અંદર આવી ગયો..
આરસરે રણકતા અવાજમાં કહ્યું ઓહ .... હેલ્ગા કેટલા દિવસથી તને મળવાની ઇચ્છા થઇ રહી હતી આખરે મુલાકાત થઇ જ ગઇ....
હિકલ ધીરેથી બહાર નિકળી ગયો અને તેણે દરવાજો બંધ કરી દીધો...
હેલ્ગા પોતાની જગાએ એકદમ નિશ્ચલ ઉભી હતી અને તે ફોલાદી નજરે આરસર સામે તાકી રહી હતી તેના હોઠ તેણે દાબી રાખ્યા હતા...
તને મારામાં થોડો બદલાવ લાગ્યો હશે પણ અત્યાર સુધી મારૂ ભાગ્ય ડામાડોળ હતું પણ હવે મારો સારો સમય આવવાનો છે.જો કે તું હજી પણ એટલી જ ઢસ્સાદાર લાગે છે ઉંમરનો તો તારા પર કોઇ પ્રભાવ જ પડ્યો નથી.જો મારા ખરાબ સમયમાં તે મને સાથ આપ્યો હોત તો આજે મારી પાસે પણ પૈસા હોત અને હું પણ અત્યારે એટલો જ રૂઆબદાર લાગતો હોત...
હેલ્ગાએ પત્થર જેટલી સખ્તાઇથી પુછ્યું તું અહી કેમ આવ્યો છું...
બસ એમ સમજી લે કે બદલો લેવા આવ્યો છું...તને યાદ છે આજથી દસ મહિના પહેલા તે મને કહ્યું હતું કે તારા હાથમાં ચાર એક્કા છે... સમય બદવાન છે તે સમયે તારા હાથમાં હતા આજે ચારેય એક્કા મારા હાથમાં છે...
હેલ્ગાએ લાંબો સમય સુધી કોઇ જવાબ ન આપ્યો અને ત્યાંજ ઉભી રહી જે જોઇને આરસરે તેની વાત આગળ વધારતા કહ્યું કે હું આ જ તકની રાહ જોઇ રહ્યો હતો કે જે રીતે તે મને માત આપી હતી હું પણ તને એ જ દાવથી માત આપું..
અનાયાસે જ હેલ્ગાને તેના પિતાની એક શિખામણ યાદ આવી કે જ્યારે તમે કમજોર હોવ અને તમારો શત્રુ તમને નીચું દેખાડવાનો પ્રયાસ કરતો હોય ત્યારે તેની વાત ધ્યાનથી સાંભળીને તેની કમજોરીનો પત્તો લગાવવો જોઇએ તેણે મનોમન કહ્યું કે મારે આરસરની કમજોરીનો પત્તો લગાવવો જોઇએ.
વાત એમ છે કે બે દિવસ પહેલા એક વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો અને મને એ અનુરોધ કર્યો હતો કે હું તેમના વતી તારી સાથે વાત કરૂ અને આ કામ માટે તે મને દસ હજાર ફ્રાંક આપવા તૈયાર છે...જ્યારથી તે મારા પેટ પર લાત મારી છે મારે આવા કામ કરવા પડે છે તેમાંય તારા મરહુમ પતિએ મને એટલો બદનામ કર્યો હતો કે કોઇ મારો પડછાયો લેવા પણ તૈયાર નથી આથી મારે મારી રોજી રોટી કમાવવા માટે આ પ્રકારનાં કામ કરવા પડે છે.જો તે મારી હાલત કફોડી ન કરી હોત તો મારે આ દિવસો જોવા પડ્યાં ન હોત...
મે તારી હાલત કફોડી કરી ન હતી તે તારા હાથે જ તારી હાલત કફોડી કરી હતી..તે ફ્રોડ કર્યો હતો અને ત્યારબાદ બ્લેકમેઇલિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
તું તો મને ટોન્ટ મારે છે...
તો શું તું એ વાતનો ઇન્કાર કરે છે કે તે કોઇ ફ્રોડ કર્યો ન હતો, તું એક બ્લેકમેઇલર છું અને તું તારી જાતને સારી રીતે ઓળખું અને હું તો કહું છું કે તું એક નંબરનો જુઠ્ઠો અને મક્કાર છું....
ખેર છોડ એ બધી જુની વાતો છે...વાત એ છે કે જે વ્યક્તિએ મારો સંપર્ક કર્યો હતો એટલે કે જે મારો કલાયન્ટ છે તેને ખબર છે કે હાલમાં તારે ગ્રેનવિલ સાથે ગાઢ સંબંધ છે અને તે તારી પાસે જ હતો અને તેને એ પણ ખબર છે કે તું બહું રઇશ છું તેણે જ ગ્રેનવિલનું અપહરણ કરાવ્યું છે કારણકે તે તારી પાસેથી પૈસા વસુલ કરવા માંગે છે તે માફિયા છે અને બહુ ક્રુર પણ છે..તેમને કોઇ રીતે એ ખબર પડી છે કે તારી સાથે મારા સંબંધ હતા અને એ કારણે જ તેમણે વાતચીત કરવા માટે મારો સંપર્ક કર્યો હતો.
હેલ્ગાએ કહ્યું કે હું જાતે તેની સાથે વાત કરી લઇશ...
પણ તે ડાયરેક્ટ તારી સાથે વાત કરવા માંગતો નથી તે મારા દ્વારા જ તારી સાથે વાત કરવા માંગે છે...
હેલ્ગાએ તેને ટોન્ટ મારતા કહ્યુંકે એક ફ્રોડ અને બ્લેકમેલરની સાથે સાથે તું માફિયા પણ બની ગયો છું....
આરસર તેની વાત સાંભળતા જ ક્રોધિત થઇ ગયો તેણે કહ્યું કે મને ટોન્ટ મારવાથી કશું વળવાનું નથી સ્પષ્ટ વાત એ છે કે મારા ક્લાયન્ટની શરત છે કે જો તારે ગ્રેનવિલ સાજોસમો પાછો જોઇતો હોય તો ત્રણ જ દિવસમાં તારે વીસ લાખ આપવા પડશે અને ત્રણ દિવસમાં પૈસા નહિ મળે તો ચોથા દિવસે તે તને ગ્રેનવિલનો કાન કાપીને મોકલી આપશે અને આ સાંભળતા જ હેલ્ગાનાં પગ તળેથી જમીન સરકી ગઇ જો કે તેણે પોતાની જાત પર કાબુ રાખ્યો હતો અને ચહેરા પર કોઇ વાત વર્તાવા દીધી ન હતી.
આરસરે પોતાની વાત પુરી કરતા બહાર જતા જતા કહ્યું કે મને વિચારીને જવાબ આપજે...જો કે જતા જતા તેણે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢતા કહ્યું કે આ આપવાનું તો હું ભૂલી જ ગયો હતો...એ કવર હેલ્ગાની સામે મુકતા તેણે કહ્યું કે મારા કલાયન્ટે આ કવર આપવાનું કહ્યું હતું અને તેમ કહીને તે બહાર નિકળી ગયો...
હેલ્ગાએ ધ્રુજતા હાથે એ કવર ખોલ્યુ જેમાં કેટલાક ફોટોગ્રાફ હતા જેને જોઇને તેના રૂંવાડા ઉભા થઇ ગયા હતા કારણકે તે ફોટોગ્રાફમાં ગ્રેનવિલ જમીન પર પડ્યો હતો અને તેનો ચહેરો લોહીલુહાણ હતો જે જોતાં જ હેલ્ગાની શક્તિ હણાઇ ગઇ અને તે તેનો ચહેરો પકડીને રોવા માંડી હતી જો કે તે સમયે જ હિકલ પણ ત્યાં આવી ગયો તેને જોતાં જ હેલ્ગાએ રડમસ અવાજે કહ્યુંં કે મને ખબર હતી કે એ દુષ્ટો ક્રિસ સાથે આવું જ કરશે...
હિકલને એકનજર એ તસ્વીરો પર માંડી અને હેલ્ગાને સાંત્વના આપતા કહ્યું તમે તમારી જાત પર કન્ટ્રોલ રાખો....
આ ફોટોગ્રાફ તો જો એ રાક્ષસોએ ક્રિસ પર કેવા અત્યાચાર કર્યા છે...
હિકલે ફરી એ ફોટોગ્રાફને ધ્યાનથી જોયા અને ત્યારબાદ તેણે ટેબલમાંથી એક માઇક્રોસ્કોપ લેન્સ કાઢીને એ તસ્વીરોને ધ્યાનથી જોઇ અને ત્યારબાદ હેલ્ગાને જોતા તેણે કહ્યું કે મેડમ જો તમે તમારી જાતને કન્ટ્રોલ કરો તો હું તમને એક વાત પુછવા માંગું છું.
તું મને મારા હાલ પર છોડી દે અને અહીંથી નિકળી જા..
મેડમ હું તમારી સાથે વાત કરવા માંગું છું
હેલ્ગાએ ધીરજ ગુમાવતા પુછ્યું કે તું શું વાત કરવા માંગે છે...
હિકલે એક ફોટો ઉઠાવીને એ હેલ્ગા તરફ ફરકાવતા કહ્યું આ લોહી નહિ ટોમેટો સોસ છે.....
ટોમેટો સોસ શું બકવાસ કરે છે...
મેડમ તમારા પતિ સાથે કામ કરતા પહેલા હું એક ફિલ્મ પ્રોડ્યુસર સાથે કામ કરતો હતો જ્યાં મને મેકઅપની બારીકીઓ અંગે સમજ આવી હતી ત્યાં ટોમેટો સોસ લગાવીને એવો દેખાવ ઉભો કરવામાં આવે છે કે વ્યક્તિ લોહી લુહાણ થઇ ગઇ છે...
તારો કહેવાનો મતલબ શો છે...
હું કહેવા માંગું છું કે મિસ્ટર ગ્રેનવિલને કશું જ થયું નથી તેમને લોહીલુહાણ બતાવવા માટે માત્ર ટ્રીક અજમાવવામાં આવી છે...
ગમે તે હોય પણ હું ગમે તે ભોગે ક્રિસને પાછો મેળવવા માંગું છું.
મેડમ હું તમને એક સવાલ પુછવા માંગું છુ
તું શું કહેવા માંગે છે મારી હાલત ખરાબ થઇ રહી છે અને તને સવાલો કરવાનું સુજી રહ્યું છે..
હિકલે તેની વાતને નજરઅંદાજ કરતા પુછ્યું કે તમને એ વિચાર નથી આવતો કે મિસ્ટર ગ્રેનવિલનું અપહરણ કરનારાઓ વિલામાં કેવી રીતે ઘુસ્યા હશે....
અજબ સવાલ છે તે અંદર આવ્યા હતા અને ગ્રેનવિલને ઉઠાવીને લઇ ગયા....
પણ તે અંદર કઇ રીતે આવ્યા....
પ્રવેશદ્વારથી આવ્યા હશે બીજે ક્યાંથી આવવાના હતા....
પણ દરવાજો તો મે મારા હાથે બંધ કર્યો હતો
હેલ્ગાને કશું જ સમજાયું નહિ તે તેની તરફ તાકી રહી અને કહ્યું કે મને કશું જ સમજાતું નથી....
હું તમારી સ્થિતિ સમજું છું મેડમ પણ એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કિડનેપરો પ્રવેશદ્વારથી જ ઘરમાં આવ્યા હતા અને એ દરવાજો મે મારા હાથે બંધ કર્યો હતો..મને એ વાત જણાવો કે તમારી સાથે અંદર ગયા બાદ ગ્રેનવિલ તમને આ રૂમમાં છોડીને બાથરૂમ કે બહાર કે લોબીમાં ગયા હતા..
હા, ક્રિસ બાથરૂમ ગયો હતો...
તો એનો અર્થ એ થયો કે દરવાજો એમણે જ ખોલ્યો હશે....
તારો કહેવાનોે અર્થ છે કે ગ્રેનવિલે જાતે તેનું કિડનેપિંગ કરાવ્યું છે....
આ તસ્વીરો ફ્રોડ છે જેમાં શંકા કરવાની કોઇ ગુંજાઇશ જ નથી..ગ્રેનવિલે જાતે જ દરવાજો ખોલ્યો હતો અને એ વાત પરથી તમે સમજી શકો છો કે તેનો મતલબ શું હોઇ શકે છે....
ક્રિસ મને પ્રેમ કરે છે એ આવું કશું કરે નહિ એ વાતનો મને વિશ્વાસ છે તને એ ગમતો નથી એટલે તું એલફેલ બોલી રહ્યો છું પણ હું તારી બકવાસ સાંભળવાની નથી...
મેડમ, મે મિસ્ટર આરસરે તમારી સાથે જે વાત કરી છે તેને રેકોર્ડ કરી છે અને આરસરની વાત સાંભળીને તો એમ જ લાગે છે કે આ કોઇ ફ્રોડ છે આથી મારી સલાહ છે કે આ મામલે પોલીસને જાણ કરવી જોઇએ...
પોલીસને જાણ કરવી જોઇએ...તારી અક્કલ ઘાસ ચરવા ગઇ છે...ક્રિસ માફિયાનાં કબજામાં છે જો હું પૈસા નહિ આપું તો તે તેનો કાન કાપીને મોકલી આપશે...મારા માટે પૈસા મહત્વનાં નથી મારી પૈસા અઢળક દોલત છે અને મારે ક્રિસ પાછો જોઇએ છે હું તારી કોઇ વાત સાંભળવાની નથી તારે મારી વાતમાં દખલ કરવાની જરૂર નથી..ક્રિસ મુસીબતમાં છે અને તું એના પર પાયાવિહોણા આરોપ લગાવી રહ્યો છું કે તેણે જાતે જ તેનું કિડનેપિંગ કરાવ્યું છે આમ કહીને તેણે જોરથી દરવાજો બંધ કરી દીધો અને તેના બેડરૂમમાં ચાલી ગઇ...
હિકલ લાંબો સમય સુધી ટેરેસમાં ઉભો રહ્યો અને વિચાર કરતો રહ્યો આખરે તેને એક વાત યાદ આવી ગઇ...