How can we live without fighting? in Gujarati Short Stories by Shailesh Joshi books and stories PDF | ઝઘડ્યા સિવાય, તો કેવી રીતે જીવાય ?

Featured Books
Categories
Share

ઝઘડ્યા સિવાય, તો કેવી રીતે જીવાય ?

ઝઘડયા સિવાય, તો કેવી રીતે જીવાય ?

વાચક મિત્રો આ લેખ લખવા પાછળનો મારો મુખ્ય હેતુ એકજ છે કે,

એમાં રહેલો ભાવ આપણા સૌના જીવનને એક સારી, અને સાચી દિશા તરફ લઈ જાય. 

મિત્રો પુરી સૃષ્ટિમાં અતિ કિંમતી, અમૂલ્ય અને સાચવવા જેવી કોઈ વસ્તુ, કે બાબત હોય તો એ છે,

ઈશ્વરની મરજી સાથે આપણા સૌના

એકબીજા સાથે બંધાયેલ પરસ્પરના સંબંધો. 

માટે જો આપણે આપણું જીવન સુખરૂપ રૂપે જીવવા માંગતા હોઈએ, તો ક્યારેય

ઈશ્વરની મરજીનો કોઈ મોટા, અને ખોટા કારણ સિવાય એનો અનાદર ન કરવો જોઈએ. 

આપણે સૌ જાણીએ છીએ કે, પહેલાંના સમયમાં

ઘરમાં પરિવારમાં સંબંધીઓમાં અડોશ-પડોશમાં 

કે પછી મિત્રો સાથે, પુષ્કળ, વારંવાર અને કદાચ અસંખ્યવાર નાના મોટા ઝગડા થતાં રહેતા, અને પાછું.....

આટ આટલાં ઝઘડાઓ થવા છતાં પણ, બને ત્યાં સુધી આપણે કાયમ માટે એકબીજાથી છૂટા નહોતા પડતા.

ભલે ક્યારેક કોઈ બે વ્યક્તિ વચ્ચે કોઈપણ વાતનો ઝગડો બખારો થયો હોય,  ત્યારે.....

એ બંનેમાંથી કોઈ એક થોડું જતું કરીને પણ સંબંધને સાચવી લેતા આપણે જોયા જ છે. 

કોઈ એક વ્યક્તિ સામેથી નમતું જોખીને પણ,

સંબંધ સાચવી લેતા, 

મારું સમજીને, મન મોટું રાખીને પણ, વસ્તુ કરતાં વ્યક્તિને તેઓ વધારે મહત્વ આપતા. 

ને અત્યારે.....લાગે છે કે, 

વ્યક્તિનું મહત્વ ઘટી રહ્યું છે ને વસ્તુનું મહત્વ વધી રહ્યું છે. એટલે.....

જુઓ ને અત્યારે તો, એકજ વાર કોઈ નાનો અમથો ઝગડો થયો નથી,  

કે સંબંધ પુરો. ને એ પણ નજીવી બાબતનો.

અને અમુકવાર તો ઝગડો પણ નથી થતો, 

ઝગડો કર્યા વગર જ, માત્ર જાતે જાતેજ નિર્ણય લઈને 

સીધું જે તે વ્યક્તિ સાથે દૂરી બનાવવાનું શરૂ થઈ જાય છે. 

ખરેખર આ નિર્ણય ભલે કોઈ એક પક્ષ ને હમણાં યોગ્ય લાગતો હોય, પરંતુ.....

પરંતુ લાંબા ગાળે આ નિર્ણય બંને માટે નુકશાન કર્તા જ સાબિત થતો હોય છે.

માટે હાલના સમયમાં આપણે એટલું સમજવું અત્યંત જરૂરી છે કે, 

આપણા સૌના જીવનમાં સૌથી વધારે અફસોસ કે પછી પછતાવો આપતું કોઇ મોટું અને મુખ્ય પરિબળ હોય તો

આ એકજ પરિબળ છે કે,

સમજ્યા વિચાર્યા વગર કોઈની સાથે સંબંધ કાપવો,

કે પછી અબોલા બાંધવા. 

માટે આપણે આ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, 

મજબૂત અને લાંબા ગાળાના સંબંધો માટે આ ઝઘડો એક એવી બાબત છે કે,

જો આપણે એને ધ્યાનમાં રાખી કોઈ પગલું ભરીશું,

તો એ બંને પક્ષે લાભકારી રહેશે. 

એના માટે ઝગડો એટલે શું  ?

અથવા તો એ થવાનું કારણ શું હોય છે  ?

આપણા માટે સૌથી પહેલાં તો એને સમજવું અતિ મહત્વ પૂર્ણ બાબત છે. 

કે ઝગડો થાય છે કેમ ? 

બે વ્યક્તિઓ વચ્ચે ઝગડો એટલાં માટે થાય છે કે, 

એક બીજાને સમજવામાં, ઓળખવામાં આપણે જ્યાં જ્યાં ભૂલ કરી છે, એ સમયાંતરે,

જેમ જેમ એકબીજાની એ ભૂલ ધ્યાને આવે એટલે

જે સ્થિતિનું નિર્માણ ઊભું થાય,

ત્યારે....આપણી સમક્ષ....

બે વાતની સંભાવના ઉભી થતી હોય છે,

એક એ કે,

એ બંને લોકોએ એકવાર શાંત ચિત્તે ભેગા મળીને એ ભૂલ વિશે ચર્ચા કરી, કોઈ સારો રસ્તો કાઢવો જોઈએ,

અને બે,

કે પછી "ઝગડવું" જોઈએ ?

આમાં જો શક્ય હોય ત્યાં સુધી આ વિકલ્પ નંબર બેને,

ન અપનાવવો, એમાં જ બંનેનું ભલું હોય છે.

જ્યાં સુધી સામેના વ્યક્તિની વાત, માંગણી કે પછી એનું વર્તન બિલકુલ અયોગ્ય ન હોય,

કે પછી અયોગ્ય હોય, અને એને સમજાવવા છતાં જો એ એની વાત પકડી રાખે, કે પછી 

એની કોઈ અયોગ્ય માંગણી ચાલુ રાખે, કે પછી

એ કોઈપણ કાળે, કોઈપણ ભોગે એ એની જીદ છોડવા તૈયાર ન હોય, ત્યારે ત્યારે અને ત્યારે જ

એ સંબંધને ભૂલવો, છોડવો કે પછી કાપવો જોઈએ,

ને એ પણ.....

વગર ઝગડે.....

વગર આક્રોશે, ને

મનમાં જરા અમથી પણ કોઈ કડવાશ રાખ્યા વગર,

કે પછી જરાય દુ:ખી થયા વગર છૂટા પડવું જોઈએ.

કેમકે, એનું મુખ્ય કારણ એજ છે કે, 

કોઈ દરવાજો એટલો જોર સાથે બંધ ન કરવો જોઈએ,

કે સમય જતાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે એ દરવાજો ખટખટાવી ન શકીએ. 

કે પછી સામેના વ્યક્તિને ભવિષ્યમાં એની ભૂલનો અહેસાસ થાય ત્યારે એ આપણી પાસે આવતા સંકોચ અનુભવે.

માટે જ મને લાગે છે કે,

અત્યારના સમય કરતા, પહેલાના લોકો વચ્ચે ઝગડા થતાં, 

એ સમય સારો હતો. 

કંઈ નહીં, જાગ્યા ત્યારથી સવાર 

આ બાબતે તમારું કહેવું શું થાય છે ?

 - Shailesh Joshi