વિરહની વેદના.....😔
વિરહની વેદના જાણવી હોય તો એક દીકરીને પૂછો કે પછી તેના માઁ-બાપને.
એક સ્ત્રી જ્યારે માઁ બનવાની હોય છે ને ત્યારે
પતિ-પત્ની બંને એ આવનાર બાળકને લઈને ન જાણે
કેટકેટલા સપના જોવે છે.
કે બાળક આવશે ત્યારથી માંડીને તેના ભણતર સુધી, તેના સારા ભવિષ્યથી લઈને તેની તમામ ઈચ્છાઓ પૂરી કરવાનું સપનું તે જોઈ લે છે.
પછી જ્યારે બાળક એક નાનકડી પરીના સ્વરૂપે માઁ બાપના હાથમાં આવે છે ને ત્યારે દુનિયાના તમામ દુઃખ ચિંતાઓ જાણે દૂર થઈ જાય છે. કારણકે એ માઁ બાળકને જો નવ મહિના પોતાની કૂખમાં ઉછેરે છે તો પિતા પોતાના દિમાગમાં ઉછેર કરે છે.
હવે આવુ જ કઈક ગોપાલ ભાઈ અને માલતી ભાભીનું હતું. માલતી ભાભી મારી ખાસ સહેલી પણ છે. એટલે હું તેમના વિષે બધું જાણતી હતી. માલતી ભાભીનો એક સંયુક્ત પરિવાર હતો. ગોપાલભાઈના માતા પિતા, અને ગોપાલભાઈના બે ભાઈઓ અને ભાભી અને તેમના સંતાનો પણ. તે બધી વાતે સુખી હતા પણ બધાને મનમાં એક કમી લાગતી હતી. અને તે હતી એક દીકરીની. ગોપાલભાઈને પોતાને પણ બહેન ન હતી. અને પોતાના ભાઈઓને પણ દીકરા જ હતા. માલતી ભાભીને પણ એક દીકરો હતો. અને હવે તે ફરીથી માઁ બનવાના હતા. અને જાણે આ વખતે ભગવાને બધાની પ્રાર્થના સાંભળી લીધી. માલતી ભાભીએ એક ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો. બધા ખુબ જ ખુશ થઈ ગયા હતા. જાણે પરિવારનું સપનું પૂરું કર્યું હતું માલતી ભાભીએ.
આ દીકરીનું નામ પરી રાખવામાં આવ્યું. પરી આખા ઘરની ખૂબ જ લાડકવાયી દીકરી હતી. ખૂબ જ લાડકોડથી તેનો ઉછેર થઇ રહ્યો હતો. ચાર ભાઈઓની એક બહેન પરીના આવવાથી જાણે ઘરની રોનક બદલાઈ ગઈ.
પરીની કાલી કાલી બોલી, જયારે તે ચાલતી તો તેની ઝાંઝરનો છમક છમક અવાજ તેની ખીલખીલાતી હસી બધાનુ મન મોહી લેતી હતી.
પણ કહેવાય છે ને કે સમય ક્યાં બાંધ્યો બંધાય છે.
સમય વીતતો ગયો અને પરી મોટી થઈ ગઈ. અને હવે પરીના
ચારે ભાઈઓના પણ એક પછી એક લગ્ન થઈ ગયા.
પરી ડોક્ટર બનવા ઇચ્છતી હતી. તેથી તેણે ખૂબ મહેનત કરીને ભણી અને ડોક્ટર પણ બની.
એક દિવસ, જ્યારે રવિવારના દિવસે સવારથી જ ઘરમાં ખૂબ ચહેલ પહેલ હતી. સવારથી જ ઘરના બધા કામમાં લાગી ગયા હતા પરી ઉંઘમાંથી ઊઠીને પોતાના રૂમમાંથી બહાર આવી અને જોયું તો બધા કામમાં વ્યસ્ત હતા.
`બા´ હિચકામાં બેસીને માળા ફેરવતા હતા. પરી તેમની પાસે ગઈ
પરી : બા શું છે આજે સવારના પોરમાં બધા આટલા વહેલા ઊઠીને કામે લાગી ગયા છે.
બાએ પરી નો હાથ પકડી ને પોતાની પાસે બેસાડી તેના માથે હેતથી હાથ ફેરવતા કહ્યું.
બા : તારા માટે તૈયારીઓ ચાલી રહી છે બેટા
પરી : મારા માટે ? કેમ .........
બા : તને આજે છોકરાવાળા જોવા માટે આવવાના છે.
પરી : ( એકદમ હેબતાઇ ગઇ હોય તેમ .....)" કેમ? "
બા : અરે, લે કેમ શું હવે લગ્ન કરાવશું ને મારી દીકરીના,
પરી એકદમ ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી
થોડીક વારમાં પરીને જોવા છોકરા વાળા આવી ગયા .
મહેમાનોની ખૂબ આગતા સ્વાગતા કરાઈ. વાત ચીત હસી મજાક થઈ રહી હતી. પરી અને છોકરાને વાતચીત કરવા માટે અલગ મોકલ્યા. અને એકબીજા સાથે વાતચીત કરી. છોકરાનું નામ વિરાજ હતું.
બંને પરિવારને સબંધ ગમ્યો હતો. અને જોતજોતામાં વાત નક્કી પણ થઇ ગઇ અને વિરાજ અને પરીની સગાઇ પણ થઇ ગઇ.અને હવે લગ્નની તૈયારીઓ પણ કરવા માંડી હતી.જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ ઘરના દરેક સભ્યોના મન અને ખાસ પરીના પપ્પાના મન ભારે થવા લાગ્યા. પોતાની દીકરીને ક્યારેક પોતાનાથી અલગ કરી ના હોય, ક્યારેય ક્યાય પણ તેને એકલી ના મૂકી હોય, સહેજ શરદી ખાંસી કે તાવ આવે તો આખી રાત તેના માટે જાગતા, સ્કુલ કે કોલેજમાંથી ચાર દિવસના પ્રવાસે જાય ને તો પણ
બધુ બરોબર તો છે ને તેની ચકાસણી કરતા, અને હવે જુઓ પરીને હંમેશા માટે પોતાનાથી દૂર કરવા જઈ રહ્યા હતા.
કહેવાય છે ને કે "બાપના શરીરની બહાર હરતું ફરતુ હૃદય એટલે દીકરી" , કેવી રીતે પોતાનું હૃદય કોઈ પારકા ના હાથ માં આપી શકાશે કેવી રીતે રહી શકાશે પરી વગર. શું આ દિવસ માટે જ દીકરીને લાડકોડથી ઉછેરીને મોટી કરવામાં આવે છે?.......
અને હવે તો લગ્નની તૈયારીઓ જોરશોરથી થવા લાગી
લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. પરીની સંગીત મહેંદી પીઠી થવા લાગી બધાના હૈયા જાણે ભરાઇ ગયા હતા અને હવે લગ્નનો દિવસ પણ આવી ગયો. પરી લગ્નના પાનેતરમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. દીકરીને પાનેતરમાં સજેલી જોઈને ગોપાલ ભાઈ પોતાના મનમાં ભરાઈ રહેલી વેદનાને રોકી ન શક્યા પરી ને જોઈને કહેવા લાગ્યા કે
કાલ સુધી જે મારી નાનકડી ઢીંગલી હતી. આજે અમને પારકા કરી ને , પારકાને પોતાના કરવા જઈ રહી છે. ગોપાલભાઈ વધુ આગળ કશું બોલી ન શકયા દીકરીને ભેટીને રડવા લાગ્યા ઘરમાં બધાની આંખો વારે ઘડીએ છલકાઈ જતી હતી. અને હવે તો લગ્ન પણ થઈ ગયા. અને હવે આંકરી વેળા આવી ગઈ પરીને સાસરે વળાવાનો સમય આવી ગયો અને હવેતો કોઈ પોતાની લાગણીને રોકી ન શક્યુ બધા એકપછી એક પરીને બધા બાથમાં ભરીને રડી રહ્યા હતા.પરી પોતાના દાદા પાસે આવી (દાદા ભર્યા હૈયે રડતા રડતા બોલ્યા)
દાદા : મારા કાળજા નો કટકો મને છોડીને જતો રહેશે?
પરી તરત દાદાને ભેટીને ખુબ રડવા લાગી
ને હવે છેલ્લે પપ્પા પાસે આવી અને રડતા રડતા કહેવા લાગી
પરી : પપ્પા, તમારી તબિયતનું ધ્યાન રાખજો સમયસર જમજો અને સમયસર દવા લેજો (આટલું સાંભળતા જ ગોપાલભાઈ પોતાની જાતને રોકી ન શક્યા અને પોતાની દીકરીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા બાપ દીકરીને અલગ કરવુ પણ ખૂબ અઘરુ હતુ. જેમ તેમ કરીને ગોપાલભાઈએ પરીનો હાથ પકડીને ગાડીમાં બેસાડી. ગાડી ધીરે ધીરે આગળ ચાલતી હતી પણ જાણે પરીનાથી પિયરની માયા છૂટતી ના હોય તેમ ભરેલી આંખે એ પાછળ જ જોઈ રહી હતી. અને જોતાં જોતાં જ પરી જતી રહી. અને પાછળ ઘર આખું ભર્યું ભર્યું છતાં સુનુ લાગવા લાગ્યું હતું હંમેશા આનંદ કિલ્લોલ કરવા વાળું ઘર આજે સુનુ લાગવા લાગ્યું હતું.અને બધાએ ભારે હૈયે દીકરીને વિદાય આપીનેપાછા વળ્યા. મહેમાનો પણ લગ્નનો અવસરને માણીને ચાલતા થયા. અને બીજા બધાં તો ઠીક છે પણ પરીના માતા-પિતા પરીના " વિરહની વેદના " કેવી રીતે સહન કરશે. પણ આજ તો સંસારનો નિયમ છે દીકરી પારકું ધન છે તેને વળાએ જ છૂટકો હતો..
..😔😔😔..
` અમી......´