Single Mother in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 22

Featured Books
  • জঙ্গলের প্রহরী - 5

    জঙ্গলের প্রহরীপর্ব - ৫- "এটা একটা গল্প মিঃ রায়। মিথ বলতে পা...

  • Forced Marriage - 1

    শ্বেতার মনে হয়, পৃথিবীর সব থেকে বিষাক্ত বিষের থেকেও তার বসের...

  • অন্তর্হিত ছায়া

    কলমে :- সূর্য্যোদয় রায়   পর্ব১:  নিরুদ্দেশের নোটবুক কলকাতা...

  • ঝরাপাতা - 2

    ঝরাপাতাপর্ব - ২পিউর বুদ্ধিতে গোপার সঙ্গে কথা বলতে যাওয়ার আগ...

  • THE TALE OF LOVE - 13

    Catagory-(Romantic+Thriller️+Psycho+Toxic+Crime‍️+Foreign pl...

Categories
Share

સિંગલ મધર - ભાગ 22

"સિંગલ મધર"
( ભાગ -૨૨)

ભાઈ બહેનની વાતો એટલે હસી મજાક મસ્તી.
એવી વાતો ભાઈ કિરણ અને બહેન વ્યોમાની.

લગ્ન કરવા માટે ઉત્સુક એવો કિરણ ઉંમર થોડી વધુ થઈ હતી પણ યોગ્ય પાત્ર ન મળવાને કારણે લગ્ન કર્યા નહોતા.

એક ઘટના પછી કિરણ પર ત્રણ જગ્યાએ એ માટે ફોન આવે છે. પણ કિરણ પોતાની નાની બહેન વ્યોમાનું ગોઠવાઈ જાય પછી જ મેરેજ કરીશ એવું કહે છે.

હાઈસ્કૂલના મેડમ મેઘનાનો ફોન આવે છે અને પછી એની નાની બહેન કાવ્યાનો બાયોડેટા અને ફોટા મોકલે છે.

બહેન વ્યોમા એ જાણવા ઈચ્છે છે કે કાવ્યા કોણ છે?

નામ સાંભળીને કાવ્યા ચમકી ગઈ.
ઓહ... કાવ્યા?.. મને ફોટો બતાવો.

કિરણ..
જો .. હું કહેતો હતો ને.. નામ અને ફોટો જોઈને કહીશ કે હું ઓળખું છું.

વ્યોમા..
કદાચ જાણતી પણ હોઈશ તો જ કહીશ. મારી સાથે કોલેજમાં એક કાવ્યા હતી એટલે જ પુછ્યું હતું. તમે ક્યારેય મારી બાબતે પૂછપરછ કરી નથી. આ મેં મનન માટે કહ્યું એટલે તમે સક્રિય થઈ ગયા. એમાં પણ તમારું હિત છે. ઓહ.. ઝંખના દીદી.. એમનો સ્વભાવ એટલે.. સ્વભાવ.. મારી તો લાઈફ બની જશે. એમના જેવી સમજું અને ઠરેલ નણંદ. મને માર્ગદર્શન પણ આપે એવા છે.

કિરણ..
લો.. હવે પાછું ગાણું ચાલુ થયું. ઝંખના.. ઝંખના.. ઝંખના..
હવે તારી ઝંખના ક્યારેક તો પૂરી થશે. એટલે તો આવતીકાલે ગોઠવ્યું છે.

વ્યોમા..
ભાઈ.. ખોટું લાગ્યું. મેં મજાકમાં કહ્યું હતું. તમારામાં પ્રેમ જાગે. તમારું કામ થઈ જાય અને મારું પણ કામ થાય. સારું સારું.. હવે ઝંખના.. નહીં કરું.પણ પછી આવીને તમે ઝંખના કરશો તો હું પણ કહીશ. પણ ભાઈ તમે કાવ્યાનો ફોટો તો બતાવો. કે પછી ગમી છે એટલે હમણાં બતાવવા માંગતા નથી. જુઓ મેં મનન નો ફોટો બતાવ્યો છે ને! આવું શું કરો છો ભાઈ. સારું.. ઝંખના દીદી કેન્સલ. કાવ્યા ભાભીનો ફોટો બતાવો. ભાઈ તમે હમણાંથી બહુ માન માંગો છો.

કિરણ...
લે..માન માંગવું પડે. નાની બહેન મોટાભાઈને માન આપે એજ સારું છે. હા તેં મનન નો ફોટો બતાવ્યો પણ એ આજે જ. તમારા બંનેની પ્રેમ કહાની બહુ વખતથી હતી. તેં ક્યારેય એ બાબતે મને વાત કરી હતી? જો પહેલાથી કહી હોત તો મારે આજે હાઈસ્કૂલમાં જવું ના પડતું. હું ઝંખના મેડમ ને ફોનથી કહી દેતો કે મેડમ તમે મારા પર ખોટો ઈમેલ કર્યો છે. આ તારી જ ભૂલ છે જેના લીધે બિચારા ઝંખના મેડમ..

વ્યોમા..
જુઓ ભાઈ.. મારી બનનારી નણંદ બિચારી નથી. એને એક નાની ક્યૂટ બેબી છે. સ્માર્ટ ભાઈ મનન છે.અને એમના માતા પિતા છે. મારી ભૂલ જ નથી. તમારે મને પહેલા કહેવું જોઈતું હતું કે હું આ હાઈસ્કૂલમાં જાઉં છું. અને ખોટો ઈમેલ આવ્યો એટલે ખખડાવવા માટે જાઉં છું. આ ઈમેલ મોકલનારા ઝંખના મેડમ છે એ તમને ખબર પડી એટલે ભાઈને થયું કે જોઉં તો ખરો કે કેવા દેખાય છે? કહેવા જવાનું તો બહાનું જ છે. સોરી.. હો ભાઈ ખોટું લાગ્યું હોય તો. ભાઈ બહેન વચ્ચે આવી ખાટી મીઠી વાતો થાય તો જ મજા આવે. હવે ઈંતજારની ઘડીઓ ખતમ થશે કે નહીં!

કિરણ હસી પડ્યો..
તને મસ્તી મજાક કરવાની ટેવ છે એટલે બહુ બોલતો નથી પણ તારી વાતો સાંભળીને હસવું આવે છે ને મજા પણ. હવે તને નથી સતાવવી. તું છું પણ કેટલા દિવસ સુધી. આવતીકાલે વાતચીત થઈ જાય એટલે વસંત પંચમીએ તને વિદાય.

વ્યોમા...
ભાઈ.. તમે ખરેખર બહુ સારા છો. હું ઈચ્છું છું કે તમને સારી સમજું છોકરી મળે. પણ એ પછી પણ હું આપણા ઘરે આવતી રહેવાની છું.

કિરણ..
મેં ક્યાં ના પાડી છે. તારું પણ ઘર છે. ચાલ હવે તને બહુ સતાવી. તને કાવ્યાનો ફોટો બતાવું છું.

આટલું બોલીને કિરણે એના મોબાઈલમાં આવેલો કાવ્યાનો ફોટો બતાવ્યો.

વ્યોમાએ કાવ્યાનો ફોટો જોયો. એની ભમરો ઉંચી થઇ. એ આનંદ ચકિત થઈ ગઈ.
બોલી..
ઓહ..સો ક્યૂટ.. કાવ્યા.. આ કાવ્યા શુક્લા છે. 
( શું વ્યોમા કાવ્યાને ઓળખે છે? કિરણ કોને પસંદ કરશે?
મારી ધારાવાહિક વાર્તા વાંચીને પ્રતિભાવ આપવા વિનંતી છે. )
- કૌશિક દવે