mardani in Gujarati Short Stories by Mast Kalandar books and stories PDF | મર્દાની

Featured Books
  • अन्वी - 1

    गांव की गलियों में जब सुबह की हल्की धूप मिट्टी पर उतरती है,...

  • अदाकारा - 2

    अदाकारा 2      सुबह उठने के साथ ही उर्मिलाने मानो पूरा घर ही...

  • त्रिशूलगढ़: काल का अभिशाप - 3

    पिछली बार आपने पढ़ा हुआ था:श्रेयांस ने उस रहस्यमयी किताब को...

  • जयदेव जी

    जयदेव जीगीत-गोविंद के प्रणेता प्रसिद्ध भक्त कवि जयदेव का जन्...

  • जिंदगी का तोहफा

    एक छोटे से गाँव में राजू नाम का एक लड़का रहता था. वह बहुत गर...

Categories
Share

મર્દાની

મર્દાની

આ લેખ નો હેતુ મર્દાની મૂવી ના રીવ્યુ લખવાનો નથી... એટલે જો કોઈ વ્યક્તિ એવું માનીને આ લેખ વાંચતા હોય તો ન વાંચતા... અહીં મર્દાની મૂવી જોઈને જે પ્રશ્નો મારા માનસપટલ પર ઉપસ્થિત થયા એ પ્રશ્નો અહીં રજૂ કરવાનો છું..

વાંચકો માંથી ઘણા ને એવું થતું હશે કે આ ભાઈ તો એની રચના માં ગમે ત્યારે પ્રશ્નો જ રજૂ કરતો હોય છે.. આનું નામ પીયૂષ નહીં પણ જુદાઈ મૂવી ના પરેશ રાવલ હોવું જોઈતું હતું😂...  પરેશ રાવલ જુદાઈ ફિલ્મ માં સામા વાળા ને પ્રશ્નો પૂછી પૂછી ને નસો ખેંચી નાખતા હતા... અહીં આ કામ પીયૂષ ને સોંપ્યું લાગે છે... 😂

મર્દાની મૂવી.....

આ ફિલ્મ માં જોયા મુજબ એક પાગલ વ્યક્તિ હોય છે જે સ્ત્રી ની નાની અમથી સ્વતંત્રતા નો પણ વિરોધી હોય છે.. એ માણસ રેપ કરે છે.. અને રેપ ના સમયે અને ત્યારબાદ એ સ્ત્રીને ખૂબ જ ટોર્ચર કરે છે... અને ત્યારબાદ એને મારી નાખે છે.

અહીં મને પ્રશ્ન એ થાય છે કે...

આપણે સમાજમાં Domestic violence જોઈએ છીએ... સામાન્ય રીતે આપણે ઘણી વખત સમાચાર પાત્રો મા પણ વાંચીએ છીએ કે પતિ એ પત્ની ને માર માર્યો... હિંસા કરી... હાથ ઉપાડ્યો.. સળગાવી દીધી.. રેપ કર્યો.. બાળક પડાવવા માટે ફોર્સ કર્યો વિગેરે વિગેરે....

સામાન્ય રીતે જોવા જઈએ તો આમ જ કેમ થાય છે..?? જનરલી પુરુષ જ સ્ત્રી પર હાથ ઉપાડે છે.. હિંસા કરે છે... રેપ કરે છે... શા માટે સ્ત્રીઓ ને આ બધું નથી સૂઝતું?? એ ય પતિ પર હાથ ઉપાડી તો શકે ને... એને મારી શકે... એનોય રેપ કરી શકે ને???.. તો શા માટે આવા બનાવોમાં ફક્ત સહન સ્ત્રીઓ જ કરે છે...??

કુદરત ના નિયમ નો વિરોધ

દુનિયામાં એવો નિયમ છે કે શક્તિશાળી માણસ નબળા ને દબાવે... અને અહીં તો સ્ત્રી પાસે પુરુષ ની સરખામણી એ ઓછું ફિઝિકલી બળ છે.. એ વાત તો આપણે માનવી પડે.. કે બળ માં એક સ્ત્રી પુરુષ ને પહોંચી નહિ શકે...  
મને વિરોધ ઈશ્વર ના એ નિયમ છે કે એણે સંસાર ની રચના કરી.. પુરુષ ને ઘડ્યો.. અને સ્ત્રી ને ઘડી..  અને એ પણ જાણતો હતો કે આ બાહુબળ માં સ્ત્રીઓ પુરુષો કરતા સહેજ ઉતરતી છે.. (સામાન્ય રીતે કહું છું.. બધે જ આ બાબત apply નથી થતી)

તો જ્યારે ઇશ્વર જાણતા હતા કે હું આવી રચના કરું છું.. તો બાળકો ને ધરતી પર અવતરવાની જવાબદારી પુરુષો ને સોપું... સ્ત્રી ને તો બાહુબળ ઓછું આપું છું.. તો હવે આવી મોટી જવાબદારી પુરુષોને સોપુ.. તો balance જળવાઈ રહે... કારણ કે એક તો બાહુબળ માં ઉતરતી સ્ત્રી ને આ રજોદર્શન (માસિક) અને બાળકો ને જન્મ આપવાની આટલી મહત્વ ની જવાબદારી કેમ સોપુ છું..?


☘️ મારો પ્રશ્ન ઈશ્વર ને છે કે શા માટે પુરુષો ને આ જવાબદારી ન આપી?? જેથી અમુક દુર્જન લોકો જે પોતાની પત્ની કે અન્ય પર હિંસા કરે છે તેઓ જો પ્રેગ્નેન્ટ હોય ત્યાં સુધી તો ઓછી હિંસા કરી શકેત ને...

☘️ ભલે આ જવાબદારી સ્ત્રીઓ ને માથે આપી.. તો એમને બાહુબળ પણ વધુ આપવું જોઈતું હતું.. 

☘️ જેમ ગરીબ વધુ ગરીબ બનતો જાય છે એમ જ ઈશ્વરે પણ અહીં આ નિયમ અપનાવ્યો લાગે છે કે દુર્બળ ને વધુ દુર્બળ બનાવ્યા છે...

ઉપર ના વિચારો મારા અંગત છે જો કોઈને દુઃખ થયું હોય તો માફી ચાહું છું.. મારો ઉદેશ્ય ફક્ત મારા વિચારો રજૂ કરવાનો છે.. કોઈની માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો સહેજ પણ નથી...

આભાર

પીયૂષકુમાર "પીયૂ"
15.12.2019