Takshshila - 13 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 13

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 13

યુવરાજ ચંદ્રપ્રકાશની ઘોષણા તક્ષશિલામાં જેમ જેમ પ્રસરી, તેમ તેમ એક બાજુ આનંદની લહેર ઊભી થવા લાગી, પણ બીજી બાજુ એક અદ્રશ્ય તણાવની છાંયાઓ પણ ઊંડાઈ રહી હતી. રાજમાર્ગ પર વાદ્યો વગાડવામાં આવ્યા, મંદિરોમાં ઘંટો વાગ્યા, નગરનાં દરેક માર્ગો ધ્વજોથી શણગારાયા પણ ચાણક્યની આંખો જોતાં બધું અપૂરું લાગતું હતું.

ગૂપ્તચર દ્વારા મળેલા ધમકીભર્યા પત્ર બાદ ચાણક્યની અંદર એક ઘાટ વળયો હતો. એ શબ્દો ખાલી આકરો ઇરાદો નહોતા, પણ એક એવું ગૂઢ સંકેત હતું કે શત્રુ તક્ષશિલાની અંદરથી શ્વાસ લઈ રહ્યો હતો. પત્રમાં લખાયું હતું:

“તમે ભવિષ્ય નક્કી કર્યું છે, હવે હું તેનું અંત લાવિશ. નવયુવરાજ દસ દિવસમાં નાશ પામશે.”

તાત્કાલિક ચાણક્યે રાજમહેલમાં સુરક્ષા ચક્ર સક્રિય કર્યું. ગુપ્તચર તંત્રની ટુકડીઓ ચારેય દિશામાં વહેંચી દીધી. દરબારના દરેક સભ્ય, મંત્રી, સેવક, રસોઈયા, ધોબી, વેપારીઓ સુધીની દેખરેખ શરૂ થઈ ગઈ.

ચંદ્રપ્રકાશ માટે હવે ઘોષણાની ખુશી પાછળ જવાબદારીનું ભારણ હતું. તેમનું મન ચિંતા અને શાંતિ વચ્ચે લટકી રહ્યું હતું. એ જાણતા હતા કે ષડયંત્ર શપથદિવસ પહેલાં એમનું અંત લાવવાનું વિચારી રહ્યું છે, પણ તેઓ ડગ્યા નહીં.

"મારી ચિંતાનો સમય નથી," તેમણે સૂર્યપ્રતાપને કહ્યું. "હવે મને સૌના માટે શ્રેષ્ઠ બનવાનું છે."

સૂર્યપ્રતાપ તેમને દૃઢતાથી જોઇ રહ્યાં હતા: "શત્રુ ઘરમાં હોય કે બારીની પાછળ, તે અહીં સુધી આવશે નહીં. હું એનાં પગલાં પહેલાં અટકાવીશ."

તેઓના વચ્ચેનું સહયોગ હવે માત્ર ભાઈચારો નહોતું, એ એક વ્યૂહરચનાત્મક સાંકળ બની ગયું હતું.

ચાણક્યએ ષડયંત્રકારનો પીછો કરવા માટે એક અદ્વિતીય વ્યૂહ રચ્યો.મહેલના રસોડામાંથી ઝેરી પદાર્થના કણ મળ્યા. આ પદાર્થ માત્ર શાસ્ત્રોમાં જ ઉલ્લેખ પામતો હતો.

એવી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી હતી જે ખાસ મહેમાનો માટે ભેગી કરાઈ હતી. રસોઈમાથી મળેલી શાહી, કાગળ અને મુદ્રા સાકેતના સંગ્રહમાંથી મળતી હતી.
ત્યાંથી ચાણક્યે શંકાની સોય મહામંત્રી સાકેત તરફ દોરી.

શપથદિવસની પૂર્વસંધ્યાએ ચાણક્યએ દરબારમાં જાહેર કર્યું:

"મને જે મળ્યું છે એ માત્ર એક પત્ર નહીં, એક પદ્ધતિ છે. શડયંત્ર એક વ્યક્તિ નથી, એ એક વિચાર છે અને એ વિચાર દરબારની અંદર ઊંડો છે."

તેઓએ સાકેત તરફ નજર કરી. "સાકેત, તમે રાજસભા માટે ૩ મહિના સુધી વિદેશી શાહી અને મુદ્રા આપતા રહ્યા છો. જે કાગળ પર ધમકી લખાઈ છે, એ કાગળ પણ તમારાં જ વેપારથી લાવવામાં આવ્યો છે."

સાકેત બોલ્યો: "આ એક ઇતિફાક છે."

"તમે એ રાસાયણિક પદાર્થ પણ મંગાવ્યો હતો કે નહિ?"

સાકેત ચૂપ રહ્યો.

ચાણક્યએ ગુપ્તચરને સંકેત આપ્યો. સાકેતની આસપાસના ગાદલા હટાવતાં એજ ઝેરી પદાર્થના લાકડા એક પોટલીમાં મળ્યા.

દરબારમાં ઊથલપાથલ થઇ ગઇ.

મહામંત્રી સાકેત પકડી લેવામાં આવ્યા. તેમની કડક પૂછપરછમાં બહાર આવ્યું કે તે એક જૂના દુશ્મન રાજ્ય સાથે ગુપ્ત સંધિ કરી રહ્યા હતા. તેનું લક્ષ્ય હતું શપથદિવસે યુવરાજને ઝેર આપીને તક્ષશિલામાં અરાજકતા ફેલાવવી અને પછી પાછળથી વિદ્રોહ ઊભો કરીને તલવારથી રાજ્ય પછાડવાનું.

"શપથ મોકૂફ નહીં થાય".મહારાજ આર્યને ઊઠીને કહ્યું:

"આ આજે એક શીખ મળી છે, પણ ચંદ્રપ્રકાશ હવે માત્ર યુવરાજ નહિ, તક્ષશિલાની ભવિષ્યશક્તિ છે. શપથ મોકૂફ નહીં થાય."

ચાણક્યએ ઉમેર્યું: "દરબાર શાંત છે એનો અર્થ શાંતિ નથી. પણ એમાં પણ સત્યની ઉર્જા છે. જે હવે ચંદ્રપ્રકાશના રૂપે ઊજળશે."

શપથદિવસ પૂર્વે રાત્રિભોજન દરમિયાન રક્ષામંત્રીના હાથમાંથી થાળી પડી જાય છે.

બધાનું ધ્યાન પલટે છે. એ સમય દરમિયાન એક અવાજ ચાણક્યના કાને પડ્યો:

"એક ષડયંત્ર અજમાવાયું પણ બીજું આવવાનું છે... શપથમંચ તલવારથી નહિ, પણ શબ્દોથી લોહિયાળ થશે."

----------------------------------------------------------------

આ નવલકથાને તમારા રીવ્યુ આપવા નમ્ર વિનંતી. તમારા રીવ્યુ મારા માટે એક માર્ગદર્શન નું કામ કરશે.

જય હિન્દ , જય ભારત