My dear Saheli in Gujarati Love Stories by Jaypandya Pandyajay books and stories PDF | મારી પ્રિય સહેલી

Featured Books
Categories
Share

મારી પ્રિય સહેલી

           

મીન દરરોજની જેમ જ  ઓફિસે જવા માટે નીકળતો હતો. તે દરવાજામાંથી નીસરતા સમયે જુએ છે તો સહેલી  દુર ઉભી કોઈની સાથે ફોનમાં ધીરેથી  વાત કરતી હતી.

મીનને થાય છે કે આ સહેલી કોની સાથે ફોનમાં એટલી વાત કરતી હશે?  તેના મનમાં વિચારોનું ધમાસાણ યુદ્ધ શરૂ થઈ જાય છે. તે થોડો શંકાશીલ વૃત્તિ ધરાવતો માણસ હતો.

તે ચૂપચાપ દીવાલની પહેલી તરફ જઈ અને સહેલીની વાતો સંતાઈ અને સાંભળતો હતો. સહેલી ઘણી વાર સુધી ફોનમાં વાત કરતી હોય છે. પણ મીન તે દીવાલની પાછળ જ ઉભો હતો. તે જાણવા માંગતો હતો કે સહેલી ફોનમાં એટલી બધી વાત કોની સાથે કરી રહી છે? 

તે વારંવાર એક જ વાત વિચારતો હતો કે સહેલી એવી તે કંઈ વ્યક્તિ સાથે વાત કરતી હશે?  જેની જાણ મને નથી?  આમ તો હું તેના બધા રિલેટિવ, ફ્રેન્ડસ અને ઓફિસ સ્ટાફને સારી રીતે ઓળખું છું. પણ આ તેમાંથી કોઈ છે કે નહીં તે જાણવું પડશે.

સહેલી હમણાંથી પોતાના માંજ ખોવાયેલી રહે છે. થોડી ટેંશનમાં હોય તેવું મને લાગતું હતું. પણ તેની એક ટેવ ખુબ જ ખરાબ છે કે અમારે શુ તકલીફ છે તે વગર કહ્યે સમજી જશે પણ પોતાની તકલીફ કે ચિંતા વિશે કોઈને કહેતી નથી.

થોડીવાર મીન ત્યાં જ ઉભો રહે છે. હજી સહેલી ફોનમાં જ વાત કરતી  હતી. 

મીન - અરે આ હું શુ કરુ છું?  મારે આવું ન વિચારવું જોઈએ. સહેલી એટલા વર્ષથી અમારી સાથે રહે છે. તેણે અમારા ઘર પરિવારને એક કરી અને રાખ્યો છે. કદી અમને કે અમારા ઘરને તૂટવા નથી દીધા.

પણ ફરી એ જ મીન મનમાં એમ વિચારે છે કે તો પછી સહેલી એટલી ટેંશનમાં કેમ છે?  અને કોની સાથે વાત કરે છે?  એટલી બધી શુ કામ રડે છે?  મેં તેને ક્યારેય પણ રડતા કે ઢીલી પડેલી જોઈ નથી.

આ તો સહેલીનું કંઈક નવું જ રૂપ મારી સામે આવી રહ્યું છે. જેની તો મેં ક્યારેય પણ મારા જીવનમાં કલ્પના ય ' કરી ન હતી.

તે વિચારે છે. અત્યારે તો હું ઓફિસે જાઉં છું. પણ રાત્રે આવી અને સહેલી સાથે વાત કરવી પડશે કે વાત શુ તે જણાવે ઇન્ફેક્ટ બીજું કંઈ નહી તો માત્ર એટલું જ કહે કે તે શુ કામ રડતી હતી?  આવુ  મનમાં બડબડતો જાય છે. આ તરફ સહેલી ફોનમાં વાત પુરી કરે છે. અને અંદર રસોડામાં આવે છે.

ત્યાં અંદર તેના સાસુ શિલ્પાબેન રસોઈ બનાવી રહ્યા હતા.

સહેલી - લાવો મમ્મી હું તમને રસોઈ બનાવવામાં હેલ્પ કરું એટલે ઝડપથી રસોડામાંથી ફ્રી થઈ જવાય.

શિલ્પાબેન - તે સ્વભાવના ખુબ જ લાગણીશીલ હતા. તેથી તેમણે સહેલીના માથા પર પ્રેમથી હાથ મુક્યો અને કહ્યું. ના ના બેટા તું ઓફિસે જા તારે મોડું થઈ જશે. રસોડું તો હું એકલી સાચવી લઈશ અને બાકીના કામ પણ હું કરી લઈશ.

તું આમ પણ અમારા બધાનું કેટલું ઘ્યાન રાખે છે. અને ઘર અને ઓફિસ બંને સાચવે છે. ઉપરાંત તું તારી નોકરી પણ કરે છે. એટલી બધી જવાબદારી તું એકલી પુરી કરે  છે છતાં કદી પણ થાકતી નથી, કદી ગુસ્સે થતી નથી, અને કોઈ જ કામની ના પણ પાડતી નથી.

ખરેખર તું ખુબ જ ડાહી અને સમજદાર છે. કે તે એટલા ઓછા સમયની અંદર એટલી બધી જવાબદારી લઈ લીધી. અને એટલા બધા કામ કરવા છતાં તું બધી જ બાબત યાદ રાખે છે. અને અમને ભુલાય ગયું હોય તો યાદ અપાવે છે.

એટલી જવાબદારી તો મેં પણ ન હતી સંભાળી હું જયારે શરૂઆતમાં આવી ત્યારે મને સરખી રીતે રસોઈ કરતા પણ આવડતુ ન હતું. મને મારા સાસુમાં એ બધું શીખવ્યું હતું.

પણ તું તો અમીર ઘરની દીકરી છતાં બધું જ સમજી ગઈ અને સાચવી  લીધું હતું.

સહેલી - ના ના મમ્મી  એ તો તમે સ્વભાવના એટલા સારા છો કે મને વહુ નહીં પણ દીકરીની જેમ રાખો છો. અને એટલા પ્રેમથી રાખો છો. 

પછી શિલ્પાબેન સહેલીને કહે છે કે બેટા તું હવે ઓફિસે જા. હું બાકીનું  બધું કરી લઈશ.

સહેલી - ઠીક છે.

પછી સહેલી ઓફિસે જાય છે.

થોડીવાર પછી

સહેલી પોતાની કેબિનમાં આવી અને બેસે છે. થોડીવાર વારમાં તેની ચેમ્બરમાં કિરા નામની છોકરી આવે છે.

સહેલી તેની સામે જુએ છે. અને બેસવાનું કહે છે.

કિરા સહેલીની બાજુની ચેર પર બેઠે છે.

સહેલી - તું જરાં પણ ટેંશન ન લેતી ઓકે બધું જ સૉર્ટ આઉટ થઈ જશે.

કિરા - તને તો બધી જ વાતની ખબર છે તો હવે મને સમજાતું નથી કે આ સિચવેશનને મારે હેન્ડલ કંઈ રીતે કરવી? 

સહેલી - તું હિંમત રાખ બધું જ ઠીક થઈ જશે.

કિરા - એટલા સમયથી તો હું ધીરજ અને હિંમત સાથે જિવી રહી છું પણ હવે હું ધીમે ધીમે તૂટતી જાઉં છું. ખુદને સાચવી શકતી નથી.

હવે તો માનસિક સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું જીવું છું કે જીવતી નથી.

સહેલી - એવુ ન બોલ જીવન તો એક વિશાળ  દરિયો છે.  તેમાં સુખ અને દુઃખના મોંઝા આવ્યા કરે.

તું શાંતિ રાખ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખ બધું જ ઠીક થઈ જશે.

કિરા - હું.

એટલું કહી કિરા ત્યાંથી ચાલી જાય છે.

આ તરફ સાંજ પડે છે. અને સહેલી દરરોજની જેમ જ 7:00 વાગ્યાં આસપાસ ઘરે આવે છે.

સહેલી ઘરમાં આવે છે પછી શિલ્પાબેન તેના માટે પાણીનો ગ્લાસ લાવે છે અને આપે છે.

સહેલી - થૅન્ક્યુ.

થોડીવાર બાદ મીન પણ ઓફિસેથી આવી જાય છે. અને ત્યાં બેસે છે.

સહેલી તેની સામે હસે છે. અને મીન પણ સહેલી સામે હળવું સ્મિત કરે છે. પછી તે ત્યાંથી ઉભો થઈ અને ચાલ્યો જાય છે.

પછી સહેલી તેના બેડ રૂમમાં આવે છે . અને મીન પણ ત્યાં બેડ પર બેઠો હોય છે.

સહેલી થોડીવાર માટે મીનની સામે જુએ છે. પછી પોતાનું કામ કરવા લાગે છે. 

થોડીવાર બાદ તે બ્લેન્કેટ ઓઢી અને સુઈ જાય છે.

મીન - બહુ કહેવાય આમ તો રાત્રે મોડે સુધી જાગતી હોય છે. અને વાતો કરતી હોય છે પણ આજે તો કંઈ જ બોલ્યા વિના સુઈ ગઈ તેને પૂછું તો ખરો શુ વાત છે? 

તે સહેલીને જગાડે છે.

સહેલી ઉઠ તો મારે તારી સાથે વાત કરવી છે.

સહેલી - હા બોલને શુ થયું? 

મીન - એ તો હું તને પૂછું છું કે શુ થયું?  તું મારાથી શુ છુપાવી રહી છે?  અને સવારે તું કોની સાથે જાજા સમય સુધી વાત કરતી હતી?  ( થોડો કડક અવાજમાં પૂછે છે. )

સહેલી - તું મારી પર શંકા કરે છે? 

મીન - હું એમ નથી કહેતો.

સહેલી - તો તું શુ કહે છે? 

મીન - તું મને જવાબ આપ કે કોની સાથે વાત કરતી હતી? 

સહેલી - તું શુ કહેવા માંગે છે હું સારી રીતે સમજુ છું તું પણ બીજા પુરુષોની જેમ પોતાની પત્ની વિશે આવા વિચારો રાખે છે?

મીન - જો તું આ ઊંધુ સમજી રહી છે. હું એવુ જરાં પણ કહેતો નથી. 

મેં તને પૂછ્યું શુ અને તું સમજે છે શુ?  આમ તો એક સ્ત્રીની વિચાર શરણી જ નબળી હોય છે કે લોકો જે પૂછે તેનો તેઓ ઊંધો અર્થ કાઢે છે.

સહેલી - વાહ વાહ એક તો પોતે દલીલ શરૂ કરે અને વાંક મારો કાઢે છે કે સ્ત્રીની વિચાર શરણી નબળી છે. અરે નબળી તો તારી વિચાર શક્તિ છે કે તું તારી પત્ની વિશે આવુ વિચારે છે.

તારે આવી કારણ વિનાની દલીલ જ કરવી હતી તો મને શુ કામ ઉઠાડી મને શાંતિથી સુવા દે ને મેં આવી અને તને કંઈ જ બોલ્યા વિના શાંતિથી સુઈ ગઈ હતી. તો પછી તું શુ કામ મારી ઊંઘ બગાડે છે.

હું તારી સામે હાથ જોડું છું કે તું શાંતિ લે અને મને સુવા દે.

એમ બોલી તે પડખું ફરી અને સુઈ જાય છે.

આ તરફ મીન પણ જોરથી દરવાજો પટકી અને ચાલ્યો જાય છે.

સહેલી ( મનમાં ) - તે બેડ પર સૂતી સૂતી રડતી હોય છે. હું મીનને કેટલો કેટલો પ્રેમ કરું છું, તેના પર એટલુ  ટ્રસ્ટ કરું છું. તો તે મારા વિશે આવુ શુ કામ વિચારી રહ્યો છે?  મને સમજાતું નથી કે હું તેને કંઈ રીતે સમજાવું?  કે તે જે વિચારી રહ્યો છે તેવું ખરેખર છે જ નહીં.

આમ વિચાર કરતી કરતી તે સુઈ જાય છે. અને સવાર પડે છે.

તે તૈયાર થઈ અને નીચે આવે છે.

મીન ડાઇનિંગ ટેબલ પર બેઠો હોય છે. સહેલી રસોડામાં જાય છે. અને મીન માટે બ્રેકફાસ્ટ લઈ આવે છે.

પાછળ પાછળ શિલ્પાબેન પણ આવે છે.

સહેલી - મીનને બ્રેકફાસ્ટ આપે છે.

મીન - સહેલીની સામે જુએ છે.

સહેલી - પણ મીનની સામે જુએ છે.

મીન - ગુસ્સામાં હોય છે.

શિલ્પાબેન - મીન બ્રેકફાસ્ટ કરી લે ઝડપથી પછી ઓફિસે જવામાં મોડું થઈ જશે.

મીન - મમ્મી આજે બ્રેકફાસ્ટનો મૂડ નથી.

સહેલી - થોડું તો ખાઈ લે ખાલી પેટે ઘરેથી ન નીકળાય.

મીન - મમ્મી આજે મારે એક ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે એટલે આવવામાં મોડું થશે તો તું સુઈ જજે. રાત્રે મારી રાહ ન જોતી ઓકે.

શિલ્પાબેન - ઠીક છે બેટા.

મીન - સહેલી સામે ગુસ્સામાં દાંત કચકચાવી ચાલ્યો જાય છે.

સહેલી પણ અંદર પોતાના રૂમમાં ચાલી જાય છે.

મીન - ઓફિસનું બહાનું કરી અને સહેલીની ઓફિસમાં જાય છે. અને તપાસ કરે છે કે સહેલી હમણાં એટલી ટેંશનમાં શુ કામ છે?  અને એટલી બધી ચર્ચા તે રોજ કોની સાથે કરે છે? 

ત્યાં તે ઓફિસના પ્યુન જીન દ્વારા જાણવા મળે છે કે સહેલીની ઓફિસમાં કિરા નામની એક લેડીસ કામ કરે છે જેને તેના હસબંડ સાથે ઝઘડો થયો છે. અને તેનું લગ્ન જીવન દ્વિધાના વમળોમાં ફસાયેલું છે. જેના નિવારણ માટે સહેલી તેને હેલ્પ કરી રહી હતી. 

આ બધું સાંભળી મીનને પોતાની ભૂલ રીહલાઈઝ થાય છે. અને તે સહેલીને સોરી કહેવા માટે એક પ્લાન બનાવે છે.

આ તરફ સહેલીને ઓફિસમાં આવી અને જાણ થાય છે કે મીન ઓફિસમાં આવી અને બધી પૂછપરછ કરી રહ્યો હતો.  અમે અને જીને બધી જ વાત મીનને કહી દીધી હતી.

આ સાંભળી સહેલી દુઃખી થાય છે અને વિચારે કે મીન એટલો અવિશ્વાસુ થઈ ગયો કે તે અહીં ઓફિસ સુધી બધી તપાસ કરવા આવી ગયો.

થોડીવાર પછી 

મીન  સહેલીને ફોન કરે છે.

સહેલી - હેલો.

મીન - હેલો સહેલી તું સાંજે ઘરે થોડી વહેલી આવી જઈશ? 

સહેલી - કેમ શુ થયું? 

મીન - બસ મારે કામ છે એટલે.

સહેલી - મારી ઓફિસમાં પૂછપરછ કરી અહીં આ લોકોના જવાબથી તને સંતોષ થયો નથી કે હજી તારે મને કંઈ પૂછવું છે?  મને અત્યારે જ પૂછી લે ને મનમાં કંઈ શંકા બાકી રહી ગઈ હોય તો સાંજની રાહ શુ કામ જુએ છે? 

મીન - એવી કાંઈ જ વાત નથી તું આવી તો જજે પછી વાત કરીએ ઓકે.

સહેલી - ફોન કટ કરે છે. અને વિચારે છે કે મીન હજી શુ કહેવા માંગતો હશે?  કદાચ તો તે બધું જ સમજી ગયો હશે. અને તેના મનની દ્વિધા દુર થઈ જ ગઈ હશે. તો પછી....

આમ વિચારી ફરી સહેલી પોતાનું કામ કરવા લાગે છે.

સાંજ પડે છે.

સહેલી - ઘરે આવે છે.

મીન - ઘરે સોફા પર બેઠો હતો તે કહે છે કે સહેલી તું ક્યાં રહી ગઈ હતી?  હું ક્યારનો ઘરે આવી ગયો છું અને અહીં બેસીને  ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું. ચાલ ઝડપથી તૈયાર થઈ જા આપણે બહાર જવાનુ છે...

સહેલી - ક્યાં? 

મીન - તું સવાલ ન કર ઝડપથી તૈયાર થઈજા ઓકે.

પછી મીન તેના હાથમા એક થેલી આપે છે. આજે તું આ પહેરી અને આવજે.

સહેલી તૈયાર થવા માટે પોતાના રૂમમાં જાય છે.

મીન - રસોડામાં શિલ્પાબેન પાસે જાય છે અને કહે છે કે હું અને સહેલી હોટેલમાં જમવા જઈએ છીએ ઓકે.

શિલ્પાબેન - ભલે બેટા.

થોડીવાર પછી સહેલી બ્લુ ગાઉનમાં નીચે આવે છે. અને મીન જાણે તેને જોઈ રહ્યો  છે. 

તે અપ્સરા સમી સોહામણી અને આકર્ષક લાગી રહી હતી. 

બંને બ્લુ સ્ટાર હોટેલમાં જમવા માટે જાય છે.

મીને હોટેલ બુક કરાવી હતી. હોટેલ લાઈટની સજાવટથી ચમકી રહી હતી .

સહેલીનું મૂડ હજી ઓફ હતું.

મીન - બાજુની ચેર પર સહેલીને બેસાડી દે છે. અને તાળી પાડે છે. તરત લાઈટ બંધ થઈ જાય છે. થોડીવાર બંધ  એક મોટો પ્રકાશ સહેલીની પાછળથી આવે છે.

તે જોઈ અને સહેલીની આંખ અંજાઈ જાય છે. તે થોડીવાર માટે આંખ બંધ કરી દે છે. અને પછી આંખ ખોલે છે.

ત્યાં પ્રોજેક્ટર પર તેના  અને મીનના  જૂના ફોટોગ્રાફસ જોવા મળે છે.

મીન સહેલી સાથે જૂની યાદો તાજી કરે છે. અને તેની નજીક જઈ અને તેને સોરી કહે છે. તે સહેલીનો હાથ પકડે છે.

' મારી પ્રિય સહેલી '

તું માત્ર નામથી જ નહીં પણ ખરા અર્થમાં મારા જીવનમાં મારી ફ્રેન્ડ બની અને રહે છે.

તે કદી પણ મારી પાસે કંઈ જ અપેક્ષા રાખી નથી.

તે સૌની ઈચ્છા જાણી અને કોઈ વાર તો કહ્યા વિના પુરી કરી છે.

તું મને સારી રીતે સમજે છે અને સપોર્ટ પણ કરે છે.

મારે મારા મોં થી તને કંઈ જ કહેવું પડ્યું નથી મારે જયારે પણ તારી જરૂર હોય છે ત્યારે તું વગર કહ્યે મારી મદદ કરે છે. હું તો તને કાંઈ જ મદદ કરતો નથી.

તે બધાનું સારું કર્યું. બધાને ખુશ રાખ્યા. તે કોઈ સાથે ગેર વર્તન દાખવ્યું નથી. અને કોઈ કંઈ પણ કહે તો પણ તું સદા હસતી રહે છે. મનમાં કોઈ જ વાત રાખતી નથી. તારું મન અરીસા જેવું ચોખ્ખું અને પારદર્શક છે.

તારું હ્રદય ઉજ્વળ ચરિત્ર ધરાવે છે.

તારો સ્વભાવ નદીના નિર્મળ પાણી જેવો શાંત,  મીઠો અને અવિરત છે.

તું ખરેખર પવિત્ર છે.

તારા પર વિશ્વાસ ન કર્યો તને આટલું સંભળાવ્યું, તારી વાત સાંભળ્યા વિના જ હું મનફાવે તેવું બોલવા લાગ્યો.

તે માટે સોરી હું હાથ જોડી તારી માફી માંગુ છું. મને માફ કરી દે હું તારા પર શંકા કરી

તે સહેલીની સામે ગોઠણ પર બેસી જાય છે .  અને માફી માંગે છે.

આ જોઈ સહેલી કહે છે કે તું માફી ન માંગ મેં પણ તને ન કહ્યું તે મારી ભૂલ છે. જો મેં તને બધી વાત કરી દીધી હોત તો આવી મિસ અન્ડરસ્ટેન્ડિંગ ન થાત એટલે હું પણ સોરી કહું છું.

મીન - નહીં મારી ભૂલ છે સોરી હું કહીશ.

સહેલી -   મારી ભૂલ છે સોરી હું કહીશ.

મીન - મેં કહ્યુંને હું સોરી કહીશ.

બંને હસવા લાગે છે. અને એકબીજાને માફ કરી દે છે. પછી બંને એક બીજાને જમાડે છે. અને આ રાત્રી પ્રેમની અવિરત ધારામાં વહેવા લાગે  છે.

' हम बने तुम बने एक दूजे के लिए। '

આમ આ લવ સ્ટોરી પણ અહીં કમ્પ્લીટ થાય છે.  

                                                        લેખન - જય પંડ્યા