In seach of myself. in Gujarati Anything by Priyanka Soni books and stories PDF | હું ની શોધ માં

Featured Books
  • इफरीत जिन्न

    अरबी लोककथाओं और प्राचीन किताबों के अनुसार, इफरीत एक अत्यंत...

  • Eclipsed Love - 10

     आशीर्वाद अनाथालय। पूरा आशीर्वाद अनाथालय अचानक जैसे शोक में...

  • नेहरू फाइल्स - भूल-6

    भूल-6 प्रथम प्रधानमंत्री के रूप में नेहरू का अलोकतांत्रिक चय...

  • ब्रज नगरी का आह्वान

    सावन का महीना था। दिल्ली की भीड़-भाड़ से निकलकर आरव पहली बार...

  • इश्क और अश्क - 20

    उसने एवी को मार-मार कर जमीन पर गिरा दिया। उसकी आंखों में गुस...

Categories
Share

હું ની શોધ માં

          હું ની શોધ? શુ છે આ હું ની શોધ? દરેક ના મનમાં આ પ્રશ્ન ઉઠશે પરંતુ જયારે તમે સમય કાઢીને, ખુદ ની સાથે શાંતિ થી બેસીને, અને આ દુનિયાદારીથી દૂર જઇ બધા કામ છોડીને પોતાની સાથે વાત કરશો, પોતાના મનને પૂછશો હું કોણ છું? ત્યારે શરૂ થશે આ "હું" ની શોધ.

          આજે ઘણાં સમય પછી હું પોતાની સાથે બેઠી ત્યારે મને થયું કે ક્યાં ગઈ એ "પીયું"? ક્યાં ખોવાઈ ગઈ એ જૂની પીયું જેમાં એક નિખાલસતાં હતી. જેને કોઈ વાત ની ચિંતા નઈ હતી. બસ પોતાની એક નાનકડી દુનિયા બનાવી હતી, એની વિચારો ની દુનિયા. જેમાં માત્ર હું અને મારા સપનાંઓ. એક ફેરિટેલ વાળી દુનિયા જેમાં સૌથી સુંદર ફેરી એટલે હું. આજે જયારે હું પોતાની સાથે "હું" ની શોધ માં નીકળી ત્યારે યાદ આવે છે કે એક ઉંમર વધતા, દુનિયાદારી ની સમજ આવતા અને જવાબદારી ની સાંકળ માં બંધાઈ ને એ નાનકડી "હું" એ સપનાઓ થી ભરી પિયું ક્યાંક ખોવાઈ ગઈ છે.

          એવું નથી કે વિચારોની દુનિયા માં ખોવાયેલી પીયું ના સપનાઓ અધુરાં રહી ગયા એણે થોડા સપનાઓ સાકાર પણ થયા. જેમ કે જીવન માં બનવાની ઈચ્છા, ઇંડિપેંડંટ બનવાની ઈચ્છા, મમ્મી પપ્પા નો સપોર્ટ સિસ્ટમ બનાવની ઈચ્છા અને એના ફેરીટેલ માં જોયેલા રાજકુમાર ને મળવાની ઈચ્છા એ બધું પુરુ થયું. આ વિચારો માં ખોવાયેલી "હું" ને એના વિચારો થી પણ વધુ સારો એવો જીવનસાથી મળ્યો અને એક સફળ પ્રેમ ની દુનિયા બની. પરંતુ કંઈક બનવાની ઇચ્છામાં, મમ્મી પપ્પા ને સાચવવાની ઈચ્છામાં અને પ્રેમ પામવાની ચાહ પુરી થઇ આ બધા ની વચ્ચે જવાબદારી ની સાંકળથી બંધાયેલી "હું" આજે એમ વિચારું છું કે આ જે મેળવ્યું એતો અમૂલ્ય છે જ, પણ સપના જોવા વાળી જે આમ ઉંમર માં નાની પણ વિચારો ને મોટા રાખતી "હું" ક્યાંક ખોવાઈ ગઈ છું.

          આજે ફરી પાછું એમ થાય છે કે ફરી ને જાઉં એ મારી સપનાઓ ની દુનિયામાં, જ્યાં એ નાનકડી પીયું હતી જે બિન્દાસ પોતાની દુનિયા માં જ રહેતી, જેને તલાશ હતી એના સપનાના રાજકુમાર ની, એની નાની આંખોમાં હતા અઢળક સપનાઓ, એની એ સંકટો આખો અને એ નાદાન ચેહરો. ફરી ફરી ને મન જાય છે એ જ બચપણના દિવસો માં ને કહે છે ક્યાં ખોવાઈ ગઈ તો પીયું? આખરે ક્યાં ખોવાઈ ગઈ તું? બસ આ પ્રશ્ન નો જવાબ શોધવા નીકળી હું, એ મસ્ત મીંઠી સ્વપ્નની દુનિયામાં ફરી પાછી મળું એ નાનકડી પીયું ને એની નિખાલસતામાં એના હાસ્ય માં. એ સપનાઓ માં ફરી પાછી ખોવાઈને પણ ફરી મળું "હું" ની શોધમાં નીકળેલી "હું" ને.

        મિત્રો તમારા બધા ની અંદર પણ એક આવી પીયું રહી છે. તમે એકાંત માં પોતાની સાથે બેસીને વાત કરશો તો ખ્યાલ આવશે કે આ દુનિયાદારી માં તમારી અંદર રહેલો એ "હું" ક્યાંક ખોવાઈ તો નથી ગયો ને? અને જો આ પ્રશ્ન નો જવાબ હા છે તો દોસ્તો નીકળો તમે પણ એ હું ની તલાશમાં અને ફરી જીવી લો તમારી એ સપનાઓ ની દુનિયામાં. શું ખબર આ જિંદગી ની જાહોજલાલી માં તમે ફરી પાછા મળી લો એ તમારા માં રહેલા બાળપણ ને, એ યુવાનીના જોષને.તમારા એ સપનાઓને. क्युकी दोस्तों जिंदगी worth है व्यर्थ नहीं ||