Old age in Gujarati Short Stories by Nayana ba vaghela books and stories PDF | ઘડપણ

Featured Books
  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

  • સ્વપ્નની સાંકળ - 1

    અધ્યાય ૧: સ્વપ્નની સાંકળ​રતનગઢ.​સામાન્ય રીતે શાંત ગણાતા આ શહ...

  • ચાની રામાયણ

    ચાની રામાયણ •••••________જીવનમાં અમુક ક્ષણો એવી આવે કે જેને...

  • ઘર નુ ભોજન

    ઘરનું ભોજન એક ભારતીય સંસ્કૃતિ, સંબંધો નો સેતુ અને આધુનિક સમય...

Categories
Share

ઘડપણ

જયારે જ્યોર્જ 70 વર્ષની ઉંમરે પૂર્ણ નિવૃત્ત થયા ત્યારે તેમણે બધાની જેમ કોઈ ગોલ્ફ ક્લબનું સભ્યપદ લેવાને બદલે કે એક મજાનો આરામદાયક હિચકો ખરીદવાને બદલે હાથે બનાવેલું એક સાઈન બોર્ડ ગેરેજ પર લટકાવ્યું. જેમાં લખ્યું હતું...*તમારી તૂટેલી વસ્તુઓ લાવો, હું તે ઠીક કરીશ, કોઈ ચાર્જ નહીં માત્ર એક કપ ચા અને થોડી વાતો*
તે જ્યાં રહેતા હતા તે નાનકડા શહેરમાં તેના પાડોશીઓ આશ્ચર્ય પામતા હતા કે, કોણ આમ મફતમાં આવી તૂટેલી વસ્તુઓને રીપેર કરે? શહેરમાં આ બાબતે ચર્ચા થવા લાગી હતી કારણકે આ એક નવો વિચાર હતો. 

પણ, જ્યોર્જ પાસે આવું શરુ કરવા માટે પૂરતા કારણો હતા. તેની પત્ની રુથે એના જુના ફાટેલા કોટને રીપેર કરવામાં દાયકાઓ કાઢ્યા હતા ..... તેનું ચોક્કસ માનવું હતું કે..
"વ્યય એક કુટેવ છે અને મદદ તેનું નિવારણ છે."

તેનું એકાદ વર્ષ પહેલા રુથનું અવસાન થયું હતું અને હવે જ્યોર્જ તેની વહાલી પત્નીની માન્યતાને સાકાર કરવા ઈચ્છી રહ્યો હતો!

જ્યોર્જનો પ્રથમ મુલાકાતી હતી આઠ વર્ષની નાનકડી છોકરી મિયા. તે પોતાની પ્લાસ્ટિકની રમકડાંની ટ્રક ખેંચીને લાવી હતી, જેના પૈડાં ગાયબ હતા. તેણે ગંભીર ચહેરે કહ્યું.."પપ્પા કહે છે, અત્યારે નવી ટ્રક ખરીદવાનું પોષાય તેમ નથી"
જ્યોર્જે એકાદ કલાક માથામણ કરી અને તે રમકડાંની ટ્રક ફરી પોતાના પૈડાં ઉપર ચાલતી થઇ ગઈ! જ્યોર્જે નકામા બોટલના ઢાંકણાનો ઉપયોગ કરી ટ્રકને દીડતી કરી દીધી. તેણે મિયા સામે સ્મિત કરીને કહ્યું ‘લો આ તો ઠીક થઇ ગઈ!
મિયાની સાથે આવેલી મિયાની મમ્મી બોલી...
"શું તમે આટલી આસાનીથી જિંદગીના પ્રશ્નો નિવારી શકો છો? મને મદદ કરી શકો? મારી ફેક્ટરી બંધ થઇ ગઈ છે અને હું ઘણા સમયથી ઘરે છું! મારો બાયોડેટા વ્યવસ્થિત કરવામાં મદદ કરી શકો?"

બપોર પડતા, જ્યોર્જના ગેરેજ પર એક વૃદ્ધ વિધવા આવી અને તેને પોતાની બંધ થઇ ગયેલી ઘડિયાળ ઠીક કરાવવી હતી. તે ઘડિયાળ સાથે તેની સ્મૃતિ જોડાયેલી હતી.... તેને કહ્યું: મારો પતિ દર રવિવારે આ ઘડિયાળને ચાવી આપી ચાલુ રાખતો હતો! 

તે પછી એક કિશોર આવ્યો તેને તેની લીક થઇ રહેલી બેકપેક રીપેર કરાવવી હતી. 

જ્યોર્જ હસતા ચહેરે આ બધાના કામ કરતો રહ્યો. સમય જતા તેની સાથે બીજા નિવૃત લોકો પણ જોડાયા. એક નિવૃત્ત શિક્ષકની મદદથી એણે પેલી મિયાની મમ્મી માટે સારો બાયોડેટા તૈયાર કર્યો અને સિલાઈકામના જાણકાર પાસે પેલી બેકપેક રીપેર કરાવી! 
એક દિવસ મિયા ફરી આવી. તે સાથે ફ્રૂટ જામની બરણી લાવી હતી. તેણે કહ્યું..... "મમ્મીએ તમારો આભાર માન્યો છે, તમે બનાવેલ બાયોડેટાના આધારે તેને નવી જોબ માટે ઇન્ટરવ્યુ આવ્યો છે!"

પણ, આ કામમાં એક મોટી અડચણ આવી પડી...

શહેરના ઇન્સ્પેક્ટરે તેને લાયસન્સ વગર ધંધો કરવા નોટિસ આપી!

મેપલ શહેરના મેયરને મળ્યા અને તેને પણ જ્યોર્જને તેનું કામ બંધ કરી દેવા જણાવી દીધું. પણ.... બીજા દિવસે શહેરના 40 નાગરિકો જ્યોર્જના ઘરે તેની લોન પર ઉભા હતા. તે સૌ પાસે તૂટેલા ટોસ્ટર અને અન્ય તૂટેલી વસ્તુઓ હતી, સાથે હાથેથી તૈયાર કરેલું સાઈન બોર્ડ અને પ્લે કાર્ડ હતા. જેમાં લખ્યું હતું..."માત્ર વસ્તુઓ નહીં પણ કાયદો સુધારો"

સ્થાનિક અખબારોએ આને બહોળી પ્રસિધ્ધિ આપી અને લખ્યું..."શું કોઈને મદદ કરવી એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે?"

મેયરે જણાવ્યું...

જો તમારે આ રીપેર પ્રવૃત્તિ ચાલુ રાખવી હોય તો શહેરના વ્યવસાઇક વિસ્તારમાં જઈને કરો. જૂનું મકાન ભાડે લો, પણ તે પછી પણ હું કોઈ ખાત્રી નથી આપતો.

જ્યોર્જે એમ કર્યું. પણ તે જૂનું ખંડેર જેવું મકાન તુરંત જ સ્વયંસેવકો અને શુભેચ્છકોથી ઉભરાઈ ગયું. બધાએ મળી તેને વપરાશયોગ્ય બનાવ્યું, રંગરોગાન કર્યા. તે માટે સૂર્ય પ્રકાશનો તેજસ્વી પીળો રંગ પસંદ કરવામાં આવ્યો. મિયાના પપ્પા કે જે પ્લમ્બર હતા તેણે પ્લમ્બિંગ કામ કરી આપ્યું. કિશોરોએ ભેગા મળી નાનું મોટુ રીપેર કરી દીધું. એક બેકરે તેના માઈક્રોવેવ ઠીક કરવાના બદલામાં તેમના માટે ઢગલો મફિન્સ મોકલી આપ્યા! આ પ્રક્રિયામાં સૌ મિયાના પપ્પા પાસેથી પ્લમ્બિંગ શીખ્યા, છોકરાઓ મોજા રીપેર કરતા શીખ્યા અને કેટલાક મફીન્સ બનાવતા શીખ્યા.
પણ,
અને મોટી વાત એ બની કે શહેરનો વેસ્ટ - કચરો 30% સુધી ઘટી ગયો!!

પણ ખરો બદલાવ તો એ આવ્યો કે... લોકો હળતા મળતા થયાં. એકબીજાને મદદ કરતા થયાં. કોઈ વૃદ્ધા હવે લેમ્પ રીપેર કરતા હતા અને કોઈ વૃદ્ધ બાઈકનું ટાયર ઠીક કરતા હતા. તે સૌ હવે એકબીજા સાથે એકબીજાની તકલીફો અંગે આશાવાદી વાતો કરતા હતા. જીવનમાં ઉજાસ પથરાતો હતો.

ગત અઠવાડિયે જ્યોર્જને પેલી 16 વર્ષની મિયાનો પત્ર મળ્યો... તે મોટી થઇ ગઈ હતી. હવે, રોબોટિક્સ લેબમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી હતી. તેણે લખ્યું હતું..."આપે મને તૂટેલી વસ્તુઓની કિંમત કરતા શિખવ્યું. હું હવે સૂર્યશક્તિથી ચાલતો કૃત્રિમ હાથ બનાવી રહી છું. તા. ક. - તમે રીપેર કરેલી પેલી ટ્રક હજુ ચાલે છે!" 

આજે આ વાત એક આંદોલન બને ગઈ છે. રાજ્યના બાર શહેરોમાં "ફિક્સ ઈટ સેન્ટર્સ " છે. કોઈ તે માટે પૈસા વસુલતું નથી. બધા સેન્ટર પર ચા પીવડાવવામાં આવે છે.

એક સ્ક્રુ ડ્રાઇવર પકડતા સામાન્ય માણસે દુનિયામાં બદલાવ આણ્યો છે!

******
નિષ્ઠા અને ઉમદા હેતુ સાથે કરેલું કોઈ કામ નાનું હોતું નથી. ઉદેશ્ય સાફ હોય તો તે અન્યના જીવનને પણ ખુશીઓથી ભરી શકે છે. ઉદારતા, દયા, મદદની નિસ્વાર્થ ભાવના ઉદ્દાત્ત જીવનનો પાયો છે.