જૂનાગઢમાં વસેલું હતું એક નાનું ગામ – ચિલાવડી. ગામ તો સામાન્ય હતું, પરંતુ તેની પાસે એક જૂનો કિલ્લો હતો જે આજે પણ ઊભો હતો… ભલે અર્ધા તૂટેલા કાંસાના કિલા, પડેલા દરવાજા અને ઝાંખા ચિહ્નો સાથે. તેનું નામ હતું – "કળીયાર કિલ્લો."
ગામના વડીલો કહે કે ત્યાં ભયાનક રહસ્યો છુપાયેલા છે.
દરેક ગામમાં એક વ્યક્તિ એવી હોય છે જેને ઓર લોકો કરતા વધુ જિજ્ઞાસા હોય. અહીં એ વ્યક્તિ હતો – જય પટેલ . જયએ બાળપણથી કિલ્લાની કહાણી ઘણી વખત સાંભળી હતી, પણ એમાને ક્યારેય એ વાતો પર ભરોસો ન હતો. એ માનતો કે દરેક અફવા પાછળ કોઈ ના કોઈ સત્ય છુપાયેલું જ હોય છે.
એક દિવસ જય ગામ આવ્યો. સાંજે વડીલોએ ફરી એ જુના કિલ્લાની કહાણી બોલવાની શરુઆત કરી. કોઈ કહે, "હું તો પોતાના કાકાને ત્યાં ગયાં પછી ગુમ થયો જોયું છે." કોઈ કહે, "રાતે એ કિલ્લા પાસે અજાણી સ્ત્રી રડે છે." જયના મનમાં વિચાર આવ્યો – શું ખરેખર એ કિલ્લામાં કંઈ છે?
અગાઉના દિવસથી પ્લાન બનાવી, એક રાત્રે ટોર્ચ, નોટબુક, કેમેરો અને નાનો કાપડનો થેલો લઈને જય કિલ્લા તરફ એકલો જ નીકળી પડ્યો.
જેમજ અંદર ગયો, એક ખંડમાં ખૂણામાં કંઈક ઝગમગતું લાગ્યું. જયે નજીક જઈને જોયું – એક જૂનું લોખંડનું બોક્સ. તેમાં ઉંડા અક્ષરે લખેલું હતું: "1893 – જે ખોલે એ સાવધાન રહે."
જયે જોર લગાવ્યું, પણ બોક્સ ખુલતું ન હતું. બોક્સની આજુબાજુ તપાસ કરતાં તેને એક કાગળ મળ્યો – પાનખરાની પાંદડાની જેમ તૂટી ગયેલો કાગળ:
"સત્ય શોધવા તારી ઈચ્છા છે, તો પહેલું રસ્તો તું સમજે. ત્રણ ચિઠ્ઠીઓ મળે, તો ખુલશે તુજ બોક્સનો ભેદ."
આ વાંચીને જયનો રસ વધુ ઊંડો થયો. એ કિલ્લાની અંદર તપાસ કરવા લાગ્યો. દિવાલની સાથે એક તૂટી ગયેલી શિખર પાસે પહેલી ચિઠ્ઠી મળી:
“પ્રથમ રહસ્ય – તું જે સાંભળે છે તે ભય છે, પણ ભય હંમેશા હકીકત નથી.”
ચિઠ્ઠી વાંચતાં જ પાછળના ખૂણે એક ઝટકો થયો. જય પલટીને જોયું – કંઈ નહોતું દેખાતું, પણ પગલાંઓના અવાજ સ્પષ્ટ સંભળાતા.
બીજી ચિઠ્ઠી એક જૂના પાટિયા નીચે મળેલી. એમાં લખેલું હતું:
“બીજું રહસ્ય – જો ખજાનો જોઈને તું લલચાય છે, તો ખાલી હાથ ફરશે. જો તું સત્ય માટે આવે છે, તો બોક્સ ખુલી શકે.”
હવે જયને સમજાયું કે આ આખું પ્રવાસ ખજાના માટે નહીં, પણ સત્ય શોધવા માટે હતું.
અંતે, કિલ્લાના તળિયે ગયે એ ત્રીજી ચિઠ્ઠી મળી:
“ત્રીજું રહસ્ય – બોક્સ ખોલે તે ખુદને ઓળખે. ભય તારો વિચાર છે, શાપ નહીં. જો હિંમત છે તો હવે ચાવી તારી અંદર છે.”
જય ઘબરાયો પણ આત્મવિશ્વાસ સાથે બોક્સ પાસે પાછો ગયો. ત્રણે ચિઠ્ઠી એના આગળ મૂકી, અને બોક્સનું ઢાંકણ દબાવ્યું... ધીમે ધીમે કટાક્...કટાક્ અવાજ સાથે બોક્સ ખુલ્યો.
અંદર હતો – એક ચમકતો તાંબાનો રોલ, જેમાં છુપાયેલા હતા એક ભૌગોલિક નકશો અને એક દસ્તાવેજ. નકશામાં જૂનાગઢના પાટનગરના તળાવ પાસે કોઈ ગુપ્ત ગુફાનું સ્થાન દર્શાવેલું હતું. દસ્તાવેજમાં બ્રિટિશ રાજ્યના ગુપ્ત અધિકારીઓના હસ્તાક્ષર હતા – જેમાં લખેલું હતું કે ખજાનો તલાવની નીચે છુપાવવામાં આવ્યો છે અને એ માહિતી કોઈને પણ આપવામાં આવે નહીં.
બોક્સમાં બીજી એક ચીજ હતી – એક જૂની તસવીર. તસવીરામાં – ગામના કોઈ રાજવીનું શિરસ્નાન કરતાં દ્રશ્ય હતું અને એની પાછળ – “શ્રમ અને સત્યની સાથે જ સાચો ખજાનો મળે.” લખેલું હતું.
જય એ પુરાવાઓ લઈને પાછો ગામમાં ફર્યો. આખી કહાની તેના પત્રકાર મિત્રો સુધી પહોંચાડી. સમાચાર ચેનલોએ કવર કર્યું. તલાવ પાસે ખોદકામથી શતાબ્દી જૂના મૂલ્યવાન ઐતિહાસિક ઐટમ મળ્યા – જે હવે મ્યુઝિયમમાં છે.
અને ‘કળીયાર કિલ્લો’ હવે “રહસ્યમય” નહીં, “ઈતિહાસમય” બની ગયો.
-vaghasiya