સવાર
ॐ सूर्याय नम: ।
ॐ सूर्याय नम: ।।
બે હાથ વચ્ચે એક સોનાની કળશ પકડીને એક સુંદર સ્ત્રી સરોવર કિનારે સુર્ય પુજા કરી રહી છે. તેના માથાં ઉપર લગાડેલા મોગરાનાં ફુલ, એના વાળની સુંદરતામાં ચારચાંદ લગાડી રહ્યાં છે. તેની દુધિયા રંગની જીર્ણ સાડીને જોતાં એવું લાગી રહ્યું હતું કે, તેને વિશાળકાય આભ ઓઢી રાખ્યું છે. રોજે સુર્ય જાણે જાગીને પેહલા તેને જ એકટક જોઇ રેહતો હોય તેવું લાગતું હતું. તેની આસપાસ સૂર્યના પ્રકાશનો પ્રકોપ નય પણ ઠંડકનો એહસાસ હતો. તેના સાથે એક દાસી પણ છે, જે રોજે તેની સાથે સુર્યપૂજાની સામગ્રી લઇને આવતી. તે એક રાજકુમારી છે. તેના પિતા રાજા છે અને હવે તેનો ભાઈ રાજા બનવાનો છે. હંમેશાની જેમ આજે પણ સુર્ય ઉગતા પહેલાં તેનો ભાઈ તેનાં રાજ્યના કાર્યભારને સંભાળવામાં વ્યસ્ત છે. હંમેશાની જેમ રાજકુમારી સંધ્યા પણ તેનાં પ્રિય પરમેશ્વરની પ્રાથના કરવા માટે ઝરકંદ સરોવરનાં કિનારે આવી ગઇ હતી. તેની સુર્ય પૂજા પુરી થતા જ તેં ત્યાંથી પોતાના મહેલ જવા નીકળી જાય છે. તે સુર્યપુજા માટે હંમેશા ખુલ્લાં પગે ચાલીને આવે છે અને જાય છે. મહેલથી ઝરકંદ સરોવર નજીક જ થાય છે. રાજકુમારી અને તેમની દાસી ચાલીને વાતો કરતા-કરતા મહેલ તરફ જઇ રહ્યાં છે.
“પારો કેમ આજે તું મોડી પોહંચી?” રાજકુમારી સંધ્યા તેની દાસીને તિચ્છી નઝરે જોઇને મીઠાશ ભર્યા અવાજે પૂછ્યું.
પારો થોડું વિચારીને બોલી. “ક...કાલે થોડું મોડા સુવાનું થયું એટલે વહેલાં ન જાગી શકાયું રાજકુમારી.”
“કેમ કાલે તો વહેલાં ઘરે ચાલી ગઈ હતી! તો મોડા સુવાનું કેમ થયુ અને રાતના સમયે પણ તુ આવી ન્હોતી?” રાજકુમારી પારોને એક સાથે ત્રણ પ્રશ્ન કરે છે.
“એમા એવું થયુ રાજકુમારી કે, કાલે મારા ભાઈ ભૉલાને જોવા છોકરીવાળા સાંજવેળાએ આવ્યાં હતાં. મારી બાએ ભૉલાને છોડીને બધુ જ તેમની થવાવાળી નવી વેંવાણને બતાવ્યું એટલે રાત પડી ગઈ. રાતે એમને જમવા બેસાડયા અને અંધારામાં ભોલો ઘરે આવ્યો એટલે મારી બાને અંધારાનું બાનું મળી ગયુ અને ભાઈનું નક્કી થઈ ગયું. મહેમાનને રાતે મોડા-મોડા પણ વળાવી દીધાં. કેમકે, મારી બાને બીક હતી. જો સવારે વેંવાણ ભૉલાને જોઈને ના પાડી દેશેતો!”
રાજકુમારી હસવા લાગી. સંધ્યાના ગાલ પર ખાડા પડી રહયા હતા, હસ્તી રાજકુમારી જોઈને પારો બોલી. “રાજકુમારીજી તમે હસતા કેટલાં સુંદર લાગો છો! જો અત્યારે કોઈ રાજકુમાર તમને જોઇ જાય. તો એ આપને જોઈને જ મંત્ર મુગ્ધ થઈ જાય.”
તેં સાંભળી રાજકુમારી ગુસ્સે થઈ જાય છે. “પારો ફરી ક્યારેય આ વાત ન કરતી. તને હું દાસી નય મારી સહેલી માનું છું અને તને તો ખબર જ છે કે મારે હજું લગ્ન નથી કરવા.”
પારો ગભરાઈ ગઇ અને એક હાથમાં થાળી રાખી ખાલી હાથેથી સાડીનો પલ્લું પકડીને મોઢા ઉપર વળેલા પરસેવાને લુછીને હળવે અવાજે બોલી. “માફ કરજો રાજકુમારી મારા મોંઢામાંથી નીકળી ગયું. ફરી આવી ભુલ નય કરું.”
થોડીવારમાં ત્યાંથી એક સુબેદાર નીકળે છે. તેં ઘરડો હતો. તેં રાજકુમારી સંધ્યાને જોતાં-જોતાં મહેલ તરફ જઇ રહ્યો હતો. એ પારોને પણ જોવે છે. આ જોઈ પારોથી ન રહેવાયું અને બોલી.
“આ ડોસોતો જો જાણે ‘ગહઢિ ગાને લાલ લગામ’ લગાવી હોય તેમ લાગી રહ્યું છે.
“પારો! આ કોણ હતું પહેલાં ક્યારેય નગરમાં જોયાં નય?” રાજકુમારી બોલી.
“ક્યાંથી જોયા હોય આવા નકટા નાક કાન વગરના આપણાં નગરમાં. આતો રાજા બનતાં પે’લાં તમારા ભાઈ મદનપાલે આને હરાવીને તેમની પ્રજાને આ પાપીથી મુકત કરાવી.” પારો તેની સાડીનું પલ્લું જમણા હાથની એક આંગળીમાં વીંટાળતી-વીંટાળતી બોલી રહી હતી.
“એટલે પિતાજી ભાઈની વીરતાથી પ્રસન્ન હતા, તેનું કારણ આ ઘરડો રાજા હતો!” રાજકુમારીને હવે તેના પિતાના ખુશ થવાનું કારણ સમજાયું.
“રાજકુમારી હું રહી દાસી મને તો શું બીજાની પાસેથી વાતો મળતી હોય. હું તો માત્ર એટલું જ જાણતી હોય. પણ...”પારો સંધ્યાને જવાબ આપતા અટકાઈ ગઈ.
“શું લોકોને કંઈ શંકા છે?” સંધ્યાએ ચાલવાની ઝડપ ઘટાડતા પારોના “પણથી” ઉદ્દભવેલ પ્રશ્નને તેની સામે મુક્યો.
પારોનાં ચેહરા પર ફરી પરસેવો છુટવા લાગ્યો અને કાપતા અવાજે બોલી. “આપના ભાઈતો રાજા છે અને રાજા વિશે પ્રજા ખરાબ થોડુ બોલી શકે?” પારો અટકી ગઈ.
પારોનું અટકવું. રાજકુમારી સંધ્યાની જાણવાની જિજ્ઞાસા વધારી ગયું. એટલે રાજકુમારી બોલી. “શું થયું પારો! કેમ અટકાઈ ગઈ? શું પ્રજાને વિશ્વાસ નથી કે મારો ભાઈ સારો રાજા બનશે?”
પારો ડરી ગઇ હતી કે રાજકુમારી તેનાં પર ક્રોધિત થશે, એટલે બીકના માર્યા પારોના મોંઢામાંથી એકાએક નિકળી ગયું. “ના રાજકુમારી મારા કહેવાનો એ મતલબ નથી. આ તો પ્રજાને ન ગમ્યું કે...” પારો જાણે કંઈક વધું બોલી ગઈ હોય તેમ ચોંકીને ફરી અટકાઈ ગઈ.
હવે, સંધ્યાની જિજ્ઞાશામાં ડખલ થયો તે ઉંચા અવાજે બોલી. “પ્રજાને શું નો ગમ્યું. આમ ગુંચળા ન વાળ સિદ્ધિ વાત કર.”
ભડકેલી પારો એકદમ બોલી. “મહારાજે પરમને જીવિત છોડવાનો આદેશ આપ્યો. જ્યારે રાજકુમાર મદનપાલે તે રાક્ષસને મારવાનું વચન લીધું હતું.”
રાજકુમારી વિચારોના વમળમાંથી બહાર નીકળી.
“તારો કેહવાનો મતલબ એ છે, રાજાના આદેશનું પાલન કરવું મહત્વનું કે પોતાના વચનનું?”
પારો ગભરાઈ ગઈ. રાજકુમારીને જે ગુંચવાળામાં નાંખી એ વિચારવા યોગ્ય તો હતું જ પરંતુ, જો રાજકુમારી આ વાત તેના ભાઈને કરશે. તો પારો પણ દ્વિધામાં મુકાઈ જશે. એટલે ચિંતિત પારો
તેં વાતને બદલવા. “તમારા માટે નવા પ્રકારના વસ્ત્રો આપના પિતાએ મંગાવ્યા હતાં. તે આજે આવી જશે રાજકુમારી.”
“હા પણ મારા ભાઈના વચન...!” હવે રાજકુમારી પણ અટકાઈ ગઈ.
“એના વિશે વધુ ન વિચારો રાજકુમારી. એ તો પ્રજા કે'વાય આજે ખરાબ બોલે તો કાલે પગે પડે.” પારો બોલી.
રાજકુમારી પણ તેનો સાથ આપતા બોલી. “જે કાંઇનાં લીધે પિતાજી ખુશ થયાં અને ભાઈને રાજા બનાવ્યા, એ જ ઘણું છે.”
“આજે આખા રાજ્યમાં ઉત્સવ છે. લોકો ખૂબ જ ખુશ છે, દરેક જગ્યાએ માત્ર ખુશી જ ખુશી છે.”
પારો ખુશ થઇને બોલી.
“હા એમને બે ખુશી છે. જીતવાની અને નવા રાજાની.” રાજકુમારી સંધ્યા બોલી.
“હા આપના ભાઈ મદનપાલ ખૂબ જ પ્રતિભાશાળી... રાજા બનશે. તેમના રાજા બન્યાંની ખુશીમાં આજે ચંદ્રતાલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. તેં મંદિરની બહાર મહારાજની મૂર્તિ પણ સ્થાપિત કરી છે.”
***