આગળ ના ભાગમાં આપણે જોયું કે નચિકેત અને તેના ફેમિલી બધા આધ્યા ના ઘરે પહોંચી જાય છે હવે આગળ....
જાન આવવા ના સમાચાર થી જાણે આધ્યા ના દિલ માં એક અલગ ડર લાગી રહ્યો હોય છે પોતાના પરિવાર ને મૂકી ને એક અલગ દુનિયામાં જવા નો ડર પોતાના આખા બાળપણ ને પોતાના મમ્મી પપ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવતા જ આખો ની પાંપણ ભીની થઇ ગઈ .
નચિકેત નું ખૂબ પ્રેમભર્યું સ્વાગત કરવામાં આવે છે , આધ્યા ના મમ્મી અને પપ્પા પોતાનો કાળજા નો કટકો સોંપવા જઈ રહ્યા છે તેમાં કોઈ કમી આવે એવું તેવો ઈચ્છતા નથી તેથી દરેક વસ્તુ ખૂબ પ્રેમ ની કરી રહ્યા છે .
નચિકેત ને માંડવા માં લાવવા માં આવે છે અને લગ્ન ની વિધિ શરૂ કરવામાં આવે છે અને સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ ને આ વિવાહ માં જોશ પૂરી રહી હોય છે .
કન્યા પધરાવો સાવધાન ! પંડિતજી બોલે છે અને આધ્યા આજે જાણે સ્વર્ગ ની અપ્સરા લાગી રહી છે અને તેના મોઢા પર નું તેજ તો જાણે કોઈ પણ ને તેના તરફ આકર્ષ એ એવું છે .
આધ્યા ના આવતા નચિકેત પણ જાણે એની ખૂબસૂરતી માં ખોવાય ગયો છે એની આખો માં જ જાણે ડૂબી ગયો હોય એવું લાગે છે ,એના હોઠ તો જાણે ગુલાબ ની પાંખડી આવેલ છોકરા ની નજર એકવાર તો તેના પર પડે જ સાથે એનો એ એકદમ પરફેક્ટ બાંધો એની સુંદરતા માં ચાર ચાંદ લગાવી રહ્યા છે એમાં પણ ચહેરા પર આછો એવો મેક અપ અને સાથે એકદમ લાલ રંગના ચોલી એનું રૂપ બરોબર નિખરી રહ્યા છે .
આધ્યા ને જોતા જ નચિકેત મન માં જ વિચાર કરે છે કે આટલી સારી છોકરી ની જીદગી હું મારા કારણે ના બગડી શકું પણ હવે લગ્ન કર્યા સિવાય કોઈ ઉપાય ન હતો બંને પરિવારો ની ઈજ્જત નો સવાલ હતો .
વિચારોમાં ઘેરાયેલો નચિકેત મનમાં જ વિચારે છે મારા તરફ સંબંધ માં તકલીફ છે એની સજા હું અધ્યા ને નહિ આપુ પોતાના મનના વિચારો ને સાઈડ માં મૂકી અને લગ્ન ની વિધિ માં ધ્યાન આપવા લાગ્યો .
જ્યારે કન્યાદાન નો સમય આવ્યો એટલે આધ્યા ના મમ્મી અને પપ્પા બને ના હાથ ધ્રુજવા લાગ્યા કોઈ અજાણ્યા સાથે વાત કરવા ન દેનાર બાપ આજે આખી પોતાની ઇજજત કોઈ ને સોંપવા જઈ રહ્યો છે તો આ ડર સ્વાભાવિક પણ હતો અને દરેક બાપ ને આ ડર સામે લડી ને પોતાની લાડકી દીકરી ના કન્યાદાન કરવા જ પડે .
પંડિત દ્વારા મંત્રો ના ઉચ્ચારણ થવા લાગ્યા ચારે તરફ એક અદ્ભુત વાતવરણ બની ગયું હતું આધ્યા ના મમ્મી અને પપ્પા એ આંખોમાં આસુ સાથે પોતાની દીકરી નું કન્યાદાન કર્યું અને કોઈ ને પોતાની દીકરી સોંપી દીધી.
વર અને વધુ ને ફેરા ફરવા માટે ઊભા કરવા માં આવે છે દુલ્હન નો ભાઈ ( આકાશ) પોતાની બહેન નું જવતલ હોમે છે અને અખોમાં આસુ સાથે પોતાની બેન ની સાથે બાળપણ થી લઇ ને અત્યાર સુધી ની મસ્તી યાદ કરી ને ત્યાં જ રોવા લાગે છે બધા એને શાંત પાડે છે અને ફેરા ની રસમ ચાલુ થાય છે.
આધ્યા મનમાં જ દરેક વચનો પાલન કરવા માટે ભગવાન ને પ્રાર્થના સાથે શકિત પણ માગી રહી છે જેથી તે તેના માતા પિતા ના સંસ્કારો સામે ટકી રહે અને પોતાનું કર્તવ્ય નિષ્ઠા થી નિભાવી શકે.
આધ્યા અને નચિકેત ના લગ્ન ની બધી રસમો પૂરી કરી અને નવજોડું બધા વડીલો ને પગે લાગે છે ઘરના મંદિર માં કાન્હાજી ને પ્રાર્થના કરી ને આધ્યા ની વિદાયવેળા આવી પોહચે છે .
એક દીકરી માટે સૌથી અઘરો સમય એટલે વિદાય આધ્યા માટે પણ આ સમય એટલો જ અઘરો હતો પોતાના પરિવાર ને છોડવું એ એના માટે એક કસોટી થી કમ ના હતું એ વારાફરતી બધા સ્વજનો ને મળી ને પોતાના ઘર એટલે કે સાસરે જવા નો સમય થઈ જાય છે .
આધ્યા અને નચિકેત બને કાર માં પાછળ ની સીટ માં બેસી જાય છે અને ઘર તરફ ગાડી ચાલી નીકળે છે, આધ્યા ના આસુ હજુ વહી રહ્યા હતા એના ડુસકા હજુ શાંત થવા નું નામ નહોતા લઈ રહ્યા .
નચિકેત એને કેમ શાંત કરવી એની મૂંઝવણ માં હતો આગળ ડ્રાઇવિંગ કરી રહેલો આયુષ થોડી થોડી વારે નચિકેત સામે જોઈ ને એને શાંત કરવા માટે કહી રહ્યો હતો .
થોડી વાર પછી નચિકેત થી પણ આધ્યા ની આવી હાલત ના જોવાતા એનો હાથ પોતાના હાથ માં લઇ ને શાંત કરવા લાગે છે ,જેવો નચિકેત ના હાથ નો સ્પર્શ આધ્યા ને થાય છે તેના આખા શરીર માં ઝણઝણાટી થવા લાગે છે તેને આ અહેસાસ દુનિયા નો સૌથી પ્રિય લાગવા માંડે છે .
આવી જ હાલત કઈક નચિકેત ની હતી તેને પણ સામે એવું જ ફિલ થાય છે એના દિલ માં વિહા સિવાય કોઈ ના હતું પણ એને આધ્યા નો સ્પર્શ જાણે કંપારી છોડાવે એવો લાગી રહ્યો હતો .
હવે શું થાય એ જોઈએ આગળ ના ભાગ માં શું નચિકેત આધ્યા માં ઢળી જશે કે હજુ વિહા ની યાદોમાં જ રહેશે....
Thanks for reading ❤️❤️❤️
:- ધૃતિબા રાજપૂત