ગ્રાઉન્ડમાં આવી ગયાં અને ફિલ્ડીંગમાં ઉભા ભી થઇ ગયા .
ભવિષ્યને જોરદાર બનાવું હોય તો જૂની વાતો યાદ કરો . કે જેમાં તમે ખરેખર એક અસંભવ કામ કર્યું હોય. બધાં એ જીવનમાં કોઈક વાર તો આવું કામ કર્યું જ હોય બસ એ ભૂલી જાય છે.
પણ ક્રિકેટમાં યાદ આવી જાય કે એક વાર કૂદીને કેચ કર્યો હતો , કે પછી ઊંચી સિક્સ મારી હતી , કે પછી બધાં એ છેલ્લી ઓવરમાં આઠ રન નતા થવા દીધા.
કે પછી 100 રૂપિયાની મેચ જીતીને બધાં એ પાર્ટી કરી હોય.
બધાંને એક બીજા માટે એવું જ હોય કે શું ફેકે છે એક ઓવરમાં 8 રન ના થવા દીધા. મેં કર્યુ એ જ જોરદાર બાકી બધાં તો ખેલાડી જ નથી.
સીધી એક જ વાત મેં તો એને રમતાં શીખવાડ્યું છે અને એ મારાં થી વધારે સારુ રમી જાય એવું કયાં થી બને. અસંભવ વાત છે આ તો.
અસંભવ વસ્તુ એ જ છે જેને સંભવ કરવાની જીદ્દ તમે છોડી દીધી છે.
ચલો હવે સાંજે 3 વાગે રમવા જવાનું હતું એટલે સવારે નાહી ધોઈને ગામ માં આંટો મારવા નીકળી ગયા. એક જ દિવસ મળે બધાને મળવા માટે અને તો ભી ના મળીએ તો ગારો ખાવી પડે કે તું જ નોકરી કર સ , તું જ કમાઈ લે , અમે બધાં તો ભીખ માગી લેસુ. 10 વાગે ગયો હતો પાછો 12 વાગે આયો. એ ભી મમ્મી એ ફોન કરીને બોલાયો એટલે નઈ તો 1 વાગી જાત. ઘેર આવીને જમવા બેસ્યા. મને વિશ્વાસ હતો એ રીતે ઘેર તો ફિક્સ થાળી જ હતી. એટલે કે
રવિવાર એ મારાં ઘેર દાળ ફિક્સ છે કેમ કે બધાં જ કુંભકર્ણ એ જ દિવસે ઘેર હૉય એટલે એમના માટે દાળ અને બાજરી નાં રોટલા ગડવા પડે. એવું મારી મમ્મી કે છે.
એક આખો બાજરીનો રોટલો દાળમાં ચોરી ને ખાઈ લીધું અને પ્રભુ ખાટલામાં પડ્યા અને પંખો ચાલુ.
અડધો કલાક ફોન વાપર્યો અને તો જ્યાં થોડું ગેન ચડ્યું તો પ્રભુ પૃથ્વી લોક પરથી સીધા મંગળ ગ્રહ ઉપર. રોકેટને જતાં કેટલી વાર લાગે મને નહી ખબર પણ હું તો બે મિનિટમાં જતો રહ્યો.
આમ તો જવાનીમાં ઉંઘ બઉ મોટી સમસ્યા છે અને આટલી જલ્દી ઊંઘ આવતી પણ નહિ પણ એ દીવસ આવી ગઇ.
કેમ કે જે વસ્તુથી તમે દૂર જવા માંગતા હોવ અથવા તો એને ટાળતા હોય તો એ ઝખ મરાઈને તમારી પાસે જ આવશે. ઉંઘ તો ચડી ગઇ.
મંગળ ગ્રહ પર જતાં વાર નતી લાગી પણ આવતાં આવતાં તો 3.30 થઇ ગઈ અને આપડી મેચ 3 વાગે હતી . કેવા માટે જ 3 વાગે હોય બાકી ચાલું થતાં તો 4 વાગી જાય એ તો બધાં ને ખબર છે.
પણ 8 મિસ્કોલ હતાં. સટાસટ ઊભો થઈ ને મોઢું ધોયું ના ધોયું કરતાં દોડ્યો . નાના હતાં ત્યારે કાળા થવાની કોઈ બીક નતી પણ મોટા થયા પછી તો એ બીક વધી ગઈ .
કાળા હોવ તો કોઈ ભાવ ના આપે અને જો મેડિયમ દેખાતા હોવ મતલબ કે ના કાળા કે ના ધોરા વચ્ચે વાળા તો વધ્યો ગટ્યો કલર જતો ના રે એટલા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવાં પડે એટલા માટે રૂમાલ લઇ લીધો .
જો રૂમાલ બાંધ્યો હોય તો થોડું દોડો અને શ્વાસ ચડી જાય તો રૂમાલ બંધેલો એ ના રખાય અને ખુલ્લો રાખો તો કલર જતો રે . રૂમાલ પછી જરૂરી છે ટોપી પણ બાલ ખરતાં હોય તો ટોપી પણ ના પેરાય વધારે . નઈ તો છે એ ભી જાય. તો હવે કરવું શું દુઃખ તો કોઈ ઓછા છે. ગમે તેટલું દુઃખ હોય પણ રમવું તો પડશે જ .
ફરીથી ફોન આયો આ વખત ઉપાડી લીધો. ફોન ઉપાડતાં જ ,અરે કેટલી વાર યાર , કેટલે સ. આ ખાલી કેવા માટે છે બાકી એને જે શબ્દો વાપર્યા હતા એ કેવા મુશ્કિલ નથી પણ આ જગ્યા નથી એ બધું કેવાની.
બસ અડધાં રસ્તે છું આયો કે આયો. સૌથી વધારે ખોટું ફોન ઉપર જ બોલાય છે. એટલે મેં ભી કઈ દીધું. જલ્દી આય ફિલ્ડિંગ આયી છે આપડી. એને કીધું
જેને ક્રિકેટ ખાલી ગમતી હોય એને આ સાંભળી મૂડ મરી જાય. એ વિચારે કે યાર મું ફિલ્ડિંગ કરે . મું તો બેટિંગ માટે બન્યો છું અત્યારે હાલ AB devilliers મારા લોહીમાં ફરે છે અને હું ફિલ્ડિંગ કરે ? જેને ક્રિકેટથી પ્રેમ હોય એ તો કે , અરે આયો યાર ભલે પછી ફિલ્ડિંગ હોય કે બેટિંગ.
લગન બાકી છે એટલે રૂમાલ લઇ લીધો વધારે નઈ તો થોડો તો કલર રાય . અને રૂમાલ લઇને વીરો ચાલ્યા સામે વાડી ટીમની ઈજ્જતની અર્થી ઉઠાવા. થોડી જ વારમાં આપડે પોહચી ગયા ગ્રાઉન્ડમાં.
પ્લાસ્ટર પીચ , આખા ગ્રાઉન્ડમમાં નાનું નાનું ઘાસ . એ ભી એક જ બાજુ . ડાબી બાજુ ઘાસ પણ જમણી બાજુ નઈ. બાઉન્દ્રી બાર એક ઝાડ નીચે સામે વાળા ટીમનાં પલ્યેર બેઠાં હતાં. મેચ પૂરતા આપડા દુશ્મન. એ ખાલી પ્લેયર જ નઈ પ્રેક્ષકો પણ અને અડધાં કોચ પણ. કેમ કે અહીં બેઠા શીખવાડે કે આ બાજુ માર પેલી બાજુ માર.
એ ઇન્ટરનેશનલ મેચમાં પ્લાનિંગ થાય ! ચૂપ ચાપ રીતે. અહીં તો બધાં સાંભળે તો ભી કઈ દેવાનું કે ડાબી બાજુએ ફરીને માર . સામે વાળાને ફરી ને મારતાં આવડે કે ના આવડે તો ભી હાં માં ભોડું હલાવે.
જે રમવા આયા છે એ જ પ્રેક્ષકો અને એ જ પ્લયેરો કેમ કે 11 ખિલાડી જ નહીં થતાં હવે તો .
ગામડાની ક્રિકેટમાં તો બધાં જ વેસ્ટ ઇન્ડીઝ ના જ ખિલાડી લાગે. મને પોતે અંદાજો ના આયો કે મારે શું કરવાનું છે. એટલા માં તો પકા એ કીધું કે આ બાજુ ઊભા થઈ જાઓ અને આપડે ઊભા થઈ ગયા ડાબી બાજુએ સામે જ.
ત્રીજી ઓવર ચાલુ હતી. ક્રિકેટની એક મજા એ ભી છે કે લોકો અલગ અલગ હાવભાવ આપે મોંઢા ઉપર . જો દડો ખાલી ગયો તો બોલર હાવભાવ આપે અને જો સીક્સ કે ફોર વાગે તો બેસ્ટમેન આપે. અને દરેક દડાએ વિકેટકિપર હાવભાવ આપે . જો સિક્સ વાગે તો અરે આ બાજુ નાખ યાર , જે બાજુ મારી શકે છે એ બાજુ નાંખે તો સિકસ જશે . અને જો દડો ખાલી જાય તો બોલીંગ બોલીંગ શાબશ એ જ લાઈન એ જ લાઈન .
કોચ તો બધાં હોય , ફિલ્ડીંગમાં પણ એક હોય જે બધાંને ગોઠવે જેને સરખું બેટ પકડતાં ના આવડે , ફિલ્ડીંગ ના આવડે પણ એને કેમ લીધો હોય કોઈને ખબર નાં હોય . એનું કામ એટલું જ જોશ વધારવાનું . બરોબર સે સેમ લાઈન સેમ લાઈન . આખા મેચમાં એના વધારે હાવભાવ બીજું કોઈના આપે .
ચાર ઓવર પૂરી થઈ ને અને પાંચમી ઓવર આવી અને મને કીધું કે તમે નાખો પાંચમી ઓવર ,