યાદ મા તારા વરસો ના વાણા વીતી ગયા,
તાને ગુજરે કેટલાક વર્ષો થયી ગયા
કોઈ દિવસ કહ્યું નથી માઁ,
પણ તારા વગર રહેવાતું નથી
આપે છે ઘણો પ્રેમ પણ બધા
પણ તારા પ્રેમ ની બહુ ખોટ છે માઁ
દીકરી તારી આજે ગણી મોટી થયી ગયી છે માઁ
એટલે જ તારા વગર એની દુનિયા અધૂરી થયી ગયી છે માઁ
યાદ મા તારા વર્ષો ગુજરી ગયા
પણ બધા ના યાદ મા આમ જ રહી ગયા માઁ
અંધકાર મા તું અજવાળું બની ને આવ ને માઁ
હું એકલી નથી એવુ સમજાવ ને દુનિયા ને માઁ
તારા વગર કોણ સમજાવે પ્રેમ થી માઁ
મારાં દુઃખ મા સુખ બની ને છાલાકાયી જા ને માઁ
સૌ કોઈ કહે તો છે હું પ્રેમ કરું છું એમ
પણ ગરજ વગર કોઈ નો પ્રેમ છે જ નહિ માઁ
પહેલા પણ તારા વગર કાંઈ નતું મા
પણ છતાં તારી આટલી યાદ પણ નતી આવતી
હાલ પણ તારા વગર કાંઈ નથી માઁ
પણ છતા તારી બહુ યાદ આવે છે માઁ
મારાં દિલ મા એક તું છે માઁ
તારા દિલ માઁ પણ આવી ને વસાવી જા ને મને માઁ
તારા વગર મારી દુનિયા સુની છે માઁ
સુની દુનિયા ને ભરી જા ને માઁ
એક વાર પ્રેમ થી બેટા કહી જા ને માઁ
એક વાર દિલ થી દીકરા કહી જા માઁ
હાથ પકડી મને ચાલવા દેને માઁ
તારી સાથે મને યાદો તો બનાવવા દે માઁ
જીવન મા એવા મધદરિયે છું માઁ
તું જિંદગી નો કિનારો બતાવી જા ને માઁ
તારી માટે હું કાંઈ નહિ હોવ પણ
મારાં માટે તું જ મારી દુનિયા છે માઁ
આ દુનિયા મા બુરાઈ થી દૂર કોણ રાખશે મને
મારી રક્ષા કરવા આવ ને પાછી માઁ
તારા વગર મારાં પક્ષે કોણ લડશે માઁ
રાખવા વાળા કરતા હેરાન કરવા વાળા બહુ છે માઁ અહીં
નસીબ ના ગડનાર ને ખોટો કોણ સાબિત કરશે માઁ
છટ્ટી ના લેખ ખોટા પડી જા ને માઁ
માઁ ને બહુ બાળ હોય પણ બાળ ને તો એક જ માઁ હોય ને
મારી બુરાઈ ને અચ્છાઇ બનાવવા આવ ને માઁ
રોજ જુરી જુરી મરું છું માઁ
એક વાર હસાવી જા ને માઁ
તારી તો લાડકવાયી હતી ને માઁ
તો એ જ લાડ પ્યાર આપવા આવને માઁ
એવા સમંદર માઁ પડી ગયી છું
બહાર નીકળવા આવ ને માઁ
જિંદગી નો સાચો મતલબ બતાવ ને માઁ
પ્રેમ થી એક વાર બેટા કહી જા ને માઁ
નસીબ ના ખેલ દેખ્યા છે માઁ
એ નસીબ પલટાવી જા ને માઁ
તારા વગર બધું અધૂરું છે
એક વાર બધું પૂરું કરી જા ને માઁ
દરેક બાળકે માઁ ની વાત કરી છે
મને પણ તારી વાત કરવા નો એક મોકો આપ ને માઁ
તું કયા કારણ થી રીસાઈ છે એક વાર જણાવી જા ને માઁ
તારો અવાજ સંભળાવી જા ને માઁ
તારા હસતા ચહેરા ને નિહાળવા દેને માઁ
બીજું કાંઈ નહિ તો કામ સે કામ ઉપકાર નું ઋણ તો ચુકવવા દે માઁ
મારી હસી ને તારી હસી બનાવી જા ને માઁ
બધા બાળક ની માઁ છે મારી કેમ નહિ એનો એક જવાબ આપી જા માઁ
મારી કિસ્મત મા તું કેમ નથી
તારી સુંદરતા ને માણવી છે માઁ
તારી અચ્છાઇ જાનવી છે માઁ
તારા જેવી મને બનાવી જા માઁ
તું કહે એટલું જ કરવા તૈયાર છું માઁ
બસ તારા મોઢે થી મને કહી તો જા માઁ
મારાં દુઃખ ને તે તારું બનાવ્યું હશે તો કેમ તારા દુઃખ માઁ સામેલ મને ના કરી માઁ
સાંભળ્યું છે કે એક ખરોચ પણ આવે તો માઁ મટાડી દે છે
મને ખરોચ નહિ ઊંડા ઘા વાગ્યાં છે માઁ મને મટાડવા આવ ને
માઁ તને મમ્મી કેહવા નો એક મોકો મને આપને
માઁ તું ક્યાં જતી રહી છે?
એક વાર તારી દીકરી સામે, એક વાર તારી દીકરી પાસે આવી જા ને માઁ