virah in Gujarati Love Stories by Dhanvanti Jumani _ Dhanni books and stories PDF | વિરહ - પ્રેમની પરિભાષા

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

વિરહ - પ્રેમની પરિભાષા


  વિરહ : પ્રેમ માટે પણ જરૂરી. 


વિરહ કેટલો અજુકતો તો શબ્દ છે. એવું જ લાગે છે જાણે કે વિરહ એટલે દૂર હોવું અલગ રહેવું અને એકબીજાની યાદમા રડવું એટલે કે જુદાઈ. 


પણ શું દરેક વિરહ દુ:ખ આપનારું જ હોય છે??દરેક વિરહ પછી રડવાનુ જ હોય છે??


વિરહથી પ્રેમ ઓછો થઇ જાય છે?? 


પ્રેમ માટે સાથે હોવું જ જરૂરી છે?? 


ના.. હું આવું માનતી જ નથી. વિરહ હંમેશા દુ:ખ આપનારુ નથી હોતું. વિરહ પછી હંમેશા રડવાનું પણ નથી હોતું કે વિરહથી પ્રેમ પણ ઓછો નથી થઇ જતો. ને પ્રેમ માટે સાથે હોવું પણ જરૂરી નથી હોતું. 


પ્રેમ કે કોઈ પણ સબંધ ત્યારે જ બોજ બની જાય છે કે જ્યારે તેમા વધારે પડતી જ આકાંક્ષાઓ હોય. જો કોઈ પણ સબંધ

સ્વાથૅ વગર નિભાવવમાં આવે ત્યારે જ એ સાચો સબંધ હોય છે. પ્રેમના સામે પ્રેમ જ મળે તે તો જરૂરી નથી પણ એકનો પ્રેમ બંને માટે પૂરતો બને તે જરૂરી છે.રાધાકૃષ્ણ પણ ક્યાં એકબીજાના જીવનસાથી બની શક્યા પણ બંનેના જીવનમાં એકબીજાનું સ્થાન પણ કોણ લઈ શક્યું!! બંનેને વિરહ મળ્યો પણ અલગ થઈને પણ અલગ ક્યાં થઈ શક્યાં!! હજી પણ બંનેનો પ્રેમ અમર છે. 


જે અલગ થઈ ને પણ અલગ ન થાય એ જ તો પ્રેમ છે. 


વિરહ ની પણ એક અલગ જ મજા છે. દૂર હોવા છતાં એકબીજાનો સાથ અનુભવાય છે. યાદો માં જૂના સ્મરણો 

દેખાઈ જાય છે. વિરહ થી પ્રેમ ઘટતો નથી પરંતુ વધે છે જો પ્રેમ કોઈ પણ આકાંક્ષા વગરનો હોય. 

😍


કેટલીક વાર દૂર રહેવાની પણ અલગ જ મજા છે. આ એક એવો અહેસાસ છે કે જેમા દુર હોવા છતાં એકબીજાને જાણવા મળે છે. 


જો પ્રેમ સાચો હોય તો વિરહ નડતો નથી , ને જ્યા માત્ર સ્વાથૅના કારણે પ્રેમ હોય તેમને વિરહ ગમતો નથી.રાધાકૃષ્ણ ની પ્રીત જ અનોખી છે. જેમા મનથી કદી વિરહ ન હતો. બંને માટે પ્રેમની પરિભાષા જ અલગ છે, જે દુનિયા ની રીત થી ઘણી દૂર છે. 


વિરહ પરથી એક નાનકડી વાત કહીશ તમને. એક સુંદર નવપરિણીત જોડું હતું બંનેનું નવું નવું લગ્ન થયેલું ને નવુ નવુ લગ્ન એટલે પ્રેમ તો વધી જ હોય. હવે બંનેના લવ મેરેજ થયાં હતા પણ બંનેનો સ્વભાવ તો અલગ અલગ. છોકરાનું નામ હતું પ્રેમ અને તે એના નામ જેવો જ પ્રેમાળ ખૂબ જ પ્રેમાળ ને છોકરીનું નામ ધ્વનિ જે થોડી ચંચળ. બંનેનું લગ્ન જીવન ખુબ જ સારું વિતતું હતું. બંનેના લગ્ન થયે બે વર્ષ વીતી ગયા. હવે પ્રેમના વધારે પ્રેમાળ સ્વભાવથી ધ્વનિ કંટાળવા લાગી તેથી બંને વચ્ચે ઝઘડા થવાં લાગ્યાં. ધ્વનિ એકદિવસ પ્રેમને કહ્યાં વગર જ તેના મમ્મી પપ્પા ના ઘરે જતી રહી. પ્રેમ પણ ધ્વનિ માટે ચિંતા કરવા લાગ્યો તે તેને લેવા પણ ગયો પણ ધ્વનિ આવવા તૈયાર જ ન થઈ. બંને એક મહીનો અલગ રહ્યાં. એકબીજાથી થોડો સમય દૂર રહી બંનેને ખબર પડી કે તે એકબીજા માટે જે અનુભવે છે તે આટલો સમય સાથે રહીને પણ ન સમજી શક્યાં જે આ વિરહથી સમજ્યાં હતાં ને બંને પાછા સાથે રહેવાં લાગ્યાં. 


મન છે એકબીજા માટે તો વિરહ પણ નડતો નથી. પ્રેમ છે એકબીજા માપ્રેમ છે એકબીજા માટે તો વિરહ કદી નડતો નથી. મન થી છો સાથે તો વિરહ એ નડતો નથી. વિશ્વાસ છે એકબીજા પર તો વિરહ ક્યારે નડતો નથી કે ક્યારેય નડશે પણ નહી. 


કેટલીક વાર સબંધમાં થોડા સમય નો વિરહ પણ જરૂરી હોય છે. સબંધમાં પ્રેમ અને વિશ્વાસ ની પરખ થઈ જાય છે. વિરહ દુઃખી થવા માટે નથી કે કોઈની યાદમાં રડવાં માટે નથી. વિરહથી પણ એકબીજાને સમજાય છે. પ્રેમની સાચી કસોટી થઈ જાય છે. આપણી લાગણીયોથી અવગત થવાય છે. 

  

      હું તો કહું છું કે વિરહ એટલે,, 


      વિ :- વિશ્વાસ 

  

       ર :- રહેશે 


       હ :- હંમેશા 


Dhanvanti jumani (Dhanni )