ચાર ઓવર પૂરી થઈ ને અને પાંચમી ઓવર આવી અને મને કીધું કે તમે નાખો પાંચમી ઓવર .
આટલા માન થી એટલા માટે બોલાયો કેમ કે અમે જોડે નોકરી કરી એ છીએ . બાકી જો ગામના જ ભાઈબંધો હોત તો લેટ આયો એટલા માટે પેલાં ગારો બોલે અને ઓવર સારી નાખું એના માટે એડવાન્સમાં ગારો બોલે .
દડો પકડી લીધો હવે સૌથી પેહલું કામ ખેલાડી સેટ કરવાના વધારે નઈ તો થોડા ભી કેમ કે બેટ્સમેન થોડો તો બિવે કે આ ભાઇ ને થોડી તો ખબર પડે છે , પડે છે કે નઈ એતો એ ભાઈને જ ખબર . હવે જરૂરી છે નિયમો . પેલાં સાઇડ માંગવી . બીજુ એક બાજુ પાંચ અને બીજી બાજુ છ ખેલાડી ગોઠવવા . જોકે મને તો એમાં ખાસ ખબર નઈ પડતી એટલે હું તો એ બધું ના જોયું . આમ ભી બધું ગોઠવેલું હતું .
બધું બરોબર છે તો હવે બોલ નાખો . જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાય એમ દરેક બોલર ને સ્ટીક જ દેખાય . દેશી ભાષામાં કઈ એ તો ડેગલું . આતો જ્યો ડેગ્લું ભાગી જશે .
પેલો જ દડો વાઈડ , આબરૂ ના કાંકરા થઈ ગયાં . બધી જ ગોઠવેલી ફિલ્ડીંગ નકામી ગઇ . આમ તો વાઈડના લીધે જે લડાઈઓ થાય એવી લડાઈ તો પ્રોપર્ટી માટે ભી નઈ થતી . લાઈન ઉપર થી જ્યો સે , ક્યા થી વાઈડ , લાઈન ઉપર વાઈડ ના મળે થોડી રકજક કિપર પણ કરે પણ પછી આલ્યો એક રન એમ કરીને જવાદે . આમાં અમુક શાંતિદૂત ભી હોય એ એમ કે અમ્પાયર કે એ ફાઇનલ પણ મારા જેવા તો માનતા હશે .અમ્પાયર ને હું ખબર પડે છે ? પણ આજે માનવું પડ્યું કેમ કે દડો બેટ્સમેન ના પાછળ થી ગયો હતો આગળ થી જ્યો હોત તો થોડુ લાંબુ ચાલત .
જે કામ સારું લગાડવા કર્યુ હોય એ હંમેશા બગડે જ અને જો ના બગડે તો હું જાતે કંઇક કરી ને બગાડી દઉં . . બધાએ પોતાના હાવભાવ આપ્યા , મારા સિવાય . પણ જોડે સાથ ભી આપ્યો . તાળી પાડી કેમ કે બઉ ટાઈમ પછી નાખું છું ને બચાવ પક્ષ માટે કેવું પડે . હવે બીજો બોલ સીધો લાઈનમાં ખાલી , સીધો કિપરના હાથમાં . ગુડ, સેમ લાઈન અને જોડે તાળીઓ હવે શું જોઈએ યાર . હવે બધું બરોબર જ થશે . ચાલુ ઓવર હવે બીજા દડા એ એક રન આયો. બાકી ના ત્રણ દડા ભી એક રન આયો . હવે લાસ્ટ બોલ .
જો ઓવરમાં એક ભી સીક્સ કે ફોર ના વાગે તો અભિમાન અને વિશ્વાસ બંને બઉ ઉપર હોય . મારે ભી એવું થયું લાસ્ટ બોલ નાખ્યો. એને બેટ ઉપર કેમ્પ્લેટ આયો તો જતો રહ્યો સીધો બાઉન્દ્રી બાર . સાચવેલી ઓવર ની પથારી ફરી ગઇ પણ ઓછા રન ગયાં એટલે આટલું તો ચાલે .
આ લોકોએ દસ જ ઓવર ની મેચ રાખી હતી તો બીજી વખત ઓવર મળવી તો જોયે પણ બીજા ભી બોલર છે એટલે નક્કી નઈ. સામે વાળી ટીમમાં ભી બધા બે થી ત્રણ મહિને કદાચ એક વાર રમવા વાળા હતાં એટલે એમણે ભી થોડું રમે અને આઉટ થઈ જાય .
તમે ફોનને માણસ થી દૂર રાખી શકો પણ માણસને ફોન થી દૂર ના રાખી શકો . અહીં જેને જીવનમાં ભુલથી પેલી વાર સીકસ મારી હશે એ ભી રીલ બનાવવા બેટ પકડીને ઉભા થઈ જાય અને થાય ભી એવું કે સામે વાળો ફોન લઇ કેમેરો ચાલુ કરીને થાકી જાય પણ બેટ ઉપર દડો ના અડે એક ભી . કિસ્મત ખરાબ હોય તો ભાઈબંધના ફોનમાં વિડિયો ઉતરે અને આપડે આઉટ થઈ જઈએ અને એ વિડિયો ડિલીટ મારવો મતલબ કે લોઢા ના ચણા ખાવા જેવું .
મને એવો કોઈ શોખ નથી એટલે સારું છે . આમ ભી ક્રિકેટનો આનંદ લ્યો રીલનો નઈ . બીજી એક ઓવર ભાગમાં આયી. આઠમી પણ એટલામાં તો એમની ટીમના બોલરની બેટિંગ હતી મતલબ લલ્લુ પંચ્યું . એમની શું વિકેટ લેવાની પણ ઓવર તો ઠીક જ નાખવી પડે એટલે નાખી ઠીક . બે ઓવરમાં એક ભી વિકેટ વગર પંદર રન આપ્યા . ઘણાં મહિના પછી નાખું છું એટલે ચાલે ને ?
હવે ડ્રીંકસ બ્રેક , એક જ બોટલ પાણીમાં થી 3 ખિલાડી પાણી પીવે . જો પૂરું થઈ જાય તો ભરવાના ડખા . અમારે જાજા ના થયાં કેમ કે સ્કૂલનું ગ્રાઉન્ડ હતુ એટલે એની પરબ એ પાણી મળી ગયું . જેવું જેવું બજેટ એ પ્રમાણે ચોકલેટ મળે એટલે કે તાનસેન , વિમલ , દિલ્લગી , ચિંગમ અથવા તો પાવરફુલ 35 નો મસાલો . દરેક પોતાના બજેટ અને પસંદ પ્રમાણે એમની ચોકલેટ લેતા આવે .
હવે દસ ઓવરમાં આ લોકો એ 93 રન કર્યા . જે બધાં પેલાં રમ્યા હતાં એ કહે કે આ પીચ ઉપર વધારે રન વાગે છે પણ ઓછા છે એટલે જીતવાના ચાન્સ ખરાં . ખિલાડી નો આત્મવિશ્વાસ વધારવાની એક અલગ ટેકનિક . તો અનુભવી લોકો રનરેટની વાત કરે . એક ઓવરમાં આટલા રન આવે એટલે આપડે જીતી ગયા . હું એમાં નઈ માનતો એટલે દૂર રહયો કેમ કે ક્રિકેટ અનિશ્ચતાનો ખેલ છે કઈ પણ થઈ શકે ..
મને એક બક્વાસ નોકરી આપી લેગા ની લેગા અમ્પાયર ની , શું કરવાનું કઈ ખબર નઈ . એ લોકો ભગવાનના ભકત હતાં એટલે એમને મારા અંદરની AB devilliers ની આત્મા એક એલિયનની આત્મા ના દેખાઈ .
તો એમણે બે જણા મોકલ્યા ઓપનર , એક નો બાપો કેન્ટિન ચલાવે એટલે એ કેનટીન વાળો અને બીજો પકો . કેમ કે નામ પૂછવું એ જરુરી નથી જરૂર લાગશે તો પૂછીશું .
તો હવે 10 ઓવરમાં 94 રન કરવાના છે . સૂરમાં લોકો મેદાનમાં છે અને અમારા પણ વીર યોદ્ધા મેદાનમાં છે .